કુદરત
બાઇબલમાં કાગડા
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી ના 9 ફકરા, પંક્તિએ પંક્તિએ.
- ઇઝરાયલે ન ખાવાનાં પક્ષીઓમાં કાગડા છેલેવી 11:15, પુન 14:14
- નૂહે કાગડાને બહાર મોકલ્યો; પાણી સુકાઈ ગયું ત્યાં સુધી તે આમતેમ ઊડતો રહ્યોઉત્પ 8:7
કલમો
ઉત્પ 8:7તેણે એક કાગડાને બહાર મોકલ્યો. પૃથ્વી પરનાં પાણી સુકાયાં નહિ ત્યાં સુધી કાગડો આમતેમ ઊડતો ફર્યો.
- કરીથના નાળાં પાસે કાગડાઓ સવારે અને સાંજે એલિયા માટે રોટલી અને માંસ લાવતા1 રાજા 17:4–6
કલમો
1 રાજા 17:4–6એમ થશે કે તું ઝરણાનું પાણી પીશે અને મેં કાગડાઓને આજ્ઞા કરી છે કે તે તારે માટે ત્યાં ખોરાક પૂરો પાડે.” તેથી તેણે યહોવાહની આજ્ઞા પ્રમાણે કર્યું. તે યર્દનની પૂર્વ તરફ આવેલા કરીંથના નાળાં પાસે ગયો. કાગડાઓ સવાર સાંજ તેને રોટલી તથા માંસ લાવી આપતા હતા અને નાળાંમાંથી તે પાણી પીતો હતો.
- કાગડાનાં બચ્ચાં ખોરાક ન મળવાથી પોકાર કરે છેઅયૂ 38:41, ગી.શા 147:9
કલમો
અયૂ 38:41જ્યારે કાગડા અને તેમનાં બચ્ચાં ખોરાકને માટે ભટકે છે અને ઈશ્વરને પોકાર કરે છે ત્યારે તેઓને ખોરાક કોણ પૂરો પાડે છે?
ગી.શા 147:9પશુઓને તેમ જ પોકાર કરતાં કાગડાનાં બચ્ચાંને પણ તે ખોરાક આપે છે.
- કાગડા વાવતા નથી કે કાપતા નથી અને તેઓને ભંડાર કે કોઠાર નથીલૂક 12:24
કલમો
લૂક 12:24કાગડાઓનો વિચાર કરો; તેઓ તો વાવતા નથી અને કાપતા નથી; તેઓની પાસે વખાર કે કોઠાર નથી; તોપણ ઈશ્વર તેઓનું પોષણ કરે છે; પક્ષીઓ કરતા તમે કેટલા વિશેષ મૂલ્યવાન છો!
કહેવતો
- વાળ: “તેના વાળ ગુચ્છાદાર છે અને તે કાગડાના રંગ જેવી શ્યામ છે”ગીત 5:11
કલમો
ગીત 5:11તેનું માથું ઉત્તમ પ્રકારના સોના જેવું છે; તેના વાળ ગુચ્છાદાર છે અને તે કાગડાના રંગ જેવી શ્યામ છે.
- એક કહેવત: ખીણના કાગડા મશ્કરી કરનારી આંખ ફોડી નાખે છેનીતિ 30:17
કલમો
નીતિ 30:17જે આંખ તેના પિતાની મશ્કરી કરે છે અને તેની માતાની આજ્ઞા માનવાની ના પાડે છે, તેને ખીણના કાગડા કોચી કાઢશે અને ગીઘનાં બચ્ચાં તેને ખાઈ જશે.
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો