Bible Explorer એપ મેળવો

અન્વેષણ › વિષયો › મીઠું

આશ્ચર્યજનક વિગતો

બાઇબલમાં મીઠું

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી ના 21 ફકરા, પંક્તિએ પંક્તિએ.

  • લોતની પત્નીએ પાછળ જોયું અને તે મીઠાનો સ્તંભ બની ગઈઉત્પ 19:26
    કલમો
    ઉત્પ 19:26પણ લોતની પત્ની જે તેની પાછળ હતી, તેણે પાછળ ફરીને જોયું અને તે જ ક્ષણે તે ક્ષારનો થાંભલો થઈ ગઈ.
  • શું મોળો ખોરાક મીઠા વગર ખવાય?અયૂ 6:6
    કલમો
    અયૂ 6:6શું ફિક્કી વસ્તુ મીઠા વગર ખવાય? અથવા શું ઈંડાની સફેદીમાં કંઈ સ્વાદ હોય?
  • એલિશાએ યરીખોના ઝરામાં મીઠું નાખ્યું2 રાજા 2:20–21
    કલમો
    2 રાજા 2:20–21એલિશાએ કહ્યું, “મને એક નવો વાટકો લાવી આપો અને તેમાં થોડું મીઠું નાખો.” એટલે તેઓ તેની પાસે લાવ્યા. એલિશાએ ઝરા પાસે જઈને તેમાં મીઠું નાખીને કહ્યું, “ઈશ્વર એમ કહે છે, ‘મેં આ પાણીને નીરોગી કર્યા છે. હવે પછી તેમાં કોઈ મરણ થશે નહિ કે ફળ ખરી પડશે નહિ.’
  • અબીમેલેખે શખેમનો નાશ કર્યો અને તેમાં મીઠું વેર્યુંન્યાય 9:45
    કલમો
    ન્યાય 9:45અબીમેલેખે આખો દિવસ નગરની સામે લડાઈ કરી. તેણે નગરને કબજે કર્યું અને તેમાં જે લોકો હતા તેઓને મારી નાખ્યા. તેણે નગર તોડી પાડ્યું અને તેમાં મીઠું વેર્યું.
  • નવજાત બાળકોને મીઠું ચોળવામાં આવતુંહઝ 16:4
    કલમો
    હઝ 16:4તારો જન્મ જે દિવસે થયો તારી માએ તારી નાળ કાપી ન હતી, કે તને પાણીથી શુદ્ધ કરી ન હતી કે તને મીઠું લગાડ્યું ન હતું, કે તને વસ્ત્રોમાં લપેટી ન હતી.
  • ઇરાની રાજાએ ભક્તિસ્થાન માટે અમર્યાદિત મીઠું મંજૂર કર્યુંએઝ 6:9, એઝ 7:22
    કલમો
    એઝ 6:9તેઓને જે કોઈ ચીજની જરૂર હોય તે, એટલે આકાશના ઈશ્વરનાં દહનીયાર્પણો માટે જુવાન બળદો, બકરાં, ઘેટાં તથા હલવાનો, તેમ જ યરુશાલેમના યાજકોના કહેવા પ્રમાણે ઘઉં, મીઠું, દ્રાક્ષારસ તથા તેલ દરરોજ અચૂક આપવાં.
    એઝ 7:22ત્રણ હજાર ચારસો કિલો ચાંદી, દસ હજાર કિલો ઘઉં, બે હજાર લિટર દ્રાક્ષારસ અને બે હજાર લિટર તેલ અને જોઈએ તેટલું મીઠું પણ આપવું.

ભક્તિમાં

  • દરેક ખાદ્યાર્પણમાં મીઠું નાખવામાં આવતુંલેવી 2:13
    કલમો
    લેવી 2:13તમારે તમારાં ખાદ્યાર્પણના પ્રત્યેક અર્પણમાં મીઠું નાખવું. તમારા ખાદ્યાર્પણમાં ઈશ્વરના કરારના મીઠાની ખામી રહેવા ન દો. તમારા પ્રત્યેક અર્પણ સાથે તમે તમારે મીઠું ચઢાવવું.
  • યાજકો દહનીયાર્પણો પર મીઠું છાંટતાહઝ 43:24
    કલમો
    હઝ 43:24તેઓને યહોવાહ સમક્ષ અર્પણ કરવા, યાજકોએ તેમના પર મીઠું ભભરાવવું અને તેમનું યહોવાહના દહનીયાર્પણ તરીકે અર્પણ કરવું.
  • મીઠાનો કરારગણ 18:19, 2 કાળ 13:5
    કલમો
    ગણ 18:19ઇઝરાયલી લોકો જે પવિત્ર વસ્તુઓ મારી આગળ અર્પણ કરે છે તેઓનાં સર્વ ઉચ્છાલીયાર્પણો તને તથા તારા દીકરા અને દીકરીઓને સદા હક તરીકે આપ્યાં છે. તે સદાને માટે તારી અને તારા વંશજોની સાથે મેં કરેલો મીઠાનો કરાર છે.”
    2 કાળ 13:5શું તમે નથી જાણતા કે પ્રભુ, ઇઝરાયલના ઈશ્વરે દાઉદને, એટલે તેને તથા તેના દીકરાઓને, ઇઝરાયલ પર સદા રાજ કરવાને માટે કરાર કરેલો છે?

સ્થળો

  • ખારો સમુદ્ર, ઇઝરાયલની પૂર્વ સરહદઉત્પ 14:3, ગણ 34:12, યહો 15:2
    કલમો
    ઉત્પ 14:3એ પાંચ રાજાઓ સિદ્દીમની ખીણ જે હાલમાં ખારો સમુદ્ર છે તેમાં એકત્ર થયા.
    ગણ 34:12ત્યાંથી તે સરહદ ઊતરીને યર્દન કિનારે જાય અને આગળ વધી ખારા સમુદ્ર સુધી આવે. આ દેશ તેની ચારે દિશાની સરહદો પ્રમાણે તમારો થશે.’”
    યહો 15:2તેની સીમા દક્ષિણના ખારા સમુદ્રના છેડાથી, એટલે દક્ષિણના અખાતથી શરુ થતી હતી.
  • યહૂદાના અરણ્યમાં આવેલું મીઠાનું નગરયહો 15:62
    કલમો
    યહો 15:62નિબ્શાન, ખારાનું નગર તથા એન-ગેદી; તેઓનાં ગામો સહિત આ છ નગરો.
  • મીઠાની ખીણમાં અદોમ સાથે યુદ્ધો2 શમુ 8:13, 2 રાજા 14:7
    કલમો
    2 શમુ 8:13દાઉદ મીઠાની ખીણમાં અઢાર હજાર અરામી માણસોને મારીને પાછો આવ્યો ત્યારે તેનું નામ પ્રખ્યાત થયું.
    2 રાજા 14:7તેણે દસ હજાર અદોમીઓને મીઠાની ખીણમાં મારી નાખ્યા; વળી તેણે સેલા નગરને પણ યુદ્ધ કરીને કબજે કરી લીધું અને તેનું નામ યોક્તએલ પાડયું, જે આજે પણ તે જ નામથી ઓળખાય છે.”

કહેવતો

  • જે મીઠાનો સ્વાદ જતો રહે તે કશા કામનું નથીમાથ 5:13, લૂક 14:34
    કલમો
    માથ 5:13તમે માનવજગતનું મીઠું છો; પણ જો મીઠું બેસ્વાદ થયું તો તે શાથી ખારું કરાશે? બહાર ફેંકાવા તથા માણસોના પગ નીચે છુંદાવા વગર તે કશા કામનું નથી.
    લૂક 14:34મીઠું તો સારુ છે, પરંતુ જો મીઠું પણ સ્વાદ વગરનું થયું હોય, તો તે શાથી ખારું કરાશે?
  • તમારામાં મીઠું રાખો, અને શાંતિમાં રહોમાર્ક 9:50
    કલમો
    માર્ક 9:50મીઠું તો સારું છે; પણ જો મીઠું સ્વાદ વગરનું થયું હોય, તો તેને શાથી ખારું કરાશે? પોતાનામાં મીઠું રાખો, અને એકબીજા સાથે સંપ રાખો.
  • તમારી વાણી હંમેશા કૃપાયુક્ત, મીઠાથી સ્વાદિષ્ટ બનાવેલી હોયકલો 4:6
    કલમો
    કલો 4:6તમારું બોલવું હંમેશા કૃપાયુક્ત અને સારું લાગે એવું હોય કે, જેથી દરેકને યોગ્ય જવાબ આપવાનું તમે સમજી શકો.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો