Bible Explorer એપ મેળવો

અન્વેષણ › વિષયો › મશકો, કુંડાં અને કુપ્પીઓ

આશ્ચર્યજનક વિગતો

બાઇબલમાં મશકો, કુંડાં અને કુપ્પીઓ

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી ના 31 ફકરા, પંક્તિએ પંક્તિએ.

પાણી, દ્રાક્ષારસ અને દૂધ માટે મશકો

  • ઇબ્રાહિમે હાગારને રોટલી અને પાણીની મશક આપીઉત્પ 21:14
    કલમો
    ઉત્પ 21:14ઇબ્રાહિમ વહેલી સવારે ઊઠ્યો. તેણે રોટલી તથા પાણી ભરેલું એક પાત્ર લઈને હાગારના ખભા પર મૂક્યું. છોકરો તેને સોંપીને તેઓને વિદાય કર્યાં. હાગાર ત્યાંથી નીકળીને બેરશેબાના અરણ્યમાં ભટકતી ફરી.
  • મશક ખાલી થઈ ત્યારે તેણે એક કૂવો જોયો અને તે ભરીઉત્પ 21:15, ઉત્પ 21:19
    કલમો
    ઉત્પ 21:15રસ્તામાં પાત્રમાંનુ પાણી પૂરું થઈ ગયું ત્યારે તેણે છોકરાંને એક ઝાડ નીચે મૂક્યો.
    ઉત્પ 21:19પછી ઈશ્વરે તેની આંખો ઊઘાડી અને તેણે પાણીનો એક કૂવો જોયો. ત્યાં જઈને તેણે પાણીનું પાત્ર ભર્યું અને છોકરાંને પાણી પીવાને આપ્યું.
  • યાએલે સીસરાને દૂધની મશકમાંથી પીવા આપ્યુંન્યાય 4:19
    કલમો
    ન્યાય 4:19સીસરાએ તેને કહ્યું, “કૃપા કરીને મને થોડું પાણી આપ, કેમ કે મને તરસ લાગી છે.” તેણે એક મશક ઉઘાડીને તેને પીવાને દૂધ આપ્યું અને તેણે તેના પર ફરીથી ધાબળો ઓઢાડી દીધો.
  • ગિબ્યોનીઓએ ફાટેલી અને સાંધેલી જૂની દ્રાક્ષારસની મશકો બતાવીયહો 9:4, યહો 9:13
    કલમો
    યહો 9:4ત્યારે તેઓએ ષડ્યંત્ર રચ્યું અને એલચીઓ જેવા તૈયાર થઈને પોતાનાં ગધેડાં પર જૂની ગૂણપાટો, દ્રાક્ષારસની જૂની, ફાટેલી અને થીંગડાં મારેલી મશકો લાદી.
    યહો 9:13દ્રાક્ષારસની મશકો જયારે અમે ભરી ત્યારે નવી હતી, જુઓ, હવે તે ફાટી ગઈ છે. ઘણી દૂરની મુસાફરીથી અમારા વસ્ત્રો અને અમારા પગરખાં ઘસાઈને જૂના થઈ ગયાં છે.
  • હાન્ના બળદ, લોટ અને દ્રાક્ષારસની મશક સાથે શમુએલને શીલો લાવી1 શમુ 1:24
    કલમો
    1 શમુ 1:24તેણે તેનું દૂધ છોડાવ્યું ત્યાર પછી, તેણે તેને પોતાની સાથે લીધો, ત્રણ વર્ષનો એક બળદો, એક એફાહ આશરે 20 કિલો લોટ, એક કૂંડીમાં દ્રાક્ષાસવ પણ લીધો, આ બધું તેઓ શીલોમાં ઈશ્વરના ઘરમાં લાવ્યા. બાળક હજી નાનો હતો.
  • બેથેલ જતા ત્રણ માણસો: બકરાં, ત્રણ રોટલી અને દ્રાક્ષારસની મશક1 શમુ 10:3
    કલમો
    1 શમુ 10:3પછી ત્યાંથી આગળ ચાલતા, તું તાબોરના એલોન વૃક્ષ આગળ આવશે. ત્યાં ત્રણ માણસો ઈશ્વરની પાસે બેથેલમાં જતા તને મળશે. તેમાંના એકે બકરીનાં ત્રણ બચ્ચાં ઊંચકેલા હશે, બીજા પાસે ત્રણ રોટલી હશે. અને ત્રીજાએ દ્રાક્ષાસવની કુંડી ઊંચકેલી હશે.
  • યિશાઈએ દાઉદને રોટલી, દ્રાક્ષારસની મશક અને લવારા સાથે શાઉલ પાસે મોકલ્યો1 શમુ 16:20
    કલમો
    1 શમુ 16:20તેથી યિશાઈએ રોટલી, દ્રાક્ષારસનું પાત્ર, અને લવારું એક ગધેડા પર લાદીને પોતાના દીકરા દાઉદની મારફતે શાઉલને સારુ મોકલાવ્યાં.
  • અબિગાઈલ દાઉદ માટે દ્રાક્ષારસની બે મશક અને ઘણો ખોરાક લાવી1 શમુ 25:18
    કલમો
    1 શમુ 25:18પછી અબિગાઈલ ઉતાવળથી બસો રોટલી, દ્રાક્ષારસની બે મશકો, રાંધીને તૈયાર કરેલ પાંચ ઘેટાંનું માંસ, પાંચ માપ પોંક, દ્રાક્ષાની સો લૂમ તથા અંજીરનાં બસો ચકતાં ગધેડાં પર મૂક્યાં.
  • સીબા લાદેલાં ગધેડાં અને દ્રાક્ષારસની મશક સાથે દાઉદને મળ્યો2 શમુ 16:1
    કલમો
    2 શમુ 16:1દાઉદ પર્વતના શિખર પર થોડા અંતર સુધી ગયો, ત્યાં મફીબોશેથનો ચાકર સીબા તેને બે ગધેડાં સાથે મળ્યો; જેના પર બસો રોટલી, સૂકી દ્રાક્ષોની એકસો અંજીરોનું ઝૂમખું તથા દ્રાક્ષારસની એક કુંડી લાદેલી હતી.
  • ઈસુ: કોઈ નવો દ્રાક્ષારસ જૂની મશકોમાં ભરતું નથીમાથ 9:17, માર્ક 2:22, લૂક 5:37–38
    કલમો
    માથ 9:17વળી નવો દ્રાક્ષારસ જૂની મશકોમાં કોઈ ભરતું નથી; જો ભરે તો મશકો ફાટી જાય છે, દ્રાક્ષારસ ઢોળાઈ જાય છે, અને મશકોનો નાશ થાય છે. પણ નવો દ્રાક્ષારસ નવી મશકોમાં ભરવામાં આવે છે, જેથી બન્નેનું રક્ષણ થાય છે.”
    માર્ક 2:22નવો દ્રાક્ષારસ જૂની મશકોમાં કોઈ ભરતું નથી; જો ભરે તો નવો દ્રાક્ષારસ મશકોને ફાડી નાખે છે અને દ્રાક્ષારસ તથા મશકો એ બન્નેનો નાશ થાય છે; પણ નવો દ્રાક્ષારસ નવી મશકોમાં ભરવામાં આવે છે.
    લૂક 5:37–38તે જ રીતે નવો દ્રાક્ષારસ જૂની મશકોમાં કોઈ ભરતું નથી, જો ભરે તો નવો દ્રાક્ષારસ મશકોને ફાડી નાખશે, અને પોતે ઢળી જશે અને મશકોનો નાશ થશે. પણ નવો દ્રાક્ષારસ નવી મશકોમાં ભરવો જોઈએ.
  • અલીહૂ: મારું પેટ નવી મશકની જેમ ફાટવાની અણી પર છેઅયૂ 32:19
    કલમો
    અયૂ 32:19જુઓ, હું નવી દ્રાક્ષારસના મશક જેવો છું કે જે હજી ખોલી ન હોય; તેવું મારું મન છે, નવા મશકની જેમ તે ફાટવાની તૈયારીમાં છે.
  • એક ગીતકર્તા: ધુમાડામાં સુકાઈ ગયેલી મશક જેવોગી.શા 119:83
    કલમો
    ગી.શા 119:83કેમ કે હું ધુમાડામાં રહેલી મશકના જેવો થઈ ગયો છું; હું તમારા વિધિઓને વીસરતો નથી.
  • એક ગીતકર્તા: ‘મારાં આંસુઓ તમારી કુપ્પીમાં રાખો’ગી.શા 56:8
    કલમો
    ગી.શા 56:8તમે મારું ભટકવું જાણો છો અને મારાં આંસુઓ તમારી કુપ્પીમાં રાખો; શું તેઓ તમારા પુસ્તકમાં નોંધેલાં નથી?

કુંડાં અને કુપ્પીઓ

  • રિબકા ખભા પર ઘડો લઈને બહાર આવીઉત્પ 24:15
    કલમો
    ઉત્પ 24:15તેની આ પ્રાર્થના પૂરી થયા અગાઉ રિબકા ખભા પર ગાગર સાથે ત્યાં આવી. રિબકા, ઇબ્રાહિમના ભાઈ નાહોરની પત્ની મિલ્કાના દીકરા બથુએલની દીકરી હતી.
  • ગિદિયોનના માણસોએ ઘડાઓમાં મશાલો રાખી અને ઘડા ફોડી નાખ્યાન્યાય 7:16, ન્યાય 7:19–20
    કલમો
    ન્યાય 7:16તેણે ત્રણસો પુરુષોની ત્રણ ટુકડીઓ કરી. તેઓને બધાને રણશિંગડાં તથા ખાલી ઘડા આપ્યાં દરેક ઘડામાં દીવા હતા.
    ન્યાય 7:19–20તેથી ગિદિયોન તથા તેની સાથે સો પુરુષો અડધી રાત્રે છાવણીના છેવાડા ભાગ આગળ આવ્યા. તે વખતે માત્ર થોડી જ વાર ઉપર નવો પહેરો ગોઠવ્યો હતો. તેઓએ રણશિંગડાં વગાડીને પોતાના હાથમાંના ઘડા ફોડ્યા. ત્રણે ટુકડીઓએ રણશિંગડાં વગાડીને ઘડા ફોડ્યા. તેઓએ ડાબા હાથથી દીવા પકડ્યા અને રણશિંગડાંને તેઓના જમણાં હાથોથી વગાડ્યાં. તેઓએ પોકાર કર્યો, “ઈશ્વરની તથા ગિદિયોનની તલવાર.”
  • શમુએલે શાઉલના માથા પર તેલની કુપ્પી રેડી1 શમુ 10:1
    કલમો
    1 શમુ 10:1પછી શમુએલે તેલની કુપ્પી લઈને તેમાંનું તેલ, શાઉલના માથા ઉપર રેડયું અને તેને ચુંબન કર્યું. પછી કહ્યું, “શું ઈશ્વરે પોતાના વારસા પર અધિકારી થવા સારુ તને અભિષિક્ત કર્યો નથી?
  • દાઉદે ઊંઘતા શાઉલના માથા પાસેથી ભાલો અને પાણીની કુલડી લઈ લીધી1 શમુ 26:12
    કલમો
    1 શમુ 26:12તેથી દાઉદે ભાલો તથા પાણીનું પાત્ર શાઉલના માથા પાસેથી લઈ લીધાં અને તેઓ ત્યાંથી જતા રહ્યા. કોઈએ તે વિશે જોયું નહિ કે જાણ્યું નહિ, કોઈ જાગ્યો નહિ; કેમ કે ઈશ્વરે તેમને ગાઢ નિદ્રામાં નાખ્યા હતા.
  • સારફતની વિધવા પાસે માટલામાં મુઠ્ઠીભર લોટ અને થોડું તેલ હતું1 રાજા 17:12
    કલમો
    1 રાજા 17:12પણ તે વિધવાએ જવાબ આપ્યો, “તારા ઈશ્વર યહોવાહની હાજરીમાં હું કહું છું કે મારી પાસે રોટલી નથી પણ માટલીમાં ફક્ત એક મુઠ્ઠી લોટ અને કૂંડીમાં થોડું તેલ છે. જો હું અહીં થોડાં લાકડાં વીણવા આવી છું, જેથી હું જઈને મારે માટે અને મારા પુત્ર માટે કંઈ રાંધુ કે જેથી અમે તે ખાઈએ અને પછીથી ભૂખે મરીએ.”
  • એક વિધવાએ વધારે વાસણો ન રહ્યાં ત્યાં સુધી તેલ રેડ્યું2 રાજા 4:2–6
    કલમો
    2 રાજા 4:2–6એલિશાએ તેને કહ્યું, “હું તારા માટે શું કરું? મને કહે તારી પાસે ઘરમાં શું છે?” તેણે કહ્યું, “તારી દાસી પાસે વાટકી તેલ સિવાય બીજું કશું જ ઘરમાં નથી.” ત્યારે એલિશાએ કહ્યું, “તું બહાર જઈને તારા બધા પડોશીઓ પાસેથી ખાલી વાસણો માગી લાવ. બની શકે તેટલાં ઉછીનાં વાસણ માગીને લાવ. પછી તું તારા દીકરાઓ સાથે ઘરમાં અંદર જઈને બારણું બંધ કરી દે. પછી તારી પાસે જે તેલ છે તેને પેલાં વાસણોમાં રેડ. અને જે જે વાસણ ભરાતું જાય તેને એક પછી એક બાજુએ મૂકતી જા.” પછી તે સ્રી એલિશા પાસેથી ગઈ અને તેણે તથા તેના દીકરાઓએ ઘરમાં જઈને બારણું બંધ કરી દીધું. તેઓ તેની પાસે વાસણો લાવતા ગયા અને તે વાસણોમાં તેલ રેડતી ગઈ. જયારે બધાં વાસણો ભરાઈ ગયાં ત્યારે તેણે તેના દીકરાઓને કહ્યું, “મારી પાસે બીજાં વાસણો લાવો.” પણ દીકરાએ કહ્યું, “હવે બીજું એક પણ વાસણ નથી.” એટલે તેલ પડતું બંધ થયું.
  • એલિશાએ એક યુવાન પ્રબોધકને તેલની કુપ્પી સાથે રામોથ-ગિલ્યાદ મોકલ્યો2 રાજા 9:1
    કલમો
    2 રાજા 9:1એલિશા પ્રબોધકે પ્રબોધકોના દીકરાઓમાંના એકને બોલાવ્યો. અને તેને કહ્યું, “તારી કમર બાંધ, તારા હાથમાં તેલની આ શીશી લે. અને રામોથ ગિલ્યાદ જા.”
  • યર્મિયાએ કુંભારનું માટીનું કુંડું ખરીદ્યું અને વડીલો આગળ તે ફોડી નાખ્યુંયર્મિ 19:1, યર્મિ 19:10
    કલમો
    યર્મિ 19:1યહોવાહે આ પ્રમાણે કહ્યું કે; “જા અને કુંભારની એક માટલી વેચાતી લે. ત્યાર પછી લોકોના તથા યાજકોમાંના કેટલાક વડીલોને તારી સાથે લઈ લે.
    યર્મિ 19:10પણ જે માણસો તારી સાથે જાય છે તેઓની નજર સમક્ષ તે માટલી તું ભાંગી નાખ,
  • કાનામાં પથ્થરનાં છ કુંડાં, દરેક વીસથી ત્રીસ ગેલનનું, કાંઠા સુધી ભરેલાંયોહ 2:6–7
    કલમો
    યોહ 2:6–7હવે યહૂદીઓની શુદ્ધિકરણની રીત પ્રમાણે દરેકમાં સો લીટર પાણી ભરાય એવાં પથ્થરના છ કુંડાં ત્યાં મૂકેલાં હતાં. ઈસુએ તેઓને કહ્યું, ‘તે કુંડાંઓમાં પાણી ભરો.’ એટલે તેઓએ કુંડાંને છલોછલ ભર્યાં.
  • પાણીનો ઘડો ઊંચકીને જતો એક માણસ શિષ્યોને રસ્તો બતાવશેમાર્ક 14:13
    કલમો
    માર્ક 14:13ઈસુએ પોતાના શિષ્યોમાંના બે શિષ્યોને મોકલ્યા અને તેઓને કહ્યું કે, ‘શહેરમાં જાઓ, પાણીનો ઘડો લઈને જતો એક માણસ તમને મળશે; તેની પાછળ જજો.
  • સમરૂની સ્ત્રી પોતાનો ઘડો મૂકીને નગરમાં ગઈયોહ 4:28
    કલમો
    યોહ 4:28પછી તે સ્ત્રી પોતાનો પાણીનો ઘડો ત્યાં જ રહેવા દઈને શહેરમાં ગઈ અને લોકોને કહેવા લાગી કે,
  • એક સ્ત્રીએ જટામાંસીના અત્તરની સંગેમરમરની શીશી ફોડીને ઈસુના માથા પર રેડીમાર્ક 14:3
    કલમો
    માર્ક 14:3જયારે ઈસુ બેથાનિયામાં સિમોન કુષ્ઠ રોગીના ઘરમાં હતા અને જમવા બેઠા હતા, ત્યારે એક સ્ત્રી શુદ્ધ જટામાંસીનું અતિ મૂલ્યવાન અત્તર ભરેલી સંગેમરમરની ડબ્બી લઈને આવી; અને એ ડબ્બી ભાંગીને તેણે ઈસુના માથા પર અત્તર રેડ્યું.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો