અન્વેષણ › વિષયો › દગાખોરો અને વિશ્વાસઘાતીઓ
આશ્ચર્યજનક વિગતો
બાઇબલમાં દગાખોરો અને વિશ્વાસઘાતીઓ
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી ના 26 ફકરા, પંક્તિએ પંક્તિએ.
યહૂદા
- બારમાંનો એક, યહૂદા ઇશ્કારિયોત, ‘જે વિશ્વાસઘાતી હતો’લૂક 6:16
કલમો
લૂક 6:16યાકૂબના દીકરા યહૂદાને, અને યહૂદા ઇશ્કારિયોત જે વિશ્વાસઘાતી હતો તેને.
- પૈસાની થેલી રાખનાર તરીકે તે તેમાંથી લઈ લેતોયોહ 12:6
કલમો
યોહ 12:6હવે આ જે તેણે કહ્યું તેનું કારણ એ નહોતું કે તેને ગરીબોને માટે લાગણી હતી; પણ તે ચોર હતો અને થેલી રાખતો હતો. તેમાં જે નાખવામાં આવતું તે તે ચોરી લેતો હતો તે માટે કહ્યું.
- તેણે મુખ્ય યાજકોને પૂછ્યું કે તેઓ શું આપશે: ચાંદીના ત્રીસ સિક્કામાથ 26:14–15
કલમો
માથ 26:14–15ત્યારે યહૂદા ઇશ્કારિયોત નામે બાર શિષ્યોમાંના એકે મુખ્ય યાજકોની પાસે જઈને કહ્યું કે, “તેને હું તમારે સ્વાધીન કરું તો તમે મને શું આપવા રાજી છો?” તેઓએ તેને ચાંદીના ત્રીસ સિક્કા ચૂકવી આપ્યા.
- ત્યારથી તે ટોળાથી દૂર, લાગ શોધતો રહ્યોમાથ 26:16, માર્ક 14:11, લૂક 22:6
કલમો
માથ 26:16ત્યારથી તે ઈસુને પરસ્વાધીન કરવાની તક શોધતો રહ્યો.
માર્ક 14:11તેઓ તે સાંભળીને ખુશ થયા; અને તેને પૈસા આપવાનું વચન આપ્યું. ત્યારથી તે ઈસુની ધરપકડ કરવાની તક શોધતો રહ્યો.
લૂક 22:6તે સહમત થયો, અને લોકો હાજર ન હોય ત્યારે ઈસુને તેઓના હાથમાં સોંપવાની તક તે શોધતો રહ્યો.
- ભોજન વખતે ઈસુએ કહ્યું: ‘તમારામાંથી એક મને પરસ્વાધીન કરશે’માથ 26:21
કલમો
માથ 26:21તેઓ જમતા હતા ત્યારે તેમણે કહ્યું કે, “હું તમને નિશ્ચે કહું છું કે, તમારામાંથી એક મને પરસ્વાધીન કરશે.”
- યહૂદા: ‘ગુરુજી, શું તે હું છું?’માથ 26:25
કલમો
માથ 26:25ત્યારે તેને પરસ્વાધીન કરનાર યહૂદાએ પૂછ્યું કે, “ગુરુજી, શું તે હું છું?” ઈસુએ તેને કહ્યું કે, “તેં પોતે જ કહ્યું છે.”
- ઈસુએ યહૂદાને બોળેલો કોળિયો આપ્યો, અને યહૂદા રાત્રે બહાર ચાલ્યો ગયોયોહ 13:26, યોહ 13:30
- યહૂદા તે વાડી જાણતો હતો, કેમ કે ઈસુ વારંવાર ત્યાં પોતાના શિષ્યો સાથે મળતાયોહ 18:2
કલમો
યોહ 18:2હવે તેમને પરસ્વાધીન કરનાર યહૂદા પણ તે જગ્યા વિષે જાણતો હતો; કેમ કે ઈસુ પોતાના શિષ્યોની સાથે ઘણી વખત ત્યાં જતા હતા.
- તે ફાનસ, મશાલો અને હથિયારો લઈને સૈનિકો સાથે આવ્યોયોહ 18:3
કલમો
યોહ 18:3ત્યારે યહૂદા સૈનિકોની ટુકડી લઈને અને મુખ્ય યાજકો તથા ફરોશીઓની પાસેથી સિપાઈઓને લઈને ફાનસો, મશાલો તથા હથિયારો સહિત ત્યાં આવ્યો.
- નિશાની: ‘હું જેને ચુંબન કરું તે જ તે છે’માથ 26:48–49, માર્ક 14:44–45
કલમો
માથ 26:48–49હવે તેમને પરાધીન કરનારે તેઓને નિશાની આપી હતી કે, “હું જેને ચુંબન કરું તે જ તે છે; તેને પકડી લેજો.” તરત તેણે ઈસુ પાસે આવીને કહ્યું, ‘ગુરુજી સલામ!’ અને તે તેમને ચૂમ્યો.
માર્ક 14:44–45હવે ઈસુને ધરપકડ કરનારાઓએ તેઓને એવી નિશાની આપી હતી કે, ‘જેને હું ચૂમીશ તે જ તે છે, તેમને પકડજો અને ચોકસાઈથી લઈ જજો.’” ઈસુ આવ્યા કે તરત તેમની પાસે જઈને યહૂદા કહે છે કે, ‘ગુરુજી.’” અને તે તેમને ચૂમ્યો.
- ‘શું તું માણસના દીકરાને ચુંબન કરીને પરાધીન કરે છે?’લૂક 22:47–48
કલમો
લૂક 22:47–48તે હજી બોલતા હતા એટલામાં, જુઓ, ઘણાં લોકો આવ્યા, યહૂદા નામે બાર શિષ્યોમાંનો એક તેઓની આગળ ચાલતો હતો; તે ઈસુને ચુંબન કરવા સારુ તેમની પાસે આવ્યો. પણ ઈસુએ તેને કહ્યું, ‘શું તું માણસના દીકરાને ચુંબન કરીને પરાધીન કરે છે?’”
- પસ્તાવાથી ભરાઈને તેણે ચાંદી પાછી આપી અને ફાંસો ખાધોમાથ 27:3–5
કલમો
માથ 27:3–5જયારે યહૂદાએ, જેણે તેમને પરાધીન કર્યાં હતા તેણે જોયું કે ઈસુને અપરાધી ઠરાવાયા છે, ત્યારે તેને ખેદ થયો, અને તેણે ચાંદીના ત્રીસ સિક્કા મુખ્ય યાજકોની તથા વડીલોની પાસે પાછા લાવીને કહ્યું કે, “નિરપરાધી લોહી પરસ્વાધીન કર્યાથી મેં પાપ કર્યું છે.” ત્યારે તેઓએ કહ્યું કે, “તેમાં અમારે શું? તે તારી ચિંતા છે.” પછી સિક્કાઓ ભક્તિસ્થાનમાં ફેંકી દઈને તે ગયો; અને જઈને ગળે ફાંસો ખાધો.
- એ પૈસાથી કુંભારનું ખેતર ખરીદાયું, જે લોહીનું ખેતર કહેવાયુંમાથ 27:7–8
કલમો
માથ 27:7–8તેઓએ ચર્ચા કરીને પરદેશીઓને દફનાવવા સારું એ રૂપિયાથી કુંભારનું ખેતર વેચાતું લીધું. તે માટે આજ સુધી તે ખેતર ‘લોહીનું ખેતર’ કહેવાય છે.
- પ્રેરિતોનાં કૃત્યોમાં એ ખેતર હકેલ્દમા કહેવાય છેપ્રે.કૃ 1:18–19
કલમો
પ્રે.કૃ 1:18–19હવે એ માણસે પોતાની દુષ્ટતાના બદલામાં મળેલા દ્રવ્યથી એક ખેતર વેચાતું લીધું. અને પછી પ્રથમ તે ઊંધા મોઢે પટકાયો, વચમાંથી ફાટી ગયો અને તેનાં બધાં આંતરડાં નીકળી પડ્યાં. યરુશાલેમના બધા રહેવાસીઓએ તે જાણ્યું, તેથી તે ખેતરનું નામ તેઓની ભાષામાં હકેલ્દમા, એટલે લોહીનું ખેતર, એવું પાડવામાં આવ્યું.
બીજાઓ
- બેથેલના એક માણસે જાસૂસોને અંદર જવાનો રસ્તો બતાવ્યો; તેના કુટુંબને બચાવી લેવાયુંન્યાય 1:23–25
કલમો
ન્યાય 1:23–25તેઓએ બેથેલની જાસૂસી કરવા પુરુષો મોકલ્યા. અગાઉ તે નગરનું નામ લૂઝ હતું. જાસૂસોએ એક માણસને તે નગરમાંથી બહાર આવતો જોયો અને તેઓએ તેને કહ્યું કે, “કૃપા કરીને અમને નગરમાં પ્રવેશવાનો માર્ગ બતાવ અને અમે તારી એ સહાયને યાદ રાખીશું.” તેણે તેઓને નગરનો માર્ગ બતાવ્યો. અને તેઓએ તલવારથી તે નગર પર આક્રમણ કર્યું અને તેનો નાશ કર્યો, પણ પેલા માણસને તથા તેના આખા પરિવારને બચાવ્યાં.
- દરેક પલિસ્તી સરદારે તેના બળના રહસ્ય માટે દલિલાને ચાંદી આપવાનું કહ્યુંન્યાય 16:5
કલમો
ન્યાય 16:5પલિસ્તીઓના શાસકોએ તેની પાસે આવીને તેને કહ્યું, “તું સામસૂનને પટાવીને પૂછીલે કે, તેનું મહા બળ શામાં રહેલું છે? કેવી રીતે અમે તેને બાંધીને તેના પર પ્રબળ થઈએ અને તેને હરાવીએ? જો તું આમ કરીશ તો અમારામાંનો પ્રત્યેક જણ તને ચાંદીના અગિયારસો સિક્કા આપશે.”
- સામસૂને પોતાનું રહસ્ય કહ્યું ત્યારે તેણે તેઓને બોલાવ્યા, અને તેઓ પૈસા લાવ્યાન્યાય 16:18
કલમો
ન્યાય 16:18જયારે દલિલા સમજી કે તેણે પોતાનું દિલ મારી આગળ પૂરેપૂરું ખોલ્યું છે, ત્યારે તેણે પલિસ્તીઓના શાસકોને તેડી મંગાવ્યા અને કહ્યું, “આ એક વાર આવો, કેમ કે તેણે મને સઘળું કહ્યું છે.” ત્યારે પલિસ્તીઓના શાસકો ચાંદીના સિક્કા લઈને તેની પાસે આવ્યા.
- અદોમી દોએગે શાઉલને કહ્યું કે નોબના યાજકે દાઉદને મદદ કરી હતી1 શમુ 22:9–10
કલમો
1 શમુ 22:9–10ત્યારે દોએગ અદોમી, જે શાઉલના ચાકરો પાસે ઊભો હતો, તેણે ઉત્તર આપ્યો, “મેં યિશાઈના દીકરાને નોબમાં અહિટૂબના દીકરા અહીમેલેખ યાજક પાસે આવતો જોયો હતો. તેણે તેને માટે ઈશ્વરને સલાહ પૂછી, તેને ખાધસામગ્રી આપી તથા ગોલ્યાથ પલિસ્તીની તલવાર આપી કે તે તેને મદદ કરે.”
- દાઉદને જાણ થાય છે કે કઈલાના નગરજનો તેને શાઉલના હાથમાં સોંપી દેશે1 શમુ 23:12
કલમો
1 શમુ 23:12ત્યાર પછી દાઉદે કહ્યું, “શું કઈલાના માણસો મને તથા મારા માણસોને શાઉલના હાથમાં સોંપી દેશે?” ઈશ્વરે કહ્યું, “તેઓ તને સોંપી દેશે.”
- દાઉદનો સલાહકાર અહિથોફેલ આબ્શાલોમના કાવતરામાં ભળ્યો2 શમુ 15:12, 2 શમુ 15:31
કલમો
2 શમુ 15:12જયારે આબ્શાલોમ યજ્ઞ કરતો હતો, ત્યારે તેણે અહિથોફેલ ગીલોનીને તેના નગર ગીલોહમાં મોકલ્યો. તે દાઉદનો સલાહકાર હતો. આબ્શાલોમનું ષડ્યંત્ર આયોજનબધ્ધ હતું, કેમ કે આબ્શાલોમના પક્ષમાં લોકો સતત વધતા જતા હતા.
2 શમુ 15:31કોઈએકે દાઉદને કહ્યું કે, “અહિથોફેલ આબ્શાલોમની સાથેના કાવતરાખોરોની સાથે છે. તેથી દાઉદે પ્રાર્થના કરી કે, ‘હે ઈશ્વર, કૃપા કરી, અહિથોફેલની સલાહને મૂર્ખતામાં બદલી નાખજે.”
- પોતાની સલાહ પ્રમાણે ન કરાયું ત્યારે અહિથોફેલ ઘરે ગયો અને ફાંસો ખાધો2 શમુ 17:23
કલમો
2 શમુ 17:23જયારે અહિથોફેલે જોયું કે તેની સલાહ અનુસાર કરવામાં આવ્યું નથી ત્યારે તે ત્યાંથી પોતાના ગધેડાને લઈને ચાલ્યો ગયો. તેના નગરમાં તે પોતાના ઘરે ગયો પોતાના ઘરનાને માટે વ્યવસ્થા કરીને આત્મહત્યા કરીને મરણ પામ્યો આ પ્રમાણે તે મૃત્યુ પામ્યો અને તેને તેના પિતાની કબરમાં દફનાવવામાં આવ્યો.
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો