Bible Explorer એપ મેળવો

અન્વેષણ › વિષયો › પર્વતો

કુદરત

બાઇબલમાં પર્વતો

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી ના 41 ફકરા, પંક્તિએ પંક્તિએ.

  • “ઊંચા પર્વતો પર રાની બકરાઓને” આશ્રય મળે છેગી.શા 104:18
    કલમો
    ગી.શા 104:18ઊંચા પર્વતો પર રાની બકરાઓને અને ખડકોમાં સસલાને રક્ષણ અને આશ્રય મળે છે.
  • યરુશાલેમની આસપાસ પર્વતો છેગી.શા 125:2
    કલમો
    ગી.શા 125:2જેમ યરુશાલેમની આસપાસ પર્વતો આવેલા છે, તેમ આ સમયથી તે સર્વકાળ માટે યહોવાહ પોતાના લોકોની આસપાસ છે.
  • જેના ડુંગરોમાંથી તાંબું ખોદી શકાય એવો દેશપુન 8:9
    કલમો
    પુન 8:9જયાં તું ધરાઈને અન્ન ખાશે અને તને ખાવાની કોઈ ખોટ પડશે નહિ એવા દેશમાં. વળી કોઈ વસ્તુની ખોટ નહિ પડે, તેમ જ જેના પથ્થર લોખંડના છે અને જેના ડુંગરોમાંથી તું પિત્તળ કાઢી શકે. એવા દેશમાં લઈ જાય છે.
  • ખાણિયો ચકમક પથ્થર પર ઘા કરે છે અને પર્વતોને તેમના મૂળમાંથી ઊથલાવી નાખે છેઅયૂ 28:9
    કલમો
    અયૂ 28:9તે ચકમકના ખડક પર પોતાનો હાથ લંબાવે છે. તે પર્વતોને સમૂળગા ઊંધા વાળે છે.
  • પર્વત ઘસાય છે અને ભાંગી પડે છેઅયૂ 14:18
    કલમો
    અયૂ 14:18નિશ્ચે પર્વતો પડીને નષ્ટ થાય છે, અને ખડકો પોતાની જગાએથી ચળી જાય છે.
  • લબાનોનનાં શિખરો: આમાનાહ, સનીર, હેર્મોન, સિંહોની બોડો અને ચિત્તાઓના પહાડોગીત 4:8
    કલમો
    ગીત 4:8હે મારી નવવધૂ, લબાનોનથી તું મારી સાથે આવ. લબાનોનથી મારી સાથે આવ; આમાનાહના શિખર પરથી, સનીર તથા હેર્મોન શિખર પરથી, સિંહોની ગુફામાંથી, દીપડાઓના પર્વતોની ગુફામાંથી આવ.
  • સુલેમાન પાસે પર્વતોમાં 80,000 પથ્થર કાપનારા હતા1 રાજા 5:15
    કલમો
    1 રાજા 5:15સુલેમાન પાસે સિત્તેર હજાર મજૂરો હતા અને પર્વત પર પથ્થર ખોદનારા એંસી હજાર હતા.
  • મિદ્યાનને લીધે ઇઝરાયલે પર્વતોમાં અને ગુફાઓમાં આશ્રયસ્થાનો બનાવ્યાંન્યાય 6:2
    કલમો
    ન્યાય 6:2મિદ્યાનનો હાથ ઇઝરાયલ વિરુદ્ધ પ્રબળ થયો. મિદ્યાનીઓને લીધે ઇઝરાયલના લોકોએ પર્વતોમાં કોતરો, ગુફાઓ તથા ગઢો છે તે પોતાને માટે બનાવ્યાં.
  • ઉજ્જડ ડુંગર પર ઊંચી કરેલી ધજા એક નિશાની હતીયશા 13:2, યશા 18:3
    કલમો
    યશા 13:2ખુલ્લા પર્વત પર ધ્વજા ઊંચી કરો, તેઓને મોટે અવાજે હાંક મારો, હાથના ઇશારા કરો કે તેઓ ઉમરાવોની ભાગળોમાં પેસે.
    યશા 18:3હે જગતના સર્વ રહેવાસીઓ અને પૃથ્વી પર રહેનારાઓ, પર્વત પર ધ્વજા ઊંચી કરાય, ત્યારે જોજો; અને રણશિંગડું વાગે ત્યારે સાંભળજો.
  • “જેઓ યહૂદિયામાં હોય તેઓ પહાડો પર નાસી જાય”માથ 24:16
    કલમો
    માથ 24:16ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓ પહાડો પર નાસી જાય,
  • છાયાદાર વૃક્ષો નીચે ડુંગરો પરનાં સ્થાનકોહોશ 4:13, પુન 12:2
    કલમો
    હોશ 4:13તેઓ પર્વતોનાં શિખરો પર બલિદાન કરે છે; ડુંગરો પર, એલોન વૃક્ષો, પીપળ વૃક્ષો તથા એલાહ વૃક્ષોની નીચે ધૂપ બાળે છે. તેથી તમારી દીકરીઓ વ્યભિચાર કરે છે, તમારી પુત્રવધૂઓ અનૈતિક કર્મ કરે છે.
    પુન 12:2જે જે પ્રજાઓનો તમે કબજો કરશો તેઓ જે ઊંચા પર્વતો પર, ડુંગરો પર તથા દરેક લીલાં વૃક્ષોની નીચે જે બધી જગ્યાઓમાં તેઓનાં દેવોની પૂજા કરતા હતા તે સર્વનો તમારે નિશ્ચે નાશ કરવો.

વૃત્તાંતોમાં પર્વતો

  • વહાણ અરારાટના પર્વતો પર સ્થિર થયુંઉત્પ 8:4
    કલમો
    ઉત્પ 8:4સાતમા મહિનાને સત્તરમે દિવસે વહાણ અરારાટ પર્વત પર આવીને થંભ્યું.
  • દસમા મહિનાના પહેલા દિવસે પર્વતોનાં શિખરો દેખાયાંઉત્પ 8:5
    કલમો
    ઉત્પ 8:5પાણી ઓસરતાં ગયાં અને ત્રીજા મહિના પછી અન્ય ઊંચા પહાડોનાં શિખર દેખાયાં.
  • ઇબ્રાહિમને મોરિયા દેશના એક પર્વત પર મોકલવામાં આવ્યોઉત્પ 22:2
    કલમો
    ઉત્પ 22:2પછી ઈશ્વરે કહ્યું, “તારો એકનો એક દીકરો, ઇસહાક, જેના પર તું ખૂબ પ્રેમ કરે છે, તેને લઈને મોરિયા દેશમાં જા. અને ત્યાંના પર્વતોમાંના હું તને બતાવું તે પર તું તેનું દહનીયાર્પણ કર.”
  • મૂસા ટોળું લઈને ઈશ્વરના પર્વત હોરેબ પાસે આવ્યોનિર્ગ 3:1
    કલમો
    નિર્ગ 3:1હવે મૂસા પોતાના સસરાના એટલે મિદ્યાનના યાજક યિથ્રોનાં ઘેટાંબકરાં સાચવતો હતો; એક દિવસ તે ઘેટાંબકરાંને ચરાવવા અરણ્યની પશ્ચિમ દિશામાં ઈશ્વરના પર્વત હોરેબ પર ગયો.
  • લોકો સિનાઈ પર્વતને અડકે નહિ માટે સીમા બાંધવામાં આવીનિર્ગ 19:12
    કલમો
    નિર્ગ 19:12તે વેળાએ તું પર્વતની ચારેબાજુ લોકોને માટે હદ નક્કી કરજે અને તેઓને કહેજે કે, ‘સાવચેત રહેજો, પર્વત પર ચઢશો નહિ અને તેની તળેટીને પણ અડકશો નહિ. અને જે કોઈ તેને અડકશે તે નિશ્ચે માર્યો જશે.’
  • સિનાઈમાંથી ભઠ્ઠીની જેમ ધુમાડો નીકળતો હતો અને તે ભારે ધ્રૂજતો હતોનિર્ગ 19:18
    કલમો
    નિર્ગ 19:18અગ્નિ દ્વારા યહોવાહ સિનાઈ પર્વત પર ઊતર્યા, એટલે આખા પર્વત પર ધુમાડો વ્યાપ્યો. અગ્નિનો એ ધુમાડો ભઠ્ઠીના ધુમાડાની જેમ ઉપર ચઢવા લાગ્યો. અને આખો પર્વત જોરથી કંપવા લાગ્યો.
  • મૂસા ચાળીસ દિવસ અને ચાળીસ રાત પર્વત પર રહ્યોનિર્ગ 24:18
    કલમો
    નિર્ગ 24:18અને મૂસા વાદળમાં પ્રવેશ કરીને પર્વત પર ગયો; અને તે ચાળીસ દિવસ અને ચાળીસ રાત પર્યંત એ પર્વત પર રહ્યો.
  • હારુન હોર પર્વતના શિખર પર મરણ પામ્યોગણ 20:27–28
    કલમો
    ગણ 20:27–28યહોવાહે જેમ આજ્ઞા આપી હતી તેમ મૂસાએ કર્યું. આખી જમાતના દેખતાં તેઓ હોર પર્વત પર ગયા. મૂસાએ હારુનનાં યાજકપદનાં વસ્ત્રો ઉતારીને તેના દીકરા એલાઝારને પહેરાવ્યાં. ત્યાં પર્વતનાં શિખર પર હારુન મરી ગયો. પછી મૂસા અને એલાઝાર નીચે આવ્યા.
  • પિસ્ગાહના શિખર પર, નબો પર્વત પરથી મૂસાએ દેશ જોયોપુન 34:1
    કલમો
    પુન 34:1મૂસા મોઆબના મેદાનમાંથી યરીખોની સામે આવેલા નબો પર્વત પર, પિસ્ગાહના શિખર પર ચઢયો. યહોવાહે તેને દાન સુધીનો આખો ગિલ્યાદ દેશ,
  • છ કુળો ગરીઝીમ પર્વત પર અને છ એબાલ પર્વત પર ઊભાં રહ્યાંપુન 27:12–13
    કલમો
    પુન 27:12–13“યર્દન નદી પાર કર્યા પછી લોકોને આશીર્વાદ આપવા, શિમયોન, લેવી, યહૂદા, ઇસ્સાખાર, યૂસફ તથા બિન્યામીન કુળો ગરીઝીમ પર્વત પર ઊભાં રહે. રુબેન, ગાદ, આશેર, ઝબુલોન, દાન તથા નફતાલીનાં કુળો શાપ આપવા એબાલ પર્વત પર ઊભાં રહે.
  • યોથામે ગરીઝીમ પર્વતના શિખર પરથી પોતાની દંતકથા પોકારીન્યાય 9:7
    કલમો
    ન્યાય 9:7જયારે યોથામને આ કહેવામાં આવ્યું, ત્યારે તે જઈને ગરીઝીમ પર્વતના શિખર પર ઊભો રહ્યો. તેણે ઊંચા અવાજે તેઓને પોકારીને કહ્યું, “ઓ શખેમના આગેવાનો, મારું સાંભળો, કે જેથી ઈશ્વર તમારું સાંભળે.
  • બારાકે તાબોર પર્વત પાસે દસ હજાર માણસો ભેગા કર્યાન્યાય 4:6
    કલમો
    ન્યાય 4:6તેણે કેદેશ નફતાલીથી અબીનોઆમના દીકરા બારાકને તેડાવીને તેને કહ્યું, “ઈશ્વર ઇઝરાયલના પ્રભુએ શું તમને આજ્ઞા આપી નથી કે, તું ‘તાબોર પર્વતની પાસે જા અને નફતાલી તથા ઝબુલોનના પુરુષોમાંથી દસ હજારને તારી સાથે લે.
  • શાઉલ અને દાઉદ એક જ પર્વતની સામસામી બાજુએ1 શમુ 23:26
    કલમો
    1 શમુ 23:26શાઉલ પર્વતની એક બાજુએ ગયો અને દાઉદ તથા તેના માણસો પર્વતની પેલી બાજુએ ગયા. દાઉદે શાઉલને લીધે ત્યાં છટકી જવા માટે ઉતાવળ કરી. કેમ કે શાઉલ તથા તેના માણસો દાઉદ તથા તેના માણસોને પકડવા માટે તેમને ઘેરી લીધા હતા.
  • શાઉલ અને તેના ત્રણ દીકરાઓ ગિલ્બોઆ પર્વત પર પડ્યા1 શમુ 31:8
    કલમો
    1 શમુ 31:8બીજે દિવસે એમ થયું કે, જયારે પલિસ્તીઓ મૃતદેહો પરથી વસ્ત્રો અને અન્ય ચીજો ઉતારી લેવા આવ્યા, ત્યારે તેઓએ શાઉલને તથા તેના ત્રણ દીકરાઓને મૃતાવસ્થામાં ગિલ્બોઆ પર્વત પર પડેલા જોયા.
  • એલિયાએ કાર્મેલ પર્વત પર ઇઝરાયલને અને બઆલના પ્રબોધકોને ભેગા કર્યા1 રાજા 18:19–20
    કલમો
    1 રાજા 18:19–20હવે પછી, માણસ મોકલીને સર્વ ઇઝરાયલને, બઆલના ચારસો પચાસ પ્રબોધકો તથા ઇઝબેલની મેજ પર જમનારાં અશેરા દેવીના ચારસો પ્રબોધકોને કાર્મેલ પર્વત પર મારી પાસે એકત્ર કર.” તેથી આહાબે સર્વ ઇઝરાયલી લોકો પાસે માણસો મોકલીને કાર્મેલ પર્વત પર એકત્ર કર્યા.
  • કાર્મેલના શિખર પર એલિયાએ પોતાનું મુખ પોતાના ઘૂંટણ વચ્ચે રાખ્યું1 રાજા 18:42
    કલમો
    1 રાજા 18:42તેથી આહાબ ખાવાપીવા માટે ઉપર ગયો. પછી એલિયા, કાર્મેલ પર્વતના શિખર સુધી ગયો અને જમીન પર નીચા નમીને તેણે પોતાનું મુખ પોતાના ઘૂંટણો વચ્ચે રાખ્યું.
  • સમરૂની સ્ત્રી: “અમારા પિતૃઓ આ પહાડ પર ભજન કરતા હતા”યોહ 4:20
    કલમો
    યોહ 4:20અમારા પિતૃઓ આ પહાડ પર ભજન કરતા હતા. પણ તમે કહો છો કે, જે જગ્યાએ ભજન કરવું જોઈએ તે યરુશાલેમમાં છે.’”
  • ઈસુ પહાડ પર ચઢ્યા અને ઉપદેશ આપવા બેઠામાથ 5:1
    કલમો
    માથ 5:1ત્યારે ઘણાં લોકને જોઈને ઈસુ પહાડ પર ચઢ્યાં; ત્યાં તેમના બેઠા પછી તેમના શિષ્યો તેમની પાસે આવ્યા.
  • ઈસુ પ્રાર્થના કરવા એકલા પહાડ પર ચઢ્યામાથ 14:23, લૂક 6:12
    કલમો
    માથ 14:23લોકોને વિદાય કર્યા પછી, ઈસુ પ્રાર્થના કરવાને પહાડ પર એકાંતમાં ગયા અને સાંજ પડી ત્યારે ઈસુ ત્યાં એકલા હતા.
    લૂક 6:12તે દિવસોમાં એમ થયું કે ઈસુ ઘરમાંથી નીકળીને પ્રાર્થના કરવા સારુ પહાડ પર ગયા; ત્યાં તેમણે ઈશ્વરને પ્રાર્થના કરવામાં આખી રાત વિતાવી.
  • એક ઊંચા પહાડ પર ઈસુનું રૂપાંતર થયુંમાથ 17:1–2
    કલમો
    માથ 17:1–2છ દિવસ પછી ઈસુ પિતર, યાકૂબ તથા તેના ભાઈ યોહાનને લઈને એક ઊંચા પહાડ પર ચાલ્યા ગયા. તેઓની આગળ તેમનું રૂપાંતર થયું, એટલે તેમનું મુખ સૂર્યના જેવું તેજસ્વી થયું અને તેમના વસ્ત્ર અજવાળાનાં જેવા શ્વેત થયા.
  • નાસરેથ ટેકરી પર હતું, તેની ધારે કરાડ હતીલૂક 4:29
    કલમો
    લૂક 4:29તેઓએ ઊઠીને ઈસુને શહેર બહાર કાઢી મૂક્યા, અને તેમને નીચે પાડી નાખવા સારુ જે પહાડ પર તેઓનું શહેર બાંધેલું હતું તેના ઢોળાવ પર તેઓ ઈસુને લઈ ગયા.
  • ઈસુ સાંજે જૈતૂન પહાડ પર રહેતાલૂક 21:37
    કલમો
    લૂક 21:37ઈસુ દરરોજ દિવસે ભક્તિસ્થાનમાં બોધ કરતા હતા અને રાતવાસો જૈતૂન પહાડ પર કરતા હતા.
  • જૈતૂન પહાડ: યરુશાલેમથી વિશ્રામવારની મુસાફરી જેટલો દૂરપ્રે.કૃ 1:12
    કલમો
    પ્રે.કૃ 1:12ત્યારે જૈતૂન નામનો પહાડ જે યરુશાલેમની પાસે, વિશ્રામવારની મુસાફરી જેટલે દૂર છે, ત્યાંથી તેઓ યરુશાલેમમાં પાછા આવ્યા.

કહેવતો

  • “તાબોર પર્વત જેવો, સમુદ્ર પાસેના કાર્મેલ જેવો”યર્મિ 46:18
    કલમો
    યર્મિ 46:18જે રાજાનું નામ સૈન્યોના ઈશ્વર યહોવાહ છે, તે કહે છે, “મારા જીવના સમ’ તાબોર પર્વત જેવો, સમુદ્ર પાસેના કાર્મેલ જેવો તે નિશ્ચે આવશે.
  • આ પહાડને ખસી જવાનું કહી શકે એવો વિશ્વાસમાથ 17:20, માથ 21:21
    કલમો
    માથ 17:20ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, “તમારા અવિશ્વાસને લીધે; કેમ કે હું તમને નિશ્ચે કહું છું કે, જો તમને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોય તો તમે આ પહાડને કહેશો કે, ‘તું અહીંથી ત્યાં ખસી જા’ અને તે ખસી જશે; અને તમારા માટે કંઈ અશક્ય નહિ હોય.
    માથ 21:21ત્યારે ઈસુએ ઉત્તર આપતા તેઓને કહ્યું કે, “હું તમને નિશ્ચે કહું છું કે, જો તમને વિશ્વાસ હોય અને સંદેહ ન લાવો, તો આ અંજીરીને જે થયું તે તમે કરશો, એટલું જ નહિ પણ જો તમે આ પહાડને કહેશો કે, ‘તું ઊંચકાઈને સમુદ્રમાં પડ,’ તો તેમ જ થશે.
  • “હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ”ગી.શા 121:1
    કલમો
    ગી.શા 121:1ચઢવાનું ગીત. હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ. મને ક્યાંથી સહાય મળે?

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો