Bible Explorer એપ મેળવો

અન્વેષણ › વિષયો › ગાંડપણ, સાચું અને ઢોંગી

આશ્ચર્યજનક વિગતો

બાઇબલમાં ગાંડપણ, સાચું અને ઢોંગી

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી ના 22 ફકરા, પંક્તિએ પંક્તિએ.

  • નીતિવચનો: છેતરીને ‘શું હું ગમ્મત નહોતો કરતો?’ કહેનાર પાગલ જેવો છેનીતિ 26:18–19
    કલમો
    નીતિ 26:18–19જેઓ બળતાં તીર ફેંકનાર પાગલ માણસ જેવો છે, તેવી જ વ્યક્તિ પોતાના પડોશીને છેતરીને, કહે છે “શું હું ગમ્મત નહોતો કરતો?”

ગાથમાં દાઉદ

  • શાઉલથી નાસીને દાઉદ ગાથના રાજા આખીશ પાસે આવ્યો1 શમુ 21:10
    કલમો
    1 શમુ 21:10તે દિવસે દાઉદ ઊઠીને શાઉલની બીકથી ગાથના રાજા આખીશ પાસે નાસી ગયો.
  • આખીશના ચાકરોએ તેને ઓળખી કાઢ્યો, અને દાઉદ બહુ ગભરાઈ ગયો1 શમુ 21:11–12
    કલમો
    1 શમુ 21:11–12આખીશના ચાકરોએ તેને કહ્યું, “શું આ તે દેશનો રાજા દાઉદ નથી? શું તેઓએ નાચતાં નાચતાં એકબીજા સામે આ પ્રમાણે ગાયું ન હતું કે, ‘શાઉલે પોતાના હજાર અને દાઉદે પોતાના દસ હજાર માર્યા છે?” દાઉદે એ શબ્દો મનમાં રાખ્યા અને ગાથના રાજા આખીશથી તે ઘણો ગભરાયો.
  • તેણે ગાંડપણનો ઢોંગ કર્યો, દરવાજાનાં બારણાં પર લીટા તાણ્યા, તેની દાઢી પર લાળ વહેતી હતી1 શમુ 21:13
    કલમો
    1 શમુ 21:13તેથી તેણે તેઓની આગળ પોતાની વર્તણૂક બદલી અને તેઓના હાથમાં હતો ત્યારે તેણે ગાંડા હોવાનો ઢોંગ કર્યો; તેણે દરવાજાનાં બારણા ઉપર લીટા પાડયા અને પોતાનું થૂંક દાઢી ઉપર પડવા દીધું.
  • આખીશ: ‘શું મને ગાંડા માણસની ખોટ છે’1 શમુ 21:14–15
    કલમો
    1 શમુ 21:14–15ત્યારે આખીશે પોતાના ચાકરોને કહ્યું, “જુઓ, તે માણસ ગાંડો છે. તો શા માટે તમે તેને મારી પાસે લાવ્યા છો? શું મને ગાંડા માણસની ખોટ છે કે તમે આ માણસને મારી આગળ મૂર્ખાઈ કરવાને લાવ્યા છો? શું આ માણસને મારા ઘરમાં પ્રવેશવા દેવાય?”
  • ગીતશાસ્ત્ર 34નું મથાળું તેની યાદ અપાવે છે: તેણે ગાંડાઈનો ઢોંગ કર્યોગી.શા 34:1
    કલમો
    ગી.શા 34:1દાઉદનું ગીત; તેણે અબીમેલેખની આગળ ગાંડાઈનો ઢોંગ કર્યો, અને એણે તેને કાઢી મૂકયાથી તે જતો રહ્યો, તે વખતનું. હું સર્વ સમયે યહોવાહને ધન્યવાદ આપીશ; મારે મુખે તેમની સ્તુતિ નિરંતર થશે.

બીજાઓ

  • દુષ્ટ આત્માથી પીડાતા શાઉલને દાઉદની વીણાથી આરામ મળતો1 શમુ 16:14–16, 1 શમુ 16:23
    કલમો
    1 શમુ 16:14–16હવે ઈશ્વરનો આત્મા શાઉલ પાસેથી જતો રહ્યો હતો અને ઈશ્વર તરફથી એક દુષ્ટ આત્મા તેને હેરાન કરતો હતો. શાઉલના દાસોએ તેને કહ્યું, “જો, ઈશ્વર તરફથી એક દુષ્ટ આત્મા તને હેરાન કરે છે. અમારા માલિકે પોતાની હજૂરમાંના પોતાના દાસોને એવી આજ્ઞા કરવી કે વીણા વગાડનાર એક કુશળ માણસને શોધી લાવો. ત્યાર પછી જયારે દુષ્ટ આત્મા ઈશ્વર તરફથી તારા ઉપર આવે ત્યારે એમ થશે કે, તે વીણા વગાડશે અને તું દુષ્ટાત્માથી મુક્ત થશે.”
    1 શમુ 16:23ઈશ્વર તરફથી દુષ્ટ આત્મા શાઉલ પર આવતો, ત્યારે એમ થતું કે, દાઉદ વીણા લઈને પોતાના હાથથી વગાડતો. તેથી શાઉલ સાજો તાજો થઈ જતો અને તે દુષ્ટ આત્મા તેની પાસેથી જતો રહેતો.
  • પછીથી, દાઉદ વીણા વગાડતો હતો ત્યારે શાઉલે તેના પર ભાલો ફેંક્યો1 શમુ 18:10–11
    કલમો
    1 શમુ 18:10–11બીજે દિવસે ઈશ્વર તરફથી એક દુષ્ટ આત્મા શાઉલ પર જોશભેર આવ્યો, તે ઘરમાં બકવાટ કરવા લાગ્યો. તેથી દાઉદ પોતાના નિત્યના ક્રમ મુજબ વાજિંત્ર વગાડતો હતો. તે વખતે શાઉલના હાથમાં પોતાનો ભાલો હતો. શાઉલે તે ભાલો ફેંક્યો, તેનો ઇરાદો હતો કે, “તે દાઉદને ભાલો મારીને તેને ભીંત સાથે જડી દેશે.” પણ દાઉદ શાઉલની આગળથી બે વખત ખસી ગયો.
  • નબૂખાદનેસ્સારે બળદની જેમ ઘાસ ખાધું; તેના વાળ ગરુડનાં પીંછાં જેવા વધ્યાદાનિ 4:33
    કલમો
    દાનિ 4:33તે જ સમયે આ વચન નબૂખાદનેસ્સારના બાબતમાં ફળીભૂત થયું. તેને લોકોમાંથી હાંકી કાઢવામાં આવ્યો. તેણે બળદની જેમ ઘાસ ખાધું, તેનું શરીર આકાશના ઝાકળથી પલળી ગયું. તેના વાળ ગરુડના પીંછા જેવા લાંબા થઈ ગયા, તેના નખ પક્ષીઓના પંજા જેવા થઈ ગયા.
  • તેની બુદ્ધિ પાછી આવી, અને તેને તેનું રાજ્યાસન પાછું મળ્યુંદાનિ 4:34, દાનિ 4:36
    કલમો
    દાનિ 4:34તે દિવસોને અંતે મેં નબૂખાદનેસ્સારે, મારી આંખો આકાશ તરફ ઊંચી કરી, મારી સમજશકિત મને પાછી આપવામાં આવી. મેં પરાત્પર ઈશ્વરની સ્તુતિ કરી. જે સદાકાળ જીવે છે તેમની સ્તુતિ કરી અને તેમને માન આપ્યું. કેમ કે તેમનું રાજ અનંતકાળનું છે, તેમનું રાજ્ય પેઢી દરપેઢીનું છે.
    દાનિ 4:36તેજ સમયે મારી બુદ્ધિ મારી પાસે પાછી આવી, મારા રાજ્યના પ્રતાપને કારણે મારું ગૌરવ તથા મારો વૈભવ મારી પાસે પાછાં આવ્યાં. મારા સલાહકારો અને મારા અમીર ઉમરાવોએ મારા પક્ષમાં પોકાર કર્યો. મને મારા સિંહાસન પર પાછો બેસાડવામાં આવ્યો અને મને ઘણું માહાત્મ્ય મળ્યું.
  • ચોકીદાર: તે યેહૂની જેમ, પાગલની જેમ રથ હાંકે છે!2 રાજા 9:20
    કલમો
    2 રાજા 9:20ફરીથી ચોકીદારે ખબર આપી, “તે પણ તેઓને મળ્યો, પણ તે પાછો આવતો નથી. તેની રથની સવારીની પધ્ધતિ તો નિમ્શીના દીકરા યેહૂની સવારી જેવી લાગે છે, કેમ કે, તે ઝડપી સવારી કરી રહ્યો છે.”
  • યેહૂના સાથી અધિકારીઓ યુવાન પ્રબોધકને ‘આ પાગલ માણસ’ કહે છે2 રાજા 9:11
    કલમો
    2 રાજા 9:11ત્યાર પછી યેહૂ તેના માલિકના ચાકરોની પાસે બહાર આવ્યો, એકે તેને પૂછ્યું, “બધું ક્ષેમકુશળ છે? આ પાગલ માણસ શા માટે તારી પાસે આવ્યો હતો?” યેહૂએ તેઓને જવાબ આપ્યો, “તે માણસને તમે ઓળખો છો અને તેણે શી વાતો કરી તે તમે જાણો છો?”
  • એક પત્ર: પ્રબોધક હોવાનો દેખાવ કરનાર દરેક પાગલને હેડમાં નાખોયર્મિ 29:26
    કલમો
    યર્મિ 29:26“યહોવાહે યાજક યહોયાદાને સ્થાને તને યાજક નીમ્યો છે કે જેથી તમે યહોવાહના ભક્તિસ્થાનના અધિકારી થાઓ. અને જે કોઈ માણસ ઘેલો છતાં પોતાને પ્રબોધક તરીકે કહેવડાવતો હોય તેને તું બેડી પહેરાવી કેદમાં નાખ.
  • કબરોમાં રહેતો એક માણસ પોતાની સાંકળો તોડી નાખતો અને પથ્થરોથી પોતાને ઘાયલ કરતોમાર્ક 5:3–5
    કલમો
    માર્ક 5:3–5તે કબરસ્તાનોમાં રહેતો હતો; અને સાંકળોથી પણ કોઈ તેને બાંધી શકતું ન હતું; કેમ કે તે ઘણીવાર બેડીઓ તથા સાંકળો વડે બંધાયો હતો, પણ તેણે સાંકળો તોડી નાખી તથા બેડીઓ ભાંગી નાખી હતી; કોઈ તેને વશ કરી શકતું ન હતું. તે નિત્ય રાતદિવસ પહાડોમાં તથા કબરોમાં બૂમ પાડતો તથા પથ્થરોથી પોતાને ઘાયલ કરતો હતો.
  • પછી લોકોએ તેને વસ્ત્રો પહેરેલો અને સ્વસ્થ મનનો જોયોમાર્ક 5:15
    કલમો
    માર્ક 5:15ઈસુની પાસે તેઓ આવ્યા ત્યારે દુષ્ટાત્મા વળગેલો હતો, એટલે જેનાંમાં સેના હતી, તેને તેઓએ બેઠેલો વસ્ત્ર પહેરેલો તથા હોશમાં આવેલો જોઈને તેઓ ગભરાઈ ગયા.
  • ઈસુનાં સગાંઓ તેમને પકડવા ગયાં: ‘તે અસ્થિર થઈ ગયો છે’માર્ક 3:21
    કલમો
    માર્ક 3:21તેમના સગાંઓ તે સાંભળીને તેમને પકડવા બહાર નીકળ્યાં; કેમ કે તેઓએ કહ્યું કે ‘તે અસ્થિર થઈ ગયો છે.’”
  • કેટલાકે ઈસુ વિશે કહ્યું: ‘તેને દુષ્ટાત્મા વળગેલું છે અને તે પાગલ છે’યોહ 10:20
    કલમો
    યોહ 10:20તેઓમાંના ઘણાંએ કહ્યું કે, ‘તેને દુષ્ટાત્મા વળગેલું છે અને તે પાગલ છે; તમે તેનું કેમ સાંભળો છો?’”
  • રોદા કહે છે કે પિતર દરવાજે છે; ‘તું પાગલ છે’પ્રે.કૃ 12:13–15
    કલમો
    પ્રે.કૃ 12:13–15તે આગળનો દરવાજો ખટખટાવતો હતો ત્યારે રોદા નામે એમ જુવાન દાસી દરવાજો ખોલવા આવી. તેણે પિતરનો અવાજ પારખીને આનંદને લીધે બારણું ન ઉઘાડતાં, અંદર દોડી જઈને કહ્યું કે, પિતર બારણા આગળ ઊભો છે. તેઓએ તેને કહ્યું કે, તું પાગલ છે. પણ તેણે ખાતરીપૂર્વક કહ્યું કે હું કહું છું તેમ જ છે. ત્યારે તેઓએ કહ્યું કે તેનો સ્વર્ગદૂત હશે.
  • ફેસ્તસ: ‘પાઉલ તું પાગલ છે’ પાઉલ: ‘હું પાગલ નથી’પ્રે.કૃ 26:24–25
    કલમો
    પ્રે.કૃ 26:24–25પાઉલ આ પ્રમાણે પ્રત્યુત્તર આપતો હતો, ત્યારે ફેસ્તસે મોટે અવાજે કહ્યું કે, ‘પાઉલ તું પાગલ છે, પુષ્કળ ડહાપણને કારણે તુ પાગલ થઈ ગયો છે.’” પણ પાઉલે કહ્યું કે, ‘ઓ નેકનામદાર ફેસ્તસ, હું પાગલ નથી, પણ સત્યની તથા જ્ઞાનની વાતો કહું છું.
  • પાઉલ: જો બધા અન્ય ભાષાઓમાં બોલે, તો બહારના લોકો કહેશે કે તમે પાગલ છો1 કરિં 14:23
    કલમો
    1 કરિં 14:23માટે જો આખો વિશ્વાસી સમુદાય એકઠો મળે, અને બધા જ અન્ય ભાષાઓમાં બોલે અને જો કેટલાક ઓછી સમજવાળા તથા અવિશ્વાસીઓ ત્યાં આવે તો શું તેઓ કહેશે નહિ, કે તમે પાગલ છો?

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો