Bible Explorer એપ મેળવો

અન્વેષણ › વિષયો › વાળ અને દાઢી

આશ્ચર્યજનક વિગતો

બાઇબલમાં વાળ અને દાઢી

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી ના 36 ફકરા, પંક્તિએ પંક્તિએ.

  • તમારા માથાના બધા વાળ પણ ગણેલા છેમાથ 10:30, લૂક 12:7
    કલમો
    માથ 10:30તમારા માથાના બધા વાળ પણ ગણેલા છે.
    લૂક 12:7તમારા માથાના બધા જ વાળ ગણેલા છે. બીશો નહિ. ઘણી ચકલીઓ કરતાં તમે મૂલ્યવાન છો.
  • તમે એક પણ વાળ સફેદ કે કાળો કરી શકતા નથીમાથ 5:36
    કલમો
    માથ 5:36તમે તમારા માથાના પણ સમ ન ખાઓ, કેમ કે તમે એક વાળને પણ સફેદ અથવા કાળો કરી શકતા નથી.
  • પાઉલ: લાંબા વાળ પુરુષ માટે શરમરૂપ, સ્ત્રી માટે ગૌરવરૂપ છે1 કરિં 11:14–15
    કલમો
    1 કરિં 11:14–15અથવા શું પ્રકૃતિ પોતે તમને શીખવતી નથી, કે જો પુરુષને લાંબા વાળ હોય તો તે તેને અપમાનરૂપ છે? પણ જો સ્ત્રીને લાંબા વાળ હોય તો તે તેની શોભા છે, કેમ કે તેના વાળ આચ્છાદનને માટે તેને આપવામાં આવે છે.
  • ગૂંથેલા વાળમાંથી સુંદરતા આવવી ન જોઈએ1 તિમ 2:9, 1 પિત 3:3
    કલમો
    1 તિમ 2:9તે જ પ્રમાણે સ્ત્રીઓ પણ મર્યાદા તથા સંયમ રાખીને શોભતાં વસ્ત્રોથી પોતાને શણગારે; ગૂંથેલા વાળથી તથા સોના કે મોતીના અલંકારથી કે ખર્ચાળ વસ્ત્રોથી નહિ,
    1 પિત 3:3તમારો શણગાર બાહ્ય, એટલે ગૂંથેલા વાળનો, સોનાનાં ઘરેણાંનો અથવા સારાં વસ્ત્ર પહેરવાનો ન હોય;

નિયમશાસ્ત્રમાં

  • માથાની બાજુના વાળ ન કાપો કે દાઢીની કિનારી ન કાતરોલેવી 19:27
    કલમો
    લેવી 19:27તમારા માથાની બાજુના વાળ મૂર્તિપૂજકોની જેમ કાપો નહિ કે તમારી દાઢીના ખૂણા કાપવા નહિ.
  • યાજકોએ માથે ટાલ પાડવી નહિ કે દાઢીની કિનારી મૂંડાવવી નહિલેવી 21:5
    કલમો
    લેવી 21:5યાજકોએ શોક કરવા માટે પોતાના માથાના વાળ મૂંડાવવા નહિ, તેમ જ દાઢીની કિનાર પણ મૂંડાવવી નહિ અને પોતાના શરીર પર કોઈ ઘા પણ કરવો નહિ.
  • મૃતકને માટે કપાળ મૂંડાવવું નહિપુન 14:1
    કલમો
    પુન 14:1તમે યહોવાહ તમારા ઈશ્વરનાં સંતાન છો. મૃત્યુ પામેલાંને લીધે તમારે તમારા શરીર પર ઘા ન કરવા, કે ચહેરા પર મૂંડન ન કરવું.
  • જેના વાળ ખરી જાય તે માણસ શુદ્ધ જ છેલેવી 13:40–41
    કલમો
    લેવી 13:40–41જો કોઈ વ્યક્તિના માથાના વાળ ખરી પડ્યા હોય અને માથાના પાછળના ભાગમાં તેને ટાલ પડી હોય તો પણ તે શુદ્ધ છે. અને જો માથાના આગળના ભાગમાંથી વાળ ખરી ગયા હોય, તો આગળના ભાગમાં માથા પર ટાલ પડે છતાં તે શુદ્ધ છે તેને કુષ્ટરોગ નથી એમ કહેવાય.
  • નાઝીરી પોતાના વાળ વધવા દેતો અને માનતા પૂરી થાય ત્યારે તે બાળી દેતોગણ 6:5, ગણ 6:18
    કલમો
    ગણ 6:5વળી એ સમય દરમ્યાન તેના માથા પર અસ્ત્રો ન ફરે. અને જ્યાં સુધી વ્રત પૂર્ણ ન થાય ત્યાં સુધી તેણે યહોવાહની સેવામાં વૈરાગ લીધો હોય તે પૂરો થયા સુધી તે શુદ્ધ રહે, તેણે પોતાના માથાનાં વાળ વધારવા.
    ગણ 6:18અને નાઝીરીએ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ વાળ કપાવી નાખવા અને પોતાના વૈરાગી માથાનાં વાળ લઈને શાંત્યર્પણની નીચેના અગ્નિમાં મૂકી દેવા.

ઉદાહરણો

  • ફારુન પાસે જતાં પહેલાં યૂસફે હજામત કરીઉત્પ 41:14
    કલમો
    ઉત્પ 41:14ફારુને માણસો મોકલીને યૂસફને બોલાવી મંગાવ્યો. તેઓ તેને અંધારી કોટડીમાંથી ઉતાવળે બહાર લાવ્યા. તેની હજામત કરાવી. તેને નવાં વસ્ત્રો પહેરાવ્યાં અને ફારુનની સમક્ષ હાજર કર્યો.
  • સામસૂનના માથા પર અસ્ત્રો ફરવો ન જોઈએન્યાય 13:5, ન્યાય 16:17
    કલમો
    ન્યાય 13:5જો, તું સગર્ભા થશે. અને પુત્રને જન્મ આપશે. તું તેના માથા પર કદી અસ્ત્રો ફેરવીશ નહિ, કેમ કે તે છોકરો ગર્ભસ્થાનથી જ ઈશ્વરને માટે નાઝીરી થશે. અને તે પલિસ્તીઓના હાથમાંથી ઇઝરાયલને છોડાવશે.
    ન્યાય 16:17ત્યારે સામસૂને તેને સાચે સાચું કહી જણાવ્યું કે “મારા માથા પર કદી અસ્ત્રો ફર્યો નથી અને મારા વાળ કદી કપાયા નથી, કેમ કે મારી માના ગર્ભસ્થાનથી જ હું ઈશ્વરને સારુ નાઝીરી છું. જો હું મારા માથાના વાળ કપાવું તો મારું બળ મારામાંથી જતું રહેશે અને હું નિર્બળ થઈને બીજા માણસના જેવો થઈ જઈશ.”
  • દલિલાએ તેનું માથું મૂંડાવી નાખ્યું; પછી તેના વાળ ફરી ઊગવા લાગ્યાન્યાય 16:19, ન્યાય 16:22
    કલમો
    ન્યાય 16:19તેણે સામસૂનને પોતાના ખોળામાં સુવાડ્યો. અને સુવડાવી દીધો. એક માણસને બોલાવીને તેના માથાની સાત લટો કાપી નાખી, પછી દલિલા સામસૂનને હેરાન કરવા લાગી, કારણ કે તેનામાંથી તેનું બળ જતું રહ્યું હતું.
    ન્યાય 16:22તોપણ વાળ કપાઈ ગયા પછી તેના માથાના વાળ પાછા વધવા લાગ્યા.
  • ગાંડપણનો ઢોંગ કરીને દાઉદે પોતાની દાઢી પર લાળ વહેવા દીધી1 શમુ 21:13
    કલમો
    1 શમુ 21:13તેથી તેણે તેઓની આગળ પોતાની વર્તણૂક બદલી અને તેઓના હાથમાં હતો ત્યારે તેણે ગાંડા હોવાનો ઢોંગ કર્યો; તેણે દરવાજાનાં બારણા ઉપર લીટા પાડયા અને પોતાનું થૂંક દાઢી ઉપર પડવા દીધું.
  • હાનૂને દાઉદના સંદેશવાહકોની અડધી દાઢી મૂંડાવી નાખી2 શમુ 10:4
    કલમો
    2 શમુ 10:4તેથી હાનૂને દાઉદના દાસોની અડધી દાઢીઓ મૂંડાવી નાખી. તેઓનાં કમર નીચે સુધીના વસ્ત્રો કાપી નાખીને તેઓને દૂર મોકલી દીધા.
  • દાઉદ: તમારી દાઢી પાછી ઊગે ત્યાં સુધી યરીખોમાં રહો2 શમુ 10:5
    કલમો
    2 શમુ 10:5આ બાબત તેઓએ દાઉદને જણાવી, ત્યારે તેણે તેઓને મળવા માટે માણસ મોકલ્યા, કેમ કે તે માણસો ઘણાં શરમાતા હતા. એટલે રાજાએ કહ્યું કે, તમારી દાઢી પાછી વધે ત્યાં સુધી તમે યરીખોમાં રહો અને પછીથી પાછા આવજો.
  • આબ્શાલોમના વાર્ષિક કાપેલા વાળનું વજન બસો શેકેલ થતું2 શમુ 14:26
    કલમો
    2 શમુ 14:26તેના માથાના વાળ વધવાથી તે દર વર્ષને અંતે માથાના વાળ કપાવતો, ત્યારે તે પોતાના માથાના વાળનું વજન કરાવતો હતો. તેનું વજન રાજાના તોલ પ્રમાણે બસો શેકેલ થતું.
  • દાઉદ દૂર હતો ત્યાં સુધી મફીબોશેથે પોતાની મૂછ કાતરી નહિ2 શમુ 19:24
    કલમો
    2 શમુ 19:24પછી શાઉલનો દીકરો મફીબોશેથ રાજાને મળવા નીચે આવ્યો. રાજા યરુશાલેમ છોડીને ગયો હતો તે દિવસથી, તે શાંતિએ પાછો ઘરે આવ્યો ત્યાં સુધી તેણે એટલે કે મફીબોશેથે તેના પગ ધોયા ન હતા, દાઢી કરી ન હતી કે પોતાના વસ્ત્રો પણ ધોયાં ન હતાં.
  • યોઆબે જાણે ચુંબન કરવાનો હોય તેમ અમાસાની દાઢી પકડી2 શમુ 20:9
    કલમો
    2 શમુ 20:9તેથી યોઆબે અમાસાને કહ્યું, “મારા ભાઈ, શું તું ઠીક તો છે ને?” યોઆબે અમાસાને ચુંબન કરવા માટે તેનો જમણો હાથ લંબાવી તેની દાઢી પકડી.
  • એલિયા રુવાંટીવાળો માણસ હતો અને ચામડાનો કમરપટ્ટો પહેરતો2 રાજા 1:8
    કલમો
    2 રાજા 1:8તેઓએ કહ્યું, “તે માણસનાં શરીરે વાળ હતા અને તેની કમરે ચામડાનો પટ્ટો બાંધેલો હતો.” રાજાએ કહ્યું, “તે તો નિશ્ચે તિશ્બી એલિયા છે.”
  • છોકરાઓએ એલિશાની મશ્કરી કરી: ‘હે, ટાલવાળા આગળ જા!’2 રાજા 2:23
    કલમો
    2 રાજા 2:23પછી એલિશા ત્યાંથી બેથેલ જવા નીકળ્યો. અને તે રસ્તે ચાલતો હતો તેવામાં નાનાં બાળકો નગરમાંથી બહાર આવીને તેની મશ્કરી કરીને કહેવા લાગ્યા, “હે, ટાલવાળા આગળ જા! ટાલવાળા આગળ જા!”
  • હારુનની દાઢી અને તેના પરથી ઊતરતું ઉત્તમ તેલગી.શા 133:2
    કલમો
    ગી.શા 133:2તે માથે ચોળેલા, દાઢી સુધી, હા, હારુનની દાઢી સુધી, તેના વસ્ત્રની કોર સુધી, ઊતરેલા મૂલ્યવાન તેલનાં જેવું છે.
  • અયૂબે શોકમાં પોતાનું માથું મૂંડાવ્યુંઅયૂ 1:20
    કલમો
    અયૂ 1:20પછી અયૂબે ઊભા થઈને, પોતાનો જામો ફાડી નાખ્યો, પોતાનું માથું મૂંડાવીને જમીન પર પડીને ઈશ્વરની સ્તુતિ કરી.
  • ભયભીત થઈને એઝરાએ પોતાના માથાના અને દાઢીના વાળ ખેંચી કાઢ્યાએઝ 9:3
    કલમો
    એઝ 9:3જ્યારે આ મારા સાંભળવામાં આવ્યું ત્યારે મેં મારાં વસ્ત્ર ફાડ્યાં, મારા માથાના તથા દાઢીના વાળ ખેંચી કાઢ્યાં. પછી હું અતિશય સ્તબ્ધ થઈ બેસી પડ્યો.
  • દાઢી મૂંડાવેલા એંસી શોક કરનારા યહોવાહના ઘરે આવ્યાયર્મિ 41:5
    કલમો
    યર્મિ 41:5શખેમમાંથી, શીલોમાંથી તથા સમરુનમાંથી મૂંડાવેલી દાઢીવાળા, ફાટેલાં વસ્ત્રોવાળા અને પોતાના શરીરો પર પોતાને હાથે ઘા કરેલા એવા એંસી માણસો પોતાના હાથમાં ખાદ્યાર્પણ તથા લોબાન લઈને યહોવાહના ઘરમાં આવ્યા હતા.
  • નબૂખાદનેસ્સારના વાળ ગરુડનાં પીંછાં જેવા વધ્યાદાનિ 4:33
    કલમો
    દાનિ 4:33તે જ સમયે આ વચન નબૂખાદનેસ્સારના બાબતમાં ફળીભૂત થયું. તેને લોકોમાંથી હાંકી કાઢવામાં આવ્યો. તેણે બળદની જેમ ઘાસ ખાધું, તેનું શરીર આકાશના ઝાકળથી પલળી ગયું. તેના વાળ ગરુડના પીંછા જેવા લાંબા થઈ ગયા, તેના નખ પક્ષીઓના પંજા જેવા થઈ ગયા.
  • એક સ્ત્રીએ પોતાના વાળથી ઈસુના પગ લૂછ્યાલૂક 7:38, યોહ 12:3
    કલમો
    લૂક 7:38તેમના પગ પાસે રડતી રડતી પાછળ ઊભી રહી, તથા પોતાનાં આંસુઓથી તેમના પગ પલાળવા તથા પોતાના માથાના વાળથી લૂછવા લાગી, તેણે તેમના પગને ચૂમ્યાં, તેમને અત્તર લગાવ્યું.
    યોહ 12:3તે વેળા મરિયમે અતિ મૂલ્યવાન શુદ્ધ જટામાંસીનું અડધો કિલો અત્તર લઈને ઈસુને પગે લગાવ્યું અને તેના વાળથી તેમના પગ લૂછ્યા; અત્તરની સુગંધ આખા ઘરમાં પ્રસરી ગઈ.
  • માનતાને લીધે પાઉલે કેંખ્રિયામાં માથું મૂંડાવ્યુંપ્રે.કૃ 18:18
    કલમો
    પ્રે.કૃ 18:18ત્યાર પછી ઘણા દિવસ ત્યાં રહ્યા બાદ પાઉલે ભાઈઓથી વિદાય લીધી, અને પ્રિસ્કીલા તથા આકુલાની સાથે વહાણમાં બેસીને સિરિયા જવા ઊપડ્યો; (તે પહેલાં) તેણે કેંખ્રિયામાં પોતાના વાળ ઉતારી નાખ્યાં, કેમ કે પાઉલે શપથ લીધી હતી.

શોકમાં

  • શોકની નિશાની તરીકે મૂંડાવેલાં માથાં અને કાતરેલી દાઢીયશા 15:2, યર્મિ 48:37, મીખ 1:16
    કલમો
    યશા 15:2તેઓ દીબોનના લોકો, ઉચ્ચસ્થાનો પર રડવાને ચઢી ગયા છે; નબો અને મેદબા પર મોઆબ વિલાપ કરે છે. તેઓ સર્વનાં માથાં બોડાવેલાં અને દાઢી મૂંડેલી છે.
    યર્મિ 48:37હા, દરેક માણસનું માથું બોડાયું છે અને બધા માણસની દાઢી મૂંડવામાં આવી છે. તેઓના હાથે ઘા થયેલો છે. અને દરેકની કમરે ટાટ વીંટળાયેલું છે.
    મીખ 1:16તારાં પ્રિય સંતાનોને લીધે, તારા માથાના વાળ કપાવ, અને તારું માથું મૂંડાવ. અને ગરુડની જેમ તારી ટાલ વધાર, કારણ કે તેઓ તારી પાસેથી ગુલામગીરીમાં ગયા છે.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો