Bible Explorer એપ મેળવો

અન્વેષણ › વિષયો › ધરતીકંપ

આશ્ચર્યજનક વિગતો

બાઇબલમાં ધરતીકંપ

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી ના 15 ફકરા, પંક્તિએ પંક્તિએ.

  • ગીતશાસ્ત્ર પૃથ્વી ધ્રૂજવાની અને પર્વતો કાંપવાની વાત કરે છેગી.શા 18:7, ગી.શા 46:2–3, ગી.શા 104:32
    કલમો
    ગી.શા 18:7ત્યારે પૃથ્વી હાલી તથા કાંપી; વળી, પર્વતોના પાયા ખસી ગયા અને હાલવા લાગ્યા કેમ કે ઈશ્વર ગુસ્સે થયેલા હતા.
    ગી.શા 46:2–3માટે જો પૃથ્વી ઊથલપાથલ થાય જો પર્વતો સમુદ્રમાં ડૂબી જાય, તોપણ આપણે બીહીએ નહિ. જો તેનું પાણી ગર્જના કરે તથા વલોવાય જો તેના ઊછળવાથી પર્વતો કાંપી ઊઠે, તોપણ આપણે બીહીએ નહિ. સેલાહ.
    ગી.શા 104:32તે પૃથ્વી પર દ્રષ્ટિ કરે છે અને તે કંપે છે; તે પર્વતોને સ્પર્શે છે અને તેઓમાંથી ધુમાડો નીકળે છે.

ઉદાહરણો

  • આખો સિનાઈ પર્વત ભારે ધ્રૂજ્યોનિર્ગ 19:18, ગી.શા 68:8
    કલમો
    નિર્ગ 19:18અગ્નિ દ્વારા યહોવાહ સિનાઈ પર્વત પર ઊતર્યા, એટલે આખા પર્વત પર ધુમાડો વ્યાપ્યો. અગ્નિનો એ ધુમાડો ભઠ્ઠીના ધુમાડાની જેમ ઉપર ચઢવા લાગ્યો. અને આખો પર્વત જોરથી કંપવા લાગ્યો.
    ગી.શા 68:8ત્યારે પૃથ્વી કાંપી; વળી ઈશ્વરની આગળ આકાશમાંથી વરસાદ વરસ્યો, ઈશ્વર, ઇઝરાયલના ઈશ્વરની આગળ સિનાઈ પર્વત કાંપ્યો.
  • કોરા, દાથાન અને અબિરામ નીચે જમીન ફાટી ગઈગણ 16:31–32
    કલમો
    ગણ 16:31–32મૂસાએ આ સર્વ વાતો બોલવાનું પૂરું કર્યું કે તરત જ તે લોકોના પગ નીચેની ધરતી ફાટી. પૃથ્વી પોતાનું મુખ ઉઘાડીને તેઓને તથા તેમનાં કુટુંબો અને કોરાના સર્વ માણસોને તથા તેઓની સર્વ માલમિલકતને સ્વાહા કરી ગઈ.
  • યોનાથાનના હુમલા પછી પલિસ્તીઓની છાવણીમાં ધરતી ધ્રૂજી1 શમુ 14:15
    કલમો
    1 શમુ 14:15છાવણીમાં, રણક્ષેત્રમાં તથા લોકોમાં ભય વ્યાપ્યો. લશ્કર તથા લૂંટ કરનારાઓ પણ ગભરાઈ ગયા. ત્યાં ધરતીકંપ જેવી ધ્રૂજારી પ્રસરી ગઈ.
  • હોરેબ પર એલિયા: પવન, ધરતીકંપ, અગ્નિ, પછી ધીમો અવાજ1 રાજા 19:11–12
    કલમો
    1 રાજા 19:11–12યહોવાહે જવાબ આપ્યો, “બહાર જા અને પર્વત પર યહોવાહની ઉપસ્થિતિમાં ઊભો રહે.” પછી યહોવાહ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. પ્રચંડ પવન પર્વતોને ધ્રુજાવતો અને યહોવાહની સંમુખ ખડકોના ટુકડેટુકડાં કરતો હતો. પરંતુ યહોવાહ તે પવનમાં નહોતા. પવન પછી ભૂકંપ થયો, પરંતુ યહોવાહ એ ભૂકંપમાં પણ નહોતા. ભૂકંપ પછી અગ્નિ પ્રગટ્યો. પણ યહોવાહ એ અગ્નિમાં પણ નહોતા, અગ્નિ પછી ત્યાં એક ઝીણો અવાજ સંભળાવ્યો.
  • ઉઝિયાના સમયમાં, ધરતીકંપનાં બે વર્ષ પહેલાં આમોસ બોલ્યોઆમ 1:1
    કલમો
    આમ 1:1યહૂદિયાના રાજા ઉઝિયાના શાસનમાં અને ઇઝરાયલના રાજા યોઆશના દીકરા યરોબામના શાસનમાં ધરતીકંપ થયો. તે પહેલાં બે વર્ષ અગાઉ તકોઆના ગોવાળોમાંના આમોસને જે સંદર્શન પ્રાપ્ત થયાં તે.
  • ઉઝિયાના દિવસોમાં ધરતીકંપથી નાસી જતા લોકોને ઝખાર્યા યાદ કરે છેઝખ 14:5
    કલમો
    ઝખ 14:5તમે પર્વતોની ખીણમાં થઈને નાસી જશો, પર્વતોની ખીણ આસેલ સુધી પહોંચશે. યહૂદિયાના રાજા ઉઝિયાના સમયમાં તમે ધરતીકંપ વખતે નાસી છૂટ્યા હતા તેમ તમે નાસશો. ત્યારે યહોવાહ મારા ઈશ્વર પોતાના સંતો સાથે આવશે.
  • ઈસુના મૃત્યુ વખતે ધરતી ધ્રૂજી અને ખડકો ફાટી ગયામાથ 27:51
    કલમો
    માથ 27:51ત્યારે જુઓ, મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ફાટીને તેના બે ભાગ થઈ ગયા, પૃથ્વી કાંપી, અને ખડકો ફાટ્યા.
  • સૂબેદારે ધરતીકંપ જોયો અને તે ખૂબ ગભરાઈ ગયોમાથ 27:54
    કલમો
    માથ 27:54ત્યારે શતપતિ તથા તેની સાથે જેટલાં ઈસુની ચોકી કરતાં હતા, તેઓએ ધરતીકંપ તથા જે જે થયું, તે જોઈને બહુ ગભરાતા કહ્યું કે, “ખરેખર એ ઈશ્વરના દીકરા હતા.”
  • કબર પરથી પથ્થર ગબડાવાયો ત્યારે મોટો ધરતીકંપમાથ 28:2
    કલમો
    માથ 28:2ત્યારે જુઓ, મોટો ધરતીકંપ થયો, કેમ કે પ્રભુનો સ્વર્ગદૂત આકાશથી ઊતર્યો, અને પાસે આવીને કબર પર પથ્થરને ગબડાવીને તે પર બેઠો.
  • વિશ્વાસીઓ જ્યાં પ્રાર્થના કરતા હતા તે જગ્યા હાલી ઊઠીપ્રે.કૃ 4:31
    કલમો
    પ્રે.કૃ 4:31અને તેઓ પ્રાર્થના કરી રહ્યા ત્યારે જે મકાનમાં તેઓ ભેગા થયા હતા તે હાલ્યું; અને તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને ઈશ્વરનું વચન હિંમતથી બોલવા લાગ્યા.
  • ફિલિપ્પીમાં ધરતીકંપથી કેદખાનાનાં બારણાં ઊઘડી ગયાંપ્રે.કૃ 16:26
    કલમો
    પ્રે.કૃ 16:26ત્યારે એકાએક એવો મોટો ધરતીકંપ થયો કે, જેલના પાયા હાલ્યા; અને બધા દરવાજા તરત ઊઘડી ગયા; અને સર્વના બંધનો છૂટી ગયા.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો