Bible Explorer એપ મેળવો

અન્વેષણ › વિષયો › ઘંટીઓ, ભઠ્ઠીઓ અને રોટલી શેકવી

આશ્ચર્યજનક વિગતો

બાઇબલમાં ઘંટીઓ, ભઠ્ઠીઓ અને રોટલી શેકવી

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી ના 32 ફકરા, પંક્તિએ પંક્તિએ.

ઘંટીના પથ્થર અને દળવું

  • ઘંટીના પથ્થર દેવા માટે ગીરવે લઈ શકાય નહિપુન 24:6
    કલમો
    પુન 24:6કોઈ માણસ લોટ દળવાની ઘંટીની નીચેનું કે ઉપલું પડ પણ ગીરવે ન લે; કેમ કે તેમ કરવાથી તે માણસની આજીવિકા ગીરવે લે છે.
  • મિસરમાં સૌથી નીચલી દાસી ઘંટી પાછળ કામ કરતીનિર્ગ 11:5
    કલમો
    નિર્ગ 11:5અને મિસર દેશમાંના સર્વ પ્રથમજનિત પછી તે રાજ્યાસન પર બિરાજનાર ફારુનનો પ્રથમજનિત હોય કે ઘંટીએ દળણાં દળનારી દાસીનો પ્રથમજનિત હોય તે સર્વ મૃત્યુ પામશે.’”
  • માન્નાને ઘંટીમાં દળવામાં કે ખાંડણીમાં ખાંડવામાં આવતુંગણ 11:8
    કલમો
    ગણ 11:8લોકો છાવણીમાં ફરીને માન્ના વીણીને એકત્ર કરી લાવતા અને ઘંટીમાં દળી અથવા ખાંડણિયામાં ખાંડીને તથા તવામાં શેકીને તેની પૂરીઓ બનાવતા; અને તેનો સ્વાદ જૈતૂનના તેલ જેવો હતો.
  • તેબેસમાં એક સ્ત્રીએ ઘંટીનું ઉપલું પડ અબીમેલેખ પર ફેંક્યુંન્યાય 9:53, 2 શમુ 11:21
    કલમો
    ન્યાય 9:53પણ એક સ્ત્રીએ ઘંટીનું ઉપલું પડ અબીમેલેખના માથા પર ફેંકીને તેની ખોપરી ફોડી નાખી.
    2 શમુ 11:21યરૂબ્બેશેથના દીકરા અબીમેલેખેને કોણે માર્યો? શું એક સ્ત્રીએ કોટ ઉપરથી ઘંટીનું ઉપલું પડ નાખ્યું તેથી તે તેબેસમાં મરણ નહોતો પામ્યો? શા માટે તમે કોટની એટલી નજીક ગયા?’ પછી તારે ઉત્તર આપવો કે, ‘તારો દાસ ઉરિયા હિત્તી પણ માર્યો ગયો છે.’”
  • આંધળો કરાયેલો અને બેડીઓમાં બંધાયેલો સામસૂન ગાઝાના કેદખાનામાં અનાજ દળતોન્યાય 16:21
    કલમો
    ન્યાય 16:21પલિસ્તીઓએ તેને પકડીને તેની આંખો ફોડી નાખી. તેઓ તેને ગાઝામાં લાવ્યા અને તેને કાંસાની બેડીઓ પહેરાવી. તેની પાસે બંદીખાનામાં ચક્કી પિસાવી.
  • ઈસુ સાથે મળીને દળતી બે સ્ત્રીઓની વાત કરે છેમાથ 24:41, લૂક 17:35
    કલમો
    માથ 24:41બે સ્ત્રીઓ ઘંટીએ દળતી હશે તેમાંની એક લેવાશે અને બીજી પડતી મુકાશે.
    લૂક 17:35બે સ્ત્રીઓ સાથે દળતી હશે; તેમાંથી એકને લઈ લેવાશે, અને બીજીને પડતી મૂકવામાં આવશે.
  • ઈસુ: ગળે મોટી ઘંટી બાંધીને ડૂબી જવું વધારે સારુંમાથ 18:6
    કલમો
    માથ 18:6પણ આ નાનાંઓ જેઓ મારા પર વિશ્વાસ કરે છે, તેઓમાંના એકને જે વ્યક્તિ પાપ કરવા પ્રેરે, તે કરતાં તેના ગળે ભારે પથ્થર બંધાય અને સમુદ્રના ઊંડાણમાં ડુબાડાય એ તેને માટે સારું છે.
  • યર્મિયા વર અને કન્યાના અવાજો સાથે ઘંટીના અવાજની ગણતરી કરે છેયર્મિ 25:10
    કલમો
    યર્મિ 25:10હું તમારી ખુશી અને હર્ષનો સાદ, વરકન્યાના વિનોદનો સાદ ઘંટીનો સાદ તથા દીવાઓનો પ્રકાશ દેશમાંથી બંધ પાડીશ.
  • યર્મિયાનો વિલાપ: જુવાનો ઘંટી પર મજૂરી કરે છેવિલા 5:13
    કલમો
    વિલા 5:13જુવાનો પાસે દળવાની ચક્કી પિસાવવામાં આવે છે. છોકરાઓ લાકડાના ભારથી લથડી પડે છે.

ભઠ્ઠીઓ અને રોટલી શેકવી

  • દેડકાં મિસરની ભઠ્ઠીઓમાં અને લોટ બાંધવાની કથરોટોમાં આવશેનિર્ગ 8:3
    કલમો
    નિર્ગ 8:3નીલ નદી દેડકાંઓથી ભરાઈ જશે. વળી એ દેડકાં નદીમાંથી બહાર આવીને તારા મહેલમાં, ઘરોમાં, શયનખંડમાં તથા પલંગમાં અને તારા અમલદારોના તથા પ્રજાનાં ઘરોમાં, રસોડામાં અને પાણીનાં પાત્રોમાં ભરાઈ જશે.
  • ખાદ્યાર્પણ ભઠ્ઠીમાં શેકી શકાતું કે તવા પર રાંધી શકાતુંલેવી 2:4, લેવી 7:9
    કલમો
    લેવી 2:4જ્યારે તું ભઠ્ઠીમાં પકાવેલું ખાદ્યાર્પણ ચઢાવે, ત્યારે તે મેંદાનું જ હોય અને તે તેલથી મોહેલા લોટની બેખમીર રોટલીઓ અથવા તેલ ચોપડેલા બેખમીરી ખાખરા જ હોય.
    લેવી 7:9ભઠ્ઠીમાં શેકેલું, કડાઈમાં કે તવામાં તળેલું સર્વ ખાદ્યાર્પણ તે ચઢાવનાર યાજકનું થાય.
  • અશુદ્ધ મડદું અડકેલી ભઠ્ઠી તોડી નાખવી પડતીલેવી 11:35
    કલમો
    લેવી 11:35જે કોઈ વસ્તુ પર તેઓનો મૃતદેહ પડે તો તે અશુદ્ધ ગણાય. તે ભઠ્ઠી કે ખાવા બનાવવાનું વાસણ હોય તો તેને ભાંગી નાખવું. તે અશુદ્ધ છે અને તે તમારે માટે અશુદ્ધ ગણાય.
  • નિયમશાસ્ત્રમાં એક શાપ: દસ સ્ત્રીઓ એક જ ભઠ્ઠીમાં રોટલી શેકશેલેવી 26:26
    કલમો
    લેવી 26:26જ્યારે હું તારા અનાજના પુરવઠાનો નાશ કરીશ ત્યારે દશ કુટુંબો માટે રોટલી શેકવા માટે ફક્ત એક ભઠ્ઠી પૂરતી થઈ પડશે; તેઓ તમને માપી તોલીને રોટલી વહેંચશે, અને તમે ખાશો પણ ધરાશો નહિ.
  • સારાએ ત્રણ માપ મેંદો મસળીને રોટલી તૈયાર કરવાની છેઉત્પ 18:6
    કલમો
    ઉત્પ 18:6પછી ઇબ્રાહિમ ઉતાવળે સારાની પાસે તંબુમાં ગયો અને કહ્યું, “જલ્દી કર. ત્રણ માપ મેંદો મસળ અને રોટલી તૈયાર કર.”
  • લોતે પોતાના મહેમાનો માટે બેખમીર રોટલી શેકીઉત્પ 19:3
    કલમો
    ઉત્પ 19:3પણ તેણે તેઓને ઘણો આગ્રહ કર્યો તેથી તેઓ તેની સાથે ગયા અને તેના ઘરમાં પ્રવેશ કર્યો. તેણે ભોજન અને બેખમીરી રોટલી તૈયાર કરી અને તેઓ જમ્યા.
  • ફારુનના મુખ્ય ભઠિયારાએ પોતાના માથા પર રોટલીની ત્રણ ટોપલીઓનું સ્વપ્ન જોયુંઉત્પ 40:16–17
    કલમો
    ઉત્પ 40:16–17જયારે મુખ્ય રસોઈયાએ જોયું કે ખુલાસાનો અર્થ સારો છે, ત્યારે તેણે યૂસફને કહ્યું, “મને પણ સ્વપ્ન આવ્યું હતું. રોટલી ભરેલી ત્રણ ટોપલીઓ મારા માથા પર હતી. ઉપલી ટોપલીમાં ફારુનને માટે સર્વ પ્રકારનાં પકવાન હતાં, પણ મારા માથા પરની એ ટોપલીઓમાંથી પક્ષીઓ ખાઈ જતા હતાં.”
  • મિસરમાંથી નીકળતાં ઇઝરાયલે સાથે લીધેલા લોટના પિંડમાંથી બેખમીર રોટલીઓ શેકીનિર્ગ 12:34, નિર્ગ 12:39
    કલમો
    નિર્ગ 12:34ઇઝરાયલીઓ પાસે રોટલીના લોટમાં ખમીર નાખવાનો સમય રહ્યો નહિ તેથી તેઓએ ખમીર મેળવ્યા વિનાનો લોટ જે કથરોટોમાં હતો તેને ચાદરમાં બાંધીને ખભા પર મૂકી દીધી.
    નિર્ગ 12:39મિસરમાંથી પ્રયાણ કરતી વખતે લોટમાં ખમીર નાખવાનો સમય ન હોવાથી મિસરથી લોટની જે કણક તેઓ સાથે લાવ્યા હતા તેની બેખમીરી રોટલી બનાવી. તેઓને મિસરમાંથી ઝટપટ વિદાય થઈ જવાનું થયેલું હોવાથી તેઓથી ભાથું તૈયાર કરી શકાયું ન હતું.
  • વિશ્રામવાર પહેલાં: ‘તમારે જે રાંધવું હોય તે રાંધી લો’નિર્ગ 16:23
    કલમો
    નિર્ગ 16:23મૂસાએ તેઓને કહ્યું, યહોવાહની એ આજ્ઞા છે કે, “આવતી કાલે વિશ્રામ એટલે યહોવાહનો પવિત્ર વિશ્રામવારનો દિવસ છે; તેથી તમારે જે રાંધવું હોય તે રાંધી લો, અને જે વધે તે તમારા માટે સવાર સુધી રાખી મૂકો.”
  • યહોવાહની આગળ સોનાના મેજ માટે બાર રોટલીઓ શેકવામાં આવતીલેવી 24:5–6
    કલમો
    લેવી 24:5–6તમારે મેંદો લેવો અને તેની બાર રોટલી કરવી. દરેક રોટલી બે દશાંશ એફાહની હોય. તમારે તે બાર રોટલી શુદ્ધ સોનાના બાજઠ ઉપર યહોવાહની સમક્ષ છ છની બે થપ્પીમાં ગોઠવવી.
  • શમુએલ: રાજા તમારી દીકરીઓને રસોઇયણ અને ભઠિયારણ તરીકે લઈ જશે1 શમુ 8:13
    કલમો
    1 શમુ 8:13તે તમારી દીકરીઓને પણ પકડીને મીઠાઈ બનાવનારી, રસોઈ બનાવવાના અને ભઠિયારણો થવા સારુ લઈ જશે.
  • એન-દોરની ભૂવીએ શાઉલ માટે લોટ મસળીને બેખમીર રોટલી શેકી1 શમુ 28:24
    કલમો
    1 શમુ 28:24તે સ્ત્રીના ઘરમાં એક માતેલો વાછરડો હતો; તેણે ઉતાવળે તેને કાપ્યો; વળી લોટ મસળીને તેની બેખમીરી રોટલી બનાવી.
  • તામારે લોટ મસળીને આમ્નોન માટે પૂરીઓ શેકી2 શમુ 13:8
    કલમો
    2 શમુ 13:8તેથી તામાર પોતાના ભાઈ આમ્નોનને ઘરે ગઈ. ત્યાં તે સૂઈ રહ્યો હતો. તેણે લોટ લઈને તેના દેખતાં રોટલી બનાવી અને શેકી.
  • એલિયા જાગ્યો તો ગરમ અંગારા પર શેકેલી રોટલી હતી1 રાજા 19:6
    કલમો
    1 રાજા 19:6એલિયાએ જોયું, તો નજીક અંગારા પર શેકેલી રોટલી અને પાણીનો કૂંજો તેના માથા પાસે હતો. તે ખાઈ પીને પાછો સૂઈ ગયો.
  • યશાયા: લાકડાના એક ભાગથી રોટલી શેકાય છે, અને બાકીનો મૂર્તિ બને છેયશા 44:15, યશા 44:19
    કલમો
    યશા 44:15તે માણસને બળતણ તરીકે કામ લાગે છે અને તેમાંથી તાપે છે. હા, તેને સળગાવીને તેના પર રોટલી શેકે છે. વળી તેમાંથી તે દેવ બનાવીને તેને પ્રણામ કરે છે; તેની કોરેલી મૂર્તિ કરીને તે એને પગે લાગે છે.
    યશા 44:19કોઈ ધ્યાનમાં લેતો નથી અને કહેતો નથી, આ લાકડાનો અર્ધો ભાગ મેં અગ્નિમાં બાંધ્યો; વળી તેના અંગારા પર રોટલી શેકી; મેં તેના ઉપર માંસ શેક્યું અને ખાધું. તો હવે, આ શેષ રહેલા લાકડામાંથી કોઈ અમંગળ વસ્તુ બનાવીને તેની પૂજા કેમ કરું? શું હું લાકડાના ટુકડાની આગળ નમુ?”
  • યર્મિયાને ભઠિયારાઓની શેરીમાંથી દરરોજ એક રોટલી મળતીયર્મિ 37:21
    કલમો
    યર્મિ 37:21ત્યારે સિદકિયા રાજાએ આજ્ઞા કરી કે, યર્મિયાને ચોકીમાં રહે. અને નગરમાંની સર્વ રોટલી પૂરી થઈ રહી ત્યાં સુધી ભઠ્ઠીયારાઓના મહોલ્લાઓમાંથી તેને રોજ રોટલીનો એક ટુકડો આપવામાં આવતો હતો. આમ યમિર્યા ચોકીમાં રહ્યો.
  • યરુશાલેમના કોટમાં ભઠ્ઠીઓનો બુરજ હતોનહે 3:11, નહે 12:38
    કલમો
    નહે 3:11હારીમનો દીકરો માલ્કિયા તથા પાહાથ-મોઆબનો દીકરો હાશ્શૂબ બીજા એક ભાગની તથા ભઠ્ઠીઓના બુરજની મરામત કરતા હતા.
    નહે 12:38આભારસ્તુતિ કરનારાઓની બીજી ટુકડી તેઓની ડાબી બાજુ તરફ ગઈ. હું બાકીના અડધા લોકો સાથે કોટ પર તેઓની પાછળ ચાલ્યો અને ભઠ્ઠીના બુરજની ઉપલી બાજુએ થઈને છેક પહોળા કોટ સુધી ગયો.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો