Bible Explorer એપ મેળવો

અન્વેષણ › વિષયો › જન્મદિવસો

આશ્ચર્યજનક વિગતો

બાઇબલમાં જન્મદિવસો

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી ના 8 ફકરા, પંક્તિએ પંક્તિએ.

  • ફારુને પોતાના જન્મદિવસે પોતાના અધિકારીઓ માટે મિજબાની આપીઉત્પ 40:20
    કલમો
    ઉત્પ 40:20ત્રીજે દિવસે, એટલે ફારુનના જન્મ દિવસે એમ થયું કે તેણે તેના સર્વ સેવકોને મિજબાની આપી. તેણે તેના બીજા અધિકારીઓ સમક્ષ કરતાં મુખ્ય પાત્રવાહક તથા મુખ્ય રસોઈયા પર ધ્યાન આપ્યું.
  • તે દિવસે તેણે પાત્રવાહકને તેના પદ પર પાછો મૂક્યો અને ભઠિયારાને ફાંસી આપીઉત્પ 40:21–22
    કલમો
    ઉત્પ 40:21–22તેણે મુખ્ય પાત્રવાહકને તેની અસલની પદવી પર પાછો નિયુક્ત કર્યો અને તેણે પ્યાલો ફારુનના હાથમાં ફરીથી મુક્યો. યૂસફે મુખ્ય રસોઈયાને અર્થ સમજાવ્યો હતો તે પ્રમાણે ફારુને તેને ફાંસી આપી.
  • હેરોદે પોતાના જન્મદિવસે ગાલીલના આગેવાનો માટે મિજબાની આપીમાર્ક 6:21
    કલમો
    માર્ક 6:21આખરે હેરોદિયાને અનુકૂળ દિવસ મળ્યો. હેરોદે પોતાના જન્મદિવસે પોતાના અમીરોને, સેનાપતિઓને તથા ગાલીલના સરદારોને સારુ ભોજન સમારંભ યોજ્યો;
  • હેરોદિયાની દીકરીએ નૃત્ય કર્યું અને યોહાનનું માથું માગ્યુંમાથ 14:6–8
    કલમો
    માથ 14:6–8પણ હેરોદની વર્ષગાંઠ આવી, ત્યારે હેરોદિયાની દીકરીએ તેઓની આગળ નાચીને હેરોદને ખુશ કર્યો. ત્યારે તેણે સમ ખાઈને વચન આપ્યું કે જે કંઈ તે માગશે તે તેને અપાશે. ત્યારે તેની માની સૂચના પ્રમાણે તે બોલી કે, “યોહાન બાપ્તિસ્મા કરનારનું માથું મને થાળમાં આપો.”
  • અયૂબે પોતાના જન્મદિવસને શાપ આપ્યોઅયૂ 3:1–3
    કલમો
    અયૂ 3:1–3એ પછી અયૂબે પોતાનું મુખ ઉઘાડીને પોતાના જન્મદિવસને શાપ આપ્યો. અયૂબે કહ્યું; “જે દિવસે હું જન્મ્યો તે દિવસ નાશ પામો, જે રાત્રે એમ કહેવામાં આવ્યું કે દીકરાનો ગર્ભ રહ્યો છે;
  • યર્મિયા: જે દિવસે હું જન્મ્યો તે દિવસ શાપિત થાઓયર્મિ 20:14, યર્મિ 20:18
    કલમો
    યર્મિ 20:14જે દિવસે હું જન્મ્યો તે દિવસ શાપિત થાઓ. જે દિવસે મારી માએ મને જન્મ આપ્યો તે દિવસ આશીર્વાદિત ન થાઓ.
    યર્મિ 20:18શા માટે હું કષ્ટો અને દુ:ખ સહન કરવા ગર્ભમાંથી બહાર આવ્યો, જેથી મારા દિવસો લજ્જિત થાય?”
  • સારું નામ અત્તર કરતાં સારું, અને મરણનો દિવસ જન્મના દિવસ કરતાં સારોસભા 7:1
    કલમો
    સભા 7:1સારી શાખ મૂલ્યવાન અત્તર કરતાં વધારે સારી છે. જન્મના દિવસ કરતાં મૃત્યુનો દિવસ સારો છે.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો