Bible Explorer એપ મેળવો

અન્વેષણ › વિષયો › વસ્તીગણતરીઓ

આશ્ચર્યજનક વિગતો

બાઇબલમાં વસ્તીગણતરીઓ

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી ના 21 ફકરા, પંક્તિએ પંક્તિએ.

અરણ્યમાં

  • સેવા કરી શકે એવા વીસ વર્ષ અને તેથી વધારે ઉંમરના દરેક પુરુષની ગણતરી થઈગણ 1:2–3
    કલમો
    ગણ 1:2–3“ઇઝરાયલપુત્રોના સમગ્ર કુળ પ્રમાણે તથા તેમના પિતાઓનાં કુટુંબ મુજબ તથા તેઓનાં નામ મુજબ દરેક પુરુષની ગણતરી કર. જેઓ વીસ વર્ષ અને તેનાથી મોટી ઉંમરના હોય અને ઇઝરાયલીપુત્રોમાંના જેટલા લડાઈમાં જવાને માટે લાયક હોય તેમની ગણતરી તેમનાં સૈન્ય મુજબ તું તથા હારુન કરો.
  • ગણાયેલા દરેક પુરુષે, ધનવાન હોય કે ગરીબ, અડધો શેકેલ આપ્યોનિર્ગ 30:13–15, નિર્ગ 38:26
    કલમો
    નિર્ગ 30:13–15વસ્તીગણતરીમાં નોંધાયેલા બધા માણસોએ યહોવાહને અડધો શેકેલ (શેકેલનો માપ વીસ ગેરહ હોય છે) અર્પણ તરીકે આપવો. વસ્તીગણતરીમાં નોંધાયેલા વીસ વર્ષના કે તેથી વધુ ઉંમરના દરેક માણસે આ પ્રમાણે અર્પણ કરવું. મને તમારા જીવનના બદલામાં આ અર્પણ આપતી વખતે ધનવાને વધારે કે ગરીબે ઓછું આપવાનું નથી.
    નિર્ગ 38:26વસ્તીગણતરીમાં વીસ વર્ષની અને તેની ઉપરની ઉંમરના જેટલા પુરુષો હતા તેઓની સંખ્યા છે લાખ ત્રણ હજાર પાંચસો પચાસ હતી, તેઓમાંથી પ્રત્યેક પુરુષ એક બેકા ચાંદી એટલે પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે અર્ધો શેકેલ ચાંદી આપી.
  • પહેલી ગણતરી: 603,550ગણ 1:46
    કલમો
    ગણ 1:46તેઓની ગણતરી છ લાખ ત્રણ હજાર પાંચસો પચાસની હતી.
  • લેવીઓને બીજાં કુળો સાથે ગણવામાં આવ્યા નહિગણ 1:47–49
    કલમો
    ગણ 1:47–49પણ તેઓ મધ્યે લેવીઓની તેઓના પિતાનાં કુળ મુજબ ગણતરી કરવામાં આવી નહિ. કેમ કે યહોવાહે મૂસાને કહ્યું કે, ‘તારે લેવીના કુળની ગણતરી કરવી નહિ અને ઇઝરાયલીઓમાં તેઓની કુલ સંખ્યા તારે નક્કી કરવી નહિ.’”
  • એક મહિના અને તેથી વધારે ઉંમરના લેવી પુરુષો: 22,000ગણ 3:39
    કલમો
    ગણ 3:39લેવીઓમાંના જે સર્વની ગણતરી થઈ, જેઓને મૂસાએ અને હારુને યહોવાહની આજ્ઞા અનુસાર ગણ્યા તેઓ, એટલે એક મહિનાના અને તેની ઉપરની ઉંમરના લેવી પુરુષો પોતાના કુટુંબ મુજબ બાવીસ હજાર હતા.
  • બીજી ગણતરી, યર્દન પાસે: 601,730ગણ 26:2, ગણ 26:51
    કલમો
    ગણ 26:2“ઇઝરાયલી લોકોની આખી જમાતમાં જેઓ વીસ વર્ષના કે તેથી વધારે ઉંમરના હોય, એટલે કે જેઓ ઇઝરાયલ માટે યુદ્ધમાં જવાને સમર્થ હોય તેઓની તથા તેઓના પિતૃઓના કુટુંબોની ગણતરી કર.”
    ગણ 26:51ઇઝરાયલ લોકો મધ્યેના માણસોની કુલ ગણતરી છ લાખ એક હજાર સાતસો ત્રીસની હતી.
  • કાલેબ અને યહોશુઆ સિવાય પહેલી વાર ગણાયેલાઓમાંથી કોઈ બાકી રહ્યું નહિગણ 26:64–65
    કલમો
    ગણ 26:64–65મૂસાએ તથા હારુન યાજકે સિનાઈ અરણ્યમાં ઇઝરાયલના વંશજોની ગણતરી કરી ત્યારે જેઓની ગણતરી થઈ હતી તેઓમાંનો એક પણ માણસ ત્યાં ન હતો. કેમ કે, યહોવાહે કહ્યું હતું કે આ બધા લોકો અરણ્યમાં મૃત્યુ પામશે. ફક્ત યફૂન્નેનો દીકરો કાલેબ તથા નૂનનો દીકરો યહોશુઆ સિવાય તેઓમાંનો એક પણ માણસ બચશે નહિ.

દાઉદની વસ્તીગણતરી

  • ગણતરીને નવ મહિના અને વીસ દિવસ લાગ્યા2 શમુ 24:8
    કલમો
    2 શમુ 24:8એમ આખા દેશમાં સ્થળે ફરીને વસ્તી ગણતરી કરી. નવ મહિના અને વીસ દિવસે તેઓ યરુશાલેમમાં પાછા આવ્યા.
  • શમુએલ: ઇઝરાયલમાં 800,000 અને યહૂદામાં 500,0002 શમુ 24:9
    કલમો
    2 શમુ 24:9પછી યોઆબે રાજા આગળ યોદ્ધાઓની ગણતરીની કુલ સંખ્યા રજૂ કરી.તે મુજબ ઇઝરાયલમાં તલવાર ચલાવનાર આઠ લાખ શૂરવીર પુરુષો તથા યહૂદિયામાં એવા પાંચ લાખ પુરુષો હતા.
  • કાળવૃતાંત: ઇઝરાયલમાં 1,100,000 અને યહૂદામાં 470,0001 કાળ 21:5
    કલમો
    1 કાળ 21:5પછી યોઆબે લડવૈયા માણસોની ગણતરીનો કુલ આંકડો દાઉદને જણાવ્યો. ઇઝરાયલમાં અગિયાર લાખ તલવાર ચલાવી શકે તેવા પુરુષો હતા. એકલા યહૂદિયામાં ચાર લાખ સિત્તેર હજાર સૈનિકો હતા.
  • યોઆબે લેવી અને બિન્યામીનની ગણતરી કરી નહિ1 કાળ 21:6
    કલમો
    1 કાળ 21:6પણ લેવી અને બિન્યામીનના વંશજોનો સમાવેશ ગણતરીમાં કર્યો નહોતો કેમ કે યોઆબને રાજાની આજ્ઞા ઘૃણાસ્પદ લાગી હતી.
  • ગણતરી પછી દાઉદનું અંતઃકરણ ડંખવા લાગ્યું2 શમુ 24:10
    કલમો
    2 શમુ 24:10દાઉદે માણસોની ગણતરી કરાવ્યા પછી તે પોતાના હૃદયમાં ખિન્ન થયો. તેથી દાઉદે ઈશ્વરને કહ્યું, “મેં આ કરીને મોટું પાપ કર્યું છે. હવે, હે ઈશ્વર, કૃપા કરી તારા સેવકનો દોષ દૂર કર, કેમ કે મેં ઘણું મૂર્ખતાભર્યું કામ કર્યું છે.”
  • એ સંખ્યા રાજા દાઉદના ઇતિહાસગ્રંથમાં નોંધવામાં આવી નહિ1 કાળ 27:24
    કલમો
    1 કાળ 27:24સરુયાના પુત્ર યોઆબે વસ્તી ગણતરી શરૂ કરી પણ તેણે પૂરી કરી નહોતી. ગણતરી કરવાને લીધે ઇઝરાયલ પર કોપ આવ્યો. દાઉદ રાજાના કાળવૃત્તાંતના ઇતિહાસમાં આ ગણતરી નોંધાવામાં આવી ન હતી.

બીજી ગણતરીઓ

  • ત્રીસ વર્ષ અને તેથી વધારે ઉંમરના લેવીઓ: 38,0001 કાળ 23:3
    કલમો
    1 કાળ 23:3ત્રીસ વર્ષના અને તેથી વધારે વય ધરાવતા લેવીઓની ગણતરી કરવામાં આવી. તેઓની સંખ્યા આડત્રીસ હજાર થઈ.
  • સુલેમાને દેશમાં 153,600 પરદેશીઓની ગણતરી કરી2 કાળ 2:17
    કલમો
    2 કાળ 2:17જે વિદેશીઓ ઇઝરાયલના દેશમાં રહેતા હતા તેઓ સર્વની સુલેમાને, તેના પિતા દાઉદે ગણતરી કરી હતી. તે પ્રમાણે, તેઓની સંખ્યા એક લાખ ત્રેપન હજાર છસો હતી.
  • પાછા ફરેલા બંદીવાનોની સંખ્યા 42,360 હતીએઝ 2:64
    કલમો
    એઝ 2:64સમગ્ર પ્રજાની કુલ સંખ્યા બેતાળીસ હજાર ત્રણસો સાઠ હતી.
  • ઓગસ્તસે વસ્તીગણતરીનો હુકમ આપ્યો; કુરેનિયસ સિરિયાનો રાજ્યપાલ હતોલૂક 2:1–2
    કલમો
    લૂક 2:1–2તે દિવસોમાં કાઈસાર ઓગસ્તસે ફરમાન બહાર પાડયું કે, સર્વ દેશોના લોકોની વસ્તીગણતરી કરવામાં આવે. કુરેનિયસ સિરિયા પ્રાંતનો રાજ્યપાલ હતો, તેના વખતમાં એ પ્રથમ વસ્તીગણતરી હતી.
  • નામ નોંધાવવા યૂસફ અને મરિયમ બેથલેહેમ ગયાંલૂક 2:3–5
    કલમો
    લૂક 2:3–5બધા લોકો પોતાનાં નામ નોંધાવવા સારુ પોતપોતાનાં નગરમાં ગયા. યૂસફ પણ ગાલીલના નાસરેથ શહેરમાંથી યહૂદિયામાં દાઉદનું શહેર જે બેથલેહેમ કહેવાય છે તેમાં, પોતાનું તથા પોતાની ગર્ભવતી વેવિશાળી પત્ની મરિયમનું નામ નોંધાવવા ગયો, કેમ કે તે દાઉદના વંશ તથા કુળમાંનો હતો.
  • વસ્તીગણતરીના દિવસોમાં ગાલીલી યહૂદાએ બળવો કર્યોપ્રે.કૃ 5:37
    કલમો
    પ્રે.કૃ 5:37એના પછી વસ્તી ગણતરીના સમયે ગાલીલના યહૂદાએ બળવો કરીને ઘણાં લોકોને પોતાની પાછળ ખેંચ્યા; તે પણ નાશ પામ્યો, અને જેટલાં લોકોએ તેનું માન્યું તેઓ સર્વ વિખેરાઈ ગયા.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો