આશ્ચર્યજનક વિગતો
બાઇબલમાં ઊંટ
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી ના 26 ફકરા, પંક્તિએ પંક્તિએ.
- ઊંટ ખાવું નહિલેવી 11:4
કલમો
લેવી 11:4તોપણ, કેટલાક પશુઓની માત્ર ખરી ફાટવાળી હોય અથવા જે માત્ર વાગોળતાં હોય તે પશુઓ તમારે ખાવાં જોઈએ નહિ, જેમ કે ઊંટ, કેમ કે તે વાગોળે છે પણ તેની ખરી ફાટેલી નથી. તેથી ઊંટ તમારે માટે અશુદ્ધ છે.
- ઇબ્રામ, યાકૂબ અને અયૂબ ઊંટોને પોતાની સંપત્તિમાં ગણતાઉત્પ 12:16, ઉત્પ 30:43, અયૂ 1:3
કલમો
ઉત્પ 12:16ફારુને તેને લીધે ઇબ્રામ સાથે સારો વ્યવહાર કર્યો અને તેને ઘેટાં, બળદો, ગધેડાંઓ, દાસો, દાસીઓ તથા ઊંટોની ભેટ આપી.
ઉત્પ 30:43પરિણામે યાકૂબના ઘેટાંબકરાંમાં ઘણો વધારો થયો. તેની પાસે દાસો તથા દાસીઓ, ઊંટો તથા ગધેડાં ઉપરાંત વિશાળ પ્રમાણમાં અન્ય જાનવરોની સંપત્તિ હતી.
અયૂ 1:3તેની પાસે સાત હજાર ઘેટાં, ત્રણ હજાર ઊંટ, પાંચસો જોડ બળદ, પાંચસો ગધેડીઓ હતી. વળી ઘણા નોકર-ચાકર હતા. તેથી તે સમગ્ર પૂર્વના લોકમાં સૌથી મહાન પુરુષ ગણાતો હતો.
- અયૂબ પાસે 3,000 ઊંટ હતાં, પછી 6,000અયૂ 1:3, અયૂ 42:12
કલમો
અયૂ 1:3તેની પાસે સાત હજાર ઘેટાં, ત્રણ હજાર ઊંટ, પાંચસો જોડ બળદ, પાંચસો ગધેડીઓ હતી. વળી ઘણા નોકર-ચાકર હતા. તેથી તે સમગ્ર પૂર્વના લોકમાં સૌથી મહાન પુરુષ ગણાતો હતો.
અયૂ 42:12યહોવાહે અયૂબને અગાઉ કરતાં વધારે આશીર્વાદ આપ્યો; હવે અયૂબની પાસે ચૌદ હજાર ઘેટાં, છ હજાર ઊંટ, બે હજાર બળદ અને એક હજાર ગધેડીઓ હતી.
- ઇશ્માએલી ઓબિલ દાઉદનાં ઊંટોનો ઉપરી હતો1 કાળ 27:30
કલમો
1 કાળ 27:30ઓબિલ ઇશ્માએલી ઊંટોની અને મેરોનોથી યહદયા ગધેડાંની સંભાળ રાખતા હતા. યાઝીઝ હાગ્રી ઘેટાંબકરાં સંભાળતો હતો.
વૃત્તાંતોમાં
- ઇસહાક માટે પત્ની શોધવા ઇબ્રાહિમનો ચાકર દસ ઊંટ લઈ ગયોઉત્પ 24:10
કલમો
ઉત્પ 24:10તે ચાકરે તેના માલિકનાં ઊંટોમાંથી દસ ઊંટ લીધાં અને તેના માલિક તરફથી વિવિધ પ્રકારની ઘણી ભેટો પણ પોતાની સાથે લીધી. તે લઈને તે રવાના થયો અને મુસાફરી કરીને અરામ-નાહરાઈમના નાહોરના શહેરમાં આવ્યો.
- તેણે સાંજે કૂવા પાસે ઊંટોને બેસાડ્યાંઉત્પ 24:11
કલમો
ઉત્પ 24:11સ્ત્રીઓના પાણી ભરવાના સમયે સંધ્યાકાળે તેણે ઊંટોને નગરની બહાર કૂવા પાસે બેસાડ્યાં.
- રિબકાએ તેનાં બધાં ઊંટો માટે પાણી ભર્યુંઉત્પ 24:14, ઉત્પ 24:19–20
કલમો
ઉત્પ 24:14ત્યારે એમ થવા દેજો કે જે યુવતીને હું એમ કહું કે, ‘કૃપા કરીને તારી ગાગર ઉતાર કે હું તેમાંથી પાણી પીઉં,’ ત્યારે તે મને એમ કહે કે, ‘પીઓ અને તમારા ઊંટોને પણ હું પાણી પીવડાવીશ,’ તે એ જ યુવતી હોય કે જેને તમે તમારા દાસ ઇસહાકને સારુ પસંદ કરેલી હોય. એનાથી મને ખાતરી થશે કે તમે મારા માલિક સાથે કરેલા કરાર અનુસાર વિશ્વાસુ વચનબદ્ધ રહેલા છો.”
ઉત્પ 24:19–20તેને પાણી પીવડાવ્યા પછી તેણે કહ્યું, “તારાં ઊંટો પણ પાણી પી રહે ત્યાં સુધી હું તેમને સારું પાણી ભરીશ.” પછી તેણે ઝડપથી પોતાની ગાગર હવાડામાં ખાલી કરી અને પાણી ભરવાને ફરીથી કૂવા તરફ દોડી. તેણે તેનાં સર્વ ઊંટોને માટે પાણી ભર્યું.
- ઇસહાકને મળવા રિબકા ઊંટ પર બેસીને ગઈઉત્પ 24:61, ઉત્પ 24:64
કલમો
ઉત્પ 24:61પછી રિબકા તથા તેની દાઈઓ ઊઠીને ઊંટો પર બેઠી અને ઊંટો તે માણસની પાછળ ચાલ્યા. ચાકર રિબકાને લઈને પોતાને માર્ગે વળ્યો.
ઉત્પ 24:64રિબકાએ નજર મિલાવીને જયારે ઇસહાકને જોયો, ત્યારે તે ઊંટ પરથી નીચે ઊતરી.
- રાહેલે લાબાનની મૂર્તિઓ ઊંટના પલાણમાં સંતાડી અને તેના પર બેઠીઉત્પ 31:34
કલમો
ઉત્પ 31:34હવે રાહેલ ઘરની મૂર્તિઓને લઈને ઊંટોના જીન ઉપર તેઓને મૂકીને તે પર બેઠી હતી માટે લાબાનને તે મળી નહિ.
- એસાવ માટે યાકૂબની ભેટમાં બચ્ચાં સાથે 30 દૂઝણી ઊંટડીઓ હતીઉત્પ 32:15
કલમો
ઉત્પ 32:15ત્રીસ દુઝણી ઊંટડી તેઓનાં બચ્ચાં સહિત, ચાળીસ ગાય, દસ બળદ, વીસ ગધેડીઓ તથા દસ ગધેડાં લીધાં.
- ઇશ્માએલીઓનાં ઊંટ તેજાના મિસરમાં લઈ જતાંઉત્પ 37:25
કલમો
ઉત્પ 37:25પછી તેઓ ભોજન કરવા માટે નીચે બેઠા. તેઓએ તેમની આંખો ઊંચી કરીને જોયું, તો, ઇશ્માએલીઓનો સંઘ ગિલ્યાદથી આવતો હતો. પોતાની સાથે સુગંધીઓ, ઔષધ તથા બોળથી લાદેલાં ઊંટોને લઈને તેઓ મિસર દેશમાં જતા હતા.
- મિદ્યાનીઓનાં ઊંટ રેતી જેટલાં અગણિત હતાંન્યાય 7:12
કલમો
ન્યાય 7:12મિદ્યાનીઓ, અમાલેકીઓ તથા પૂર્વ દિશાના સર્વ લોકો મેદાનની અંદર તીડની માફક સંખ્યાબંધ પડેલા હતા. તેઓના ઊંટો સમુદ્રના કાંઠાની રેતી જેટલાં અગણિત હતાં.
- ગિદિયોને રાજાઓનાં ઊંટો પરથી ચંદ્રાકાર ઘરેણાં લઈ લીધાંન્યાય 8:21
કલમો
ન્યાય 8:21પછી ઝેબા તથા સાલ્મુન્નાએ કહ્યું, “તું ઊઠીને અમને મારી નાખ! કેમ કે જેવું માણસ, તેવું તેનું બળ.” ગિદિયોને ઊઠીને ઝેબા તથા સાલ્મુન્નાને મારી નાખ્યા. અને તેઓનાં ઊંટોનાં ગળા પરના ચંદ્રઆકારના દાગીના લઈ લીધા.
- ચારસો અમાલેકીઓ ઊંટો પર બેસીને દાઉદથી નાસી છૂટ્યા1 શમુ 30:17
કલમો
1 શમુ 30:17દાઉદે તેઓ પર પ્રાતઃકાળથી તે બીજા દિવસની સાંજ સુધી હુમલો કર્યો. જે ચારસો જુવાનો ઊંટો પર બેસીને નાસી ગયા તે સિવાય તેઓમાંનો એકે બચ્યો નહિ.
- શેબાની રાણી તેજાના અને સોનું લાદેલાં ઊંટો સાથે આવી1 રાજા 10:2
કલમો
1 રાજા 10:2તે ઘણા અમલદારો અને ઊંટો લઈને સુગંધીદ્રવ્ય, પુષ્કળ સોનું તથા મૂલ્યવાન પાષાણો સાથે યરુશાલેમમાં આવી. તેણે સુલેમાન પાસે આવીને પોતાના મનમાં જે કંઈ હતું, તે સર્વ સંબંધી તેની સાથે વાત કરી.
- હઝાએલ એલિશા માટે ચાળીસ ઊંટ ભરીને ભેટો લાવ્યો2 રાજા 8:9
કલમો
2 રાજા 8:9માટે હઝાએલ તેની સાથે દમસ્કસની સારી મૂલ્યવાન વસ્તુઓ ચાલીસ ઊંટો પર એ વસ્તુઓ ભેટ તરીકે લઈને તેને મળવા ગયો. હઝાએલે આવીને એલિશા આગળ આવીને કહ્યું, “તારા દીકરા અરામના રાજા બેન-હદાદે મને તારી પાસે એવું પૂછવા મોકલ્યો છે કે, ‘શું હું આ બીમારીમાંથી સાજો થઈશ?’”
- ખાલદી લૂંટારાઓ અયૂબનાં ઊંટ લઈ ગયાઅયૂ 1:17
કલમો
અયૂ 1:17તે હજી કહેતો હતો એટલામાં બીજાએ આવીને કહ્યું, “ખાલદીઓની ત્રણ ટોળીઓ ઊંટો પર હુમલો કરીને તેઓને લઈ ગયા છે. વળી તેઓએ ચાકરોને તલવારથી મારી નાખ્યા છે. ફક્ત હું એકલો જ તમને ખબર આપવા બચી ગયો છું.”
- યોહાન ઊંટના વાળનું વસ્ત્ર પહેરતોમાથ 3:4, માર્ક 1:6
ઈસુનાં વચનો
- સોયના નાકામાંથી ઊંટનું પસાર થવું વધારે સહેલું છેમાથ 19:24
કલમો
માથ 19:24વળી હું તમને ફરી કહું છું કે ‘ધનવાનને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા કરતાં ઊંટને સોયના નાકામાંથી પસાર થવું સહેલું છે.”
- તમે મચ્છરને ગાળી કાઢો છો પણ ઊંટને ગળી જાઓ છોમાથ 23:24
કલમો
માથ 23:24ઓ અંધજનોને દોરનારાઓ, તમે માખીને દૂર કાઢો છો, પણ ઊંટને ગળી જાઓ છો!
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો