Bible Explorer એપ મેળવો

અન્વેષણ › વિષયો › તારાઓ

આશ્ચર્યજનક વિગતો

બાઇબલમાં તારાઓ

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી ના 21 ફકરા, પંક્તિએ પંક્તિએ.

  • ઈશ્વરે બે મોટી જ્યોતિઓ, અને તારાઓ પણ બનાવ્યાઉત્પ 1:16
    કલમો
    ઉત્પ 1:16ઈશ્વરે જ્યોતિ આપવા માટે બે મોટી પ્રકાશ બનાવી. દિવસ પર અમલ ચલાવનારી એક મોટી પ્રકાશ અને રાત પર અમલ ચલાવનારી તેનાથી નાની એક પ્રકાશ બનાવી. તેમણે તારાઓ પણ બનાવ્યા.
  • ઇબ્રાહિમને તારાઓ ગણી શકે તો ગણવા કહેવાયુંઉત્પ 15:5
    કલમો
    ઉત્પ 15:5પછી ઈશ્વર ઇબ્રામને રાત્રે ઘરની બહાર આકાશ નીચે લઈ ગયા અને કહ્યું, “તું ઊંચે આકાશ તરફ જો અને ગણી શકે તો તારાઓ ગણ,” પછી તેમણે તેને કહ્યું, “એ તારાઓ જેટલાં તારા સંતાન થશે.”
  • તારાઓ અને રેતી જેટલાં સંતાનઉત્પ 22:17, પુન 1:10
    કલમો
    ઉત્પ 22:17તેથી નિશ્ચે હું તને આશીર્વાદ આપીશ અને આકાશના તારા તથા સમુદ્ર કિનારાની રેતી જેટલાં તારાં સંતાન વધારીશ; અને તારાં સંતાન તેમના શત્રુઓના નગરના પ્રવેશદ્વારને કબજે કરશે.
    પુન 1:10તમારા યહોવાહે તમારો વિસ્તાર વધાર્યો છે, અને જુઓ, આજે તમારી સંખ્યા આકાશના તારાઓ જેટલી છે.
  • તે તારાઓની સંખ્યા નક્કી કરે છે અને દરેકનું નામ પાડે છેગી.શા 147:4
    કલમો
    ગી.શા 147:4તે તારાઓની ગણતરી કરે છે; તે તેઓને નામ આપીને બોલાવે છે.
  • એક તારાનું તેજ બીજા તારાના તેજથી જુદું છે1 કરિં 15:41
    કલમો
    1 કરિં 15:41સૂર્યનો વૈભવ જુદો, અને ચંદ્રનો વૈભવ જુદો, તેમ જ ચમકતા તારાઓનો મહિમા પણ જુદો છે, કેમ કે ચમકતા તારા તારામાં પણ ફેર છે.
  • યૂસફે સ્વપ્નમાં અગિયાર તારાઓને નમતા જોયાઉત્પ 37:9
    કલમો
    ઉત્પ 37:9તેને ફરી બીજું સ્વપ્ન આવ્યું. તે વિષે તેણે તેના ભાઈઓને કહ્યું, “જુઓ, મને બીજું એક સ્વપ્ન આવ્યું: સૂર્ય, ચંદ્ર તથા અગિયાર તારાઓ મારી આગળ નમ્યાં.”
  • તારાઓ પોતાની કક્ષામાંથી સીસરા સામે લડ્યાન્યાય 5:20
    કલમો
    ન્યાય 5:20આકાશમાંના તારાઓએ યુદ્ધ કર્યું, તારાઓએ પોતાની કક્ષામાં સીસરાની સામે યુદ્ધ કર્યું.
  • પ્રભાતના તારાઓ સાથે મળીને ગાયન કરતાઅયૂ 38:7
    કલમો
    અયૂ 38:7કે જ્યારે પ્રભાતના તારાઓએ સાથે ગીત ગાયું, અને સર્વ ઈશ્વરના પુત્રો આનંદથી પોકાર કર્યો?
  • જ્ઞાનીઓએ પૂર્વમાં તેમનો તારો જોયોમાથ 2:2
    કલમો
    માથ 2:2“જે બાળક જેનો જન્મ થયો છે, જે યહૂદીઓના રાજા છે, તે ક્યાં છે? કેમ કે પૂર્વમાં તેમનો તારો જોઈને, અમે તેમનું ભજન કરવાને આવ્યા છીએ.”
  • તારો આગળ ચાલ્યો અને તે જગ્યા પર થંભી ગયોમાથ 2:9–10
    કલમો
    માથ 2:9–10તેઓ રાજાનું કહેવું સાંભળીને ગયા અને જે તારો તેઓએ પૂર્વમાં જોયો હતો તે તેઓની આગળ ચાલતો ગયો અને જ્યાં બાળક હતો તે જગ્યા પર આવીને અટકી ગયો. તેઓ તારાને જોઈને ઘણા આનંદથી હરખાયા.
  • દાઉદે વીસ વર્ષથી નાના માણસોની ગણતરી કરી નહિ: ઇઝરાયલ તારાઓ જેટલું થશે1 કાળ 27:23
    કલમો
    1 કાળ 27:23દાઉદે તેની પ્રજામાંથી વીસ વર્ષના તથા તેથી ઓછી વયના લોકોની વસ્તી ગણતરી કરાવી નહોતી, કારણ કે યહોવાહે, ઇઝરાયલીઓની સંખ્યા આકાશના તારાઓની જેમ વધારવાનું વચન આપ્યું હતું.

નામથી ઉલ્લેખેલાં નક્ષત્રો

  • સપ્તર્ષિ, મૃગશીર્ષ, કૃત્તિકા અને દક્ષિણનાં નક્ષત્રમંડળઅયૂ 9:9
    કલમો
    અયૂ 9:9જેમણે સપ્તર્ષિ, મૃગશીર્ષ તથા કૃત્તિકા, અને દક્ષિણનાં નક્ષત્રમંડળ સર્જ્યા છે.
  • શું તું કૃત્તિકાને બાંધી શકે કે મૃગશીર્ષનાં બંધ છોડી શકે?અયૂ 38:31–32
    કલમો
    અયૂ 38:31–32આકાશના તારાઓને શું તું પકડમાં રાખી શકે છે? શું તું કૃતિકા અથવા મૃગશીર્ષનાં બંધ નક્ષત્રોને છોડી શકે છે? શું તું તારાઓના સમૂહને નક્કી કરેલા સમયો અનુસાર પ્રગટ કરી શકે છે? શું તું સપ્તષિર્ને તેના મંડળ સહિત ઘેરી શકે છે?
  • આમોસ: તેમણે કૃત્તિકા અને મૃગશીર્ષ બનાવ્યાંઆમ 5:8
    કલમો
    આમ 5:8જે ઈશ્વરે કૃતિકા અને મૃગશીર્ષ નક્ષત્રો બનાવ્યાં; તે ગાઢ અંધકારને પ્રભાતમાં ફેરવી નાખે છે; અને દિવસને રાત વડે અંધકારમય કરી નાખે છે; જે સાગરના જળને હાંક મારે છે; તેમનું નામ યહોવાહ છે!

તારાઓની પૂજા

  • ઇઝરાયલને સૂર્ય, ચંદ્ર અને તારાઓને ન નમવાનું કહેવાયુંપુન 4:19
    કલમો
    પુન 4:19સાવધ રહો રખેને જયારે તમે આકાશ તરફ નજર કરો ત્યારે સૂર્ય, ચંદ્ર, તારા એટલે આખું ગગનમંડળ જેઓને ઈશ્વર તમારા યહોવાહે આકાશ નીચેના સર્વ લોકોને વહેંચી આપ્યાં છે. તેઓને જોઈને તમે આકર્ષાઈને તેમની સેવાપૂજા કરો.
  • ઇઝરાયલ અને રાજા મનાશ્શા આકાશનાં સર્વ સૈન્યને નમ્યા2 રાજા 17:16, 2 રાજા 21:3
    કલમો
    2 રાજા 17:16તેઓએ પોતાના ઈશ્વર યહોવાહની આજ્ઞાઓનો ત્યાગ કર્યો. પોતાના માટે વાછરડાના આકારની ધાતુની બે મૂર્તિઓ બનાવી. તેઓએ અશેરાદેવીની મૂર્તિ બનાવી, આકાશના બધાં જ્યોતિમંડળની અને બઆલની પૂજા કરી હતી.
    2 રાજા 21:3કેમ કે, તેના પિતા હિઝકિયાએ જે ઉચ્ચસ્થાનોનો નાશ કર્યો હતો, તે તેણે ફરી બાંધ્યાં, ઇઝરાયલના રાજા આહાબે જેમ કર્યું તેમ, તેણે બઆલ માટે વેદી બાંધી, અશેરાદેવીની મૂર્તિ બનાવી અને આકાશમાંના બધાં તારામંડળની ભક્તિ કરી અને તેઓની પૂજા કરી.
  • નક્ષત્રોને ધૂપ બાળનારા યાજકોને યોશિયાએ દૂર કર્યા2 રાજા 23:5
    કલમો
    2 રાજા 23:5તેણે યહૂદિયાના નગરોમાં તથા યરુશાલેમની આસપાસના ઉચ્ચસ્થાનોમાં ધૂપ બાળવા માટે જે મૂર્તિપૂજક યાજકો યહૂદિયાના રાજાઓએ પસંદ કર્યા હતા તેઓને તથા જેઓ બઆલને, સૂર્યને, ચંદ્રને, ગ્રહોને તથા આકાશના તારામંડળોને માટે ધૂપ બાળતા હતા તેઓને હઠાવી દીધા.
  • લોકો ધાબાં પર આકાશનાં સૈન્યને નમતાયર્મિ 19:13, સફા 1:5
    કલમો
    યર્મિ 19:13વળી જે ઘરની અગાસી પર તેઓએ આકાશના સર્વ સૈન્ય સારુ ધૂપ બાળ્યો છે અને બીજા દેવોને પેયાર્પણો રેડ્યાં છે તે બધાં ઘરો એટલે યરુશાલેમનાં તથા યહૂદિયાનાં રાજાઓ અશુદ્ધ કરેલા ઘરો તોફેથ જેવાં બની જશે.”
    સફા 1:5તેઓ ઘરની અગાશી પર જઈને આકાશના સૈન્યની ભક્તિ કરે છે, અને યહોવાહની સેવા કરનારાઓ અને સમ ખાનારાઓ છતાં માલ્કામને નામે પણ સમ ખાય છે.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો