આશ્ચર્યજનક વિગતો
બાઇબલમાં નવાં નામ
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી ના 16 ફકરા, પંક્તિએ પંક્તિએ.
ઉદાહરણો
- ઇબ્રામ ઇબ્રાહિમ બન્યોઉત્પ 17:5
કલમો
ઉત્પ 17:5હવે તારું નામ ઇબ્રામ નહિ રહે, પણ તારું નામ ઇબ્રાહિમ થશે - કેમ કે ઘણી દેશજાતિઓના પિતા તરીકે મેં તારી પસંદગી કરી છે.
- સારાય સારા બનીઉત્પ 17:15
કલમો
ઉત્પ 17:15ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું, “તારી પત્ની સારાયને હવે પછી સારાય ન કહે. તેના બદલે, તેનું નામ સારા થશે.
- યાકૂબ ઇઝરાયલ બન્યોઉત્પ 32:28
કલમો
ઉત્પ 32:28તે માણસે કહ્યું, “હવેથી તારું નામ યાકૂબ નહિ, પણ ઇઝરાયલ કહેવાશે. કેમ કે ઈશ્વરની તથા માણસોની સાથે તેં સંઘર્ષ કર્યો છે અને તું જય પામ્યો છે.”
- રાહેલે પોતાના દીકરાનું નામ બેનોની પાડ્યું; તેના પિતાએ તેને બિન્યામીન કહ્યોઉત્પ 35:18
કલમો
ઉત્પ 35:18જયારે તેનો જીવ જવા જેવો થયો ત્યારે તેના છેલ્લાં શ્વાસે તેણે તેનું નામ બેનોની પાડ્યું પણ તેના પિતાએ તેનું નામ બિન્યામીન પાડ્યું.
- ફારુને યૂસફનું નામ સાફનાથ-પાનેઆ પાડ્યુંઉત્પ 41:45
કલમો
ઉત્પ 41:45ફારુને યૂસફનું નામ “સાફનાથ-પાનેઆ” પાડ્યું. ઓનના યાજક પોટીફારની પુત્રી આસનાથ સાથે તેનાં લગ્ન કરાવ્યાં. યૂસફ આખા મિસર દેશમાં સન્માન પામ્યો.
- મૂસાએ નૂનના દીકરા હોશિયાને યહોશુઆ નામ આપ્યુંગણ 13:16
કલમો
ગણ 13:16જે પુરુષોને મૂસાએ દેશની જાસૂસી કરવા મોકલ્યા તેઓનાં નામ એ હતાં. મૂસાએ નૂનના દીકરા હોશિયાનું નામ બદલીને યહોશુઆ રાખ્યું.
- નાઓમી: મને નાઓમી ના કહો, મને કડવી કહોરૂથ 1:20
કલમો
રૂથ 1:20ત્યારે તેણે તેઓને કહ્યું “મને નાઓમી એટલે મીઠી ના કહો, મને કડવી કહો, કેમ કે સર્વસમર્થ ઈશ્વરે મારી ખૂબ કસોટી કરી છે.
- સુલેમાનનું નામ યદીદયા પણ રાખવામાં આવ્યું2 શમુ 12:24–25
કલમો
2 શમુ 12:24–25દાઉદે તેની પત્ની બાથશેબાને દિલાસો આપ્યો, તેની પાસે જઈને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો. બાથશેબાએ દીકરાને જન્મ આપ્યો. અને તેનું નામ તેણે સુલેમાન રાખ્યું. ઈશ્વર તેના પર ખૂબ પ્રેમાળ હતા. તેથી ઈશ્વરે નાથાન પ્રબોધકની મારફતે સંદેશ મોકલીને તેનું નામ ‘યદીદયા’ રાખ્યું.
- ફારુન નકોએ એલ્યાકીમનું નામ બદલીને યહોયાકીમ રાખ્યું2 રાજા 23:34
કલમો
2 રાજા 23:34ફારુન નકોએ યોશિયાના દીકરા એલ્યાકીમને તેના પિતા યોશિયા પછી રાજા બનાવ્યો અને તેનું નામ બદલીને યહોયાકીમ રાખ્યું. પણ તે યહોઆહાઝને મિસર લઈ ગયો અને યહોઆહાઝ ત્યાં મરણ પામ્યો.
- બાબિલના રાજાએ માત્તાન્યાનું નામ બદલીને સિદકિયા રાખ્યું2 રાજા 24:17
કલમો
2 રાજા 24:17બાબિલના રાજાએ યહોયાખીનના કાકા માત્તાન્યાને તેની જગ્યાએ રાજા બનાવ્યો, તેનું નામ બદલીને સિદકિયા રાખ્યું.
- દાનિયેલ, હનાન્યા, મીશાએલ, અઝાર્યા: બેલ્ટશાસ્સાર, શાદ્રાખ, મેશાખ, અબેદ-નગોદાનિ 1:7
કલમો
દાનિ 1:7મુખ્ય ખોજાએ તેઓને નામ આપ્યાં: તેણે દાનિયેલનું નામ બેલ્ટશાસ્સાર, હનાન્યાનું નામ શાદ્રાખ, મીશાએલનું નામ મેશાખ તથા અઝાર્યાનું નામ અબેદ-નગો પાડ્યાં.
- સિમોન કેફા, એટલે પિતર, કહેવાયોયોહ 1:42
કલમો
યોહ 1:42તે તેને ઈસુ પાસે લઈ આવ્યો. ઈસુએ તેની સામે જોઈને કહ્યું કે, ‘તું યોનાનો દીકરો સિમોન છે. તું પિતર એટલે કેફા કહેવાશે જેનો અર્થ છે પથ્થર.’”
- યાકૂબ અને યોહાનનું નામ બને-રગેસ, એટલે ગર્જનાના દીકરા, પાડવામાં આવ્યુંમાર્ક 3:17
કલમો
માર્ક 3:17તથા ઝબદીનો દીકરો યાકૂબ તથા યાકૂબનો ભાઈ યોહાન તેઓનું નામ તેમણે ‘બને-રગેસ’ પાડ્યું, એટલે કે ‘ગર્જનાના દીકરા;’
- સાયપ્રસનો યૂસફ બાર્નાબાસ, એટલે દિલાસાનો દીકરો, કહેવાયોપ્રે.કૃ 4:36
કલમો
પ્રે.કૃ 4:36યૂસફ કરીને એક લેવી હતો, તે સાયપ્રસનો વતની હતો, તેની અટક પ્રેરિતોએ બાર્નાબાસ એટલે સુબોધનો દીકરો રાખી હતી.
- શાઉલ, જે પાઉલ પણ કહેવાતોપ્રે.કૃ 13:9
કલમો
પ્રે.કૃ 13:9પણ શાઉલે જે પાઉલ પણ કહેવાય છે, પવિત્ર આત્માથી ભરપૂર થઈને તેની સામે એક નજરે જોઈને કહ્યું કે,
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો