અન્વેષણ › વિષયો › ડાબોડી માણસો
આશ્ચર્યજનક વિગતો
બાઇબલમાં ડાબોડી માણસો
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી ના 5 ફકરા, પંક્તિએ પંક્તિએ.
- ગેરાનો દીકરો એહૂદ ડાબોડી બિન્યામીની હતોન્યાય 3:15
કલમો
ન્યાય 3:15પણ જયારે ઇઝરાયલના લોકોએ ઈશ્વર આગળ પોકાર કર્યો, ત્યારે ઈશ્વરે તેમની મદદ કરવા બિન્યામીની ગેરાનો દીકરો એહૂદને તેઓની મદદ માટે ઊભો કર્યો. તે ડાબોડીઓ હતો. ઇઝરાયલના લોકોએ તેની હસ્તક મોઆબના રાજા એગ્લોન પર નજરાણું મોકલ્યું.
- તેણે એક હાથ લાંબી તલવાર પોતાની જમણી જાંઘે બાંધીન્યાય 3:16
કલમો
ન્યાય 3:16એહૂદે પોતાને માટે એક હાથ લાંબી એવી બેધારી તલવાર બનાવી વસ્ત્રની નીચે પોતાની જમણી જાંઘ નીચે તેને લટકાવી.
- ડાબા હાથે તેણે તે ખેંચી કાઢી અને રાજા એગ્લોનને મારી નાખ્યોન્યાય 3:21–22
કલમો
ન્યાય 3:21–22ત્યારે એહૂદે પોતાના ડાબા હાથે, પોતાની જમણી જાંઘ નીચેથી તલવાર કાઢીને રાજાના શરીરમાં ઘુસાડી દીધી. તલવારની સાથે હાથો પણ અંદર પેસી ગયો, તેના પાછળના ભાગમાંથી અણી બહાર આવી અને તે અણી ઉપર ચરબી ભરાઈ ગઈ, કેમ કે એહૂદે તે તલવાર તેના પેટમાંથી પાછી બહાર ખેંચી કાઢી નહોતી.
- બિન્યામીન પાસે 700 ડાબોડી માણસો હતા જેઓ ગોફણથી વાળ જેટલું નિશાન તાકી શકતાન્યાય 20:16
કલમો
ન્યાય 20:16આ સર્વ સૈનિકોમાં, ચુંટી કાઢેલા સાતસો ડાબોડી પુરુષો હતા; તેઓમાંનો પ્રત્યેક ગોફણથી એવો ગોળો મારતો કે તેનો પ્રહાર નિશ્ચિત નિશાન પર જ થતો હતો.
- દાઉદના બિન્યામીની તીરંદાજો બંને હાથે ગોફણ ચલાવતા અને તીર મારતા1 કાળ 12:2
કલમો
1 કાળ 12:2તેઓ ધનુર્ધારીઓ હતા, જમણે તથા ડાબે હાથે ગોફણથી પથ્થર ફેંકી શકતા હતા તથા ધનુષ્યથી બાણ મારી શકતા હતા. તેઓ બિન્યામીની શાઉલના ભાઈઓમાંના હતા.
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો