Bible Explorer એપ મેળવો

અન્વેષણ › વિષયો › બરફ

આશ્ચર્યજનક વિગતો

બાઇબલમાં બરફ

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી ના 17 ફકરા, પંક્તિએ પંક્તિએ.

  • બરફ પડતો હતો તે દિવસે બનાયાએ ખાડામાં સિંહને મારી નાખ્યો2 શમુ 23:20
    કલમો
    2 શમુ 23:20બનાયા, કાબ્સએલના શૂરવીર તથા પરાક્રમી કૃત્યો કરનાર યહોયાદાનો દીકરો હતો. તેણે મોઆબના અરીએલના બે દીકરાઓને મારી નાખ્યા. વળી હિમ પડવાના દિવસો હતા ત્યારે એક દિવસે તેણે ખાડામાં ઊતરીને સિંહને મારી નાખ્યો હતો.
  • શું લબાનોનનો બરફ કદી તેના ઢોળાવો છોડે છે?યર્મિ 18:14
    કલમો
    યર્મિ 18:14શું લબાનોન પરનો બરફ ખેતરના ખડકો પર પડતો બંધ થશે? શું પર્વતમાંથી વહેતા ઠંડા પાણીના ઝરાઓ ખૂટી જશે.?
  • બરફ અને પીગળતા હિમથી કાળાં પડેલાં ઝરણાંઅયૂ 6:16
    કલમો
    અયૂ 6:16જેઓ બરફના કારણે કાળાં દેખાય છે. અને જેઓમાં હિમ ઢંકાયેલું હોય છે.
  • ઈશ્વર બરફને કહે છે, ‘પૃથ્વી પર પડો’અયૂ 37:6
    કલમો
    અયૂ 37:6તેમણે બરફને કહ્યું, ‘પૃથ્વી પર પડો’ તે જ રીતે વરસાદને વરસવાનું, અને ‘પૃથ્વી પર મુશળધાર વરસાદ આપવાની આજ્ઞા કરે છે.’
  • શું તું બરફના ભંડારોમાં ગયો છે?અયૂ 38:22
    કલમો
    અયૂ 38:22શું તું બરફના ભંડારોમાં ગયો છે, અથવા તેના સંગ્રહસ્થાન શું તેં જોયાં છે,
  • તે ઊન જેવો બરફ પાથરે છેગી.શા 147:16
    કલમો
    ગી.શા 147:16તે ઊનના જેવો બરફ મોકલે છે; તે હવામાંથી રાખ જેવા કરાની વૃષ્ટિ કરે છે.
  • વરસાદ અને બરફ પૃથ્વીને સીંચે છે અને તેને ઉગાડે છેયશા 55:10
    કલમો
    યશા 55:10કેમ કે જેમ વરસાદ અને હિમ આકાશથી પડે છે અને ભૂમિને સિંચ્યા વિના, તેને ફળદ્રુપ કર્યા વિના તથા વાવનારને અનાજ તથા ખાનાર ને અન્ન આપ્યા વિના વચનો પાછાં ફરતાં નથી.
  • સાલ્મોન પર પડતા બરફ જેવુંગી.શા 68:14
    કલમો
    ગી.શા 68:14જ્યારે સર્વસમર્થે ત્યાં રાજાઓને વિખેરી નાખ્યા, ત્યારે સાલ્મોનના પર્વત પર હિમ પડ્યા જેવું થયું.

નીતિવચનોમાંની કહેવતો

  • વિશ્વાસુ સંદેશવાહક કાપણીના સમયે ઠંડા બરફ જેવો છેનીતિ 25:13
    કલમો
    નીતિ 25:13ફસલના સમયમાં બરફની શીતળતા જેવી લાગે છે તેવી જ વિશ્વાસુ સંદેશાવાહક તેના મોકલનારાઓને લાગે છે; તે પોતાના માલિકના આત્માને તાજો કરે છે.
  • ઉનાળામાં બરફની જેમ, મૂર્ખને માન શોભતું નથીનીતિ 26:1
    કલમો
    નીતિ 26:1જેમ ઉનાળાંમાં હિમ અને કાપણી કરતી વખતે વરસાદ કમોસમનો ગણાય તેમ મૂર્ખને સન્માન શોભતું નથી.
  • બરફ પડે ત્યારે તેને ડર નથી; તેનું આખું ઘર કિરમજી વસ્ત્રો પહેરે છેનીતિ 31:21
    કલમો
    નીતિ 31:21તેના કુટુંબના સભ્યોને માટે તે શિયાળાની કશી બીક રહેવા દેતી નથી, તેના આખા કુટુંબે ઊનનાં કિરમજી વસ્ત્ર પહેરેલાં છે.

બરફ જેવું સફેદ

  • મૂસાનો હાથ, મરિયમ અને ગેહઝી: કુષ્ટરોગી, બરફ જેવા સફેદનિર્ગ 4:6, ગણ 12:10, 2 રાજા 5:27
    કલમો
    નિર્ગ 4:6વિશેષમાં યહોવાહે તેને કહ્યું, “હું તને બીજો ચમત્કાર બતાવું છું. તારો હાથ તેં પહેરેલા ઝભ્ભા નીચે છાતી પાસે મૂક.” તેમ કર્યા પછી મૂસાએ જ્યારે હાથ પાછો બહાર કાઢયો ત્યારે તેનો હાથ કુષ્ટરોગથી બરફ જેવો સફેદ થઈ ગયો હતો.
    ગણ 12:10અને તંબુ પરથી મેઘ હઠી ગયો મરિયમ કુષ્ટરોગથી બરફ જેવી શ્વેત થઈ ગઈ. જ્યારે હારુને પાછા વળી મરિયમ તરફ જોયું, તો જુઓ તે કુષ્ઠરોગી થઈ ગયેલી હતી.
    2 રાજા 5:27માટે હવે નામાનનો કુષ્ઠ રોગ તને તથા તારા વંશજોને લાગુ પડશે અને તે કાયમ રહેશે. “તેથી ગેહઝી હિમ જેવો કુષ્ઠ રોગી થઈ ગયો. અને તેની હજૂરમાંથી જતો રહ્યો.
  • અયૂબ: જો હું બરફથી સ્નાન કરું તોપણઅયૂ 9:30
    કલમો
    અયૂ 9:30જો હું બરફના પાણીથી મારું શરીર ધોઉં અને મારા હાથ ગમે તેટલા ચોખ્ખા કરું,
  • દાઉદની પ્રાર્થના: મને ધો, એટલે હું બરફ કરતાં વધારે સફેદ થઈશગી.શા 51:7
    કલમો
    ગી.શા 51:7ઝુફાથી મને ધોજો એટલે હું શુદ્ધ થઈશ; મને નવડાવો એટલે હું હિમ કરતાં સફેદ થઈશ.
  • કબર પાસેનો દૂત: બરફ જેવાં સફેદ વસ્ત્રોમાથ 28:3
    કલમો
    માથ 28:3તેનું રૂપ વીજળી જેવું અને તેનું વસ્ત્ર બરફના જેવું ઊજળું હતું.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો