Bible Explorer એપ મેળવો

અન્વેષણ › વિષયો › જાસૂસો અને ભાળ કાઢનારા

આશ્ચર્યજનક વિગતો

બાઇબલમાં જાસૂસો અને ભાળ કાઢનારા

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી ના 34 ફકરા, પંક્તિએ પંક્તિએ.

  • યૂસફ પોતાના ભાઈઓ પર આરોપ મૂકે છે: ‘તમે જાસૂસ છે’ઉત્પ 42:9, ઉત્પ 42:14
    કલમો
    ઉત્પ 42:9યૂસફને તેઓ વિષે જે સ્વપ્ન આવ્યાં હતાં તે યાદ આવ્યાં. તેણે તેઓને કહ્યું, “તમે જાસૂસ છે. અનાજને બહાને જાસૂસી કરવા આવ્યા છો.”
    ઉત્પ 42:14યૂસફે તેઓને કહ્યું, “જેમ મેં તમને કહ્યું કે તમે જાસૂસ છો, એ વાત ખરી છે.
  • ભાઈઓ જવાબ આપે છે: ‘અમે પ્રમાણિક પુરુષો છીએ. જાસૂસો નથી’ઉત્પ 42:11
    કલમો
    ઉત્પ 42:11અમે સર્વ એક માણસના દીકરાઓ છીએ. અમે પ્રમાણિક પુરુષો છીએ. જાસૂસો નથી.”

બાર જાસૂસો

  • કનાનની જાસૂસી કરવા મૂસા દરેક કુળમાંથી એક આગેવાનને મોકલે છેગણ 13:2, પુન 1:23
    કલમો
    ગણ 13:2“કનાન દેશ, જે હું ઇઝરાયલી લોકોને આપવાનો છું તેની જાસૂસી કરવા માટે તું થોડા માણસોને મોકલ. તેઓના પિતાના સર્વ કુળમાંથી એક એક પુરુષને મોકલ. તે દરેક તેઓ મધ્યે આગેવાન હોય.”
    પુન 1:23અને એ સૂચના મને સારી લાગી; તેથી મેં દરેક કુળમાંથી એકેક માણસ એટલે તમારામાંથી બાર માણસો પસંદ કર્યા.
  • તેઓને આજ્ઞા: લોકો બળવાન છે કે નબળા, થોડા છે કે ઘણા, તે જુઓગણ 13:17–18
    કલમો
    ગણ 13:17–18મૂસાએ તેઓને કનાન દેશની જાસૂસી કરવા મોકલ્યા અને તેઓને કહ્યું કે, “તમે નેગેબની દક્ષિણમાં થઈને ઉચ્ચ પ્રદેશમાં જાઓ. તે દેશ કેવો છે તે જુઓ ત્યાં રહેનારા લોક બળવાન છે કે અબળ, થોડા છે કે ઘણાં?
  • તેઓ સીનના અરણ્યથી રહોબ સુધી ગયાગણ 13:21
    કલમો
    ગણ 13:21તેથી તેઓ ઊંચાણમાં ગયા અને જઈને સીનના અરણ્યથી રહોબ સુધી એટલે હમાથની ઘાટી સુધી દેશની જાસૂસી કરી.
  • એશ્કોલમાં બે માણસોએ દ્રાક્ષની એક જ લૂમ દાંડા પર ઊંચકીગણ 13:23
    કલમો
    ગણ 13:23જ્યારે તેઓ એશ્કોલના નીચાણમાં પહોચ્યા. ત્યાં તેઓએ દ્રાક્ષવેલાની ઝૂમખા કાપી લીધી. બે માણસોની વચ્ચમાં દાંડા ઉપર લટકાવીને તેને ઊંચકી લીધી. પછી કેટલાંક દાડમ અને અંજીર પણ તેઓ લાવ્યા.
  • ચાળીસ દિવસ પછી તેઓ પાછા આવ્યાગણ 13:25
    કલમો
    ગણ 13:25તે દેશની જાસૂસી કરીને તે લોકો ચાળીસ દિવસ પછી પાછા આવ્યા.
  • તેઓનો અહેવાલ: દૂધ અને મધથી ભરપૂર દેશ, પણ કિલ્લાવાળાં નગરોગણ 13:27–28
    કલમો
    ગણ 13:27–28તેઓએ મૂસાને કહ્યું, “તેં અમને જે દેશમાં મોકલ્યા ત્યાં અમે ગયા, તે ખરેખર દૂધ તથા મધથી રેલછેલવાળો દેશ છે. અને આ તેનું ફળ છે. તોપણ તે દેશનાં લોકો શક્તિશાળી છે તેઓનાં નગરો વિશાળ અને કિલ્લેબંધીવાળા છે. વળી અમે ત્યાં અનાકપુત્રોને પણ જોયા.
  • કાલેબ: ‘આપણે તેને જીતી શકવા માટે સમર્થ છીએ’ બીજાઓ સંમત ન થયાગણ 13:30–31
    કલમો
    ગણ 13:30–31પછી કાલેબે મૂસાની પાસે ઊભા રહેલા લોકોને શાંત પાડ્યા અને કહ્યું, ચાલો, આપણે હુમલો કરી તે દેશનો કબજો લઈએ, કેમ કે આપણે તેને જીતી શકવા માટે સમર્થ છીએ.” પણ જે માણસો તેઓની સાથે ગયા હતા તેઓએ કહ્યું કે, “આપણે એ લોકો ઉપર હુમલો કરી શકતા નથી. કેમ કે તેઓ આપણા કરતાં વધુ બળવાન છે.”
  • ‘તેઓની સામે અમે પોતાની દૃષ્ટિમાં તીડોના જેવા હતા’ગણ 13:33
    કલમો
    ગણ 13:33ત્યાં અમે મહાકાય એટલે અનાકના વંશજોને પણ જોયા, તેઓની સામે અમે પોતાની દૃષ્ટિમાં તીડોના જેવા હતા. અને તેઓની નજરમાં અમે પણ એવા જ હતા.”
  • જાસૂસીના ચાળીસ દિવસ અરણ્યમાં ચાળીસ વર્ષ બન્યા, દરેક દિવસ માટે એક વર્ષગણ 14:34
    કલમો
    ગણ 14:34જેટલા દિવસમાં તમે તે દેશની જાસૂસી કરી એટલે ચાળીસ દિવસ તેઓની સંખ્યા મુજબ એક એક દિવસને બદલે એક એક વર્ષ લેખે એટલે ચાળીસ વર્ષ સુધી તમે તમારાં વ્યભિચારનું ફળ ભોગવશો.
  • જાસૂસોમાંથી માત્ર યહોશુઆ અને કાલેબ જીવતા રહ્યાગણ 14:36–38
    કલમો
    ગણ 14:36–38અને જે માણસોને મૂસાએ દેશની જાસૂસી કરવા માટે મોકલ્યા હતા. તેમાંના જેઓ પાછા આવ્યા અને દેશ વિષે ખરાબ સંદેશો લાવીને આખી પ્રજાની પાસે તેની વિરુદ્ધ કચકચ કરાવી. જે લોકો દેશ વિષે ખરાબ સંદેશો લાવ્યા તેઓ યહોવાહની આગળ મરકીથી માર્યા ગયા. પણ જેઓ દેશની જાસૂસી કરવા ગયા હતા તેઓમાંનો નૂનનો દીકરો યહોશુઆ તથા યફૂન્નેનો દીકરો કાલેબ જીવતા રહ્યા.

યરીખો અને રાહાબ

  • યહોશુઆ ગુપ્ત રીતે શિટ્ટીમથી બે જાસૂસો મોકલે છે; તેઓ રાહાબને ત્યાં રહે છેયહો 2:1
    કલમો
    યહો 2:1પછી નૂનના પુત્ર યહોશુઆએ શિટ્ટીમની છાવણીમાંથી બે માણસોને જાસૂસો તરીકે છૂપી રીતે મોકલ્યા. તેણે કહ્યું, “જાઓ, દેશની તથા યરીખોની માહિતી મેળવો.” તેઓ ત્યાંથી ગયા અને એક ગણિકા કે જેનું નામ રાહાબ હતું તેના ઘરે આવ્યા અને ત્યાં રહ્યા.
  • રાહાબ તેઓને પોતાના ધાબા પર શણની સાંઠીઓ નીચે સંતાડે છેયહો 2:4–6
    કલમો
    યહો 2:4–6પણ તે સ્ત્રીએ તે બે માણસને સંતાડ્યા. અને રાજાને કહ્યું, “હા, એ માણસો મારી પાસે આવ્યા હતા ખરા પણ તેઓ ક્યાંના હતા તે હું જાણતી નથી. જયારે સાંજ થઈ ત્યારે નગરનો દરવાજો બંધ કરવાના સમયે તેઓ અહીંથી ગયા. હું જાણતી નથી કે તે માણસો ક્યાં ગયા. જો તમે તેઓની પાછળ ઉતાવળે જશો તો તેઓને પકડી પાડશો.” પણ તેણે તો તેમને અગાશી પર લાવીને ત્યાં મૂકેલી શણની સરાંઠીઓમાં છુપાવ્યા હતા.
  • તે નગરના કોટમાં આવેલા પોતાના ઘરમાંથી દોરડા વડે તેઓને નીચે ઉતારે છેયહો 2:15
    કલમો
    યહો 2:15ત્યારે તેણે દોરડાનો ઉપયોગ કરીને તેઓને બારીમાંથી નીચે ઉતાર્યા; કારણ કે તે જે ઘરમાં રહેતી હતી તે નગરકોટની ઉપર બંધાયેલું હતું.
  • નક્કી કરેલી નિશાની: બારીએ બાંધેલી કિરમજી દોરીયહો 2:18
    કલમો
    યહો 2:18જયારે અમે આ દેશની અંદર આવીએ ત્યારે જે બારીમાંથી તેં અમને નીચે ઉતાર્યા, ત્યાં તું આ લાલ રંગની દોરી બાંધજે, તારા પિતાને, માતાને, ભાઈઓને તથા તારા ઘરનાં સર્વને તારા ઘરમાં ભેગાં કરી રાખજે.
  • તેઓ ત્રણ દિવસ પહાડી પ્રદેશમાં સંતાઈ રહે છે, પછી યહોશુઆને અહેવાલ આપે છેયહો 2:16, યહો 2:22–23
    કલમો
    યહો 2:16અને તેણે તેઓને કહ્યું, “તમે જઈને પર્વતમાં સંતાઈ રહો, નહિ તો પીછો કરનારાઓ તમને પકડી લેશે. તેઓ પાછા વળે ત્યાં સુધી ત્રણ દિવસ સંતાઈ રહેજો. પછી તમારા રસ્તે આગળ જજો.”
    યહો 2:22–23તેઓ પર્વત પર પહોંચ્યા અને તેઓની પાછળ પડનારાઓ પાછા વળ્યા એ દરમિયાન ત્રણ દિવસો સુધી ત્યાં જ રહ્યા. પીછો કરનારાઓએ આખા રસ્તે તેઓને શોધ્યા કર્યા પણ તેઓ મળ્યા નહિ. અને તે બે માણસો પર્વત પરથી પાછા ઊતર્યા અને નદી ઓળંગીને નૂનના દીકરા યહોશુઆ પાસે પાછા આવ્યા, તેઓને જે અનુભવ થયા હતા તે બધી માહિતી તેને કહી સંભળાવી.
  • બે જાસૂસો રાહાબ અને તેના આખા કુટુંબને બહાર લાવે છેયહો 6:22–23
    કલમો
    યહો 6:22–23જે બે માણસોએ દેશની જાસૂસી કરી હતી તેઓને યહોશુઆએ કહ્યું કે, “ગણિકાના ઘરમાં જાઓ. તેની સાથે તમે સમ ખાધા હતા તે પ્રમાણે તેને અને તેના સર્વને ત્યાંથી બહાર લાવો. તેથી જુવાન ઘરમાં ગયા અને રાહાબને બહાર લઈ આવ્યા. તેઓ તેના પિતાને, તેની માને, તેના ભાઈઓને અને તેના સર્વસ્વને બહાર લાવ્યા. વળી તેનાં સઘળાં સગાંને પણ તેઓ બહાર લાવ્યા. તેઓ તેમને ઇઝરાયલની છાવણી બહારની જગ્યામાં લઈ આવ્યા.
  • જાસૂસોનો આવકાર કરવા બદલ હિબ્રૂઓને પત્ર અને યાકૂબ રાહાબને યાદ કરે છેહિબ 11:31, યાકૂ 2:25
    કલમો
    હિબ 11:31વિશ્વાસથી રાહાબ ગણિકાએ જાસૂસોનો ખુશીથી સત્કાર કર્યો તેથી યરીખોના અનાજ્ઞાંકિતોની સાથે તેનો નાશ થયો નહિ.
    યાકૂ 2:25તે જ પ્રમાણે જયારે રાહાબ ગણિકાએ જાસૂસોનો સત્કાર કર્યો અને તેઓને બીજે રસ્તે બહાર મોકલ્યા, ત્યારે તેને પણ શું કૃત્યોથી ન્યાયી ઠરાવવાંમાં આવી નહિ?

બીજા જાસૂસો

  • જાસૂસો યાઝેર ગયા પછી ઇઝરાયલે તેનાં ગામો કબજે કર્યાંગણ 21:32
    કલમો
    ગણ 21:32મૂસાએ યાઝેર પર જાસૂસી કરવા માટે માણસો મોકલ્યા. તેઓએ તેમનાં ગામો લઈ લીધાં અને ત્યાં જે અમોરીઓ હતા તેઓને હાંકી કાઢ્યા.
  • આય મોકલેલા જાસૂસોનો અહેવાલ: બે કે ત્રણ હજાર માણસો પૂરતા છેયહો 7:2–3
    કલમો
    યહો 7:2–3બેથ-આવેન પાસે, બેથેલની પૂર્વ તરફ આય નગર છે, ત્યાં યહોશુઆએ યરીખોથી માણસોને મોકલ્યા અને તેણે તેઓને કહ્યું કે, “તમે જઈને તે દેશની જાસૂસી કરો.” તેથી માણસોએ જઈને આયની જાસૂસી કરી. તેઓ યહોશુઆ પાસે પાછા આવ્યા અને તેઓએ તેને કહ્યું કે, “સર્વ લોકોને આયમાં મોકલવા નહિ. માત્ર બે કે ત્રણ હજાર પુરુષોને મોકલ કે તેઓ જઈને આય પર હુમલો કરે. બધા લોકોને લડાઈમાં જવાની તકલીફ આપીશ નહિ. કારણ કે તેઓ સંખ્યામાં બહુ ઓછા છે.”
  • પાંચ દાનીઓ લાઈશની જાસૂસી કરે છે: કોઈ સાથીઓ વગરના શાંત લોકોન્યાય 18:2, ન્યાય 18:7
    કલમો
    ન્યાય 18:2દાનના લોકોએ પોતાના આખા કુળમાંથી પાંચ માણસો મોકલ્યા, તેઓ લડવૈયા અને સોરાહથી એશ્તાઓલના યુદ્ધમાં અનુભવી હતા, તેઓને દેશની જાસૂસી કરવા તથા તપાસ કરવા માટે મોકલ્યા. તેઓએ તેમને કહ્યું, “જઈને દેશની તપાસ કરો” તેઓ એફ્રાઇમના પહાડી દેશમાં આવ્યા, મિખાને ઘરે આવીને ત્યાં તેઓ રાત્રી મુકામ કર્યો.
    ન્યાય 18:7પછી એ પાંચ માણસો લાઈશ આવ્યા અને તેઓએ લોકોને જોયા કે જ્યાં તેઓ સલામતીમાં રહેતા હતા-એ જ રીતે સિદોનીઓ મૂંઝવણ ન અનુભવવાને બદલે સુરક્ષિત રહેતા હતા. તે દેશમાં એવો કોઈ ન હતો કે, તેઓને જીતી શકે અથવા તેઓને કોઈપણ રીતે તકલીફ આપે. તેઓ સિદોનીઓથી ઘણાં દૂર રહેતા હતા અને કોઈની સાથે વ્યવહાર રાખતા ન હતા.
  • શાઉલ આવ્યો છે એની ખાતરી કરવા દાઉદ જાસૂસો મોકલે છે1 શમુ 26:4
    કલમો
    1 શમુ 26:4માટે દાઉદે જાસૂસો મોકલીને જાણી લીધું કે શાઉલ નિશ્ચે આવ્યો છે.
  • આમ્મોની સરદારોને શંકા છે કે દાઉદના દિલાસો આપનારા જાસૂસો છે2 શમુ 10:3
    કલમો
    2 શમુ 10:3પણ આમ્મોનીઓના આગેવાનોએ પોતાના રાજા હાનૂનને કહ્યું કે, “દાઉદે તારી પાસે તને દિલાસો આપવાને માણસો મોકલ્યા છે તેથી તું એવું માને છે કે દાઉદ તારા પિતાનો આદર કરે છે? શું દાઉદે પોતાના દાસોને નગર જોવાને તથા તેની જાસૂસી કરવાને તથા તેનો વિનાશ કરવાને માટે તારી પાસે મોકલ્યા નહિ હોય?”
  • આબ્શાલોમ કુળોમાં જાસૂસો મોકલે છે: રણશિંગડું સાંભળો ત્યારે કહેજો, ‘આબ્શાલોમ હેબ્રોનનો રાજા છે’2 શમુ 15:10
    કલમો
    2 શમુ 15:10પણ પછી આબ્શાલોમે ઇઝરાયલનાં સઘળાં કુળોમાં જાસૂસો મોકલીને કહાવ્યું કે, “જો તમે રણશિંગડાંનો અવાજ સાંભળો, કે તરત જ તમારે કહેવું કે, ‘આબ્શાલોમ હેબ્રોનનો રાજા છે.’”
  • યાજકોના દીકરાઓ અહિમાઆસ અને યોનાથાને દાઉદ પાસે સમાચાર પહોંચાડવાના છે2 શમુ 15:35–36
    કલમો
    2 શમુ 15:35–36વળી શું સાદોક તથા અબ્યાથાર યાજકો તારી સાથે ત્યાં નથી? તેથી જે વાતો રાજાના મહેલમાં તું સાંભળે તે તું સાદોક તથા અબ્યાથાર યાજકોને કહેજે. ત્યાં તેઓના બે દીકરા, એટલે સાદોકનો દીકરો અહિમાઆસ તથા અબ્યાથારનો દીકરો યોનાથાન, તેઓની સાથે છે. તું જે કંઈ સાંભળે તે તેઓના દ્વારા નિશ્ચે મને કહેવડાવજે.
  • એક દાસી એન-રોગેલ પાસે તેઓને સમાચાર આપે છે; તેઓ કૂવામાં સંતાઈ જાય છે2 શમુ 17:17–19
    કલમો
    2 શમુ 17:17–19હવે યોનાથાન અને અહિમાઆસ એન-રોગેલ પાસે ઊભા હતા, એક દાસી તેઓને સમાચાર આપતી. તેઓ જઈને દાઉદ રાજાને કહેતાં, કેમ કે નગરમાં આવતાં તેઓ કોઈનાં જોવામાં આવે નહિ. પરંતુ એક જુવાન માણસે તેઓને જોઈને આબ્શાલોમને ખબર આપી તેથી યોનાથાન તથા અહિમાઆસ જલ્દીથી ચાલ્યા ગયા અને બાહુરીમમાં એક માણસને ઘરે આવ્યા, ત્યાં તેના આંગણામાં એક કૂવો હતો તેમાં તેઓ ઊતર્યા. તે માણસની પત્નીએ કૂવા પર એક ચાદર પાથરી અને તેના પર અનાજને સૂકવવા પાથરી દીધું, જેથી કોઈને કશી ખબર ન પડે કે યોનાથાન તથા અહિમાઆસ કૂવામાં છે.
  • ઈસુને તેમના શબ્દોમાં ફસાવવા પ્રામાણિક હોવાનો ઢોંગ કરતા જાસૂસોલૂક 20:20
    કલમો
    લૂક 20:20તેમના પર નજર રાખીને તેઓએ ન્યાયી હોવાનો દેખાવ કરનારા જાસૂસોને મોકલ્યા, એ સારુ કે તેઓ તેમને વાતમાં પકડીને તેમને રાજ્યપાલના હવાલામાં તથા અધિકારમાં સોંપી દે.
  • પાઉલ: આપણી સ્વતંત્રતાની જાસૂસી કરવા જૂઠા ભાઈઓ ઘૂસી આવ્યાગલ 2:4
    કલમો
    ગલ 2:4આપણા સમુદાયમાં જોડાયેલાં દંભી ભાઈઓને લીધે એમ થયું કે ખ્રિસ્ત ઈસુમાં આપણી જે સ્વતંત્રતા છે, તેની જાસૂસી કરવા સારુ તેઓ ગુપ્ત રીતે અંદર આવ્યા હતા, એ માટે કે તેઓ આપણને પાછા ગુલામીમાં લાવે.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો