કુદરત
બાઇબલમાં પક્ષીઓ
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી ના 38 ફકરા, પંક્તિએ પંક્તિએ.
- પાંચમા દિવસે સમુદ્રના જીવો સાથે પક્ષીઓ બનાવવામાં આવ્યાંઉત્પ 1:20–23
કલમો
ઉત્પ 1:20–23ઈશ્વરે કહ્યું, “પાણી પુષ્કળ જીવજંતુઓને ઉપજાવો અને આકાશમાં પક્ષીઓ ઉડો.” ઈશ્વરે સમુદ્રમાંના મોટા જીવો બનાવ્યા, દરેક પ્રકારનાં જીવજંતુઓ, જે પોતપોતાની જાત પ્રમાણે પાણીએ પુષ્કળ ઉપજાવ્યાં અને પોતપોતાની જાત પ્રમાણે દરેક જાતનાં પક્ષીને ઉત્પન્ન કર્યાં. ઈશ્વરે જોયું કે તે સારું છે. ઈશ્વરે તેઓને આશીર્વાદ આપતા કહ્યું, “સફળ થાઓ, વધો અને સમુદ્રોમાંના પાણીને ભરપૂર કરો. પૃથ્વી પર પક્ષીઓ વધો.” સાંજ થઈ તથા સવાર થઈ, પાંચમો દિવસ.
- જળપ્રલય પછી પક્ષીઓ પણ ખોરાક તરીકે આપવામાં આવ્યાંઉત્પ 9:2–3
કલમો
ઉત્પ 9:2–3પૃથ્વીના દરેક પશુ પર, આકાશના દરેક પક્ષી પર, પૃથ્વી પર પેટે ચાલનારાં દરેક અને સમુદ્રનાં દરેક માછલાં તમારાથી બીશે અને ડરશે. તેઓને તમારા હાથમાં આપવામાં આવેલા છે. પૃથ્વી પર ચાલનારાં બધા પશુ તમારે સારુ ખોરાક થશે. જે પ્રમાણે મેં તમને લીલાં શાક આપ્યાં છે તે પ્રમાણે હવે હું તમને સઘળું બક્ષુ છું.
- ઇઝરાયલ કોઈ પણ શુદ્ધ પક્ષી ખાઈ શકેપુન 14:11
કલમો
પુન 14:11બધાં જ શુદ્ધ પક્ષીઓ તમે ખાઈ શકો.
- ન ખાવાનાં: ગરુડ, ગીધ, કાગડો, શાહમૃગ, ઘુવડ, સારસ, બગલો, લક્કડખોદ, વાગોળલેવી 11:13–19
કલમો
લેવી 11:13–19પક્ષીઓમાંથી તમારે આને નિષેધાત્મક ગણવા અને તમારે જે ન ખાવા જોઈએ તે આ છે: ગરુડ, ગીધ, સમડી, દરેક પ્રકારના બાજ, દરેક પ્રકારના કાગડા, શાહમૃગ, ચીબરી, સીગલ અને કોઈ પણ પ્રકારનો શકરો. ચીબરી, કરઢોક, ઘુવડ, રાજહંસ, ઢીંચ, ગીધ, બગલો, દરેક પ્રકારના હંસ, લક્કડખોદ તથા વાગોળ એમને પણ તમારે નિષેધાત્મક ગણવા.
- પક્ષીઓ ઝરણાં પાસે માળા બાંધે છે અને ડાળીઓ વચ્ચે ગાય છેગી.શા 104:12
કલમો
ગી.શા 104:12આકાશના પક્ષીઓ ઝરણાંઓને કિનારે માળા બાંધે છે; વૃક્ષોની ડાળીઓ મધ્યે ગાયન કરે છે.
- સારસ દેવદાર વૃક્ષોમાં પોતાનું ઘર બનાવે છેગી.શા 104:17
કલમો
ગી.શા 104:17ત્યાં પક્ષીઓ પોતાના માળા બાંધે છે. વળી દેવદાર વૃક્ષ બગલાઓનું રહેઠાણ છે.
- વસંતમાં હોલાનો ઘૂઘવાટ સંભળાય છેગીત 2:12
કલમો
ગીત 2:12ફૂલો જમીન પર ખીલવા લાગ્યાં છે; કાપણીનો તથા પક્ષીઓના કલરવનો સમય આવ્યો છે, આપણા દેશમાં કબૂતરોનો સ્વર સંભળાય છે.
- સારસ, કબૂતર, અબાબીલ અને બગલો પોતાના સ્થળાંતરનો સમય સાચવે છેયર્મિ 8:7
કલમો
યર્મિ 8:7આકાશમાં ઊડતો સારસ પણ પોતાના સ્થળાંતરનો સમય જાણે છે, તેમ જ કબૂતર, અબાબીલ તથા બગલો પણ પોતપોતાનો આવવાનો સમય સાચવે છે, પરંતુ મારા લોક યહોવાહનો નિયમ સમજતા નથી.
- શાહમૃગ પોતાનાં ઈંડાં રેતીમાં ગરમ થવા જમીન પર છોડી દે છેઅયૂ 39:14–15
કલમો
અયૂ 39:14–15કેમ કે તે પોતાનાં ઈંડાં જમીન પર મૂકીને જતી રહે છે અને ધૂળ ઈંડાને સેવે છે. કોઈ પગ મૂકીને ઈંડાને છૂંદી નાંખશે અથવા જંગલી પ્રાણીઓ તેમનો નાશ કરી નાખશે તેની તેને ચિંતા હોતી નથી.
- પોતાની પાંખો ફેલાવીને શાહમૃગ ઘોડા અને તેના સવારને હસી કાઢે છેઅયૂ 39:18
કલમો
અયૂ 39:18તે જ્યારે કૂદે છે અને દોડવા લાગે છે, ત્યારે તે ઘોડા અને તેના સવાર પર હસે છે.
- બાજ પોતાની પાંખો દક્ષિણ તરફ ફેલાવે છેઅયૂ 39:26
કલમો
અયૂ 39:26શું બાજ પક્ષી તારા ડહાપણથી આકાશમાં ઊડે છે, અને પોતાની પાંખો દક્ષિણ તરફ ફેલાવે છે?
- ચકલીઓ એક પૈસે બે, અથવા બે પૈસે પાંચ વેચાય છેમાથ 10:29, લૂક 12:6
- ચકલી અને અબાબીલ ભક્તિસ્થાનની વેદીઓ પાસે માળો બાંધે છેગી.શા 84:3
કલમો
ગી.શા 84:3ચકલીઓને ઘર મળ્યું છે અને અબાબીલને પોતાનાં બચ્ચાં રાખવા માટે માળો મળ્યો છે એટલે તમારી વેદીઓ આગળ, હે સૈન્યોના યહોવાહ, મારા રાજા તથા મારા ઈશ્વર.
- પક્ષીઓ વાવતાં નથી, કાપતાં નથી કે કોઠારોમાં ભરતાં નથીમાથ 6:26
કલમો
માથ 6:26આકાશના પક્ષીઓને જુઓ! તેઓ તો વાવતાં નથી, કાપતાં નથી અને વખારોમાં ભરતાં નથી, તોપણ તમારા સ્વર્ગીય પિતા તેઓનું પોષણ કરે છે. તો તેઓ કરતાં તમે અધિક મૂલ્યવાન નથી શું?
- પૂરા વધેલા રાઈના છોડની ડાળીઓમાં પક્ષીઓ માળા બાંધે છેમાથ 13:32
કલમો
માથ 13:32તે સઘળાં બીજ કરતાં નાનું છે, પણ વધ્યા પછી છોડવા કરતાં તે મોટું થાય છે, તે એવું ઝાડ પણ થાય છે કે આકાશના પક્ષીઓ આવીને તેની ડાળીઓ પર વાસો કરે છે.”
- “શિયાળોને દર હોય છે અને આકાશના પક્ષીઓને માળા હોય છે”માથ 8:20
કલમો
માથ 8:20ત્યારે ઈસુએ તેને કહ્યું કે, “શિયાળોને દર હોય છે અને આકાશના પક્ષીઓને માળા હોય છે, પણ માણસના દીકરાને માથું મૂકવાની જગ્યા નથી.”
- દરેક જાતનાં પક્ષીઓ માણસે વશ કર્યાં છેયાકૂ 3:7
કલમો
યાકૂ 3:7કેમ કે દરેક જાતનાં જાનવરો, પક્ષીઓ, પેટે ચાલનારાંઓ તથા સમુદ્રમાં રહેનારાં પ્રાણીઓ પાળી શકાય છે અને માણસોએ તેમને વશ કર્યાં છે;
- સુલેમાને પશુઓ, પક્ષીઓ, પેટે ચાલનારાં અને માછલીઓ વિશે શીખવ્યું1 રાજા 4:33
કલમો
1 રાજા 4:33તેણે વનસ્પતિ વિષે વર્ણન કર્યું, એટલે લબાનોન પરના દેવદાર વૃક્ષથી માંડીને દીવાલોમાંથી ઊગી નીકળતા ઝુફા સુધીની વનસ્પતિ વિષે વર્ણન કર્યું. તેણે પશુઓ, પક્ષીઓ, પેટે ચાલનારાં પ્રાણીઓ તથા માછલીઓ વિષે પણ વર્ણન કર્યું.
વૃત્તાંતોમાં
- નૂહનું કબૂતર તાજું તોડેલું જૈતૂનનું પાંદડું લઈને પાછું આવ્યુંઉત્પ 8:8–12
કલમો
ઉત્પ 8:8–12પછી જમીનની સપાટી પર પાણી ઓસર્યાં છે કે નહિ તે જોવા સારુ નૂહે એક કબૂતરને મોકલ્યું, પણ આખી પૃથ્વી પર પાણી હોવાને લીધે કબૂતરને પોતાના પગ મૂકવાની જગ્યા મળી નહિ, તેથી તે તેની પાસે વહાણમાં પાછું આવ્યું. નૂહે પોતાનો હાથ લંબાવીને તેને પોતાની પાસે વહાણમાં લઈ લીધું. બીજા સાત દિવસ રાહ જોયા પછી નૂહે ફરીથી વહાણમાંથી કબૂતરને મોકલ્યું. કબૂતર ફરીને સાંજે તેની પાસે પાછું આવ્યું. તેની ચાંચમાં જૈતૂનવૃક્ષનું એક પાંદડું હતું. તેથી નૂહને સમજાયું કે પૃથ્વી પરથી પાણી ઓસર્યાં છે. તેણે બીજા સાત દિવસો સુધી રાહ જોઈ અને ફરીથી કબૂતરને બહાર મોકલ્યું. પણ તે તેની પાસે ફરી પાછું આવ્યું નહિ.
- ઇબ્રામના મૃત પશુઓ પર શિકારી પક્ષીઓ ઊતર્યાં, અને તેણે તેઓને હાંકી કાઢ્યાંઉત્પ 15:10–11
કલમો
ઉત્પ 15:10–11તેણે એ સર્વ લીધાં, તેઓને વચ્ચેથી બે ભાગમાં કાપ્યા અને દરેકના અડધા ભાગને સામસામા મૂક્યા, પણ તેણે પક્ષીઓને કાપ્યાં નહિ. જયારે શિકારી પક્ષી તે મૃત દેહ ઉપર ધસી આવ્યાં ત્યારે ઇબ્રામે તેઓને ઉડાડી દીધાં.
- સાંજે લાવરીઓએ છાવણીને ઢાંકી દીધીનિર્ગ 16:13
કલમો
નિર્ગ 16:13તે રાત્રે એવું બન્યું કે લાવરીઓએ ઊડી આવીને છાવણીને ભરી દીધી; સવારમાં છાવણીની આસપાસ ઝાકળ પડ્યું.
- સમુદ્રમાંથી લાવરીઓ લાવવામાં આવી; કોઈએ દસ હોમેરથી ઓછી એકઠી કરી નહિગણ 11:31–32
કલમો
ગણ 11:31–32પછી તરત યહોવાહ પાસેથી પવન આવ્યો અને તે સમુદ્ર તરફથી લાવરીઓને ઘસડી લાવ્યો. અને છાવણીની પાસે આ બાજુએ એક દિવસની મુસાફરી સુધી તથા બીજી બાજુએ એક દિવસની મુસાફરી સુધી તેઓને છાવણીની આસપાસ નાખી. અને તેઓ જમીનથી આશરે બત્રીસ હાથ ઊંચે તેઓ ઊડતી હતી. તેથી લોકોએ તે આખો દિવસ અને આખી રાત અને બીજો આખો દિવસ ઊભા રહી લાવરીઓને ભેગી કરી. ઓછામાં ઓછી લાવરીઓ એકઠી કરનારે દસ હોમેર જેટલી એકઠી કરી. અને તેઓએ તેને છાવણીની આસપાસ સર્વ ઠેકાણે તે પાથરી દીધી.
- સુલેમાનના મેજ માટે ચરબીદાર પક્ષીઓ; નહેમ્યાના મેજ માટે દરરોજ પક્ષીઓ1 રાજા 4:23, નહે 5:18
કલમો
1 રાજા 4:23દસ પુષ્ટ બળદો, બીડમાં ચરતા વીસ બળદ, સો ઘેટાં, સાબર, હરણ, કલિયાર તથા ચરબીદાર પક્ષીઓ એટલો હતો.
નહે 5:18અમારે સારુ ખોરાકમાં દરરોજ એક બળદ, પસંદ કરેલા છ ઘેટાં, પક્ષીઓ ઉપરાંત દર દસ દિવસે જોઈએ તેટલો દ્રાક્ષારસ આપવામાં આવતો. મેં રાજ્યપાલ તરીકેની ફરજનો પગાર માગ્યો નહિ, કેમ કે આ લોકો પર બોજો ભારે હતો.
- પિતરે ઈસુનો નકાર કર્યો ત્યારે મરઘો બોલ્યોમાથ 26:74–75
કલમો
માથ 26:74–75ત્યારે તે શાપ દેવા તથા સમ ખાવા લાગ્યો કે, “હું તે માણસને ઓળખતો નથી.” તરત જ મરઘો બોલ્યો. જે વાત ઈસુએ પિતરને કહી હતી કે, “મરઘો બોલ્યા અગાઉ ત્રણ વાર તું મારો નકાર કરીશ,” તે તેને યાદ આવી; ત્યારે બહાર જઈને તે બહુ રડ્યો.
નિયમશાસ્ત્રમાં
- માળામાંથી બચ્ચાં લો, પણ માદા પક્ષીને જવા દોપુન 22:6–7
કલમો
પુન 22:6–7જો માર્ગે જતાં કોઈ પક્ષીનો માળો જમીન પર કે વૃક્ષ પર તમારા જોવામાં આવે, તેની અંદર બચ્ચાં કે ઈંડાં હોય, માતા બચ્ચાં પર બેઠેલી હોય તો તમારે માતાને બચ્ચાં સાથે લેવી નહિ. તમે બચ્ચાં લો, પણ માતાને રહેવા દો. જો તમે આમ કરશે તો તમારું ભલું થશે અને તમારા આયુષ્યનાં દિવસો લાંબા થશે.
- ચામડીના રોગમાંથી શુદ્ધિ: બે પક્ષી, એકને ખુલ્લા ખેતરમાં છોડી દેવાય છેલેવી 14:4–7
કલમો
લેવી 14:4–7તો યાજકે જેની શુદ્ધિ કરવાની છે તે માણસને શુદ્ધ એવાં બે જીવતાં પક્ષીઓ, દેવદારનું થોડું લાકડું, કિરમજી રંગનું કાપડ તથા ઝુફા લાવવાને આજ્ઞા આપવી. યાજકે એક પક્ષીને વહેતાં પાણીની ઉપર રાખેલા માટીના વાસણમાં કાપવાની આજ્ઞા કરવી. પછી યાજકે જીવતા રહેલા બીજા પક્ષીને, દેવદારનું લાકડું, કિરમજી કાપડ તથા ઝુફો લઈને ઝરાના પાણી ઉપર કાપેલા પક્ષીના રક્તમાં બોળવાં. જે કુષ્ટરોગમાંથી માણસની શુદ્ધિ કરવાની હોય તેના પર તેણે સાત વાર રક્ત છાંટી તેને શુદ્ધ કરવો. પછી પેલા જીવતા પક્ષીને યાજકે ખુલ્લાં ખેતરમાં છોડી મૂકવું.
- બાળક ઈસુ માટે: હોલાની જોડ અથવા કબૂતરનાં બે બચ્ચાંલૂક 2:22, લૂક 2:24
ફાંદા વિશે કહેવતો
- “જ્યારે પક્ષીઓ સાવધ હોય ત્યારે જાળ પાથરવી તે નિરર્થક છે”નીતિ 1:17
કલમો
નીતિ 1:17કારણ કે જ્યારે પક્ષીઓ સાવધ હોય ત્યારે જાળ પાથરવી તે નિરર્થક છે.
- “પક્ષીને જાળ નાખ્યા વગર, તેને ભૂમિ પર કેવી રીતે પકડી શકાય?”આમ 3:5
કલમો
આમ 3:5પક્ષીને જાળ નાખ્યા વગર, તેને ભૂમિ પર કેવી રીતે પકડી શકાય? જાળ જમીન પરથી છટકીને, કંઈ પણ પકડ્યા વિના રહેશે શું?
- “જેમ પારધીની જાળમાંથી પક્ષી છટકી જાય, તેમ અમારા જીવ બચી ગયા છે”ગી.શા 124:7
કલમો
ગી.શા 124:7જેમ પારધીની જાળમાંથી પક્ષી છટકી જાય, તેમ અમારા જીવ બચી ગયા છે; જાળ તૂટી ગઈ છે અને અમે બચી ગયા છીએ.
- ફાંદામાં ફસાયેલાં પક્ષીઓની જેમસભા 9:12
કલમો
સભા 9:12કોઈ પણ મનુષ્ય પોતાનો સમય જાણતો નથી; કેમ કે જેમ માછલાં ક્રૂર જાળમાં સપડાઈ જાય છે, અને જેમ પક્ષીઓ ફાંદામાં ફસાય છે, તેમ જ ખરાબ સમય માણસો ઉપર એકાએક આવી પડે છે, અને તેમને ફસાવે છે.
બીજી કહેવતો
- “જેણે પોતાનો માળો છોડી દીધો હોય તેવા પક્ષી જેવી છે”નીતિ 27:8
કલમો
નીતિ 27:8પોતાનું ઘર છોડીને ભટકતી વ્યક્તિ જેણે પોતાનો માળો છોડી દીધો હોય તેવા પક્ષી જેવી છે.
- કપટથી ભરેલાં ઘરો: “જેમ પાંજરું પક્ષીઓથી ભરાયેલું હોય છે”યર્મિ 5:27
કલમો
યર્મિ 5:27જેમ પાંજરું પક્ષીઓથી ભરાયેલું હોય છે તેમ તેઓનાં ઘરો કપટથી મેળવેલા દ્રવ્યથી ભરેલાં છે.
- “હું અગાસી પર એકલી પડેલી ચકલી જેવો થઈ ગયો છો”ગી.શા 102:7
કલમો
ગી.શા 102:7હું જાગૃત રહું છું, હું અગાસી પર એકલી પડેલી ચકલી જેવો થઈ ગયો છો.
- “અબાબીલની જેમ હું કિલકિલાટ કરું છું, હોલાની જેમ હું વિલાપ કરું છું”યશા 38:14
કલમો
યશા 38:14અબાબીલની જેમ હું કિલકિલાટ કરું છું, હોલાની જેમ હું વિલાપ કરું છું, મારી આંખો ઉચ્ચસ્થાન તરફ જોઈ રહેવાથી નબળી થઈ છે. હે પ્રભુ, હું પીડા પામી રહ્યો છું, મને મદદ કરો.
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો