આશ્ચર્યજનક વિગતો
બાઇબલમાં રસ્તા
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી ના 15 ફકરા, પંક્તિએ પંક્તિએ.
- ઇઝરાયલે અદોમમાં થઈને રાજમાર્ગે જ ચાલવાની રજા માગીગણ 20:17–19
કલમો
ગણ 20:17–19મહેરબાની કરીને અમને તારા દેશમાં થઈને જવા દે. અમે ખેતરમાં કે દ્રાક્ષવાડીમાં થઈને નહિ જઈએ, કે અમે તારા કૂવાઓનું પાણી નહિ પીએ. અમે રાજમાર્ગે થઈને જઈશું. તારી સરહદ પસાર કરતા સુધી અમે ડાબે કે જમણે હાથે નહિ ફરીએ.” પણ અદોમના રાજાએ તેને જવાબ આપ્યો, “તું અહીંથી જઈશ નહિ. જો તું એવું કરીશ, તો હું તારા પર હુમલો કરવા તલવાર લઈને આવીશ.” ત્યારે ઇઝરાયલના લોકોએ તેને કહ્યું, “અમે રાજમાર્ગે થઈને જઈશું. જો અમે કે અમારાં જાનવરો તારા કૂવાનું પીએ, તો અમે તેનું મૂલ્ય આપીશું. બીજું કશું નહિ તો અમને પગે ચાલીને પેલી બાજુ જવા દે.”
- અમોરીઓના સીહોન પાસે એ જ વિનંતીગણ 21:22, પુન 2:27
- આશ્રયનગરો સુધી રસ્તા બનાવવામાં આવ્યાપુન 19:3
કલમો
પુન 19:3તમે તમારા માટે માર્ગ બનાવો, યહોવાહ તમારા ઈશ્વર જે દેશનો તમને વારસો આપે, તે દેશની સીમાના ત્રણ ભાગ કરો, કે જેથી દરેક વ્યક્તિ કે જે અન્ય વ્યક્તિને મારી નાખે તે તેમાં નાસી જાય.
- રાહેલને એફ્રાથના રસ્તે દફનાવવામાં આવીઉત્પ 35:19
કલમો
ઉત્પ 35:19રાહેલ મૃત્યુ પામી. તેને એફ્રાથ એટલે બેથલેહેમને રસ્તે દફનાવવામાં આવી.
- યહોશુઆએ બેથ-હોરોનના ઘાટ પર દુશ્મનનો પીછો કર્યોયહો 10:10
કલમો
યહો 10:10અને યહોવાહે ઇઝરાયલની આગળ તેના વૈરીઓને વિખેરી નાખ્યા. તેમણે ગિબ્યોનમાં તેઓનો સંહાર કર્યો, બેથ-હોરોનના ઘાટના માર્ગે તેઓની પાછળ પડીને તેઓએ અઝેકા અને માક્કેદાના માર્ગ સુધી તેઓને મારતા ગયા.
- શામ્ગારના દિવસોમાં રાજમાર્ગો સૂના પડી ગયા હતાન્યાય 5:6
કલમો
ન્યાય 5:6અનાથના દીકરા શામ્ગારના દિવસોમાં, યાએલના દિવસોમાં, રાજમાર્ગો સૂના પડ્યા હતા અને વટેમાર્ગુઓ ગલીકૂંચીને માર્ગે ચાલતા હતા.
- શીલો, બેથેલથી શખેમ જતા રસ્તાની પૂર્વેન્યાય 21:19
કલમો
ન્યાય 21:19તેથી તેઓએ કહ્યું, “તમે જાણો છો કે દરવર્ષે શીલોમાં ઈશ્વરને માટે પર્વ પાળવામાં આવે છે, જે શીલો બેથેલની ઉત્તરે, બેથેલથી શખેમ જવાના રાજમાર્ગની પૂર્વ બાજુએ તથા લબોનાહની દક્ષિણે આવેલુ હતું.”
- ગાયો કોશને ખેંચીને સીધી બેથ-શેમેશના રસ્તે ગઈ1 શમુ 6:12
કલમો
1 શમુ 6:12ગાયો સીધી બેથ-શેમેશના રસ્તા તરફ ગઈ. તેઓ એક રાજમાર્ગે ચાલતી અને બૂમો પાડતી ગઈ અને તેઓ જમણી કે ડાબી ગમ વળી જ નહિ. અને પલિસ્તીઓના અધિકારીઓ તેઓની પાછળ બેથ-શેમેશની સીમા સુધી ગયા.
- નાળાં પાસે ધોબીના ખેતરનો રસ્તોયશા 7:3
કલમો
યશા 7:3ત્યારે યહોવાહે યશાયાને કહ્યું, “તું તારા પુત્ર શાર-યાશૂબને લઈને તમે બંને ધોબીના ખેતરને રસ્તે આવતા ઉપલા કુંડના નાળાંના છેડા આગળ આહાઝને મળવા જાઓ.
- યરુશાલેમથી યરીખો જતો એક માણસ લૂંટારાઓના હાથમાં પડ્યોલૂક 10:30–31
કલમો
લૂક 10:30–31ઈસુએ ઉત્તર આપતાં કહ્યું કે, ‘એક પુરુષ યરુશાલેમથી યરીખો જતો હતો; અને તે લૂંટારાના હાથમાં પડ્યો, તેઓ તેનાં વસ્ત્ર ઉતારી લઈને તથા તેને મારીને અધમૂઓ મૂકીને ચાલ્યા ગયા. સંજોગોવસાત એક યાજક તે રસ્તે થઈને જતો હતો. તે તેને જોઈને બીજી બાજુએ થઈને ચાલ્યો ગયો.
- બાર્તિમાય યરીખોમાંથી નીકળતા રસ્તાની બાજુએ બેઠો હતોમાર્ક 10:46
કલમો
માર્ક 10:46તેઓ યરીખોમાં આવે છે. અને યરીખોમાંથી ઈસુ, તેમના શિષ્યો તથા ઘણાં લોકો બહાર જતા હતા, ત્યારે તિમાયનો દીકરો બાર્તિમાય જે અંધ ભિખારી હતો તે માર્ગની બાજુએ બેઠો હતો.
- એમ્મૌસ, યરુશાલેમથી લગભગ સાત માઇલ દૂરલૂક 24:13
કલમો
લૂક 24:13તે જ દિવસે તેઓમાં બે, એમ્મૌસ નામનું એક ગામ યરુશાલેમથી લગભગ સાત માઇલ દૂર છે, ત્યાં જતા હતા.
- યરુશાલેમથી ગાઝા જતો અરણ્યનો રસ્તોપ્રે.કૃ 8:26
કલમો
પ્રે.કૃ 8:26હવે પ્રભુના એક સ્વર્ગદૂતે ફિલિપને કહ્યું કે, ઊઠ, ને યરુશાલેમથી ગાઝા જવાના માર્ગ સુધી દક્ષિણ તરફ જા; ત્યાં અરણ્ય છે.
- ગાલીલ જતાં ઈસુને સમરુનમાં થઈને જવું પડ્યુંયોહ 4:3–5
કલમો
યોહ 4:3–5ત્યારે તે યહૂદિયા મૂકીને ફરી ગાલીલમાં ગયા. સમરુનમાં થઈને તેમને જવું પડ્યું. માટે જે ખેતર યાકૂબે પોતાના દીકરા યૂસફને આપ્યું હતું તેની પાસે સમરુનના સૂખાર નામે એક શહેર આગળ તે આવ્યા.
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો