અન્વેષણ › વિષયો › ચાળીસની સંખ્યા
આશ્ચર્યજનક વિગતો
બાઇબલમાં ચાળીસની સંખ્યા
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી ના 31 ફકરા, પંક્તિએ પંક્તિએ.
ચાળીસ દિવસ
- પૃથ્વી પર ચાળીસ દિવસ અને ચાળીસ રાત વરસાદ પડ્યોઉત્પ 7:4, ઉત્પ 7:12, ઉત્પ 7:17
કલમો
ઉત્પ 7:4સાત દિવસ પછી હું પૃથ્વી પર ચાળીસ દિવસ અને ચાળીસ રાત સુધી વરસાદ વરસાવીશ. મેં ઉત્પન્ન કર્યાં છે એ સર્વ સજીવોનો હું પૃથ્વી પરથી નાશ કરીશ.”
ઉત્પ 7:12ચાળીસ દિવસ તથા ચાળીસ રાત સુધી પૃથ્વી પર સતત વરસાદ વરસ્યો.
ઉત્પ 7:17પછી પૃથ્વી પર ચાળીસ રાત દિવસો સુધી જળપ્રલય થયો અને પાણી વધવાથી વહાણ પૃથ્વીની સપાટી પરથી ઊંચકાઈને તરતું થયું.
- ચાળીસ દિવસ પછી નૂહે વહાણની બારી ઉઘાડીઉત્પ 8:6
કલમો
ઉત્પ 8:6ચાળીસ દિવસ પછી નૂહે વહાણની બારી ઉઘાડી.
- યાકૂબના શરીરમાં સુગંધી દ્રવ્યો ભરતાં ચાળીસ દિવસ લાગ્યાઉત્પ 50:3
કલમો
ઉત્પ 50:3સુગંધીઓ ભરવાનું કામ ચાલીસ દિવસ પછી પૂરું થયું. યાકૂબના મરણ નિમિત્તે મિસરીઓએ સિત્તેર દિવસ શોક પાળ્યો.
- મૂસા ચાળીસ દિવસ અને ચાળીસ રાત પર્વત પર રહ્યોનિર્ગ 24:18, નિર્ગ 34:28, પુન 9:9
કલમો
નિર્ગ 24:18અને મૂસા વાદળમાં પ્રવેશ કરીને પર્વત પર ગયો; અને તે ચાળીસ દિવસ અને ચાળીસ રાત પર્યંત એ પર્વત પર રહ્યો.
નિર્ગ 34:28મૂસા ત્યાં યહોવાહ ની સાથે ચાળીસ દિવસ તથા ચાળીસ રાત હતો; તેણે રોટલી ખાધી ન હતી, તેમ જ પાણી પણ પીધું ન હતું. તેણે શિલાપાટીઓ ઉપર કરારના શબ્દો, એટલે દશ આજ્ઞાઓ લખી.
પુન 9:9જ્યારે હું શિલાપાટીઓ, એટલે યહોવાહે કરેલી કરારની શિલાપાટીઓ લેવા પર્વત પર ગયો, ત્યારે હું ચાળીસ દિવસ અને ચાળીસ રાત પર્વત પર રહ્યો; મેં રોટલી ખાધી નહિ તેમ જ પાણી પીધું નહિ.
- ચાળીસ દિવસ પછી જાસૂસો પાછા આવ્યાગણ 13:25
કલમો
ગણ 13:25તે દેશની જાસૂસી કરીને તે લોકો ચાળીસ દિવસ પછી પાછા આવ્યા.
- ગોલ્યાથ ચાળીસ દિવસ સુધી સવારે અને સાંજે બહાર આવ્યો1 શમુ 17:16
કલમો
1 શમુ 17:16ચાળીસ દિવસો સુધી પેલો પલિસ્તી સવારે તથા સાંજે પાસે આવીને સામે ખડો થતો હતો.
- એલિયા ચાળીસ દિવસ અને રાત ચાલીને હોરેબ પહોંચ્યો1 રાજા 19:8
કલમો
1 રાજા 19:8તેથી તેણે ઊઠીને ખાધું. પાણી પીધું અને તે ખોરાકથી મળેલી શક્તિથી તે ચાળીસ દિવસ અને ચાળીસ રાત મુસાફરી કરીને યહોવાહના પર્વત હોરેબ સુધી પહોંચ્યો.
- યૂના: હજી ચાળીસ દિવસ, અને નિનવે નષ્ટ થઈ જશેયૂન 3:4
કલમો
યૂન 3:4યૂના નગરમાં પ્રવેશ્યો અને એક દિવસની મજલ લગભગ બત્રીસ કિલોમિટર પૂરી કર્યા બાદ તેણે ત્યાં મોટે અવાજે સંભળાવ્યું કે, “ચાળીસ દિવસો પછી નિનવે નષ્ટ થઈ જશે.”
- ઈસુએ ચાળીસ દિવસ અને ચાળીસ રાત ઉપવાસ કર્યોમાથ 4:2
કલમો
માથ 4:2ચાળીસ રાતદિવસ ઉપવાસ કર્યા પછી તેમને ભૂખ લાગી.
- પુનરુત્થાન પછી ઈસુ ચાળીસ દિવસના ગાળામાં દર્શન આપતા રહ્યાપ્રે.કૃ 1:3
કલમો
પ્રે.કૃ 1:3ઈસુએ મરણ સહ્યાં પછી તેઓને ઘણી સાબિતીઓથી પોતાને સજીવન થયેલા બતાવ્યા, ચાળીસ દિવસ સુધી તે તેઓની સમક્ષ પ્રગટ થતાં અને ઈશ્વરના રાજ્ય વિશેની વાતો કહેતાં રહ્યા.
ચાળીસ વર્ષ
- ઇઝરાયલે અરણ્યમાં ચાળીસ વર્ષ માન્ના ખાધુંનિર્ગ 16:35
કલમો
નિર્ગ 16:35પછી ત્યાંથી ઇઝરાયલી લોકો વસવાટ કરવા યોગ્ય પ્રદેશમાં આવ્યા, એ દરમિયાન તેઓએ તે માન્ના ખાધું. તેઓ કનાન દેશની સરહદમાં પહોંચ્યા ત્યાં સુધી તેઓએ માન્ના ખાધું.
- ચાળીસ વર્ષ ભટકવું, જાસૂસીના દરેક દિવસ માટે એક વર્ષગણ 14:34
કલમો
ગણ 14:34જેટલા દિવસમાં તમે તે દેશની જાસૂસી કરી એટલે ચાળીસ દિવસ તેઓની સંખ્યા મુજબ એક એક દિવસને બદલે એક એક વર્ષ લેખે એટલે ચાળીસ વર્ષ સુધી તમે તમારાં વ્યભિચારનું ફળ ભોગવશો.
- ચાળીસ વર્ષની ઉંમરે ઇસહાકે રિબકા સાથે લગ્ન કર્યાંઉત્પ 25:20
કલમો
ઉત્પ 25:20ઇસહાકે અરામી લાબાનની બહેન પાદ્દાનારામના અરામી બથુએલની દીકરી રિબકા સાથે લગ્ન કર્યાં ત્યારે તે ચાળીસ વર્ષનો હતો.
- મૂસા પોતાના લોકોની મુલાકાતે ગયો ત્યારે ચાળીસ વર્ષનો હતો; ચાળીસ વર્ષ પછી, ઝાડવુંપ્રે.કૃ 7:23, પ્રે.કૃ 7:30
કલમો
પ્રે.કૃ 7:23પણ તે લગભગ ચાળીસ વર્ષનો થયો ત્યારે તેને પોતાના ઇઝરાયલી ભાઈઓને મળવાનું મન થયું.
પ્રે.કૃ 7:30ચાળીસ વર્ષ પૂરાં થયાં ત્યારે સ્વર્ગદૂતે સિનાઈ પહાડના અરણ્યમાં ઝાડવાં મધ્યે અગ્નિની જ્વાળામાં તેને દર્શન દીધું.
- કેટલાક ન્યાયાધીશોના સમયમાં દેશમાં ચાળીસ વર્ષ શાંતિ રહીન્યાય 3:11, ન્યાય 5:31, ન્યાય 8:28
કલમો
ન્યાય 3:11ચાળીસ વર્ષ સુધી આ દેશમાં શાંતિ રહી. પછી કનાઝનો દીકરો, ઓથ્નીએલ મરણ પામ્યો.
ન્યાય 5:31હે ઈશ્વર, તમારા સર્વ વૈરીઓ એ જ રીતે નાશ પામે, પણ જેઓ ઈશ્વર ઉપર પ્રેમ રાખે છે તેઓ, જેમ સૂર્ય પૂર્ણ પ્રકાશથી ઊગે છે તેના જેવા થાઓ. ત્યારે ચાળીસ વર્ષ સુધી દેશમાં શાંતિ રહી.
ન્યાય 8:28તેથી મિદ્યાનીઓ ઇઝરાયલી લોકો આગળ હારી ગયા અને તેઓએ ફરી પોતાનાં માથાં ઊંચા કર્યા નહિ. અને ગિદિયોનના દિવસોમાં ચાળીસ વર્ષ સુધી દેશમાં શાંતિ રહી.
- પલિસ્તીઓએ ચાળીસ વર્ષ ઇઝરાયલ પર રાજ કર્યુંન્યાય 13:1
કલમો
ન્યાય 13:1ઇઝરાયલના લોકોએ ફરી ઈશ્વરની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે કર્યું અને તેમણે ચાળીસ વર્ષ સુધી તેઓને પલિસ્તીઓના હાથમાં સોંપ્યાં.
- એલીએ ચાળીસ વર્ષ ઇઝરાયલનો ન્યાય કર્યો1 શમુ 4:18
કલમો
1 શમુ 4:18જયારે તેણે ઈશ્વરના કોશ વિષે કહ્યું, ત્યારે એલી દરવાજાની પાસેના આસન ઉપરથી ચત્તોપાટ પડી ગયો. તેની ગરદન ભાંગી ગઈ, તે મરણ પામ્યો, કેમ કે તે વૃદ્ધ તથા શરીરે ભારે હતો. તેણે ચાળીસ વર્ષ ઇઝરાયલનો ન્યાય કર્યો હતો.
- પાઉલ કહે છે, શાઉલના શાસન હેઠળ ચાળીસ વર્ષપ્રે.કૃ 13:21
કલમો
પ્રે.કૃ 13:21ત્યાર પછી તેઓએ રાજા માગ્યો; ત્યારે ઈશ્વરે ચાળીસ વર્ષ સુધી બિન્યામીનના કુળનો કીશનો દીકરો શાઉલ તેઓને રાજા તરીકે આપ્યો.
- દાઉદે ચાળીસ વર્ષ રાજ કર્યું: સાત હેબ્રોનમાં, તેત્રીસ યરુશાલેમમાં2 શમુ 5:4, 1 રાજા 2:11
કલમો
2 શમુ 5:4દાઉદ રાજા થયો ત્યારે તે ત્રીસ વર્ષનો હતો. તેણે ચાળીસ વર્ષ સુધી રાજ કર્યું.
1 રાજા 2:11દાઉદે ઇઝરાયલ પર ચાળીસ વર્ષ સુધી રાજ કર્યું. તેણે સાત વર્ષ હેબ્રોનમાં અને તેત્રીસ વર્ષ યરુશાલેમમાં રાજ કર્યું.
- સુલેમાને ચાળીસ વર્ષ રાજ કર્યું1 રાજા 11:42
કલમો
1 રાજા 11:42સુલેમાને આખા ઇઝરાયલ પર યરુશાલેમમાં ચાળીસ વર્ષ રાજ કર્યું.
- યોઆશે યરુશાલેમમાં ચાળીસ વર્ષ રાજ કર્યું2 રાજા 12:1
કલમો
2 રાજા 12:1યેહૂની કારકિર્દીને સાતમે વર્ષે યોઆશ રાજ કરવા લાગ્યો, તેણે યરુશાલેમમાં ચાળીસ વર્ષ સુધી રાજ કર્યું. તેની માતાનું નામ સિબ્યા હતું તે બેરશેબાની હતી.
ચાળીસ ફટકા
- નિયમશાસ્ત્ર ચાળીસથી વધારે ફટકાની છૂટ આપતું ન હતુંપુન 25:3
કલમો
પુન 25:3ન્યાયાધીશ તેને ચાળીસ ફટકા મારે, પણ ચાળીસથી વધારે ફટકા ન મારે; કેમ કે જો તે તેને વધારે ફટકા મારે, તો તમારો સાથી તમારી નજરમાં અપમાનિત ઠરે.
- પાઉલે પાંચ વાર એક ઓછા ચાળીસ ફટકા ખાધા2 કરિં 11:24
કલમો
2 કરિં 11:24પાંચ વાર મેં યહૂદીઓથી ઓગણ ઓગણ ચાળીસ ફટકા ખાધા,
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો