Bible Explorer એપ મેળવો

અન્વેષણ › વિષયો › તીડ

આશ્ચર્યજનક વિગતો

બાઇબલમાં તીડ

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી ના 14 ફકરા, પંક્તિએ પંક્તિએ.

  • તીડ, બોડમથો તીડ, તમરી અને તીતીઘોડો ખોરાક તરીકે માન્ય હતાંલેવી 11:22
    કલમો
    લેવી 11:22અને તમે કોઈ પણ પ્રકારના તીડ, બોડમથો તીડ, તમરી અથવા તીતીઘોડો ખાઈ શકો.
  • બાપ્તિસ્મા કરનાર યોહાન તીડ અને જંગલી મધ ખાતોમાથ 3:4, માર્ક 1:6
    કલમો
    માથ 3:4યોહાનનાં વસ્ત્રો ઊંટના વાળનાં હતાં, તેની કમરે ચામડાનો પટ્ટો હતો અને તીડ તથા રાની મધ તેનો ખોરાક હતા.
    માર્ક 1:6યોહાનનો પોશાક ઊંટના વાળનો હતો, તેની કમરે ચામડાનો પટ્ટો હતો અને તીડ તથા જંગલી મધ તેનો ખોરાક હતો.
  • તીડોને રાજા નથી, છતાં તેઓ હારબંધ આગળ વધે છેનીતિ 30:27
    કલમો
    નીતિ 30:27તીડોનો કોઈ રાજા હોતો નથી, પણ તેઓ બધાં ટોળાબંધ નીકળે છે;
  • સુલેમાન દુકાળ, લૂ, ગેરુ અને તીડ વિશે પ્રાર્થના કરે છે1 રાજા 8:37
    કલમો
    1 રાજા 8:37જો દેશમાં દુકાળ પડે, જો મરકી ફાટી નીકળે, જો લૂ, મસી, તીડ કે કાતરા પડે; જો તેઓના દુશ્મનો તેઓના દેશમાં પોતાનાં નગરોમાં તેઓના પર હુમલો કરે અથવા ગમે તે મરકી કે રોગ હોય,
  • તું ઘણું બી વાવીશ, પણ તીડ તે ખાઈ જશેપુન 28:38
    કલમો
    પુન 28:38તમે ખેતરમાં ઘણું બીજ લઈ જશો, પણ તમે તેમાંથી થોડાં જ બીજ પેદા કરી શકશો, કેમ કે, તીડ તે ખાઈ જશે.

મિસરમાં આફત

  • દેશને ઢાંકી દેનાર અને ઘરોને ભરી દેનાર તીડ વિશે મૂસાએ ચેતવણી આપીનિર્ગ 10:4–6
    કલમો
    નિર્ગ 10:4–6સાંભળી લે, જો તું મારા લોકોને મારું ભજન ઉપાસના કરવા જવા દેવાની ના પાડશે તો ખાતરી રાખજે આવતી કાલે હું તારા દેશમાં તીડોનો ઉપદ્રવ મોકલીશ. એ તીડો જમીન પર એવાં છવાઈ જશે કે જમીન દેખાશે જ નહિ. અને કરાની વર્ષા પછી તારી પાસે જે કાંઈ બચેલું છે, તે તેઓ ખાઈ જશે; તેઓ તારા ખેતરમાંના તમામે છોડ ખાઈ જશે. તેઓ તારા મહેલોને તથા તારા અમલદારોના અને તમામ મિસરવાસીઓનાં ઘરોને ભરી દેશે. તારા પિતૃઓએ મિસરમાં વસવાટ શરૂ કર્યો ત્યારથી આજસુધી જોયાં ના હોય એટલાં બધાં જથ્થાબંધ તીડો છવાઈ જશે.” પછી મૂસા ફારુન પાસેથી ચાલ્યો ગયો.
  • પૂર્વનો પવન સવાર સુધીમાં તેઓને લાવ્યોનિર્ગ 10:13
    કલમો
    નિર્ગ 10:13મૂસાએ પોતાની લાકડીને મિસર દેશ પર ઊંચી કરી. યહોવાહે તે આખો દિવસ અને આખી રાત દરમ્યાન પૂર્વ તરફથી પવનનો મારો ચલાવ્યો અને સવાર થતાં સુધીમાં તો પૂર્વથી આવતો તોફાની પવન તીડોનાં ટોળેટોળાં લઈ આવ્યો.
  • દેશ કાળો થઈ ગયો; કંઈ લીલું બાકી રહ્યું નહિનિર્ગ 10:14–15
    કલમો
    નિર્ગ 10:14–15સમગ્ર મિસર પર તીડો પથરાઈ ગયાં અને આખા દેશની ભૂમિ પર બેસી ગયાં. આવાં તીડોનાં ટોળાં અગાઉ કદી આવ્યાં નહોતાં અને ભવિષ્યમાં કદાપિ આવશે પણ નહિ. ઢગલાબંધ તીડો ભૂમિ પર છવાઈ ગયાં. તેઓથી ભૂમિ ઢંકાઈ ગઈ. કરાથી સમગ્ર મિસર દેશના જે વૃક્ષો અને વનસ્પતિ બચી ગયાં હતાં તેના પરનાં બધાં જ ફળ તીડો ખાઈ ગયાં. સમગ્ર મિસર દેશનાં લીલાં વૃક્ષો અને અન્ય વનસ્પતિ નામશેષ થઈ ગયાં. ખેતરમાંનાં વૃક્ષો કે વનસ્પતિ પર એકે પાંદડું રહ્યું નહિ.
  • પશ્ચિમના પવને તેઓને રાતા સમુદ્રમાં ઉડાડી નાખ્યાંનિર્ગ 10:19
    કલમો
    નિર્ગ 10:19એટલે યહોવાહે પવનની દિશા બદલી નાખી; અને પશ્ચિમમાંથી ભારે તોફાની પવન ફુંકાવા લાગ્યો. એ પવને તીડોને ઉડાડીને રાતા સમુદ્રમાં નાખી દીધાં. સમગ્ર મિસરમાં એક પણ તીડ રહ્યું નહિ.

સરખામણીઓ

  • યોએલ: એક તીડે જે છોડ્યું, તે બીજું ખાઈ ગયુંયોએ 1:4
    કલમો
    યોએ 1:4જીવડાંઓએ રહેવા દીધેલું તીડો ખાઈ ગયાં; તીડોએ રહેવા દીધેલું તે કાતરાઓ ખાઈ ગયા; અને કાતરાઓએ રહેવા દીધેલું તે ઈયળો ખાઈ ગઈ છે.
  • મિદ્યાનીઓ તીડનાં ટોળાંની જેમ આવ્યાન્યાય 6:5, ન્યાય 7:12
    કલમો
    ન્યાય 6:5તેઓ પોતાનાં જાનવર તથા તંબુઓ લઈને તીડની માફક સંખ્યાબંધ પ્રમાણમાં ચઢી આવતા. તેઓ તથા તેઓનાં ઊંટો અસંખ્ય હતાં. દેશનો વિનાશ કરવાને તેઓ તેમાં પેસતાં.
    ન્યાય 7:12મિદ્યાનીઓ, અમાલેકીઓ તથા પૂર્વ દિશાના સર્વ લોકો મેદાનની અંદર તીડની માફક સંખ્યાબંધ પડેલા હતા. તેઓના ઊંટો સમુદ્રના કાંઠાની રેતી જેટલાં અગણિત હતાં.
  • અનાકના વંશજો આગળ જાસૂસોને પોતે તીડ જેવા લાગ્યાગણ 13:33
    કલમો
    ગણ 13:33ત્યાં અમે મહાકાય એટલે અનાકના વંશજોને પણ જોયા, તેઓની સામે અમે પોતાની દૃષ્ટિમાં તીડોના જેવા હતા. અને તેઓની નજરમાં અમે પણ એવા જ હતા.”

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો