Bible Explorer એપ મેળવો

અન્વેષણ › વિષયો › નાઝીરીઓ અને તેઓની માનતા

આશ્ચર્યજનક વિગતો

બાઇબલમાં નાઝીરીઓ અને તેઓની માનતા

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી ના 27 ફકરા, પંક્તિએ પંક્તિએ.

નિયમશાસ્ત્રમાં

  • પુરુષ કે સ્ત્રી નાઝીરીની વિશેષ માનતા લઈ શકતાંગણ 6:2
    કલમો
    ગણ 6:2“ઇઝરાયલના લોકોને એમ કહે કે, જ્યારે કોઈ સ્ત્રી કે પુરુષ યહોવાહની સેવામાં અલગ થવાની ખાસ પ્રતિજ્ઞા લે એટલે નાઝીરવ્રત લે
  • દ્રાક્ષારસ, દારૂ, સરકો, દ્રાક્ષનું શરબત, દ્રાક્ષ કે સૂકી દ્રાક્ષ નહિગણ 6:3
    કલમો
    ગણ 6:3ત્યારે તેણે દ્રાક્ષારસનો અને દારૂનો ત્યાગ કરવો તદુપરાંત તેણે દ્રાક્ષારસનો અથવા દારૂનો સરકો પીવો નહિ તેમ જ દ્રાક્ષાનું શરબત પણ પીવું નહિ અને લીલી કે સૂકી દ્રાક્ષ ખાવી નહિ.
  • દ્રાક્ષાવેલાનું કશું નહિ, બી કે છાલ પણ નહિગણ 6:4
    કલમો
    ગણ 6:4જ્યાં સુધી તેનું વ્રત ચાલુ હોય ત્યાં સુધી તેણે દ્રાક્ષવેલામાંથી નીપજેલી કોઈ પણ વસ્તુ દ્રાક્ષનાં બી કે છોતરાં પણ ખાવા નહિ.
  • માથા પર અસ્ત્રો નહિ: વાળ લાંબા વધવા દેવાગણ 6:5
    કલમો
    ગણ 6:5વળી એ સમય દરમ્યાન તેના માથા પર અસ્ત્રો ન ફરે. અને જ્યાં સુધી વ્રત પૂર્ણ ન થાય ત્યાં સુધી તેણે યહોવાહની સેવામાં વૈરાગ લીધો હોય તે પૂરો થયા સુધી તે શુદ્ધ રહે, તેણે પોતાના માથાનાં વાળ વધારવા.
  • મૃતદેહ પાસે જવું નહિ, પિતા કે માતાના પણ નહિગણ 6:6–7
    કલમો
    ગણ 6:6–7યહોવાહની સેવામાં તે નાઝીરી થાય ત્યાં સુધી તે સર્વ દિવસો સુધી તેણે મૃતદેહ પાસે જવું નહિ. પોતાનાં માતાપિતા કે ભાઈ બહેનના મરણ પર તેણે પોતાની જાતને અશુદ્ધ કરવી નહિ, કારણ તેના ઈશ્વરનું વૈરાગીવ્રત તેને શિર છે.
  • પાસે કોઈ અચાનક મરણ પામે તો: સાતમા દિવસે માથું મૂંડાવવુંગણ 6:9
    કલમો
    ગણ 6:9પરંતુ જો કોઈ વ્યક્તિનું અચાનક તેની પડખે જ અવસાન થાય અને તેથી તે વૈરાગીનું માથું અશુદ્ધ બને, તો તે પોતાના શુદ્ધિકરણના દિવસે એટલે સાતમે દિવસે તેણે પોતાના અશુદ્ધ થયેલા માથાના વાળ કપાવવા.
  • આઠમા દિવસે: બે હોલા અથવા કબૂતરનાં બે બચ્ચાંગણ 6:10
    કલમો
    ગણ 6:10અને આઠમા દિવસે તેણે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ યાજક પાસે બે હોલા અથવા કબૂતરનાં બે બચ્ચાં લાવવાં.
  • અગાઉના દિવસો ગણાતા નહિ; માનતા ફરીથી શરૂ થતીગણ 6:12
    કલમો
    ગણ 6:12અને તે યહોવાહની સેવાને માટે પોતાના વૈરાગના દિવસો સમર્પણ કરે. અને દોષાર્થાર્પણરૂપે તેણે એક વર્ષનું નર હલવાન લાવવું. અને આગલા દિવસો ગણવા નહિ, કેમ કે તેનું વૈરાગીવ્રત ભંગ થયું હતું.
  • અંતે: નર હલવાન, માદા હલવાન, ઘેટો અને બેખમીર રોટલીગણ 6:13–15
    કલમો
    ગણ 6:13–15અને જ્યારે નાઝીરી વ્રતના દિવસો પૂર્ણ થાય ત્યારે તેને માટે આ નિયમ છે. તેને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ લઈ જવો. તેણે યહોવાહને પોતાનું અર્પણ ચઢાવવું, એટલે ખોડ વિનાના એક વર્ષના નર ઘેટાંનું દહનીયાર્પણ, ખોડખાંપણ વગરની એક વર્ષની ઘેટીનું પાપાર્થાર્પણ અને ખોડ વિનાના નર ઘેટાંનું શાંત્યર્પણ કરવું, તથા બેખમીર રોટલીની એક ટોપલી, તેલ લગાડેલા બેખમીરી ખાખરા અને તેઓનું ખાદ્યાર્પણ તથા પેયાર્પણ તે લાવે.
  • નાઝીરી પોતાનું માથું મૂંડાવતો અને વાળ અગ્નિમાં નાખતોગણ 6:18
    કલમો
    ગણ 6:18અને નાઝીરીએ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ વાળ કપાવી નાખવા અને પોતાના વૈરાગી માથાનાં વાળ લઈને શાંત્યર્પણની નીચેના અગ્નિમાં મૂકી દેવા.
  • ત્યાર પછી નાઝીરી દ્રાક્ષારસ પી શકેગણ 6:20
    કલમો
    ગણ 6:20ત્યારબાદ યાજક અર્પણ તરીકે એ વસ્તુઓ યહોવાહની સમક્ષ અર્પણ કરે. આ પવિત્ર ખોરાક યાજકો માટે નક્કી કરેલ છે, તદઉપરાંત, છાતીનો ભાગ અને જાંધ પણ યાજકના ગણાય, હવે તે નાઝીરીએ દ્રાક્ષારસ પીવાની છૂટ છે.

નામથી ઉલ્લેખેલા નાઝીરીઓ

  • સામસૂનની માતાએ દ્રાક્ષારસ પીવો નહિ કે કશું અશુદ્ધ ખાવું નહિન્યાય 13:4, ન્યાય 13:7, ન્યાય 13:14
    કલમો
    ન્યાય 13:4હવે ધ્યાન રાખ દારૂ કે દ્રાક્ષાસવ પીશ નહિ જે ખોરાક અશુદ્ધ ગણાય છે તે ખાઈશ નહિ.
    ન્યાય 13:7તેણે મને કહ્યું, જો! તને ગર્ભ રહેશે અને તું દીકરાને જન્મ આપશે. તેથી દારૂ કે દ્રાક્ષાસવ પીશ નહિ, કંઈ અશુદ્ધ ખોરાક ખાઈશ નહિ, કેમ કે તે બાળક ગર્ભસ્થાનના સમયથી માંડીને તેના મરણના દિવસ સુધી ઈશ્વરને સારુ નાઝીરી થશે.”
    ન્યાય 13:14તેણે દ્રાક્ષનું બનેલું કંઈ પણ ન ખાવું, તેણે દારૂ કે નશાકારક પીણું પીવું નહિ; કંઈ પણ અશુદ્ધ ખાવું નહિ. મેં જે આજ્ઞા તેને આપી છે તે સર્વ તે પાળે.”
  • સામસૂન ગર્ભસ્થાનથી જ નાઝીરી થવાનો હતો; તેના માથા પર અસ્ત્રો નહિન્યાય 13:5
    કલમો
    ન્યાય 13:5જો, તું સગર્ભા થશે. અને પુત્રને જન્મ આપશે. તું તેના માથા પર કદી અસ્ત્રો ફેરવીશ નહિ, કેમ કે તે છોકરો ગર્ભસ્થાનથી જ ઈશ્વરને માટે નાઝીરી થશે. અને તે પલિસ્તીઓના હાથમાંથી ઇઝરાયલને છોડાવશે.
  • સામસૂન: ‘મારા વાળ કદી કપાયા નથી’ન્યાય 16:17
    કલમો
    ન્યાય 16:17ત્યારે સામસૂને તેને સાચે સાચું કહી જણાવ્યું કે “મારા માથા પર કદી અસ્ત્રો ફર્યો નથી અને મારા વાળ કદી કપાયા નથી, કેમ કે મારી માના ગર્ભસ્થાનથી જ હું ઈશ્વરને સારુ નાઝીરી છું. જો હું મારા માથાના વાળ કપાવું તો મારું બળ મારામાંથી જતું રહેશે અને હું નિર્બળ થઈને બીજા માણસના જેવો થઈ જઈશ.”
  • દલિલાએ તેના માથાના વાળ મૂંડાવી નખાવ્યાન્યાય 16:19
    કલમો
    ન્યાય 16:19તેણે સામસૂનને પોતાના ખોળામાં સુવાડ્યો. અને સુવડાવી દીધો. એક માણસને બોલાવીને તેના માથાની સાત લટો કાપી નાખી, પછી દલિલા સામસૂનને હેરાન કરવા લાગી, કારણ કે તેનામાંથી તેનું બળ જતું રહ્યું હતું.
  • હાન્નાએ માનતા માની કે તેના દીકરાના માથા પર કદી અસ્ત્રો ફરશે નહિ1 શમુ 1:11
    કલમો
    1 શમુ 1:11માનતા માનીને તેણે કહ્યું, “સૈન્યના ઈશ્વર, જો તમે તમારી દાસીના દુઃખ તરફ જોશો અને મને સંભારશો અને આ તમારી દાસીને વીસરશો નહિ, પણ તેને દીકરો આપશો, તો હું તેને તેના આયુષ્યનાં સર્વ દિવસોભર ઈશ્વરને અર્પણ કરીશ, અસ્ત્રો તેના માથા પર કદી ફરશે નહિ.”
  • બાપ્તિસ્મા કરનાર યોહાને કદી દ્રાક્ષારસ કે દારૂ પીવાનો ન હતોલૂક 1:15, લૂક 7:33
    કલમો
    લૂક 1:15કેમ કે તે પ્રભુની દ્રષ્ટિમાં મહાન થશે, દ્રાક્ષાસવ કે કોઈ ઉન્મત્ત પીણું પીશે નહિ; અને માતાના પેટમાં હશે ત્યારથી જ પવિત્ર આત્માથી ભરપૂર થશે.
    લૂક 7:33કેમ કે યોહાન બાપ્તિસ્મા કરનાર રોટલી ખાતો કે દ્રાક્ષારસ પીતો આવ્યો નથી; અને તમે કહો છો કે તેને દુષ્ટાત્મા વળગ્યો છે.
  • આમોસ: તમારા જુવાનોમાંથી નાઝીરીઓ ઊભા કરાયા, પણ તમે તેઓને દ્રાક્ષારસ પીવડાવ્યોઆમ 2:11–12
    કલમો
    આમ 2:11–12મેં તમારા દીકરાઓમાંથી કેટલાકને પ્રબોધકો અને તમારા જુવાનોમાંથી કેટલાકને નાઝીરીઓ તરીકે ઊભા કર્યા.” યહોવાહ એમ જાહેર કરે છે કે, “હે ઇઝરાયલી લોકો, શું એવું નથી?’” “પણ તમે નાઝીરીઓને દ્રાક્ષારસ પાયો અને પ્રબોધકોને આજ્ઞા કરી કે, પ્રબોધ કરશો નહિ.

પ્રેરિતોનાં કૃત્યોમાં માનતાઓ

  • માનતાને લીધે પાઉલે કેંખ્રિયામાં માથું મૂંડાવ્યુંપ્રે.કૃ 18:18
    કલમો
    પ્રે.કૃ 18:18ત્યાર પછી ઘણા દિવસ ત્યાં રહ્યા બાદ પાઉલે ભાઈઓથી વિદાય લીધી, અને પ્રિસ્કીલા તથા આકુલાની સાથે વહાણમાં બેસીને સિરિયા જવા ઊપડ્યો; (તે પહેલાં) તેણે કેંખ્રિયામાં પોતાના વાળ ઉતારી નાખ્યાં, કેમ કે પાઉલે શપથ લીધી હતી.
  • માથું મૂંડાવવાની માનતાવાળા ચાર માણસોનો ખર્ચ પાઉલે ચૂકવ્યોપ્રે.કૃ 21:23–24, પ્રે.કૃ 21:26
    કલમો
    પ્રે.કૃ 21:23–24માટે અમે તને કહીએ તેમ કર; અમારામાંના ચાર માણસોએ શપથ લીધેલ છે; તેઓને લઈને તેઓની સાથે તું પણ પોતાને શુદ્ધ કર, અને તેઓને સારુ ખર્ચ કર, કે તેઓ પોતાના માથાં મૂંડાવે; એટલે સઘળા જાણશે કે, તારા વિષે જે તેઓએ સાંભળ્યું છે તેમાં કંઈ સાચું નથી, પરંતુ તું પોતે પણ નિયમશાસ્ત્ર પાળીને તે પ્રમાણે ચાલે છે.
    પ્રે.કૃ 21:26ત્યારે પાઉલ બીજે દિવસે તે માણસોને લઈને તેઓની સાથે શુદ્ધ થઈને ભક્તિસ્થાનમાં ગયો. અને એવું જાહેર કર્યું કે તેઓમાંના દરેકને સારુ અર્પણ ચઢાવવામાં આવશે ત્યારે જ શુધ્ધીકરણના દિવસો પૂરા થશે.

રેખાબીઓ

  • પોતાના પૂર્વજ યોનાદાબની આજ્ઞા પ્રમાણે રેખાબીઓ દ્રાક્ષારસ પીતા નહિયર્મિ 35:6, યર્મિ 35:14
    કલમો
    યર્મિ 35:6પરંતુ તેઓએ કહ્યું, “અમે દ્રાક્ષારસ નહિ પીઈએ. કેમ કે અમારા પૂર્વજ રેખાબના દીકરા યોનાદાબે અમને આજ્ઞા કરી છે કે, ‘તમે તેમ જ તમારા દીકરાઓ કોઈ કાળે દ્રાક્ષારસ પીશો નહિ.
    યર્મિ 35:14રેખાબીઓ દ્રાક્ષારસ પીતા નથી, કારણ કે તેઓના પિતા યોનાદાબે તેઓને તેમ કરવાની મનાઈ કરી છે. પણ હું તમારી સાથે વારંવાર બોલ્યો છું છતાં તમે મારું સાંભળતાં નથી.
  • તેઓએ ઘરો બાંધ્યાં નહિ, બી વાવ્યું નહિ, અને તંબુઓમાં રહ્યાયર્મિ 35:7
    કલમો
    યર્મિ 35:7વળી તેઓએ અમને એવું પણ કહ્યું કે, અમારે કદી ઘર બાંધવાં નહિ, કે અનાજ ઉગાડવું નહિ, તેમ જ દ્રાક્ષવાડીઓ રોપવી નહિ; તમારે એવી કોઈ મિલકત રાખવી નહિ એને બદલે તમારે જીવનભર તંબુઓમાં જ રહેવું; જેથી જ્યાં તમે પરદેશીઓ છો, તે દેશમાં તમારું દીર્ઘાયુષ્ય થાય.’”

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો