Bible Explorer એપ મેળવો

અન્વેષણ › વિષયો › પગ અને હાથ ધોવા

આશ્ચર્યજનક વિગતો

બાઇબલમાં પગ અને હાથ ધોવા

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી ના 27 ફકરા, પંક્તિએ પંક્તિએ.

  • ઇબ્રાહિમ પોતાના મહેમાનોને પગ ધોવા અને આરામ કરવા પાણી આપે છેઉત્પ 18:4
    કલમો
    ઉત્પ 18:4હું થોડું પાણી લાવું છું તેથી તમે તમારા પગ ધુઓ અને આ વૃક્ષ નીચે તમે આરામ કરો.
  • લોત: પગ ધોઈને રાતવાસો કરોઉત્પ 19:2
    કલમો
    ઉત્પ 19:2તેણે કહ્યું, “મારા પ્રભુ, કૃપા કરો, હું તમને વિનંતી કરું છું કે તમારા દાસને ઘરે આવો, રાતવાસો કરો અને મારા મહેમાન થાઓ. પછી વહેલા ઊઠીને તમારા માર્ગે જજો.” અને તેઓએ કહ્યું, “ના, અમે તો આખી રાત નગરના ચોકમાં વિતાવીશુ.”
  • લાબાનના ઘરમાં ઇબ્રાહિમના ચાકર અને તેના માણસોને પગ ધોવા પાણી અપાય છેઉત્પ 24:32
    કલમો
    ઉત્પ 24:32તેથી તે માણસ ઘરમાં આવ્યો અને તેણે ઊંટો પરનો સામાન ઉતાર્યો. લાબાને ઊંટોને ઘાસચારો અને તેને તથા તેના સાથી માણસોનો અતિથિ સત્કાર કર્યો અને પાણી આપ્યું.
  • યૂસફનો કારભારી ભાઈઓને પગ ધોવા પાણી આપે છેઉત્પ 43:24
    કલમો
    ઉત્પ 43:24પછી કારભારી બધા ભાઈઓને યૂસફના ઘરમાં લઈ ગયો. તેણે તેઓને પાણી આપ્યું અને તેઓએ પગ ધોયા. તેણે તેઓનાં ગધેડાંને ચારો આપ્યો.
  • ગિબયામાં વૃદ્ધ માણસના ઘરે તેઓએ પગ ધોયા, ખાધું અને પીધુંન્યાય 19:21
    કલમો
    ન્યાય 19:21તે માણસ લેવીને પોતાને ઘરે લાવ્યો. તેના ગધેડાંને ઘાસ ચારો આપ્યો. તેઓએ પોતાના હાથપગ ધોયા અને ખાધુંપીધું.
  • અબિગાઈલ: મારા માલિકના ચાકરોના પગ ધોવા હું તૈયાર છું1 શમુ 25:41
    કલમો
    1 શમુ 25:41તેણે ઊઠીને ભૂમિ સુધી નમીને નમન કર્યું અને કહ્યું, “જુઓ તમારી સેવિકા મારા માલિકના સેવકોનાં પગ ધોનારી દાસી જેવી છે.”
  • દાઉદ ઉરિયાને: તારે ઘરે જઈને પગ ધો2 શમુ 11:8
    કલમો
    2 શમુ 11:8પછી ઉરિયાને દાઉદને કહ્યું કે, “તારે ઘરે જા અને વિશ્રામ કર.” તેથી ઉરિયા રાજાના મહેલમાંથી ગયો અને તેના ગયા પછી રાજા તરફથી ઉરિયાને માટે ભેટ મોકલવામાં આવી.
  • દાઉદ દૂર હતો ત્યાં સુધી મફીબોશેથે પોતાના પગની સંભાળ લીધી ન હતી2 શમુ 19:24
    કલમો
    2 શમુ 19:24પછી શાઉલનો દીકરો મફીબોશેથ રાજાને મળવા નીચે આવ્યો. રાજા યરુશાલેમ છોડીને ગયો હતો તે દિવસથી, તે શાંતિએ પાછો ઘરે આવ્યો ત્યાં સુધી તેણે એટલે કે મફીબોશેથે તેના પગ ધોયા ન હતા, દાઢી કરી ન હતી કે પોતાના વસ્ત્રો પણ ધોયાં ન હતાં.
  • ગીતોનું ગીત: ‘મેં મારા પગ ધોયા છે; હું તેમને શા માટે મેલા કરું?’ગીત 5:3
    કલમો
    ગીત 5:3“મેં મારું વસ્ત્ર કાઢયું છે; તેથી હું કેવી રીતે ફરી પહેરું? મેં મારા પગ ધોયા છે; હું તેમને શા માટે મેલા કરું?”

સુવાર્તાઓમાં

  • ઈસુ સિમોનને: તેં મારા પગ માટે પાણી આપ્યું નહિલૂક 7:44
    કલમો
    લૂક 7:44પછી ઈસુએ પેલી સ્ત્રીની તરફ જોઈને સિમોનને કહ્યું કે, ‘આ સ્ત્રીને તું જુએ છે? હું તારે ઘરે આવ્યો ત્યારે મારા પગને ધોવા સારુ તેં મને પાણી આપ્યું નહિ; પણ આ સ્ત્રીએ મારા પગ આંસુએ પલાળીને તેમને પોતાના માથાના વાળથી લૂછ્યા છે.
  • એક સ્ત્રીએ પોતાનાં આંસુઓથી તેમના પગ ભીંજવ્યા અને પોતાના વાળથી લૂછ્યાલૂક 7:38
    કલમો
    લૂક 7:38તેમના પગ પાસે રડતી રડતી પાછળ ઊભી રહી, તથા પોતાનાં આંસુઓથી તેમના પગ પલાળવા તથા પોતાના માથાના વાળથી લૂછવા લાગી, તેણે તેમના પગને ચૂમ્યાં, તેમને અત્તર લગાવ્યું.
  • મરિયમે જટામાંસીના અત્તરથી ઈસુના પગ પર અભિષેક કર્યો અને પોતાના વાળથી લૂછ્યાયોહ 12:3
    કલમો
    યોહ 12:3તે વેળા મરિયમે અતિ મૂલ્યવાન શુદ્ધ જટામાંસીનું અડધો કિલો અત્તર લઈને ઈસુને પગે લગાવ્યું અને તેના વાળથી તેમના પગ લૂછ્યા; અત્તરની સુગંધ આખા ઘરમાં પ્રસરી ગઈ.
  • ભોજન વખતે ઈસુએ કમરે રૂમાલ બાંધીને શિષ્યોના પગ ધોયાયોહ 13:4–5
    કલમો
    યોહ 13:4–5ઈસુ ભોજન સ્થળ પરથી ઊભા થયા અને પોતાનો ઝભ્ભો ઉતાર્યો; પછી તેમણે રૂમાલ લઈને પોતાની કમરે બાંધ્યો. ત્યાર બાદ વાસણમાં પાણી લઈને, શિષ્યોના પગ ધોવા તથા જે રૂમાલ પોતાની કમરે બાંધ્યો હતો તેનાથી લૂંછવા લાગ્યા.
  • પિતર: ‘હું કદી તમને મારા પગ ધોવા દઈશ નહિ’યોહ 13:8
    કલમો
    યોહ 13:8પિતર તેમને કહે છે કે, ‘હું કદી તમને મારા પગ ધોવા દઈશ નહિ.’ ઈસુએ તેને કહ્યું કે, ‘જો હું તને ન ધોઉં તો મારી સાથે તારે કંઈ લાગભાગ નથી.’”
  • ઈસુ: જેણે સ્નાન કર્યું છે તેને માત્ર પગ ધોવાની જરૂર છેયોહ 13:10
    કલમો
    યોહ 13:10ઈસુ તેને કહે છે, ‘જેણે સ્નાન કર્યું છે, તેના પગ સિવાય બીજું કંઈ ધોવાની અગત્ય નથી, તે પૂરો શુદ્ધ છે; તમે શુદ્ધ છો, પણ બધા નહિ.
  • ‘તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ’યોહ 13:14
    કલમો
    યોહ 13:14એ માટે મેં પ્રભુએ તથા ગુરુએ જો તમારા પગ ધોયા, તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ.
  • સંતોના પગ ધોવા માટે જાણીતી વિધવા1 તિમ 5:10
    કલમો
    1 તિમ 5:10સારાં કામમાં સાક્ષીરૂપ, બાળકોનો ઉછેર કરનાર, આગતા-સ્વાગતા કરનાર, સંતોના પગ ધોનાર, પીડિતોની સહાય કરનાર, દરેક સારાં કામ કરનાર, તેવી વિધવા સ્ત્રીનું નામ સૂચીમાં નોંધવામાં આવે.

હાથ ધોવા

  • સેવા કરતાં પહેલાં યાજકો પિત્તળના હોજમાં હાથપગ ધોતાનિર્ગ 30:18–21, નિર્ગ 40:31
    કલમો
    નિર્ગ 30:18–21“હાથપગ ધોવા તારે પિત્તળના તળિયાવાળી પિત્તળની કૂડી બનાવવી. અને તેને વેદી અને મુલાકાતમંડપની વચ્ચે મૂકીને તેમાં પાણી ભરવું. હારુને અને તેના પુત્રોએ હાથપગ ધોવામાં એ પાણીનો ઉપયોગ કરવો. જો તેમણે એ પાણીથી હાથપગ ધોયા હશે તો તેઓ મુલાકાતમંડપમાં સેવા કરવા જશે અથવા અર્પણ ચઢાવવા વેદી પાસે જશે ત્યારે તેઓ મૃત્યુ પામશે નહિ. તેઓ મૃત્યુ ન પામે તેટલાં માટે તેઓએ અચૂક હાથપગ ધોવા. આ કાનૂન તેમણે અને તેમના વંશજોએ પેઢી દર પેઢી પાળવાનો રહેશે. હારુન અને તેના પુત્રો માટે આ સૂચનાઓ છે.”
    નિર્ગ 40:31મૂસા, હારુન અને તેના પુત્રો મુલાકાતમંડપમાં પ્રવેશ કરવા માટે ત્યાં હાથ પગ ધોતા.
  • હત્યારો જાણીતો ન હોય એવી હત્યામાં વડીલો વાછરડી પર હાથ ધુએ છેપુન 21:1, પુન 21:6
    કલમો
    પુન 21:1જે દેશ યહોવાહ તમારા ઈશ્વર તેનું વતન પામવા માટે તમને આપે છે, તેમાં જો કોઈની લાશ ખેતરમાં પડેલી તમને મળી આવે અને તેને કોણે માર્યો છે તે કોઈ જાણતું ન હોય;
    પુન 21:6ત્યારબાદ તે નગરના વડીલો કે જેઓ પેલી લાશની સૌથી નજીક રહે છે, તેઓ ખીણમાં ગરદન ભાગી નાખેલી વાછરડી પર પોતાના હાથ ધોઈ નાખે.
  • પિલાતે લોકોની આગળ હાથ ધોયા: ‘એ ન્યાયીના રક્ત સંબંધી હું નિર્દોષ છું’માથ 27:24
    કલમો
    માથ 27:24જયારે પિલાતે જોયું કે તે કંઈ કરી શકે તેમ નથી, પણ તેને બદલે વધારે ગડબડ થાય છે, ત્યારે તેણે પાણી લઈને લોકોની આગળ પોતાના હાથ ધોઈને કહ્યું કે, “એ ન્યાયીના રક્ત સંબંધી હું નિર્દોષ છું; હવે એ તમારી ચિંતા છે.”
  • વડીલોના સંપ્રદાય પ્રમાણે ફરોશીઓ હાથ ધોયા વગર જમતા નથીમાર્ક 7:3–4
    કલમો
    માર્ક 7:3–4કેમ કે ફરોશીઓ તથા બધા યહૂદીઓ વડીલોના રિવાજ પ્રમાણે હાથ ધોયા વિના ખાતા ન હતા. બજારમાંથી આવીને નાહ્યા વિના તેઓ જમતા નહોતા; અને વાટકા, ગાગરો, તાંબાનાં વાસણ ધોવા અને બીજી ઘણી ક્રિયાઓ પાળવાને તેઓએ સ્વીકાર્યું હતું.
  • તેઓ પૂછે છે કે ઈસુના શિષ્યો હાથ ધોયા વગર કેમ જમે છેમાથ 15:2, માર્ક 7:5
    કલમો
    માથ 15:2“તમારા શિષ્યો વડીલોના રિવાજોનું ઉલ્લંઘન કેમ કરે છે? કેમ કે તેઓ હાથ ધોયા વગર ભોજન કરે છે.”
    માર્ક 7:5પછી ફરોશીઓ તથા શાસ્ત્રીઓ તેમને પૂછે છે કે, ‘તમારા શિષ્યો વડીલોના રિવાજો પ્રમાણે ન ચાલતાં અશુદ્ધ હાથે રોટલી કેમ ખાય છે?’”
  • ઈસુએ ભોજન પહેલાં હાથ ધોયા નહિ એ જોઈને એક ફરોશીને નવાઈ લાગીલૂક 11:38
    કલમો
    લૂક 11:38ભોજન પહેલાં ઈસુએ હાથ ધોયા નહિ, તે જોઈને ફરોશી આશ્ચર્ય પામ્યો.
  • કાનામાં શુદ્ધિકરણની વિધિ માટે પાણી ભરેલાં પથ્થરનાં છ કુંડાંયોહ 2:6
    કલમો
    યોહ 2:6હવે યહૂદીઓની શુદ્ધિકરણની રીત પ્રમાણે દરેકમાં સો લીટર પાણી ભરાય એવાં પથ્થરના છ કુંડાં ત્યાં મૂકેલાં હતાં.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો