Bible Explorer એપ મેળવો

અન્વેષણ › વિષયો › ચાવીઓ, મુદ્રાઓ, મુદ્રિકાઓ

આશ્ચર્યજનક વિગતો

બાઇબલમાં ચાવીઓ, મુદ્રાઓ, મુદ્રિકાઓ

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી ના 27 ફકરા, પંક્તિએ પંક્તિએ.

ચાવીઓ અને ભૂંગળો

  • એહૂદ રાજા એગ્લોનની ઉપરની ઓરડીનાં બારણાં પોતાની પાછળ બંધ કરીને ગયોન્યાય 3:23
    કલમો
    ન્યાય 3:23ત્યાર પછી એહૂદ ઓરડીમાં ગયો અને તેના બારણાં તેણે પાછાં બંધ કર્યો અને તેમને તાળું માર્યું.
  • ચાકરોએ રાહ જોઈ, પછી ચાવી લઈને બારણાં ઉઘાડ્યાંન્યાય 3:24–25
    કલમો
    ન્યાય 3:24–25એહૂદના ગયા પછી, રાજાના નોકરો અંદર આવ્યા; તેઓએ જોયું કે ઉપરની ઓરડીના બારણાએ તાળું મારેલું હતું, તેઓએ વિચાર્યું કે, “ચોક્કસ તે ઉપરની ઠંડી ઓરડીમાં પોતાની રીતે આરામ કરતો હશે.” જયારે ઘણીવાર સુધી રાજાએ બારણું ઉઘાડ્યું નહિ ત્યારે તેઓની ચિંતા વધવા લાગી તેઓ શરમાયા અને ગભરાયા. તેઓએ ચાવી લીધી અને તેના બારણાં ઉઘાડ્યાં. ત્યારે તેઓએ પોતાના રાજાને મૃત અવસ્થામાં જમીન પર પડેલો જોયો.
  • લેવીઓ રાત્રે ઈશ્વરના ઘરની ચોકી કરતા અને દરરોજ સવારે તે ઉઘાડતા1 કાળ 9:27
    કલમો
    1 કાળ 9:27તેઓ ઈશ્વરના સભાસ્થાનની આસપાસ તેમનાં કામ પ્રમાણે રહેતા હતા, કેમ કે તેઓ તેની રક્ષા માટે જવાબદાર હતા. દર સવારે તેને ઉઘાડવાનું કામ તેઓનું હતું.
  • યરુશાલેમના દરવાજા બારણાં, ભૂંગળો અને આગળિયા સાથે ફરીથી બંધાયાનહે 3:3
    કલમો
    નહે 3:3હસ્સેનાના દીકરાઓએ મચ્છીદરવાજો બાંધ્યો. તેઓએ તેના મોભ ગોઠવ્યા અને તેના દરવાજા બેસાડ્યા. મિજાગરાં જડ્યાં અને ભૂંગળો બેસાડી.

મુદ્રાઓ અને મુદ્રિકાઓ

  • યહૂદાએ ગીરવે તરીકે પોતાની મુદ્રા, દોરી અને લાકડી તામાર પાસે રાખીઉત્પ 38:18
    કલમો
    ઉત્પ 38:18તેણે કહ્યું, હું તને શું ગીરવે આપી શકું? તેણે કહ્યું, “તારી મુદ્રા, તારો અછોડો તથા તારા હાથમાંની લાકડી.” તેણે તેને તે આપ્યાં. પછી તે તેની પાસે ગયો. તેના સંસર્ગથી તે ગર્ભવતી થઈ.
  • તામાર: ‘આ મુદ્રા, અછોડો તથા લાકડી કોનાં છે’ઉત્પ 38:25
    કલમો
    ઉત્પ 38:25જયારે તેને ત્યાં લાવવામાં આવી ત્યારે તેણે પેલા પુરાવા સાથે તેના સસરાને સંદેશ કહેવડાવ્યો કે, “આ વસ્તુઓ જેની છે, તેનાથી હું ગર્ભવતી થયેલી છું” તેણે કહ્યું, “આ મુદ્રા, અછોડો તથા લાકડી કોનાં છે, તે મહેરબાની કરીને તું ઓળખી લે.”
  • ફારુને પોતાની મુદ્રિકા યૂસફની આંગળીએ પહેરાવીઉત્પ 41:42
    કલમો
    ઉત્પ 41:42ફારુને પોતાની મુદ્રાવાળી વીંટી અધિકારના પ્રતિક તરીકે યૂસફની આંગળીએ પહેરાવી. તેને શણનાં વસ્ત્રો અને સોનાનો હાર પહેરાવ્યો.
  • ઇઝબેલે આહાબના નામે પત્રો લખ્યા અને તેની મુદ્રાથી મહોર મારી1 રાજા 21:8
    કલમો
    1 રાજા 21:8પછી આહાબને નામે ઇઝબેલે પત્રો લખ્યા, તે પર તેની મહોર મારીને બંધ કર્યા. નાબોથ રહેતો હતો તે નગરમાં વડીલો અને આગેવાનોને તે પત્રો તેણે મોકલી આપ્યા.
  • અહાશ્વેરોશે પોતાની મુદ્રિકા હામાનને આપીએસ્ત 3:10
    કલમો
    એસ્ત 3:10એ સાંભળીને રાજાએ પોતાના હાથમાંથી રાજમુદ્રા કાઢીને યહૂદીઓના શત્રુ અગાગી હામ્મદાથાના પુત્ર હામાનને તે આપી.
  • હામાનનો હુકમ રાજાના નામે લખાયો અને વીંટીથી મહોર મારવામાં આવીએસ્ત 3:12
    કલમો
    એસ્ત 3:12ત્યાર બાદ પહેલા મહિનાને તેરમે દિવસે રાજાના મંત્રીઓને બોલાવવામાં આવ્યા; અને હામાને જે સર્વ આજ્ઞાઓ આપી તે પ્રમાણે રાજાના અમલદારો પર, દરેક પ્રાંતના સૂબાઓ પર, તથા દરેક પ્રજાના સરદારો પર, અર્થાત્ દરેક પ્રાંતની લિપિમાં અને દરેક પ્રાંતની ભાષા પ્રમાણે લખવામાં આવ્યું; અને અહાશ્વેરોશ રાજાને નામે તે હુકમો લખાયા અને રાજાની મુદ્રિકાથી તેના પર મહોર મારવામાં આવી.
  • હામાન પાસેથી પાછી લીધેલી વીંટી મોર્દખાયને આપવામાં આવીએસ્ત 8:2
    કલમો
    એસ્ત 8:2રાજાએ હામાન પાસેથી પાછી લીધેલી મુદ્રિકા કાઢીને મોર્દખાયને આપી અને એસ્તેરે મોર્દખાયને હામાનના ઘરબારનો કારભારી ઠરાવ્યો.
  • રાજાની મુદ્રિકાથી મહોર મારેલું ફરમાન રદ કરી શકાતું નથીએસ્ત 8:8
    કલમો
    એસ્ત 8:8તમને યોગ્ય લાગે તે પ્રમાણે તમે યહૂદીઓ પર રાજાના નામથી લખાણ કરો અને રાજાની મુદ્રિકાથી તે મુદ્રિત કરો કેમ કે રાજાના નામથી લખાયેલો તથા રાજાની મુદ્રિકાથી મુદ્રિત થયેલો લેખ કોઈથી રદ થતો નથી.”
  • મોર્દખાયે પત્રો પર મહોર મારી અને ઘોડેસવાર સંદેશવાહકો દ્વારા મોકલ્યાએસ્ત 8:10
    કલમો
    એસ્ત 8:10મોર્દખાયે આ હુકમ રાજાના નામે લખાવ્યો. અને રાજાની મુદ્રિકાથી મુદ્રિત કરીને ઘોડેસવાર ખેપિયાઓની એટલે રાજાની સેવામાં વપરાતા તથા રાજાની અશ્વશાળાના ઘોડાઓ પર સવારી કરતા સંદેશાવાહકો મારફતે સર્વ જગ્યાઓએ આ પત્રો મોકલી આપવામાં આવ્યા.
  • સિંહોના બિલ પર રાજાની વીંટીથી અને તેના અમીરોની વીંટીઓથી મહોર મારવામાં આવીદાનિ 6:17
    કલમો
    દાનિ 6:17એક મોટો પથ્થર લાવીને બિલના પ્રવેશદ્વાર પર મૂકવામાં આવ્યો, રાજાએ તેના ઉપર પોતાની તથા પોતાના અમીરોની મુદ્રા વડે સિક્કો માર્યો, જેથી દાનિયેલની બાબતમાં કંઈ પણ ફેરફાર થાય નહિ.
  • આગેવાનો, લેવીઓ અને યાજકોનાં નામોથી મહોર મારેલો લેખિત કરારનહે 9:38, નહે 10:1
    કલમો
    નહે 9:38એ સર્વને લીધે હવે અમે ચોક્કસ કરાર કરીએ છીએ અને તે નોંધીએ છીએ. તે પર અમારા આગેવાનો, લેવીઓ તથા યાજકો પોતપોતાની મહોર મારે છે.”
    નહે 10:1જેઓએ મહોર મારી તેઓ આ હતા: હખાલ્યાનો દીકરો નહેમ્યા તે આગેવાન હતો. અને સિદકિયા,
  • યર્મિયાએ દસ્તાવેજ પર સહી કરીને મહોર મારી: એક મહોરબંધ નકલ, એક ખુલ્લી નકલયર્મિ 32:10–11
    કલમો
    યર્મિ 32:10–11મેં પત્રકમાં સહી કરી અને તેના પર મહોર મારી. અને સાક્ષીઓને બોલાવી અને ત્રાજવામાં ચાંદી તોળી આપી. ત્યાર પછી જે વેચાણખત નિયમ તથા રિવાજ મુજબ મહોર મારી બંધ કરેલું હતું અને જે ઉઘાડું હતું તે બન્ને મેં લીધાં.
  • દસ્તાવેજો લાંબો સમય ટકે માટે માટીના પાત્રમાં મૂકવામાં આવ્યાયર્મિ 32:14
    કલમો
    યર્મિ 32:14સૈન્યોના યહોવાહ ઇઝરાયલના ઈશ્વર કહે છે કે, આ દસ્તાવેજ એટલે મહોર મારેલું બંધ વેંચાણખત અને જે ઉઘાડું છે તે બન્ને પત્રક લઈ લે અને તેને લાંબા વખત સુધી સાચવવા માટે એક માટીના ઘડામાં મૂક.
  • પથ્થર પર મહોર મારીને અને ચોકી બેસાડીને ઈસુની કબર સુરક્ષિત કરવામાં આવીમાથ 27:66
    કલમો
    માથ 27:66તેથી તેઓ ગયા અને પથ્થરને મહોર મારીને તથા ચોકીદારો બેસાડીને કબરનો જાપ્તો રાખ્યો.

મુદ્રાની જેમ કોતરેલું

  • ઇઝરાયલના દીકરાઓનાં નામ મુદ્રાની જેમ કોતરેલા બે ગોમેદ પથ્થરનિર્ગ 28:9, નિર્ગ 28:11, નિર્ગ 39:6
    કલમો
    નિર્ગ 28:9વળી ગોમેદના બે પાષાણો લેવા અને પછી તેના પર ઇઝરાયલ પુત્રોનાં નામ કોતરવાં.
    નિર્ગ 28:11આ મુદ્રા બનાવનાર કલાકાર પાસે તારે બે પાષાણ પર ઇઝરાયલ પુત્રોનાં નામ કોતરાવવાં અને તેમને સોનાના ચોકઠામાં જડવાં. અને ઇઝરાયલ પુત્રોના સ્મારક તરીકે ઉરાવરણની સ્કંધપટી સાથે જડી દેવા.
    નિર્ગ 39:6તેઓએ ગોમેદ પાષાણો તૈયાર કરીને તેમના પર ઇઝરાયલના બાર પુત્રોનાં નામ મુદ્રાની કોતરણીથી કોતરીને, તેમને સોનાના ચોકઠામાં બેસાડ્યા.
  • ઉરપત્રના બાર પથ્થર, દરેક પર મુદ્રાની જેમ એક કુળનું નામ કોતરેલુંનિર્ગ 28:21, નિર્ગ 39:14
    કલમો
    નિર્ગ 28:21પ્રત્યેક પાષાણ પર ઇઝરાયલના બાર પુત્રોમાંના એક પુત્રનું નામ કોતરાવવું. પ્રત્યેક પાષાણ ઇઝરાયલના એક કુળસમૂહનું પ્રતીક બનશે.
    નિર્ગ 39:14આ રીતે પાષાણો તેઓના નામ પ્રમાણે એટલે ઇઝરાયલનાપુત્રોના નામ પ્રમાણે બાર નંગો હતા. તેના પર ઇઝરાયલના પુત્રોનાં નામ કોતરેલાં હતાં. બારે કુળોમાંના દરેકનું નામ એકેક પાષાણ પર મુદ્રાના જેવી કોતરણીથી કોતરેલું હતું.
  • મુદ્રાની જેમ કોતરેલું સોનાનું પતરું: ‘યહોવાહને પવિત્ર’નિર્ગ 28:36, નિર્ગ 39:30
    કલમો
    નિર્ગ 28:36પછી શુદ્ધ સોનાનું એક પાત્ર બનાવજે અને તેના પર ‘યહોવાહને પવિત્ર’ એમ કોતરાવવું.
    નિર્ગ 39:30તેઓએ શુદ્ધ સોનાનું પવિત્ર મુગટનું પતરું બનાવ્યું; તેઓએ તેના પર પવિત્ર શબ્દો કોતરેલા હતા, યહોવાહને સારુ પવિત્ર.
  • ગીતોના ગીતમાં એક વચન: ‘મને તારા હૃદય પર મુદ્રા તરીકે … બેસાડ’ગીત 8:6
    કલમો
    ગીત 8:6મને તારા હૃદય પર મુદ્રા તરીકે અને તારા હાથ પરની વીંટી તરીકે બેસાડ. કેમ કે પ્રેમ મોત સમાન બળવાન છે. અને ઈર્ષ્યા શેઓલ જેવી ક્રૂર છે; તેના ચમકારા; અગ્નિની જ્વાળા જેવા પ્રબળ છે.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો