અન્વેષણ › વિષયો › ઈંટો અને ઈંટો બનાવવી
આશ્ચર્યજનક વિગતો
બાઇબલમાં ઈંટો અને ઈંટો બનાવવી
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી ના 15 ફકરા, પંક્તિએ પંક્તિએ.
- બાબિલમાં: ‘ચાલો, આપણે ઈંટો બનાવીએ અને તેને સારી રીતે પકવીએ’ઉત્પ 11:3
કલમો
ઉત્પ 11:3તેઓએ એકબીજાને કહ્યું કે, “ચાલો, આપણે ઈંટો બનાવીએ અને તેને સારી રીતે પકવીએ.” પથ્થરની જગ્યાએ તેઓની પાસે ઈંટો અને ચૂનાની જગ્યાએ ડામર હતો.
- તેઓએ પથ્થરને બદલે ઈંટ, અને ચૂનાને બદલે ડામર વાપર્યોઉત્પ 11:3
કલમો
ઉત્પ 11:3તેઓએ એકબીજાને કહ્યું કે, “ચાલો, આપણે ઈંટો બનાવીએ અને તેને સારી રીતે પકવીએ.” પથ્થરની જગ્યાએ તેઓની પાસે ઈંટો અને ચૂનાની જગ્યાએ ડામર હતો.
- હઝકિયેલે ઈંટ પર યરુશાલેમ નગરનું ચિત્ર દોર્યુંહઝ 4:1
કલમો
હઝ 4:1વળી હે મનુષ્યપુત્ર, એક ઈંટ લઈને તારી આગળ મૂક. તેના પર યરુશાલેમનું ચિત્ર દોર.
- દાઉદે આમ્મોનીઓને ઈંટોની ભઠ્ઠીઓ પર કામે લગાડ્યા2 શમુ 12:31
કલમો
2 શમુ 12:31દાઉદ નગરના લોકોને બહાર લાવ્યો. તેઓને ગુલામ બનાવ્યાં. અને તેઓને કરવત, તીકમ અને કુહાડા વડે કામ કરાવ્યું. વળી તેઓની પાસે દબાણપૂર્વક ઈંટોના ભઠ્ઠાઓમાં પણ મજૂરી કરાવી. દાઉદે આમ્મોનીઓનાં તમામ નગરોની એવી દુર્દશા કરી. પછી દાઉદ તથા ઇઝરાયલી સૈન્ય યરુશાલેમમાં પાછાં આવ્યાં.
- યર્મિયાએ તાહપાન્હેસમાં ફારુનના મહેલની ઈંટની ફરસમાં પથ્થરો દાટ્યાયર્મિ 43:9
કલમો
યર્મિ 43:9“તું તારા હાથમાં મોટા પથ્થરો લે, તાહપાન્હેસમાં ફારુનના મહેલના પ્રવેશદ્વાર આગળ ફરસબંધીમાં યહૂદાના દેખતાં એ મોટા પથ્થરને ચૂનાથી રંગી સંતાડી દે.
- યશાયામાં એક બડાઈ: ‘ઈંટો પડી ગઈ છે, પણ હવે આપણે ઘડેલા પથ્થરોથી બાંધીશું’યશા 9:10
કલમો
યશા 9:10“ઈંટો પડી ગઈ છે, પણ હવે આપણે ઘડેલા પથ્થરોથી બાંધીશું; ગુલ્લર ઝાડ કાપી નાખવામાં આવ્યાં છે, પણ આપણે તેને બદલે દેવદાર વૃક્ષ લાવીશું.”
- યશાયા ઈંટની વેદીઓ પર બળતા ધૂપનો ઉલ્લેખ કરે છેયશા 65:3
કલમો
યશા 65:3તે એવા લોકો છે જે નિત્ય મને નારાજ કરે છે, તેઓ બગીચાઓમાં જઈને બલિદાનનું અર્પણ કરે છે અને ઈંટોની વેદી પર ધૂપ ચઢાવે છે.
- નાહૂમ નિનવેને: ગારો ખૂંદો; ઈંટની ભઠ્ઠી સમારો!નાહૂ 3:14
કલમો
નાહૂ 3:14પોતાને સારુ ઘેરો માટે પાણીનો સંગ્રહ કર; તારા કિલ્લાઓ મજબૂત બનાવ, માટીમાં ઊતરીને પગે ચાલીને ખાંડણી બનાવ અને ઈંટના બીબાં બનાવ.
મિસરમાં
- ઈંટ અને ગારાના કામથી ઇઝરાયલીઓનું જીવન કડવું કરી નાખવામાં આવ્યુંનિર્ગ 1:14
કલમો
નિર્ગ 1:14તેઓની પાસે જાતજાતની મજૂરી કરાવવા માંડી. ઈંટ અને ચૂનો તૈયાર કરવાની તથા ખેતરોમાં ખેડવાથી માંડીને લણણી સુધીની મહેનતનાં કામો કરાવીને તેઓનું જીવન અસહ્ય બનાવી દીઘું.
- તેઓએ ભંડારનગરો પીથોમ અને રામસેસ બાંધ્યાંનિર્ગ 1:11
કલમો
નિર્ગ 1:11તેથી મિસરીઓએ ઇઝરાયલીઓ પાસે સખત મજૂરી કરાવીને તેઓને પીડા આપવા માટે તેઓના ઉપર મુકાદમો નીમ્યા. તેઓની જબરજસ્તી વેઠીને ઇઝરાયલીઓએ ફારુનને માટે પીથોમ અને રામસેસ નગરો તથા પુરવઠા કેન્દ્રો બાંધ્યાં.
- ફારુન: હવે પરાળ નહિ, પણ ઈંટોની સંખ્યા એટલી જનિર્ગ 5:7–8
કલમો
નિર્ગ 5:7–8“હવે તમારે ઈંટો પાડવા માટે લોકોને પરાળ આપવું નહિ; તેઓ જાતે પરાળ લઈ આવે. વળી ધ્યાન રાખજો કે, અત્યાર સુધી તેઓ જેટલી ઈંટો બનાવતા આવ્યા છે એમાં ઘટાડો થવો જોઈએ નહિ. હવે એ લોકો આળસુ થઈ ગયા છે. તેથી બૂમો પાડે છે કે, અમને અમારા ઈશ્વરને યજ્ઞો કરવા જવા દો.
- પરાળને બદલે ખૂંપરા ભેગા કરવા લોકો આખા મિસરમાં વેરાઈ ગયાનિર્ગ 5:12
કલમો
નિર્ગ 5:12આથી લોકો પરાળ ભેગું કરવા માટે આખા મિસરમાં ફરી વળ્યા.
- ઈંટોની સંખ્યા પૂરી ન થવાથી ઇઝરાયલી ઉપરીઓને માર પડ્યોનિર્ગ 5:14
કલમો
નિર્ગ 5:14ફારુનના મુકાદમોએ ઇઝરાયલીઓ પર દેખરેખ માટે જે ઉપરીઓને નિયુક્ત કર્યા હતા તેઓને ખૂબ માર મારીને પૂછવામાં આવતું હતું કે, “જેટલી ઈંટો અત્યાર સુધી તમે પાડતા હતા તેટલાં પ્રમાણમાં અગાઉની માફક કેમ પૂરી કરતા નથી?”
- ‘હવે અમને પરાળ આપવામાં આવતું નથી તેમ છતાં અમને કહેવામાં આવે છે કે પૂરતી ઈંટો પાડો’નિર્ગ 5:16
કલમો
નિર્ગ 5:16હવે અમને પરાળ આપવામાં આવતું નથી તેમ છતાં અમને કહેવામાં આવે છે કે પૂરતી ઈંટો પાડો; જરા જુઓ તો ખરા, અમને કેવો ત્રાસ આપવામાં આવે છે! ખરેખર, વાંક તો તમારા ઉપરીઓનો જ છે.”
- તમારે રોજની ઈંટોની સંખ્યામાં ઘટાડો કરવો નહિનિર્ગ 5:18–19
કલમો
નિર્ગ 5:18–19હવે જાઓ, કામે લાગી જાઓ, તમને પરાળ પૂરું પાડવામાં નહિ આવે; અને ઈંટોની સંખ્યા તો નક્કી કરેલ પ્રમાણે તમારે પૂરી કરવી જ પડશે.” ઇઝરાયલી ઉપરીઓના ધ્યાનમાં આવ્યું કે હવે તેઓની સ્થિતિ કફોડી થવાની છે. કારણ કે તેઓ હવે અગાઉના જેટલી ઈંટો તૈયાર કરાવી શકતા નથી.
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો