Bible Explorer એપ મેળવો

અન્વેષણ › વિષયો › મૃતદેહમાં સુગંધી દ્રવ્યો ભરવાં અને દફનના મસાલા

આશ્ચર્યજનક વિગતો

બાઇબલમાં મૃતદેહમાં સુગંધી દ્રવ્યો ભરવાં અને દફનના મસાલા

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી ના 18 ફકરા, પંક્તિએ પંક્તિએ.

  • યૂસફે પોતાના વૈદો પાસે પોતાના પિતા યાકૂબના શરીરમાં સુગંધી દ્રવ્યો ભરાવ્યાંઉત્પ 50:2
    કલમો
    ઉત્પ 50:2યૂસફે તેના દાસોમાં જે વૈદો હતા તેઓને તેના પિતાના દેહમાં સુગંધીઓ ભરવાની આજ્ઞા આપી. તેથી વૈદોએ ઇઝરાયલના દેહમાં સુગંધીઓ ભરી.
  • સુગંધી દ્રવ્યો ભરવામાં ચાળીસ દિવસ લાગ્યા; મિસરીઓએ સિત્તેર દિવસ શોક કર્યોઉત્પ 50:3
    કલમો
    ઉત્પ 50:3સુગંધીઓ ભરવાનું કામ ચાલીસ દિવસ પછી પૂરું થયું. યાકૂબના મરણ નિમિત્તે મિસરીઓએ સિત્તેર દિવસ શોક પાળ્યો.
  • યૂસફ 110 વર્ષે મરણ પામ્યો, તેના શરીરમાં સુગંધી દ્રવ્યો ભરવામાં આવ્યાં, અને મિસરમાં તેને શબપેટીમાં મૂકવામાં આવ્યોઉત્પ 50:26
    કલમો
    ઉત્પ 50:26યૂસફ એકસો દસ વર્ષનો થઈને મૃત્યુ પામ્યો અને તેઓએ તેના દેહમાં સુગંધીઓ ભરીને તેને મિસરમાં શબપેટીમાં સાચવી રાખ્યો.
  • યૂસફે માગ્યું હતું તેમ, મૂસા યૂસફનાં હાડકાં મિસરમાંથી લઈ ગયોનિર્ગ 13:19
    કલમો
    નિર્ગ 13:19મૂસાએ યૂસફનાં અસ્થિ સાથે લઈ લીધાં હતાં. કેમ કે યૂસફે ઇઝરાયલપુત્રોને સોગન દઈને કહ્યું હતું કે, “યહોવાહ જરૂર તમારી મદદે આવશે, તમને અહીંથી છોડાવશે. ત્યારે તમે વિદાય થાઓ તે વખતે તમે મારાં અસ્થિ અહીંથી લઈ જજો.”
  • તેનાં હાડકાં શખેમમાં, યાકૂબે ખરીદેલી જમીનમાં દફનાવવામાં આવ્યાંયહો 24:32
    કલમો
    યહો 24:32યૂસફના જે અસ્થિ ઇઝરાયલના લોકો મિસરમાંથી બહાર લાવ્યા હતા તેને તેઓએ શખેમમાં, જમીનનો જે ટુકડો યાકૂબે ચાંદીના સો સિક્કાની કિંમત આપીને શખેમના પિતા હમોરના દીકરાઓ પાસેથી વેચાતો લીધો હતો તેમાં દફનાવ્યાં. અને તે યૂસફના વંશજોનું વતન થયું.

સુગંધી દ્રવ્યો અને શણનાં વસ્ત્રો

  • રાજા આસાને સુગંધી દ્રવ્યો અને મિશ્રિત અત્તરોથી ભરેલી ઠાઠડી પર સુવડાવવામાં આવ્યો2 કાળ 16:14
    કલમો
    2 કાળ 16:14દાઉદનગરમાં તેણે પોતાને માટે જે કબર ખોદાવી હતી તેમાં તેને દફનાવવામાં આવ્યો. તેના કફનમાં સુગંધીઓ તથા ગાંધીએ તૈયાર કરેલાં વિવિધ પ્રકારનાં સુગંધીદ્રવ્યો ભરીને તેઓએ તેમાં તેને સુવાડ્યો. પછી તેઓએ મોટા પ્રમાણમાં સુગંધીદ્રવ્યોનું દહન કર્યું.
  • આસાના માનમાં મોટો અગ્નિ કરવામાં આવ્યો; યહોરામ માટે કરવામાં આવ્યો નહિ2 કાળ 16:14, 2 કાળ 21:19
    કલમો
    2 કાળ 16:14દાઉદનગરમાં તેણે પોતાને માટે જે કબર ખોદાવી હતી તેમાં તેને દફનાવવામાં આવ્યો. તેના કફનમાં સુગંધીઓ તથા ગાંધીએ તૈયાર કરેલાં વિવિધ પ્રકારનાં સુગંધીદ્રવ્યો ભરીને તેઓએ તેમાં તેને સુવાડ્યો. પછી તેઓએ મોટા પ્રમાણમાં સુગંધીદ્રવ્યોનું દહન કર્યું.
    2 કાળ 21:19કેટલોક સમય પસાર થયા પછી, એટલે બે વર્ષને અંતે, તે રોગને કારણે તેનાં આંતરડાં ખરી પડ્યાં. એવા દુઃખદાયક રોગથી તે મરણ પામ્યો. તેના લોકોએ તેના પિતૃઓને માટે જેવો દફનવિધિ કર્યો હતો, તેવો તેનો દફનવિધિ કર્યો નહિ.
  • માર્થા: ‘પ્રભુ, હવે તો તે દેહમાંથી દુર્ગંધ આવતી હશે; કેમ કે આજ તેના મૃત્યુને ચાર દિવસ થઈ ગયા છે’યોહ 11:39
    કલમો
    યોહ 11:39ઈસુએ કહ્યું કે, ‘પથ્થરને ખસેડો.’ મૃત્યુ પામેલાની બહેન માર્થાએ તેમને કહ્યું કે, ‘પ્રભુ, હવે તો તે દેહમાંથી દુર્ગંધ આવતી હશે; કેમ કે આજ તેના મૃત્યુને ચાર દિવસ થઈ ગયા છે.’”
  • લાજરસ શણના પાટાઓથી બંધાયેલો, તેનું મોં રૂમાલથી વીંટાળેલું, બહાર આવ્યોયોહ 11:44
    કલમો
    યોહ 11:44ત્યારે જે મૃત્યુ પામેલો હતો તે હાથે પગે દફનના વસ્ત્રો બાંધેલો બહાર આવ્યો, તેના મૂખ પર રૂમાલ વીંટાળેલો હતો. ઈસુએ તેઓને કહ્યું, તેનાં બંધન છોડી નાખો અને તેને જવા દો.
  • ઈસુ: તેણે મારા શરીરને દફનને માટે અગાઉથી અભિષેક કર્યો છેમાર્ક 14:8, યોહ 12:7
    કલમો
    માર્ક 14:8જે તેનાથી થઈ શક્યું તે તેણે કર્યું છે; દફનને સારુ અગાઉથી તેણે મારા શરીરને અત્તર લગાવ્યું છે.
    યોહ 12:7ત્યારે ઈસુએ કહ્યું કે, ‘મારા દફનાવવાનાં દિવસને માટે મરિયમને એવું કરવા દે.
  • નિકોદેમસ ઘણો બોળ અને અગર લાવ્યોયોહ 19:39
    કલમો
    યોહ 19:39જે અગાઉ એક રાત્રે ઈસુની પાસે આવ્યો હતો, તે નિકોદેમસ પણ બોળ અને અગરનું આશરે 30 કિલોગ્રામ મિશ્રણ લઈને આવ્યો.
  • યહૂદીઓની દફનની રીત પ્રમાણે ઈસુના દેહને સુગંધી દ્રવ્યો સાથે શણનાં વસ્ત્રોમાં વીંટાળવામાં આવ્યોયોહ 19:40
    કલમો
    યોહ 19:40ત્યારે યહૂદીઓની દફનાવવાની રીત પ્રમાણે તેઓએ ઈસુનો પાર્થિવ દેહ લઈને, સુગંધીદ્રવ્યો સહિત શણના વસ્ત્રમાં લપેટ્યો.
  • સ્ત્રીઓએ સુગંધી દ્રવ્યો અને અત્તર તૈયાર કર્યાં, પછી વિશ્રામવારે વિશ્રામ લીધોલૂક 23:55–56
    કલમો
    લૂક 23:55–56જે સ્ત્રીઓ તેમની સાથે ગાલીલમાંથી આવી હતી, તેઓએ પણ પાછળ પાછળ જઈને કબર જોઈ, અને તેમનો મૃતદેહ શી રીતે મુકાયો હતો તે જોયું. તેઓએ પાછા આવીને સુગંધી તથા અત્તર તૈયાર કર્યાં. આજ્ઞા પ્રમાણે વિશ્રામવારે તેઓએ વિશ્રામ લીધો.
  • વિશ્રામવાર પછી તેઓએ દેહને અભિષેક કરવા સુગંધી દ્રવ્યો ખરીદ્યાંમાર્ક 16:1
    કલમો
    માર્ક 16:1વિશ્રામવાર વીતી ગયા પછી મગ્દલાની મરિયમ, યાકૂબની મા મરિયમ તથા શાલોમીએ, સુગંધી ચીજો વેચાતી લીધી, એ માટે કે તેઓ જઈને તેમને લગાવે.
  • અઠવાડિયાના પહેલા દિવસે બહુ વહેલી સવારે તેઓ સુગંધી દ્રવ્યો કબર પાસે લાવીલૂક 24:1
    કલમો
    લૂક 24:1અઠવાડિયાને પહેલે દિવસે, પ્રભાતે, જે સુગંધીદ્રવ્યો તેઓએ તૈયાર કર્યાં હતાં તે લઈને તે સ્ત્રીઓ તેમની કબરે આવી.
  • પિતરે શણનાં વસ્ત્રો, અને માથાનો રૂમાલ અલગ વાળીને મૂકેલો જોયોયોહ 20:6–7
    કલમો
    યોહ 20:6–7પછી સિમોન પિતર પણ તેની પાછળ આવ્યો અને તે કબરની અંદર ગયો; તેણે શણના વસ્ત્રો પડેલાં જોયાં; અને જે રૂમાલ તેમના માથા પર વીંટાળેલો હતો, તે શણનાં વસ્ત્રોની પાસે પડેલો ન હતો, પણ વાળીને એક જગ્યાએ અલગથી મૂકેલો હતો.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો