Bible Explorer એપ મેળવો

અન્વેષણ › વિષયો › લાંબાં આયુષ્ય

આશ્ચર્યજનક વિગતો

બાઇબલમાં લાંબાં આયુષ્ય

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી ના 37 ફકરા, પંક્તિએ પંક્તિએ.

  • જળપ્રલય પહેલાં યહોવાહ માણસના આયુષ્યની મર્યાદા ઠરાવે છેઉત્પ 6:3
    કલમો
    ઉત્પ 6:3ઈશ્વરે કહ્યું કે, “મારો આત્મા માનવજાતમાં સદા રહેશે નહિ, કેમ કે તેઓ શરીર છે. તેઓનું આયુષ્ય એકસો વીસ વર્ષનું રહેશે.”
  • એક ગીત: આપણું આયુષ્ય સિત્તેર વર્ષ, અથવા બળવાન હોઈએ તો એંસીગી.શા 90:10
    કલમો
    ગી.શા 90:10અમારી ઉંમરના દિવસો સિત્તેર વર્ષ જેટલા છે, અથવા બળના કારણથી તેઓ એંસી વર્ષ થાય; પણ તેઓનો ગર્વ, શ્રમ તથા દુ:ખમાત્ર છે. હા, તે ઝડપથી પસાર થઈ જાય છે અને અમે ઊડી જઈએ છીએ.

જળપ્રલય પહેલાં

  • આદમ 930 વર્ષ જીવ્યોઉત્પ 5:5
    કલમો
    ઉત્પ 5:5આદમ નવસો ત્રીસ વર્ષની ઉંમરે મરણ પામ્યો.
  • શેથ 912 વર્ષ જીવ્યોઉત્પ 5:8
    કલમો
    ઉત્પ 5:8શેથ નવસો બાર વર્ષની ઉંમરે મરણ પામ્યો.
  • અનોશ 905 વર્ષ જીવ્યોઉત્પ 5:11
    કલમો
    ઉત્પ 5:11અનોશ નવસો પાંચ વર્ષની ઉંમરે મરણ પામ્યો.
  • કેનાન 910 વર્ષ જીવ્યોઉત્પ 5:14
    કલમો
    ઉત્પ 5:14કેનાન નવસો દસ વર્ષની ઉંમરે મરણ પામ્યો.
  • માહલાલેલ 895 વર્ષ જીવ્યોઉત્પ 5:17
    કલમો
    ઉત્પ 5:17માહલાલેલ આઠસો પંચાણું વર્ષની ઉંમરે મરણ પામ્યો.
  • યારેદ 962 વર્ષ જીવ્યોઉત્પ 5:20
    કલમો
    ઉત્પ 5:20યારેદ નવસો બાસઠ વર્ષની ઉંમરે મરણ પામ્યો.
  • હનોખ: 365 વર્ષ, અને પછી તે રહ્યો નહિઉત્પ 5:23–24
    કલમો
    ઉત્પ 5:23–24હનોખનું પૃથ્વી પરનું આયુષ્ય ત્રણસો પાંસઠ વર્ષનું હતું. હનોખ ઈશ્વરની સંઘાતે ચાલતો હતો. પછી તે અદ્રશ્ય થઈ ગયો, કેમ કે ઈશ્વરે તેને લઈ લીધો હતો.
  • મથૂશેલાહ 969 વર્ષ જીવ્યોઉત્પ 5:27
    કલમો
    ઉત્પ 5:27મથૂશેલાહ નવસો અગણોસિત્તેર વર્ષની ઉંમરે મરણ પામ્યો.
  • લામેખ 777 વર્ષ જીવ્યોઉત્પ 5:31
    કલમો
    ઉત્પ 5:31લામેખ સાતસો સિત્તોતેર વર્ષની ઉંમરે મરણ પામ્યો.
  • નૂહ જળપ્રલય પછી 350 વર્ષ, કુલ 950 વર્ષ જીવ્યોઉત્પ 9:28–29
    કલમો
    ઉત્પ 9:28–29જળપ્રલય પછી નૂહ ત્રણસો પચાસ વર્ષ જીવ્યો. નૂહનો સર્વ દિવસ નવસો પચાસ વર્ષનો હતો અને તે મરણ પામ્યો.

જળપ્રલય પછી

  • શેમ: 100 વર્ષે દીકરો, પછી બીજાં 500 વર્ષઉત્પ 11:10–11
    કલમો
    ઉત્પ 11:10–11શેમની વંશાવળી આ પ્રમાણે છે. શેમ સો વર્ષનો હતો અને જળપ્રલયના બે વર્ષ પછી તેના પુત્ર આર્પાકશાદનો જન્મ થયો. આર્પાકશાદના જન્મ થયા પછી શેમ પાંચસો વર્ષ જીવ્યો. તે બીજા ઘણાં દીકરા અને દીકરીઓનો પિતા થયો.
  • આર્પાકશાદ: 35 વર્ષે દીકરો, પછી બીજાં 403 વર્ષઉત્પ 11:12–13
    કલમો
    ઉત્પ 11:12–13જયારે આર્પાકશાદ પાંત્રીસ વર્ષનો થયો, ત્યારે તેના પુત્ર શેલાનો જન્મ થયો. શેલાના જન્મ થયા પછી આર્પાકશાદ ચારસો ત્રણ વર્ષ જીવ્યો અને તે બીજા ઘણાં દીકરા અને દીકરીઓનો પણ પિતા થયો.
  • શેલા: 30 વર્ષે દીકરો, પછી બીજાં 403 વર્ષઉત્પ 11:14–15
    કલમો
    ઉત્પ 11:14–15જયારે શેલા ત્રીસ વર્ષનો થયો, ત્યારે તેના પુત્ર એબેરનો જન્મ થયો. એબેરનો જન્મ થયા પછી શેલા ચારસો ત્રણ વર્ષ જીવ્યો અને તે બીજા ઘણાં દીકરા તથા દીકરીઓનો પણ પિતા થયો.
  • એબેર: 34 વર્ષે દીકરો, પછી બીજાં 430 વર્ષઉત્પ 11:16–17
    કલમો
    ઉત્પ 11:16–17એબેર ચોત્રીસ વર્ષનો થયો ત્યારે તેના પુત્ર પેલેગનો જન્મ થયો. પેલેગનો પિતા થયા પછી એબેર ચારસો ત્રીસ વર્ષ જીવ્યો અને તે બીજા દીકરા તથા દીકરીઓનો પણ પિતા થયો.
  • પેલેગ: 30 વર્ષે દીકરો, પછી બીજાં 209 વર્ષઉત્પ 11:18–19
    કલમો
    ઉત્પ 11:18–19પેલેગ ત્રીસ વર્ષનો થયો ત્યારે તેના પુત્ર રેઉનો જન્મ થયો. રેઉનો જન્મ થયા પછી પેલેગ બસો નવ વર્ષ જીવ્યો અને તે બીજા દીકરા તથા દીકરીઓનો પણ પિતા થયો.
  • નાહોર: 29 વર્ષે દીકરો, પછી બીજાં 119 વર્ષઉત્પ 11:24–25
    કલમો
    ઉત્પ 11:24–25નાહોર ઓગણત્રીસ વર્ષનો થયો ત્યારે તેના પુત્ર તેરાહનો જન્મ થયો. તેરાહનો જન્મ થયા પછી નાહોર એકસો ઓગણીસ વર્ષ જીવ્યો અને તે બીજા દીકરા તથા દીકરીઓનો પણ પિતા થયો.
  • તેરાહ 205 વર્ષ જીવ્યો અને હારાનમાં મરણ પામ્યોઉત્પ 11:32
    કલમો
    ઉત્પ 11:32તેરાહ બસો પાંચ વર્ષની ઉંમરે હારાનમાં મરણ પામ્યો.

પછીનાં આયુષ્ય

  • સારા 127 વર્ષ જીવીઉત્પ 23:1
    કલમો
    ઉત્પ 23:1સારાના આયુષ્યનાં વર્ષો એકસો સત્તાવીસ હતાં.
  • ઇબ્રાહિમ 175 વર્ષ જીવ્યોઉત્પ 25:7
    કલમો
    ઉત્પ 25:7ઇબ્રાહિમે એકસો પંચોતેર વર્ષનું આયુષ્ય પૂરું કર્યું.
  • ઇશ્માએલ પણ લાંબું જીવ્યોઉત્પ 25:17
    કલમો
    ઉત્પ 25:17ઇશ્માએલનું આયુષ્ય એકસો સાડત્રીસ વર્ષનું હતું. પછી તે મરણ પામ્યો અને તેના પૂર્વજોની સાથે વિલીન થઈ ગયો.
  • ઇસહાક 180 વર્ષ જીવ્યોઉત્પ 35:28
    કલમો
    ઉત્પ 35:28ઇસહાકનું આયુષ્ય એકસો એંસી વર્ષનું હતું.
  • યાકૂબ 147 વર્ષ જીવ્યો, છેલ્લાં સત્તર વર્ષ મિસરમાંઉત્પ 47:28
    કલમો
    ઉત્પ 47:28યાકૂબને મિસર દેશમાં આવ્યે સત્તર વર્ષ થયાં, તેની ઉંમરના વર્ષો એકસો સુડતાળીસ થયાં.
  • યૂસફ 110 વર્ષે મરણ પામ્યો અને મિસરમાં તેના શરીરમાં સુગંધી દ્રવ્યો ભરવામાં આવ્યાંઉત્પ 50:26
    કલમો
    ઉત્પ 50:26યૂસફ એકસો દસ વર્ષનો થઈને મૃત્યુ પામ્યો અને તેઓએ તેના દેહમાં સુગંધીઓ ભરીને તેને મિસરમાં શબપેટીમાં સાચવી રાખ્યો.
  • લેવી 137 વર્ષ જીવ્યો, કહાથ 133, આમ્રામ 137નિર્ગ 6:16, નિર્ગ 6:18, નિર્ગ 6:20
    કલમો
    નિર્ગ 6:16લેવીના પુત્રો: ગેર્શોન, કહાથ અને મરારી. લેવીનું આયુષ્ય એકસો સાડત્રીસ વર્ષનું હતું.
    નિર્ગ 6:18કહાથના પુત્રો: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝિયેલ. કહાથનું આયુષ્ય એકસો તેત્રીસ વર્ષનું હતું.
    નિર્ગ 6:20આમ્રામે પોતાની ફોઈ યોખેબેદ સાથે લગ્ન કર્યું. તેઓના કુટુંબમાં હારુન અને મૂસાના જન્મ થયા. આમ્રામનું આયુષ્ય એકસો સાડત્રીસ વર્ષનું હતું.
  • હારુન 123 વર્ષે હોર પર્વત પર મરણ પામ્યોગણ 33:39
    કલમો
    ગણ 33:39હારુન હોર પર્વત પર મરણ પામ્યો ત્યારે તે એકસો તેવીસ વર્ષનો હતો.
  • મૂસા 120 વર્ષે મરણ પામ્યો, તેની આંખો ઝાંખી પડી ન હતીપુન 34:7
    કલમો
    પુન 34:7મૂસા મરણ પામ્યો ત્યારે તે એક સો વીસ વર્ષનો હતો. તેના શરીરનું બળ ઓછું થયું નહોતું કે તેની આંખો ઝાંખી થઈ નહોતી.
  • 85 વર્ષનો કાલેબ: મૂસાએ તેને મોકલ્યો હતો તે દિવસ જેવો જ હજી બળવાનયહો 14:10–11
    કલમો
    યહો 14:10–11હવે, જો! યહોવાહ મને તેના કહ્યા પ્રમાણે આ પિસ્તાળીસ વર્ષ પર્યંત જીવતો રાખ્યો છે, એટલે ઇઝરાયલ અરણ્યમાં ચાલતા હતા, તે સમયે યહોવાહ આ વચન મૂસાને કહ્યું હતું ત્યારથી. અને આજ હું પંચ્યાસી વર્ષનો થયો છું. મૂસાએ જે દિવસે મને બહાર મોકલ્યો હતો તે દિવસે જેવો હું મજબૂત હતો તેવો જ હજી આજે પણ મજબૂત છું. ત્યારે મારામાં જેટલું બળ હતું તેટલું જ બળ આજે યુદ્ધ કરવા માટે અને જવા આવવાને માટે મારામાં છે.
  • યહોશુઆ 110 વર્ષે મરણ પામ્યોયહો 24:29
    કલમો
    યહો 24:29આ બિનાઓ બન્યા પછી, નૂનનો પુત્ર યહોશુઆ જે યહોવાહનો સેવક હતો તે એકસો દસ વર્ષની વયે મરણ પામ્યો.
  • એલી 98 વર્ષનો હતો અને જોઈ શકતો ન હતો1 શમુ 4:15
    કલમો
    1 શમુ 4:15એલી તો અઠ્ઠાણું વર્ષની ઉંમરનો હતો; તેની આંખો એટલી બધી ઝાંખી પડી ગઈ હતી, કે તે જોઈ શકતો નહોતો.
  • એંસી વર્ષના બાર્ઝિલ્લાયે રાજા દાઉદને પુરવઠો પૂરો પાડ્યો હતો2 શમુ 19:32
    કલમો
    2 શમુ 19:32હવે બાર્ઝિલ્લાય ઘણો વૃદ્વ એટલે કે એંશી વર્ષનો માણસ હતો. તે ઘણો ધનવાન માણસ હતો. રાજાને જયારે માહનાઇમમાં હતો ત્યારે તેણે તેને ખોરાક પૂરો પડ્યો હતો.
  • યાજક યહોયાદા 130 વર્ષે મરણ પામ્યો2 કાળ 24:15
    કલમો
    2 કાળ 24:15યહોયાદા વૃદ્ધ થયો અને પાકી ઉંમરે તે મરણ પામ્યો; જયારે તે મરણ પામ્યો, ત્યારે તે એકસો ત્રીસ વર્ષનો હતો.
  • અયૂબ બીજાં 140 વર્ષ જીવ્યો અને ચાર પેઢીઓ જોઈઅયૂ 42:16–17
    કલમો
    અયૂ 42:16–17ત્યાર પછી અયૂબ, એક્સો ચાલીસ વર્ષ જીવ્યો; અને તેણે પોતાના દીકરાઓના દીકરાઓ, પ્રપૌત્ર-પ્રપૌત્રીઓ અને એમ ચાર પેઢીઓ જોઈ. આ પ્રમાણે સારું જીવન જીવીને અયૂબ સંપૂર્ણ વૃદ્ધ ઉંમરે મરણ પામ્યો.
  • ચોર્યાસી વર્ષની ઉંમર સુધી વિધવા રહેલી હાન્ના ભક્તિસ્થાન છોડીને ક્યાંય જતી નહિલૂક 2:36–37
    કલમો
    લૂક 2:36–37આશેરના કુળની ફનુએલની દીકરી હાન્ના, એક પ્રબોધિકા હતી. તે ઘણી વૃદ્ધ થઈ હતી. અને તે પોતાનાં લગ્ન પછી પોતાના પતિની સાથે સાત વર્ષ સુધી રહી હતી. તે ચોર્યાસી વર્ષથી વિધવા હતી; તે ભક્તિસ્થાનમાં જ રહેતી હતી, અને રાતદિવસ ઉપવાસ તથા પ્રાર્થનાસહિત ભજન કર્યા કરતી હતી.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો