અન્વેષણ › વિષયો › વહાણ અને દરિયાઈ સફર
આશ્ચર્યજનક વિગતો
બાઇબલમાં વહાણ અને દરિયાઈ સફર
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી ના 31 ફકરા, પંક્તિએ પંક્તિએ.
- નૂહનું વહાણ: એરેજનાં લાકડાંનું, ઓરડાઓવાળું, ડામરથી લીંપેલુંઉત્પ 6:14–15
કલમો
ઉત્પ 6:14–15તું પોતાને સારુ એરેજનાં લાકડાંનું વહાણ બનાવ. તે વહાણમાં રૂમો બનાવ. વહાણની અંદર તથા બહાર ડામર લગાવીને તેનું આવરણ કર. તું તેને આ પ્રમાણે બનાવ: એટલે વહાણની લંબાઈ ત્રણસો હાથ, પહોળાઈ પચાસ હાથ અને તેની ઊંચાઈ ત્રીસ હાથ હોય.
- સુલેમાને લાલ સમુદ્રને કિનારે એસ્યોન-ગેબેરમાં વહાણોનો કાફલો બનાવ્યો1 રાજા 9:26
કલમો
1 રાજા 9:26સુલેમાને અદોમના પ્રદેશમાં લાલ સમુદ્રને કિનારે આવેલા એલોથની નજીકના એસ્યોન-ગેબેરમાં વહાણનો કાફલો બનાવ્યો.
- હીરામના ખલાસીઓ ઓફીરથી 450 તાલંત સોનું લાવ્યા2 કાળ 8:18
કલમો
2 કાળ 8:18હીરામે દરિયાના જાણકાર અધિકારીઓ મારફતે તેને વહાણો મોકલી આપ્યાં; તેઓ સુલેમાનના માણસો સાથે ઓફીર ગયા. અને ત્યાંથી તેઓ ચારસો પચાસ તાલંત સોનું સુલેમાન રાજા માટે લાવ્યા.
- દર ત્રણ વર્ષે: સોનું, ચાંદી, હાથીદાંત, વાંદરા અને મોર1 રાજા 10:22
કલમો
1 રાજા 10:22રાજાનો તાર્શીશ વહાણનો એક કાફલો હીરામના કાફલા સાથે સમુદ્ર પર ફરતો હતો. દર ત્રણ વર્ષે એકવાર તાર્શીશનો કાફલો સોનું, ચાંદી, હાથીદાંત, વાનરો અને મોર લઈને આવતો હતો.
- યહોશાફાટનાં વહાણ સફરે નીકળે તે પહેલાં જ ભાંગી ગયાં1 રાજા 22:48, 2 કાળ 20:36–37
કલમો
1 રાજા 22:48યહોશાફાટે તાર્શીશી વહાણ બનાવ્યાં; તેઓ સોના માટે ઓફીર જતાં હતાં, પણ તે ત્યાં પહોંચ્યા નહિ કેમ કે વહાણ એસ્યોન-ગેબેર પાસે તૂટી ગયાં હતાં.
2 કાળ 20:36–37તેણે તેની સાથે મળી જઈને તાર્શીશ જવા માટે એસ્યોન-ગેબેરમાં વહાણો બનાવ્યાં. પછી મારેશાના વતની દોદાવાહુના પુત્ર અલીએઝેરે યહોશાફાટની વિરુદ્ધમાં પ્રબોધ કરીને કહ્યું, “તેં અહાઝયાહની સાથે સંપ કર્યો છે, માટે ઈશ્વરે તારાં કામોનો નાશ કર્યો છે.” એ વહાણો ભાંગી ગયાં અને તેથી તેઓ તાર્શીશ જઈ શક્યા નહિ.
- હઝકિયેલ તૂરને સરુ, દેવદાર, એલોન અને શણના વહાણ તરીકે વર્ણવે છેહઝ 27:5–7
કલમો
હઝ 27:5–7તેઓએ તારાં પાટિયાં સનીર પર્વતના સરુના બનાવ્યાં છે; તારા માટે ડોલ બનાવવા માટે તેઓએ લબાનોનના દેવદાર વૃક્ષો લીધાં હતાં. તેઓએ તારાં હલેસાં બાશાનના એલોનકાષ્ટનાં બનાવ્યાં હતાં; તારું તૂતક સાયપ્રસ બેટોથી સરળ કાષ્ટની તથા હાથીદાંતથીજડિત બનાવવામાં આવ્યું હતું. તારાં સઢ મિસરના રંગીન શણમાંથી બનાવ્યાં હતાં, તે તારી નિશાનીની ગરજ સારતો હતો, તારી છત એલીશા ટાપુઓના નીલ તથા જાંબુડિયાં વસ્ત્રની હતી.
- બરુની હોડીઓ પાણી પર સંદેશવાહકોને લઈ જતીયશા 18:2
કલમો
યશા 18:2તમે જે સમુદ્રને માર્ગે પાણીની સપાટી પર સરકટનાં વહાણોમાં રાજદૂતો મોકલે છે. ઝડપી સંદેશવાહકો, તમે ઊંચી તથા સુંવાળી પ્રજા પાસે, દૂરની તથા નજીકના ડરનાર લોકો, મજબૂત અને વિજયી પ્રજા પાસે, જેના દેશ નદીઓથી વિભાજિત થયેલા છે, તેની પાસે જાઓ.
- મોટું વહાણ બહુ નાના સુકાનથી ફેરવાય છેયાકૂ 3:4
કલમો
યાકૂ 3:4વહાણો પણ કેટલા બધાં મોટાં હોય છે, તેઓ ભયંકર પવનથી ધકેલાય છે, તોપણ બહુ નાના સુકાનથી સુકાનીની મરજી હોય તે તરફ તેઓને ચલાવવામાં આવે છે.
- સમુદ્રમાં વહાણનો માર્ગ: આગૂર માટે અતિ અદ્દભુતનીતિ 30:18–19
કલમો
નીતિ 30:18–19ત્રણ બાબતો મને એવી આશ્ચર્યજનક લાગે છે કે તેઓ મારી સમજમાં આવતી નથી, અરે, ચાર બાબતો હું જાણતો નથી. આકાશમાં ઊડતા ગરુડનું ઉડ્ડયન; ખડક ઉપર સરકતા સાપની ચાલ; ભરસમુદ્રમાં વહાણનો માર્ગ; અને કુમારી તથા યુવાન વચ્ચે ઉદ્દભવતો પ્રેમ.
સફરો
- યૂનાએ તાર્શીશ જતા વહાણનું ભાડું ચૂકવ્યુંયૂન 1:3
કલમો
યૂન 1:3યૂના ઊઠ્યો તો ખરો, પણ તેણે ઈશ્વરની સમક્ષતામાંથી તાર્શીશ જતા રહેવા માટે યાફામાં ગયો. ત્યાં તેને તાર્શીશ જનારું એક વહાણ મળ્યું. તેનું ભાડું તેણે ચૂકવ્યું. અને ઈશ્વરની સમક્ષતામાંથી તાર્શીશ જતા રહેવા તે વહાણમાં બેઠો.
- તોફાનમાં ખલાસીઓએ માલ દરિયામાં નાખી દીધોયૂન 1:4–5
કલમો
યૂન 1:4–5પણ ઈશ્વરે સમુદ્ર પર ભારે ઝંઝાવાત મોકલ્યો. સમુદ્રમાં મોટું તોફાન ઝઝૂમ્યું. ટૂંક સમયમાં જ એવું લાગવા લાગ્યું કે હવે વહાણ તૂટી જશે. તેથી ખલાસીઓ ખૂબ ભયભીત થયા અને દરેક માણસ પોતાના દેવને પ્રાર્થના કરવા લાગ્યા. વહાણને હળવું કરવા માટે તેઓએ તેમાંનો માલસામાન સમુદ્રમાં ફેંકી દીધો. આવું હોવા છતાં યૂના તો વહાણના સૌથી અંદરના ભાગમાં જઈ, ભરનિદ્રામાં પડ્યો.
- તેઓએ સખત હલેસાં માર્યાં પણ કિનારે પહોંચી શક્યા નહિયૂન 1:13
કલમો
યૂન 1:13કિનારે પાછા પહોંચી જવા માટે ખલાસીઓએ બહુ હલેસાં માર્યા, પણ તેઓ પહોંચી શક્યા નહિ કેમ કે સમુદ્ર વધુ ને વધુ તોફાની બની રહ્યો હતો.
- ઈસુએ સિમોનની હોડીમાંથી લોકોને ઉપદેશ આપ્યોલૂક 5:2–3
કલમો
લૂક 5:2–3તેમણે સરોવરને કિનારે ઊભેલી બે હોડી જોઈ, પણ માછીમારો તેઓ પરથી ઊતરીને જાળો ધોતા હતા. તે હોડીઓમાંની એક સિમોનની હતી, ઈસુ તે હોડીમાં ગયા. અને તેને કિનારેથી થોડે દૂર હડસેલવાનું કહ્યું. પછી તેમણે હોડીમાં બેસીને લોકોને બોધ કર્યો.
- તોફાન દરમિયાન ઈસુ હોડીના પાછલા ભાગમાં ઓશીકા પર ઊંઘતા હતામાર્ક 4:37–38
કલમો
માર્ક 4:37–38પછી પવનનું મોટું તોફાન થયું; અને હોડીમાં મોજાંઓ એવાં ઊછળી આવ્યાં કે તે ભરાઈ જવા લાગી. તે હોડીના પાછલા ભાગમાં ઓશીકા પર માથું ટેકીને ઊંઘતા હતા; અને તેઓ તેમને જગાડીને કહે છે કે, ‘ઉપદેશક, અમે નાશ પામીએ છીએ, તેની તમને શું કંઈ ચિંતા નથી?’”
- શિષ્યો પવનની સામે હલેસાં મારતાં થાકી ગયામાર્ક 6:48
કલમો
માર્ક 6:48તેઓ હલેસાં મારતાં હેરાન થયા. કેમ કે પવન તેઓની સામો હતો, તે જોઈને, સવારે ત્રણ થી છ કલાકના સમયે ઈસુ સમુદ્ર પર ચાલતાં તેઓની પાસે આવ્યા અને જાણે તેઓથી આગળ જવાના હતા.
- પાઉલનું વહાણ ત્રણ વાર ભાંગ્યું અને તેણે એક રાતદિવસ ઊંડા સમુદ્રમાં ગાળ્યો2 કરિં 11:25
કલમો
2 કરિં 11:25ત્રણ વાર મેં ડંડાનો માર ખાધો, એક વાર પથ્થરનો માર ખાધો, ત્રણ વાર મારું વહાણ ભાંગી ગયું, એક રાતદિવસ હું દરિયામાં પડી રહ્યો હતો.
પાઉલની રોમ સુધીની સફર
- આસિયાના કિનારે જતું અદ્રમુત્તિયાનું વહાણપ્રે.કૃ 27:2
કલમો
પ્રે.કૃ 27:2અદ્રમુત્તિયાનું એક વહાણ જે આસિયાના કિનારા પરના બંદરોએ જવાનું હતું તેમાં બેસીને અમે સફર શરુ કરી; મકદોનિયાના થેસ્સાલોનિકાનો આરિસ્તાર્ખસ અમારી સાથે હતો.
- ઉપવાસ (નો દિવસ) વીતી ગયા પછી સફર જોખમી હતીપ્રે.કૃ 27:9
કલમો
પ્રે.કૃ 27:9સમય ઘણો થઈ ગયો હોવાથી, હવે સફર કરવી એ જોખમી હતું. ઉપવાસ (નો દિવસ) વીતી ગયો હતો, ત્યારે પાઉલે તેઓને સાવધ કરતા કહ્યું કે,
- યુરાકુલોન નામનો તોફાની પવન ફુંકાયો; તેઓએ વહાણની નીચેથી દોરડાં બાંધ્યાંપ્રે.કૃ 27:14, પ્રે.કૃ 27:17
કલમો
પ્રે.કૃ 27:14પણ થોડી વાર પછી તે તરફથી યુરાકુલોન નામનો તોફાની પવન ફુંકાયો.
પ્રે.કૃ 27:17તેને ઉપર તાણી લીધા પછી તેઓએ વહાણની નીચે બચાવના બંધ બાંધ્યા, અને સીર્તસ આગળ અથડાઈ પડવાની બીકથી સઢ છોડી નાખ્યાં, અને વહાણ સાથે અમે તણાવા લાગ્યા.
- માલ, પછી વહાણનો સરસામાન દરિયામાં નાખી દેવાયોપ્રે.કૃ 27:18–19
કલમો
પ્રે.કૃ 27:18–19અમને બહુ તોફાન નડવાથી બીજે દિવસે તેઓએ માલ બહાર નાખવા માંડ્યો; ત્રીજે દિવસે તેઓએ પોતાને હાથે વહાણનો સામાન નાખી દીધો.
- ઊંડાઈ માપી: પાણી છીછરું થતું જાય છેપ્રે.કૃ 27:28
કલમો
પ્રે.કૃ 27:28તેઓએ પાણી માપવાની દોરી નાખી, ત્યારે વીસ મીટર પાણી માલૂમ પડ્યું અને થોડે આગળ ગયા પછી તેઓએ ફરીથી દોરી નાખી. ત્યારે પંદર મીટર પાણી માલૂમ પડ્યું.
- પાછલા ભાગમાંથી ચાર લંગર નાખ્યાંપ્રે.કૃ 27:29
કલમો
પ્રે.કૃ 27:29રખેને કદાચ અમે ખડક સાથે અથડાઈએ, એવી બીકથી તેઓ ડબૂસા પાછળના ભાગ પરથી ચાર લંગર નાખ્યાં, અને દિવસ ઊગવાની રાહ જોતા બેઠા રહ્યા.
- ખલાસીઓએ નાની હોડીમાં નાસી જવાનો પ્રયત્ન કર્યો; સૈનિકોએ તેનાં દોરડાં કાપી નાખ્યાંપ્રે.કૃ 27:30, પ્રે.કૃ 27:32
કલમો
પ્રે.કૃ 27:30ખલાસીઓ વહાણમાંથી નાસી જવાનો લાગ શોધતા હતા, અને વહાણના અગલા ભાગ પરથી લંગર નાખવાનો ડોળ કરીને તેઓએ સમુદ્રમાં મછવા (જીવનરક્ષક હોડીઓ) ઉતાર્યા.
પ્રે.કૃ 27:32તેથી સિપાઈઓએ મછવાના દોરડાં કાપી નાખીને તેઓને જવા દીધા.
- વહાણ પર 276 લોકો હતાપ્રે.કૃ 27:37
કલમો
પ્રે.કૃ 27:37વહાણમાં અમે સર્વ મળીને બસ્સો છોતેર માણસો હતા.
- વહાણ હલકું કરવા તેઓએ અનાજ દરિયામાં નાખી દીધુંપ્રે.કૃ 27:38
કલમો
પ્રે.કૃ 27:38બધા ખાઈને તૃપ્ત થયા પછી તેઓએ ઘઉં સમુદ્રમાં નાખી દઈને વહાણને હલકું કર્યું.
- વહાણ રેતીમાં ભરાઈ ગયું અને પાછલો ભાગ તૂટી ગયોપ્રે.કૃ 27:41
કલમો
પ્રે.કૃ 27:41વહાણ સમુદ્રમાં રેતીના ઢગલા સાથે અથડાવાથી રેતીમાં ખૂંપી ગયું, અને વહાણનો આગળનો ભાગ રેતીમાં સજ્જડ ભરાઈ ગયો. અને ડબૂસો મોજાના મારથી ભાંગી જવા લાગ્યો.
- કેટલાક પાટિયાં પર, સૌ કિનારે પહોંચી ગયાપ્રે.કૃ 27:44
કલમો
પ્રે.કૃ 27:44અને બાકીનામાંથી કેટલાકે પાટિયા પર તથા કેટલાકે વહાણના કંઈ બીજા સામાન પર ટેકીને કિનારે જવું. તેથી એમ થયું કે તેઓ સઘળા સહીસલામત કિનારા પર પહોંચ્યા.
- દિયોસ્કુરી (જોડિયા ભાઈઓ) નામના આલેકસાંદ્રિયાના વહાણમાં આગળ રોમ સુધીપ્રે.કૃ 28:11
કલમો
પ્રે.કૃ 28:11ત્રણ મહિના પછી આલેકસાંદ્રિયાનું એક વહાણ શિયાળો ગાળવાને તે ટાપુમાં રહ્યું હતું, તેની નિશાની દિયોસ્કુરી હતી, તેમાં બેસીને અમે રવાના થયા.
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો