કુદરત
બાઇબલમાં પવનો
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી ના 32 ફકરા, પંક્તિએ પંક્તિએ.
પૂર્વનો પવન
- ફારુનનું સ્વપ્ન: પૂર્વના પવનથી ચીમળાઈ ગયેલાં કણસલાંઉત્પ 41:6, ઉત્પ 41:23
કલમો
ઉત્પ 41:6તેઓની પછી સુકાઈ ગયેલાં તથા પૂર્વના પવનથી ચીમળાયેલાં એવાં સાત કણસલાં આવ્યાં.
ઉત્પ 41:23અને તેઓની પાછળ સુકાઈ ગયેલાં તથા પૂર્વના પવનથી ચીમળાઈ ગયેલાં એવાં સાત કણસલાં આવ્યાં.
- પૂર્વનો પવન એક દિવસ અને એક રાત વાયો અને તીડ લાવ્યોનિર્ગ 10:13
કલમો
નિર્ગ 10:13મૂસાએ પોતાની લાકડીને મિસર દેશ પર ઊંચી કરી. યહોવાહે તે આખો દિવસ અને આખી રાત દરમ્યાન પૂર્વ તરફથી પવનનો મારો ચલાવ્યો અને સવાર થતાં સુધીમાં તો પૂર્વથી આવતો તોફાની પવન તીડોનાં ટોળેટોળાં લઈ આવ્યો.
- પૂર્વના ભારે પવને આખી રાત સમુદ્રને પાછો હઠાવ્યોનિર્ગ 14:21
કલમો
નિર્ગ 14:21મૂસાએ પોતાનો હાથ લાલ સમુદ્ર પર ઊંચો કરીને લંબાવ્યો, એટલે યહોવાહે આખી રાત પૂર્વ તરફથી ભારે પવન ફૂંકાવીને સમુદ્રને પાછો હઠાવ્યો, તેથી તેના પાણીના બે ભાગ પડી ગયા. અને સમુદ્રની જગ્યાએ કોરી જમીન બનાવી હતી.
- પૂર્વના લૂવાળા પવનથી અને સૂર્યથી યૂના મૂર્છિત થઈ ગયોયૂન 4:8
કલમો
યૂન 4:8પછી જયારે સૂર્ય આકાશ ઉપર આવ્યો ત્યારે ઈશ્વરે પૂર્વ તરફથી ગરમ પવન વાતો કર્યો. તેનાથી, માથા પર આવેલા સખત તડકાને લીધે યૂના મૂર્છિત થયો. તેથી મોત માગતાં તે બોલ્યો કે, “મારા માટે જીવવા કરતા મરવું વધારે સારું છે.”
- પૂર્વનો પવન સમુદ્રમાં વહાણો ભાંગી નાખે છેગી.શા 48:7, હઝ 27:26
કલમો
ગી.શા 48:7તમે પૂર્વના વાયુ વડે તાર્શીશનાં વહાણોને ભાંગી નાખ્યાં.
હઝ 27:26તારા હલેસાં મારનારા તને ભરસમુદ્રમાં લાવ્યા છે; પૂર્વના પવનોએ તને સમુદ્રની વચ્ચે ભાંગી નાખ્યું છે.
બીજા પવનો
- પશ્ચિમના ભારે પવને તીડોને રાતા સમુદ્રમાં ઉડાડી નાખ્યાંનિર્ગ 10:19
કલમો
નિર્ગ 10:19એટલે યહોવાહે પવનની દિશા બદલી નાખી; અને પશ્ચિમમાંથી ભારે તોફાની પવન ફુંકાવા લાગ્યો. એ પવને તીડોને ઉડાડીને રાતા સમુદ્રમાં નાખી દીધાં. સમગ્ર મિસરમાં એક પણ તીડ રહ્યું નહિ.
- “ઉત્તરનો પવન વરસાદ લાવે છે”નીતિ 25:23
કલમો
નીતિ 25:23ઉત્તરનો પવન વરસાદ લાવે છે; તેમ જ ચાડીકરનારી જીભ ક્રોધિત ચહેરો ઉપજાવે છે.
- ઉત્તરના સુસવાટા મારતા પવનોથી ઠંડી આવે છેઅયૂ 37:9
કલમો
અયૂ 37:9દક્ષિણ દિશામાંથી ચક્રવાત આવે છે, અને ઉત્તર દિશામાંથી ઠંડા પવન સાથે ઠંડી આવે છે.
- દક્ષિણના પવન હેઠળ પૃથ્વી શાંત પડે છે ત્યારે વસ્ત્રો ગરમ થાય છેઅયૂ 37:17
કલમો
અયૂ 37:17તને જ્યારે પરસેવો થાય ત્યારે તારાં વસ્ત્રો તારી ચામડીને ચોંટી જાય છે. અને જ્યારે દક્ષિણ દિશામાંથી હૂંફાળો પવન વાય છે ત્યારે બધું શાંત અને સૂમસામ થઈ જાય છે તે શું તું સમજે છે?
- “જયારે દક્ષિણનો પવન ચાલે છે ત્યારે તમે કહો છો કે, લૂ વહેશે”લૂક 12:55
કલમો
લૂક 12:55જયારે દક્ષિણનો પવન ચાલે છે ત્યારે તમે કહો છો કે, લૂ વહેશે, અને એમ જ થાય છે.
- પવન આકાશને સાફ કરી નાખે પછી કોઈ સૂર્ય સામે જોઈ શકતું નથીઅયૂ 37:21
કલમો
અયૂ 37:21જ્યારે પવન આકાશને ચોખ્ખું કરે છે ત્યારે એટલું બધું અજવાળું થાય છે કે લોકો સૂર્ય સામે જોઈ શક્તા નથી.
વૃત્તાંતોમાં
- પૃથ્વી પર પવન વાયો, અને જળપ્રલયનાં પાણી ઓસરવા લાગ્યાંઉત્પ 8:1
કલમો
ઉત્પ 8:1ઈશ્વરે નૂહના કુટુંબની તથા તેની સાથે જે સર્વ પશુ, પક્ષી તથા સજીવો વહાણમાં હતા તેઓની સંભાળ લીધી. તેમણે પૃથ્વી પર પવન ફૂંકાવ્યો અને પાણીનું પ્રમાણ ઓછું થવા લાગ્યું.
- પવન સમુદ્રમાંથી લાવરીઓ લાવ્યોગણ 11:31
કલમો
ગણ 11:31પછી તરત યહોવાહ પાસેથી પવન આવ્યો અને તે સમુદ્ર તરફથી લાવરીઓને ઘસડી લાવ્યો. અને છાવણીની પાસે આ બાજુએ એક દિવસની મુસાફરી સુધી તથા બીજી બાજુએ એક દિવસની મુસાફરી સુધી તેઓને છાવણીની આસપાસ નાખી. અને તેઓ જમીનથી આશરે બત્રીસ હાથ ઊંચે તેઓ ઊડતી હતી.
- અરણ્યના પવને અયૂબનાં બાળકોના ઘરના ચારે ખૂણા પર ઝપાટો માર્યોઅયૂ 1:18–19
કલમો
અયૂ 1:18–19તે હજી કહેતો હતો એટલામાં બીજાએ આવીને કહ્યું, “તારા દીકરાઓ તથા તારી દીકરીઓ તેઓના મોટાભાઇના ઘરમાં ખાતા તથા દ્રાક્ષારસ પીતાં હતાં. તે વખતે અરણ્યમાંથી ભારે વાવાઝોડું આવ્યું. અને તેનો ધક્કો ઘરના ચારે ખૂણાને લાગવાથી તેની અંદરના યુવાનો પર તે તૂટી પડ્યું અને તેઓ મરી ગયા છે; ફક્ત હું એકલો જ તને ખબર આપવાને બચી ગયો છું.”
- હોરેબ પાસે મોટા પવને ખડકો તોડી નાખ્યા, પછી ધરતીકંપ થયો1 રાજા 19:11
કલમો
1 રાજા 19:11યહોવાહે જવાબ આપ્યો, “બહાર જા અને પર્વત પર યહોવાહની ઉપસ્થિતિમાં ઊભો રહે.” પછી યહોવાહ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. પ્રચંડ પવન પર્વતોને ધ્રુજાવતો અને યહોવાહની સંમુખ ખડકોના ટુકડેટુકડાં કરતો હતો. પરંતુ યહોવાહ તે પવનમાં નહોતા. પવન પછી ભૂકંપ થયો, પરંતુ યહોવાહ એ ભૂકંપમાં પણ નહોતા.
- સમુદ્ર પરના મોટા પવનથી યૂનાનું વહાણ લગભગ ભાંગી જવાનું હતુંયૂન 1:4
કલમો
યૂન 1:4પણ ઈશ્વરે સમુદ્ર પર ભારે ઝંઝાવાત મોકલ્યો. સમુદ્રમાં મોટું તોફાન ઝઝૂમ્યું. ટૂંક સમયમાં જ એવું લાગવા લાગ્યું કે હવે વહાણ તૂટી જશે.
- ઈસુએ પવનોને અને સમુદ્રને ધમકાવ્યા, અને બધું તદ્દન શાંત થઈ ગયુંમાથ 8:24–27
કલમો
માથ 8:24–27જુઓ, સમુદ્રમાં એવું મોટું તોફાન થયું, જેથી હોડી મોજાંઓથી ઢંકાઈ ગઈ; પણ ઈસુ પોતે ઊંઘતા હતા. ત્યારે શિષ્યોએ તેમની પાસે આવીને તેમને જગાડીને કહ્યું કે, “ઓ પ્રભુ, અમને બચાવો, અમે નાશ પામીએ છીએ!” પછી ઈસુ તેઓને કહ્યું કે, “ઓ અલ્પવિશ્વાસીઓ, તમે શા માટે ભયભીત થયા છો?” પછી તેમણે ઊઠીને પવનને તથા સમુદ્રને ધમકાવ્યાં; અને મહાશાંતિ થઈ. ત્યારે તે માણસોએ આશ્ચર્ય પામીને કહ્યું કે, “એ કયા પ્રકારના માણસ છે કે પવન તથા સમુદ્ર પણ તેમનું માને છે?”
- પવન સામો હોવાથી શિષ્યો હલેસાં મારતાં થાકી ગયામાર્ક 6:48, માથ 14:24, યોહ 6:18
કલમો
માર્ક 6:48તેઓ હલેસાં મારતાં હેરાન થયા. કેમ કે પવન તેઓની સામો હતો, તે જોઈને, સવારે ત્રણ થી છ કલાકના સમયે ઈસુ સમુદ્ર પર ચાલતાં તેઓની પાસે આવ્યા અને જાણે તેઓથી આગળ જવાના હતા.
માથ 14:24પણ તે સમયે હોડી સમુદ્ર મધ્યે મોજાંઓથી ડામાડોળ થતી હતી, કેમ કે પવન સામો હતો.
યોહ 6:18ભારે પવન આવવાથી સમુદ્ર ઊછળતો હતો.
- દક્ષિણનો મંદ પવન, પછી યુરાકુલોન નામનું તોફાનપ્રે.કૃ 27:13–15
કલમો
પ્રે.કૃ 27:13–15દક્ષિણ દિશાથી મંદ પવન વાવા લાગ્યો, ત્યારે અમારી ઇચ્છા પ્રમાણે થશે એમ સમજીને લંગર ઉપાડીને ક્રીતને કિનારે કિનારે હંકાર્યું. પણ થોડી વાર પછી તે તરફથી યુરાકુલોન નામનો તોફાની પવન ફુંકાયો. વહાણ તેમાં એવું સપડાયું કે પવનની સામે ટકી શક્યું નહિ, ત્યારે અમે તેને ઘસડાવા દીધું.
- દક્ષિણના પવનથી પાઉલનું વહાણ બે દિવસમાં રેગિયમથી પુતૌલી પહોંચ્યુંપ્રે.કૃ 28:13
કલમો
પ્રે.કૃ 28:13ત્યાંથી અમે વળાંક વળીને રેગિયમ આવ્યા, અને એક દિવસ પછી દક્ષિણનો પવન ફૂંકાવા લાગ્યો, જેથી અમે બીજે દિવસે પુતૌલી આવી પહોંચ્યા.
કહેવતો
- “પવન દક્ષિણ તરફ વાય છે અને ઉત્તર તરફ પણ વળે છે તે પોતાની ગતિમાં આમતેમ નિરંતર ફર્યા કરે છે”સભા 1:6
કલમો
સભા 1:6પવન દક્ષિણ તરફ વાય છે અને ઉત્તર તરફ પણ વળે છે તે પોતાની ગતિમાં આમતેમ નિરંતર ફર્યા કરે છે. અને તે પોતાના માર્ગમાં પાછો આવે છે.
- “જે માણસ પવન પર ધ્યાન રાખ્યા કરે છે તે વાવશે નહિ”સભા 11:4
કલમો
સભા 11:4જે માણસ પવન પર ધ્યાન રાખ્યા કરે છે તે વાવશે નહિ, અને જે માણસ વાદળ જોતો રહેશે તે કાપણી કરશે નહિ.
- પવનની ગતિ શી છે તે તું જાણતો નથીસભા 11:5
કલમો
સભા 11:5પવનની ગતિ શી છે, તથા ગર્ભવતીના ગર્ભમાં હાડકાં કેવી રીતે વધે છે તે તું જાણતો નથી તેમ જ ઈશ્વર જે કંઈ કાર્ય કરે છે તે તું જાણતો નથી. તેમણે સર્વ સર્જ્યું છે.
- “પવન જ્યાં ચાહે છે ત્યાં વાય છે અને તું તેનો અવાજ સાંભળે છે”યોહ 3:8
કલમો
યોહ 3:8પવન જ્યાં ચાહે છે ત્યાં વાય છે અને તું તેનો અવાજ સાંભળે છે, પણ તે ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે, તે તું જાણતો નથી; દરેક જે આત્માથી જન્મેલું છે તે તેના જેવું જ છે.’”
- પવનથી ઊડી જતાં ભૂસાંની જેમગી.શા 1:4
કલમો
ગી.શા 1:4દુષ્ટો એવા નથી, પણ તેઓ પવનથી ઊડતાં ફોતરાં જેવા છે.
- “શું પવનથી હાલતા ઘાસને?”માથ 11:7
કલમો
માથ 11:7જયારે તેઓ જતા હતા ત્યારે ઈસુ યોહાન સંબંધી લોકોને કહેવા લાગ્યા કે, “તમે અરણ્યમાં શું જોવા ગયા હતા? શું પવનથી હાલતા ઘાસને?
- ભારે પવનથી હંકારાતાં મોટાં વહાણ નાના સુકાનથી ફેરવાય છેયાકૂ 3:4
કલમો
યાકૂ 3:4વહાણો પણ કેટલા બધાં મોટાં હોય છે, તેઓ ભયંકર પવનથી ધકેલાય છે, તોપણ બહુ નાના સુકાનથી સુકાનીની મરજી હોય તે તરફ તેઓને ચલાવવામાં આવે છે.
- “પવનથી ઊછળતા તથા અફળાતા સમુદ્રના મોજાના જેવો”યાકૂ 1:6
કલમો
યાકૂ 1:6પરંતુ કંઈ પણ સંદેહ રાખ્યા વગર વિશ્વાસથી માગવું; કેમ કે જે કોઈ સંદેહ રાખીને માગે છે, તે પવનથી ઊછળતા તથા અફળાતા સમુદ્રના મોજાના જેવો છે.
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો