Bible Explorer એપ મેળવો

અન્વેષણ › વિષયો › કેદખાનાં અને સાંકળો

આશ્ચર્યજનક વિગતો

બાઇબલમાં કેદખાનાં અને સાંકળો

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી ના 45 ફકરા, પંક્તિએ પંક્તિએ.

જૂના કરારમાં

  • રાજાના કેદીઓ જ્યાં રાખવામાં આવતા તે કેદખાનામાં યૂસફને મૂકવામાં આવ્યોઉત્પ 39:20
    કલમો
    ઉત્પ 39:20તેણે યૂસફને જે જગ્યાએ રાજાના કેદીઓ કેદ કરાતા હતા, તે કેદખાનામાં પુરાવી દીધો.
  • જેલરે બધા કેદીઓ યૂસફની સંભાળ હેઠળ મૂક્યાઉત્પ 39:22
    કલમો
    ઉત્પ 39:22જે કેદીઓ કેદખાનામાં હતા તેઓ સર્વને અમલદારે યૂસફના હાથમાં સોપ્યા. ત્યાં જે કામ તેઓ કરતા તેની દેખરેખ યૂસફ રાખતો હતો.
  • ફારુનનો પાત્રવાહક અને ભઠિયારો એ જ કેદખાનામાં રખાયાઉત્પ 40:3
    કલમો
    ઉત્પ 40:3જ્યાં યૂસફ બંદીવાન હતો તે કેદખાનામાં એટલે અંગરક્ષકોના ઉપરી અમલદારને ત્યાં તેણે તે બન્નેને કેદ કરાવ્યા.
  • યૂસફને અંધારા કેદખાનામાંથી લાવવામાં આવ્યો; તેણે હજામત કરી અને વસ્ત્રો બદલ્યાંઉત્પ 41:14
    કલમો
    ઉત્પ 41:14ફારુને માણસો મોકલીને યૂસફને બોલાવી મંગાવ્યો. તેઓ તેને અંધારી કોટડીમાંથી ઉતાવળે બહાર લાવ્યા. તેની હજામત કરાવી. તેને નવાં વસ્ત્રો પહેરાવ્યાં અને ફારુનની સમક્ષ હાજર કર્યો.
  • યૂસફે પોતાના ભાઈઓને ત્રણ દિવસ કેદમાં રાખ્યા, પછી શિમયોનને બાંધી રાખ્યોઉત્પ 42:17, ઉત્પ 42:24
    કલમો
    ઉત્પ 42:17તેણે તેઓને ત્રણ દિવસ સુધી કેદમાં પૂરી રાખ્યા.
    ઉત્પ 42:24યૂસફ તેના ભાઈઓની પાસેથી દૂર જઈને રડી પડ્યો. તેણે તેઓની પાસે પાછા આવીને વાત કરી. તેઓમાંથી શિમયોનને લઈને તેઓના દેખતાં તેને બાંધ્યો.
  • આહાબ: મીખાયાને કેદખાનામાં નાખો અને રોટલી ને પાણી પર રાખો1 રાજા 22:27
    કલમો
    1 રાજા 22:27તેને કહો, ‘રાજા એમ કહે છે, આ માણસને જેલમાં પૂરો અને હું સહિસલામત પાછો આવું ત્યાં સુધી થોડી રોટલી તથા પાણીથી તેનું પોષણ કરજો.’
  • ક્રોધે ભરાઈને આસાએ દ્રષ્ટા હનાનીને કેદખાનામાં નાખ્યો2 કાળ 16:7, 2 કાળ 16:10
    કલમો
    2 કાળ 16:7તે જ સમયે હનાની પ્રબોધક યહૂદિયાના આસા રાજા પાસે આવીને તેને કહ્યું, “તમે પ્રભુ ઈશ્વરને બદલે અરામના રાજા ઉપર ભરોસો રાખ્યો છે, માટે અરામના રાજાનું સૈન્ય તમારા હાથમાંથી છટકી જઈ શક્યું છે.
    2 કાળ 16:10એ સાંભળીને આસા તે પ્રબોધક પર ગુસ્સે થયો; તેણે તેને જેલમાં પૂરી દીધો, કેમ કે તે આ બધી બાબતોને લઈને તે તેના પર કોપાયમાન થયો હતો. એ જ સમયે આસાએ કેટલાક લોકો પર ત્રાસ વર્તાવ્યો.
  • આશ્શૂરના રાજાએ રાજા હોશિયાને કેદખાનામાં નાખ્યો2 રાજા 17:4
    કલમો
    2 રાજા 17:4પણ આશ્શૂરના રાજાને પોતાની વિરુદ્ધ હોશિયાનું ષડયંત્ર સમજાયું, કેમ કે, તેણે મિસરના સો નામના રાજાની પાસે સંદેશાવાહકો મોકલ્યા હતા. દર વર્ષની જેમ હોશિયાએ આશ્શૂરના રાજાને ખંડણી ભરી ન હતી. તેથી આશ્શૂરના રાજાએ તેને કેદ કરીને બંદીખાનામાં નાખ્યો.
  • મનાશ્શાને કડીઓ અને પિત્તળની બેડીઓ સાથે બાબિલ લઈ જવામાં આવ્યો2 કાળ 33:10–11
    કલમો
    2 કાળ 33:10–11ઈશ્વરે મનાશ્શા તથા તેના લોકોની સાથે વાત કરી; પણ તેઓએ ધ્યાન આપ્યું નહિ. તેથી ઈશ્વરે તેઓની વિરુદ્ધ આશ્શૂરના રાજાના સૈન્યને તેઓની સામે મોકલ્યા અને તેઓ મનાશ્શાને સાંકળોથી જકડીને તથા બેડીઓ પહેરાવીને બાબિલમાં લઈ ગયા.
  • આંધળો કરાયેલો સિદકિયા પિત્તળની બેડીઓમાં બાબિલ લઈ જવાયો2 રાજા 25:7, યર્મિ 52:11
    કલમો
    2 રાજા 25:7તેની નજર આગળ તેના દીકરાઓને મારી નાખ્યા. ત્યાર પછી તેની આંખો ફોડી નાખી, પિત્તળની સાંકળોથી બાંધીને તેને બાબિલમાં લઈ જવામાં આવ્યો.
    યર્મિ 52:11ત્યારબાદ તેણે સિદકિયાની આંખો ફોડી નાખી અને બાબિલનો રાજા તેને સાંકળોથી બાંધીને બાબિલ લઈ ગયો. અને તેને આજીવન કેદ કરવામાં આવ્યો.
  • સાડત્રીસ વર્ષ પછી યહોયાખીનને છોડવામાં આવ્યો અને તે રાજાના મેજ પર જમતો2 રાજા 25:27–29
    કલમો
    2 રાજા 25:27–29યહૂદિયાના રાજા યહોયાખીનના દેશનિકાલ થયાના સાડત્રીસમા વર્ષે, બારમા માસમાં, તે માસના સત્તાવીસમે દિવસે એવું બન્યું કે, બાબિલના રાજા એવીલ-મેરોદાખે પોતે રાજા બન્યો તે વર્ષે, યહૂદિયાના રાજા યહોયાખીનને બંદીખાનામાંથી મુકત કરીને ઉચ્ચ પદવી આપી. તેણે તેના પ્રત્યે માયાળુ વર્તાવ રાખ્યો અને તેને બાબિલમાં પોતાની સાથેના બીજા રાજાઓ કરતાં ઊંચે આસને બેસાડયો. એવીલ મરોદાખે યહોયાખીનના બંદીખાનાનાં વસ્ત્રો બદલાવ્યાં, યહોયાખીને તેના જીવનના સર્વ દિવસોમાં હંમેશા રાજાની મેજ પર ભોજન કર્યું.

યર્મિયા

  • માર ખાધો અને બિન્યામીનની ઉપલી ભાગળમાં હેડમાં મૂકવામાં આવ્યોયર્મિ 20:2
    કલમો
    યર્મિ 20:2તેથી પાશહૂરે યર્મિયા પ્રબોધકને માર્યો. પછી તેણે તેને યહોવાહના સભાસ્થાનની પાસે બિન્યામીનની ઉપલી ભાગળમાં હેડ હતી તેમાં તેને મૂક્યો.
  • યોનાથાન લહિયાના ઘરના ભોંયરાની કોટડીમાં કેદયર્મિ 37:15–16
    કલમો
    યર્મિ 37:15–16સરદારોએ યર્મિયા પર કોપાયમાન થઈને તેને માર્યો. અને તેને યહોનાથાન લહિયાના ઘરમાં કેદ કર્યો. કેમ કે તે મકાન તેઓનું કેદખાનું હતું. યર્મિયા કારાગૃહના ભોંયરામાં ગયો અને લાંબા સમય સુધી તે ત્યાં જ રહ્યો.
  • રોજ એક રોટલી સાથે ચોકીના ચોકમાં રાખવામાં આવ્યોયર્મિ 32:2, યર્મિ 37:21
    કલમો
    યર્મિ 32:2તે વખતે બાબિલના રાજાનું સૈન્ય યરુશાલેમને ઘેરો ઘાલતું હતું અને યહૂદિયાના રાજમહેલમાં પહેરગીરોની ચોકીમાં યર્મિયા પ્રબોધક કેદમાં પડેલો હતો.
    યર્મિ 37:21ત્યારે સિદકિયા રાજાએ આજ્ઞા કરી કે, યર્મિયાને ચોકીમાં રહે. અને નગરમાંની સર્વ રોટલી પૂરી થઈ રહી ત્યાં સુધી ભઠ્ઠીયારાઓના મહોલ્લાઓમાંથી તેને રોજ રોટલીનો એક ટુકડો આપવામાં આવતો હતો. આમ યમિર્યા ચોકીમાં રહ્યો.
  • દોરડાં વડે પાણી વગરના, માત્ર કાદવવાળા ટાંકામાં ઉતારવામાં આવ્યોયર્મિ 38:6
    કલમો
    યર્મિ 38:6આથી એ લોકોએ યર્મિયાને પકડીને રાજાના દીકરા માલ્ખિયાની ચોકીના ટાંકામાં નાખ્યો, તેઓએ તેને દોરડા વડે નીચે ઉતાર્યો. તે ટાંકામાં પાણી નહોતું, પણ ફક્ત કાદવ હતો અને યર્મિયા કાદવમાં ખૂંપી ગયો.
  • રામામાં તેના કાંડાં પરની સાંકળોમાંથી છોડવામાં આવ્યોયર્મિ 40:1, યર્મિ 40:4
    કલમો
    યર્મિ 40:1યરુશાલેમ અને યહૂદિયાના જે સર્વ બંદીવાનોને બાબિલના બંદીવાસમાં લઈ જવામાં આવ્યા હતા તેઓમાં યર્મિયા હતો અને તેને સાંકળે બાંધવામાં આવ્યો હતો. તેને રક્ષક ટુકડીના નાયક નબૂઝારઅદાને રામામાં છોડી દીધો, ત્યાર પછી યહોવાહનું જે વચન તેની પાસે આવ્યું તે આ છે.
    યર્મિ 40:4પણ હવે જો હું તારા હાથે પહેરેલી સાંકળો છોડી નાખીશ અને તને મુકત કરીશ. તારે જો મારી સાથે બાબિલ આવવું હોય તો આવ, હું તારી સંભાળ રાખીશ. પરંતુ જો તારે મારી સાથે બાબિલ ન આવવું હોય તો તેનો વાંધો નથી, જો, તારી સમક્ષ પસંદગી કરવા માટે આખો દેશ પડેલો છે. જ્યાં જવું તને સારું તથા યોગ્ય લાગે ત્યાં તું જઈ શકે છે.”

નવા કરારમાં

  • હેરોદે યોહાનને બાંધીને કેદખાનામાં નાખ્યોમાથ 14:3
    કલમો
    માથ 14:3કેમ કે હેરોદે તેના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાને લીધે યોહાનને પકડ્યો હતો અને તેને બાંધીને જેલમાં નાખ્યો હતો.
  • કેદખાનામાંથી યોહાને પોતાના શિષ્યોને ઈસુ પાસે મોકલ્યામાથ 11:2
    કલમો
    માથ 11:2હવે યોહાને જેલમાં ખ્રિસ્તનાં કાર્યો સંબંધી સાંભળીને પોતાના શિષ્યોને મોકલીને
  • કેદખાનામાં યોહાનનું માથું કાપી નાખવામાં આવ્યુંમાથ 14:10
    કલમો
    માથ 14:10તેણે માણસોને મોકલીને યોહાનનું માથું જેલમાં કપાવ્યું.
  • બરાબાસ બળવા અને ખૂન માટે કેદખાનામાં હતોલૂક 23:19
    કલમો
    લૂક 23:19એ બરાબાસ તો શહેરમાં કેટલાક દંગા તથા હત્યા કરવાને લીધે જેલમાં નંખાયો હતો.
  • ઈસુ: ‘હું જેલમાં હતો, ત્યારે તમે મને મળવા આવ્યા’માથ 25:36
    કલમો
    માથ 25:36હું નિર્વસ્ત્ર હતો, ત્યારે તમે મને વસ્ત્ર પહેરાવ્યાં; હું માંદો હતો ત્યારે તમે મારી ચાકરી કરી; હું જેલમાં હતો, ત્યારે તમે મને મળવા આવ્યા.’”
  • સાંજ થઈ ગઈ હતી તેથી પિતર અને યોહાનને રાતભર કેદમાં રાખવામાં આવ્યાપ્રે.કૃ 4:3
    કલમો
    પ્રે.કૃ 4:3તેઓએ પિતર તથા યોહાનની ધરપકડ કરી. તે વેળા સાંજ પડી હતી માટે બીજા દિવસ સુધી તેઓને જેલમાં રાખ્યા.
  • પ્રેરિતો જેલમાંથી નીકળી ગયા હતા, છતાં તે બંધ અને ચોકીવાળી હતીપ્રે.કૃ 5:18–19, પ્રે.કૃ 5:23
    કલમો
    પ્રે.કૃ 5:18–19અને પ્રેરિતોને પકડીને તેઓએ તેમને જેલમાં પૂર્યા. પણ રાત્રે પ્રભુના સ્વર્ગદૂતે જેલના બારણાં ઉઘાડ્યાં, અને તેઓને બહાર લાવીને કહ્યું કે,
    પ્રે.કૃ 5:23અમે જેલના દરવાજાને સારી રીતે બંધ કરેલ તથા ચોકીદારોને દરવાજા આગળ ઊભા રહેલા જોયા; પણ અમે દરવાજો ઉઘાડ્યો ત્યારે અમને અંદર કોઈ માલૂમ પડ્યા નહિ.
  • સખત ચોકી હેઠળ, પિતર બે સૈનિકો વચ્ચે સાંકળોથી બંધાયેલો ઊંઘતો હતોપ્રે.કૃ 12:4, પ્રે.કૃ 12:6
    કલમો
    પ્રે.કૃ 12:4તેણે પિતરને પકડીને જેલમાં પૂર્યો, અને તેની ચોકી કરવા સારુ ચાર ચાર સિપાઈઓની ચાર ટુકડીઓને આધીન કર્યો, અને પાસ્ખાપર્વ પછી લોકોની સમક્ષ તેને બહાર લાવવાનો ઇરાદો રાખ્યો.
    પ્રે.કૃ 12:6હેરોદ તેને બહાર લાવવાનો હતો તેની આગલી રાત્રે પિતર બે સિપાઈઓની વચ્ચે બે સાંકળોથી બંધાયેલી સ્થિતિમાં ઊંઘતો હતો; અને ચોકીદારો જેલના દરવાજા આગળ ચોકી કરતા હતા.
  • સાંકળો ખરી પડી, અને લોખંડનો દરવાજો પોતાની મેળે ઊઘડી ગયોપ્રે.કૃ 12:7, પ્રે.કૃ 12:10
    કલમો
    પ્રે.કૃ 12:7ત્યારે જુઓ, પ્રભુનો સ્વર્ગદૂત તેની પાસે ઊભો રહ્યો, અને જેલમાં પ્રકાશ પ્રગટ્યો; તેણે પિતરને કૂખમાં હલકો હાથ મારીને જગાળ્યો, અને કહ્યું કે, જલદી ઊઠ. ત્યારે તેની સાંકળો તેના હાથ પરથી સરકી પડી.
    પ્રે.કૃ 12:10તેઓ પહેલી તથા બીજી ચોકી વટાવીને શહેરમાં જવાના લોખંડના દરવાજે પહોંચ્યા; અને તે દરવાજો આપોઆપ ખૂલી ગયો; તેઓએ આગળ ચાલીને એક મહોલ્લો ઓળંગ્યો; એટલે તરત સ્વર્ગદૂત તેની પાસેથી ચાલ્યો ગયો.
  • ફિલિપ્પીમાં: અંદરની કોટડી, પગ હેડમાં જકડેલાપ્રે.કૃ 16:23–24
    કલમો
    પ્રે.કૃ 16:23–24અને અધિકારીઓએ ઘણાં ફટકા મારીને તેઓને પાઉલ અને સિલાસને જેલમાં પૂર્યા તથા જેલરને તેઓની ચોકસાઈ રાખવાની આજ્ઞા આપી. અને અમલદારને એવી આજ્ઞા મળવાથી તેઓને અંદરનાં જેલખાનામાં પૂરવામાં આવ્યા, અને તેઓના પગ હેડમાં બાંધી દીધાં.
  • મધરાતે ધરતીકંપથી બારણાં ઊઘડી ગયાં, અને બધાની સાંકળો છૂટી ગઈપ્રે.કૃ 16:25–26
    કલમો
    પ્રે.કૃ 16:25–26ત્યાં મધરાતને સુમારે પાઉલ તથા સિલાસ પ્રાર્થના કરતા તથા ઈશ્વરનાં સ્ત્રોત્ર ગાતા હતા, બીજા કેદીઓ તે સાંભળતાં હતા; ત્યારે એકાએક એવો મોટો ધરતીકંપ થયો કે, જેલના પાયા હાલ્યા; અને બધા દરવાજા તરત ઊઘડી ગયા; અને સર્વના બંધનો છૂટી ગયા.
  • યરુશાલેમમાં પાઉલને બે સાંકળોથી બાંધવામાં આવ્યોપ્રે.કૃ 21:33
    કલમો
    પ્રે.કૃ 21:33ત્યારે સરદારે પાસે આવીને તેને પકડીને બે સાંકળથી બાંધવાની આજ્ઞા આપી; અને પૂછ્યું કે, ‘એ કોણ છે, અને એણે શું કર્યું છે?’
  • ફેલીક્સે પાઉલને બે વર્ષ કેદખાનામાં રહેવા દીધોપ્રે.કૃ 24:27
    કલમો
    પ્રે.કૃ 24:27પણ બે વર્ષ પછી ફેલીક્સની જગ્યાએ પોર્કિયસ ફેસ્તસ આવ્યો, યહૂદીઓને પ્રસન્ન કરવાની ઇચ્છાથી ફેલીક્સ પાઉલને બંધનમાં મૂકી ગયો.
  • રોમમાં પાઉલ સાંકળથી બંધાયેલો, પોતાની ચોકી કરનાર સૈનિક સાથે રહેતોપ્રે.કૃ 28:16, પ્રે.કૃ 28:20
    કલમો
    પ્રે.કૃ 28:16અમે રોમમાં આવ્યા ત્યારે (સૂબેદારે બંદીવાનોને ચોકી કરનારા સરદારને સ્વાધીન કર્યા, પણ) પાઉલને તેના સાચવનાર સિપાઈની સાથે સ્વતંત્રતાથી રહેવાની પરવાનગી મળી.
    પ્રે.કૃ 28:20એ જ કારણ માટે મને મળીને મારી સાથે વાત કરવાની મેં આપને વિનંતી કરી, કેમ કે ઇઝરાયલની આશા એટલે કે ખ્રિસ્તને લીધે મને આ સાંકળથી બાંધવામાં આવ્યો છે.
  • તે પૂરાં બે વર્ષ પોતાના ભાડાના ઘરમાં રહ્યોપ્રે.કૃ 28:30
    કલમો
    પ્રે.કૃ 28:30(પાઉલ) પોતાના ભાડાના ઘરમાં બે વર્ષ સુધી રહ્યો, જેઓ તેને ત્યાં આવતા તે સર્વનો તે આવકાર કરતો હતો.
  • ઓનેસિફરસ પાઉલની સાંકળોથી શરમાયો નહિ2 તિમ 1:16
    કલમો
    2 તિમ 1:16પ્રભુ ઓનેસિફરસના કુટુંબ પર દયા કરો; કેમ કે તેણે વારે વારે મને ઉત્તેજન આપ્યું, અને મારાં બંધનને લીધે તે શરમાયો નહિ;

સોનાની સાંકળો

  • ફારુને યૂસફના ગળામાં સોનાની સાંકળ પહેરાવીઉત્પ 41:42
    કલમો
    ઉત્પ 41:42ફારુને પોતાની મુદ્રાવાળી વીંટી અધિકારના પ્રતિક તરીકે યૂસફની આંગળીએ પહેરાવી. તેને શણનાં વસ્ત્રો અને સોનાનો હાર પહેરાવ્યો.
  • બેલ્શાસ્સારે દાનિયેલના ગળામાં સોનાની સાંકળ પહેરાવડાવીદાનિ 5:29
    કલમો
    દાનિ 5:29ત્યારે બેલ્શાસ્સારે આજ્ઞા અનુસાર દાનિયેલને જાંબુડિયા રંગના વસ્ત્રો અને ગળામાં સોનાનો હાર પહેરાવવામાં આવ્યો. રાજાએ તેના વિષે ઢંઢેરો પિટાવ્યો કે, દાનિયેલને રાજ્યમાં ત્રીજો મુખ્ય અધિકારી ગણવો.
  • ગિદિયોને મિદ્યાનનાં ઊંટોના ગળામાંથી સાંકળો લઈ લીધીન્યાય 8:26
    કલમો
    ન્યાય 8:26સોનાનાં જે કુંડળો તેણે માંગી લીધાં, તેનું વજન એક હજાર સાતસો શેકેલ હતું. તે ઉપરાંત તેમાં કલગીઓ, લોલકો તથા મિદ્યાનના રાજાઓના અંગ પરનાં જાંબુડીયા વસ્ત્ર તથા તેઓનાં ઊંટોના ગળામાંની સાંકળ હતી.
  • સુલેમાને પરમ પવિત્રસ્થાનની આગળ આરપાર સોનાની સાંકળો લટકાવી1 રાજા 6:21
    કલમો
    1 રાજા 6:21પછી સુલેમાને સભાસ્થાનની અંદરની દીવાલોને શુદ્ધ સોનાથી મઢી. તેણે પરમપવિત્રસ્થાનની આગળ પ્રવેશદ્વારના એક છેડેથી બીજા છેડા સુધી સોનાની સાંકળો મૂકી અને આગળના ભાગને સોનાથી મઢ્યો.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો