કુદરત
બાઇબલમાં ઘેટાં
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી ના 38 ફકરા, પંક્તિએ પંક્તિએ.
- હાબેલ ઘેટાંપાળક હતોઉત્પ 4:2
કલમો
ઉત્પ 4:2પછી તેણે બીજા પુત્ર હાબેલને જન્મ આપ્યો. બન્ને ભાઈઓમાંનો હાબેલ ઘેટાંપાળક હતો અને કાઈન ખેડૂત હતો.
- હાબેલ પોતાના ટોળાનાં પ્રથમજનિત લાવ્યોઉત્પ 4:4
કલમો
ઉત્પ 4:4હાબેલ પોતાનાં ઘેટાંબકરાંમાંનાં પ્રથમ જન્મેલાં તથા ઉત્તમ અર્પણો લાવ્યો. ઈશ્વરે હાબેલને તથા તેના અર્પણને માન્ય કર્યાં,
- ઇબ્રાહિમે ઝાડીમાં શિંગડાંથી ભરાયેલો એક ઘેટો જોયોઉત્પ 22:13
કલમો
ઉત્પ 22:13ઇબ્રાહિમે ઉપર જોયું અને ત્યાં એક ઘેટો જોયો. તેનાં શિંગડાં ઝાડીમાં ભરાયેલાં હતા. ઇબ્રાહિમે તેના દીકરાને બદલે એ ઘેટાંનું દહનીયાર્પણ કર્યું.
- ટોળાંને પાણી પાવા ઘેટાંપાળકો કૂવાના મુખ પરથી પથ્થર ગબડાવતાઉત્પ 29:2–3
કલમો
ઉત્પ 29:2–3તેણે જોયું કે, ખેતરમાં એક કૂવો હતો. ત્યાં તેની નજીક ઘેટાંનાં ત્રણ ટોળાં હતાં. તે કૂવામાંથી તેઓ ટોળાંને પાણી પીવડાવતા હતા. કૂવા પર મોટો પથ્થર ઢાંકવામાં આવેલો હતો. જયારે ત્યાં સર્વ ટોળાં ભેગાં થતાં ત્યારે ઘેટાંપાળકો કૂવાના પથ્થરને ગબડાવી દેતા અને ઘેટાંને પાણી પીવડાવતા હતા પછી તે પથ્થરને પાછો તેની જગ્યાએ કૂવા પર મૂકી દેતાં.
- રાહેલ ઘેટાં ચારતી; યાકૂબે તેના પિતાનાં ઘેટાંને પાણી પાયુંઉત્પ 29:9–10
કલમો
ઉત્પ 29:9–10તે તેઓની સાથે વાત કરતો હતો એટલામાં રાહેલ તેના પિતાનાં ઘેટાં લઈને આવી. તે તેઓને ચરાવતી અને સાચવતી હતી. યાકૂબે તેના મામા લાબાનની દીકરી રાહેલને તથા તેમનાં ઘેટાંને જોયાં ત્યારે યાકૂબે પાસે આવીને કૂવાના મોં પરથી પથ્થર ખસેડ્યો અને તેના મામા લાબાનના ઘેટાંને પાણી પાયું.
- યિથ્રોની સાત દીકરીઓએ ટોળાને પાણી પાયું, અને મૂસાએ તેઓને મદદ કરીનિર્ગ 2:16–17
કલમો
નિર્ગ 2:16–17ત્યારે મિદ્યાનના યાજકની સાત દીકરીઓ ત્યાં આવી. અને પોતાના પિતાનાં ઘેટાંબકરાંને પાણી પીવડાવવા માટે કૂવામાંથી પાણી ખેંચીને હોજ ભરવા લાગી. પણ ત્યાં કેટલાક ભરવાડો આવ્યા, તેઓ આ યુવતીઓને નસાડવા લાગ્યા, પણ મૂસા તેઓની મદદે આવ્યો અને તેઓને ભરવાડોથી છોડાવીને તેઓનાં ઘેટાંબકરાંને પાણી પાયું.
- મૂસા યિથ્રોનાં ઘેટાં ચારતો હતો ત્યારે તે હોરેબ આવ્યોનિર્ગ 3:1
કલમો
નિર્ગ 3:1હવે મૂસા પોતાના સસરાના એટલે મિદ્યાનના યાજક યિથ્રોનાં ઘેટાંબકરાં સાચવતો હતો; એક દિવસ તે ઘેટાંબકરાંને ચરાવવા અરણ્યની પશ્ચિમ દિશામાં ઈશ્વરના પર્વત હોરેબ પર ગયો.
- સૌથી નાનો દીકરો દાઉદ બહાર ઘેટાં સંભાળતો હતો1 શમુ 16:11
કલમો
1 શમુ 16:11પછી શમુએલે યિશાઈને કહ્યું, “શું તારા સર્વ દીકરાઓ અહીં છે?” તેણે જવાબ આપ્યો, “હજી નાનો બાકી રહ્યો છે, પણ તે ઘેટાં સંભાળે છે.” શમુએલે યિશાઈને કહ્યું,” માણસ મોકલીને તેને તેડાવી મંગાવ; કેમ કે જ્યાં સુધી તે અહીં આવશે નહિ ત્યાં સુધી અમે જમવા નહિ બેસીએ.”
- ઘેટાંપાળક તરીકે યાકૂબ: દિવસે તાપ, રાત્રે હિમ, જંગલી પશુઓથી નુકસાનઉત્પ 31:38–40
કલમો
ઉત્પ 31:38–40વીસ વર્ષથી હું તારી સાથે રહ્યો છું. તારી ઘેટીઓ તથા તારી બકરીઓ જન્મ આપવામાં અસફળ ગઈ નથી, ના તો હું તારા ટોળાંનાં ઘેટાંઓને ખાઈ ગયો. ફાડી નાખેલું હું તારી પાસે લાવ્યો ન હતો. તેનું નુકસાન હું પોતે ભોગવી લેતો હતો. દિવસે અથવા રાત્રે ચોરાઈ ગયેલું તે તું મારી પાસેથી માગતો. દિવસે તાપથી તથા રાત્રે હિમથી મારો ક્ષય થયો; અને મારી આંખની ઊંઘ જતી રહી; એવી મારી હાલત હતી.
- યાકૂબની મજૂરી: ટપકાંવાળાં, છાંટવાળાં અને કાળાં પશુઓઉત્પ 30:32
કલમો
ઉત્પ 30:32આજે મને તારાં બધાં ઘેટાંબકરાંના ટોળાંમાં જવા દે કે તેમાંથી છાંટવાળાં, ટપકાંવાળાં તથા કાળાં ઘેટાંને અને ટપકાંવાળાં તથા છાંટવાળાં બકરાંને હું અલગ કરું. મારા વેતન તરીકે તું તે મને આપ.
- પાણીના હવાડા પાસે તેની છોલેલી ડાળીઓ અને પટાદાર બચ્ચાંઉત્પ 30:37–39
કલમો
ઉત્પ 30:37–39યાકૂબે લીમડાની, બદામની તથા આર્મોન ઝાડની લીલીછમ ડાળીઓ કાપી અને તેની છાલ એવી રીતે ઉખાડી કે તેમાં સફેદ પટ્ટા દેખાય. પછી તેણે જાનવરો પાણી પીવા આવે ત્યાં ખાડામાં જે ડાળીઓ છોલી હતી તે તેઓની આગળ ઊભી કરી. જયારે તેઓ પાણી પીતા ત્યારે તેઓ ગર્ભ ધારણ કરવા માટે આશક્ત થતાં હતા. ડાળીઓ આગળ ઘેટાંબકરાં ગર્ભધારણ કરતાં હતાં પછી તેઓએ પટ્ટાદાર, છાંટવાળાં તથા ટપકાંવાળાં બચ્ચાંઓને જન્મ આપ્યો.
- ઘેટાંપાળકો રાત્રે પોતાનાં ટોળાંની ચોકી કરતા હતાલૂક 2:8
કલમો
લૂક 2:8તે દેશમાં ઘેટાંપાળકો રાત્રે ખેતરમાં રહીને પોતાનાં ઘેટાંને સાચવતા હતા.
- ઘેટાં ઘેટાંપાળકનો અવાજ ઓળખે છે; તે તેઓને નામ લઈને બોલાવે છેયોહ 10:3–4
કલમો
યોહ 10:3–4દ્વારપાળ તેને સારુ દ્વાર ઉઘાડે છે; અને ઘેટાં તેનો અવાજ સાંભળે છે; અને તે પોતાનાં ઘેટાંને નામ લઈને બોલાવે છે અને તેઓને બહાર દોરીને લઈ જાય છે. જયારે તે પોતાનાં સર્વ ઘેટાંને બહાર લાવે છે, ત્યારે તે તેઓની આગળ ચાલે છે અને ઘેટાં તેની પાછળ પાછળ ચાલે છે; કેમ કે તેઓ તેનો અવાજ ઓળખે છે.
ઊન, દૂધ અને કાતરણી
- ટોળાનું દૂધ, હલવાનોની અને બાશાનના ઘેટાઓની ચરબીપુન 32:14
કલમો
પુન 32:14તેમણે તેઓને ગાયોનું માખણ ખવડાવ્યું તથા ઘેટીઓનું દૂધ પીવડાવ્યું, હલવાનની ચરબી, બાશાનના ઘેટાં તથા બકરાં, સારામાં સારા ઘઉં તથા દ્રાક્ષોમાંથી બનાવેલો સારો દ્રાક્ષારસ તમે પીધો.
- રાહેલે મૂર્તિઓ લીધી ત્યારે લાબાન પોતાનાં ઘેટાં કાતરવા ગયો હતોઉત્પ 31:19
કલમો
ઉત્પ 31:19પછી લાબાન પોતાનાં ઘેટાંને કાતરવા ગયો હતો અને રાહેલે તેના પિતાના ઘરની મૂર્તિઓ ચોરી લીધી હતી.
- યહૂદા તિમ્નામાં પોતાનાં ઘેટાં કાતરનારાઓ પાસે ગયોઉત્પ 38:12–13
કલમો
ઉત્પ 38:12–13ઘણાં દિવસો પછી, યહૂદાની પત્ની શૂઆ મૃત્યુ પામી. યહૂદા દિલાસો પામ્યા પછી તે તેના મિત્ર હીરા અદુલ્લામી સાથે તેના ઘેટાં કાતરનારાઓની પાસે તિમ્ના ગયો. તામારને ખબર મળી, “જો, તારાં સસરા તેના ઘેટાં કાતરવાને તિમ્ના જઈ રહ્યો છે.”
- નાબાલ પાસે 3,000 ઘેટાં અને 1,000 બકરાં હતાં, તે કાર્મેલમાં તેઓને કાતરતો હતો1 શમુ 25:2
કલમો
1 શમુ 25:2માઓનમાં એક માણસ હતો, તેની મિલકત કાર્મેલમાં હતી. તે માણસ ઘણો શ્રીમંત હતો. તેની પાસે ત્રણ હજાર ઘેટાં તથા એક હજાર બકરાં હતાં. તે પોતાનાં ઘેટાં કાર્મેલમાં કાતરતો હતો.
- કાતરણીનો સમય એટલે મિજબાની: નાબાલની અને આબ્શાલોમની1 શમુ 25:11, 1 શમુ 25:36, 2 શમુ 13:23–24
કલમો
1 શમુ 25:11શું હું મારી રોટલી, પાણી તથા માંસ જે મેં મારાં ઘેટાંને કાતરનારાઓને સારું કાપેલું માંસ જે માણસો ક્યાંથી આવેલા છે એ હું જાણતો નથી તેઓને આપું?”
1 શમુ 25:36અબિગાઈલ નાબાલ પાસે પાછી આવી; ત્યારે તેણે પોતાને ઘરે રાજ ભોજનની મહેફિલ રાખી હતી; તે વખતે નાબાલ ખુશમિજાજમાં હતો. તેણે ખૂબ નશો કર્યો હતો. તેથી સવાર પડતાં સુધી અબિગાઈલે તેને કશું કહ્યું નહિ.
2 શમુ 13:23–24બે વર્ષ થયા પછી એમ થયું કે, એફ્રાઇમે નજીકના બાલ-હાસોરમાં આબ્શાલોમ પાસે ઘેટાં કાતરનારાઓને કામે બોલાવ્યા હતા, ત્યાં આબ્શાલોમે રાજાના સર્વ કુંવરોને આમંત્રણ આપ્યું હતું. આબ્શાલોમે રાજા પાસે જઈને કહ્યું કે, “હે રાજા જો હવે, તારા દાસ પાસે ઘેટાં કાતરનારાઓ છે. કૃપા કરી, રાજા તથા તેના ચાકરોને તમારા સેવક સાથે આવવાની પરવાનગી આપો.”
- ટોળામાંથી કાતરેલું પ્રથમ ઊન યાજકોને મળતુંપુન 18:3–4
કલમો
પુન 18:3–4લોકો તરફથી એટલે વાછરડાનો કે ઘેટાંનો યજ્ઞ ચઢાવનાર તરફથી આ પ્રત્યેક ઘેટાના અથવા બળદના ખભાનો ભાગ, મોં તથા પેટનો ભાગ યાજકોને આપે. તમારા અનાજની, નવા દ્રાક્ષારસની તથા તેલની પેદાશની પ્રથમફળ ઊપજ અને ઘેટાંની પહેલી કાતરણીનું ઊન તમે લેવીઓને આપો.
- અયૂબ પોતાનાં ઘેટાંના ઊનથી ગરીબોને હૂંફ આપતોઅયૂ 31:20
કલમો
અયૂ 31:20જો તેણે મારી પ્રશંસા ન કરી હોય, કારણ કે તેને હૂંફાળા રહેવા માટે મારાં ઘેટાંઓનું ઊન મળ્યું નહિ હોય,
ટોળાં આંકડાઓમાં
- મોઆબના રાજા મેશાએ 100,000 હલવાન અને 100,000 ઘેટાનું ઊન ખંડણીમાં આપ્યું2 રાજા 3:4
કલમો
2 રાજા 3:4હવે મોઆબનો રાજા મેશા ઘેટાં ઉછેરતો હતો. અને તે ઇઝરાયલના રાજાને એક લાખ ઘેટાંનું અને એક લાખ હલવાનનું ઊન ખંડણી તરીકે આપતો હતો.
- આરબો યહોશાફાટ માટે 7,700 ઘેટા અને 7,700 બકરા લાવ્યા2 કાળ 17:11
કલમો
2 કાળ 17:11કેટલાક પલિસ્તીઓ યહોશાફાટ પાસે ઉપહાર અને ખંડણી તરીકે ચાંદી લાવ્યા. આરબો પણ પશુઓ એટલે સાત હજાર સાતસો બકરો અને સાત હજાર સાતસો ઘેટાં ભેટ તરીકે લાવ્યા.
- હાગ્રીઓ પાસેથી 250,000 ઘેટાં લઈ લેવામાં આવ્યાં1 કાળ 5:21
કલમો
1 કાળ 5:21તેઓએ તેમનાં જાનવરો, એટલે પચાસ હજાર ઊંટ, બે લાખ પચાસ હજાર ઘેટાં, બે હજાર ગધેડાં ઉપરાંત એક લાખ માણસોને કબજે કરી લીધા.
- અયૂબ પાસે 7,000 ઘેટાં હતાં, અને પછી 14,000અયૂ 1:3, અયૂ 42:12
કલમો
અયૂ 1:3તેની પાસે સાત હજાર ઘેટાં, ત્રણ હજાર ઊંટ, પાંચસો જોડ બળદ, પાંચસો ગધેડીઓ હતી. વળી ઘણા નોકર-ચાકર હતા. તેથી તે સમગ્ર પૂર્વના લોકમાં સૌથી મહાન પુરુષ ગણાતો હતો.
અયૂ 42:12યહોવાહે અયૂબને અગાઉ કરતાં વધારે આશીર્વાદ આપ્યો; હવે અયૂબની પાસે ચૌદ હજાર ઘેટાં, છ હજાર ઊંટ, બે હજાર બળદ અને એક હજાર ગધેડીઓ હતી.
- કેદાર તૂર સાથે હલવાન, ઘેટા અને બકરાનો વેપાર કરતુંહઝ 27:21
કલમો
હઝ 27:21અરબસ્તાનના તથા કેદારના સર્વ આગેવાનો તારી સાથે વેપાર કરતા હતા; તેઓ હલવાનો, ઘેટાં તથા બકરાનો વેપાર કરતા હતા.
- ભક્તિસ્થાનની પ્રતિષ્ઠા વખતે સુલેમાને 120,000 ઘેટાંનું અર્પણ કર્યું1 રાજા 8:63
કલમો
1 રાજા 8:63સુલેમાન રાજાએ બાવીસ હજાર બળદ અને એક લાખ વીસ હજાર ઘેટાં અને બકરાં ઈશ્વરને શાંત્યર્પણો તરીકે ચઢાવ્યાં. આમ રાજાએ અને ઇઝરાયલના લોકોએ ઈશ્વરના સભાસ્થાનને સમર્પિત કર્યુ.
નિયમશાસ્ત્રમાં
- ચોરેલું ઘેટું કાપી નાખ્યું કે વેચી દીધું હોય તો: ચાર ઘેટાં પાછાં આપોનિર્ગ 22:1
કલમો
નિર્ગ 22:1જો કોઈ માણસ બળદ કે ઘેટું ચોરે અને તેને કાપે અથવા વેચી નાખે, તો તેણે એક બળદને બદલે પાંચ બળદ અને એક ઘેટાંને બદલે ચાર ઘેટાં આપવાં.
- જંગલી પશુઓએ ફાડી નાખેલું ઘેટું: પુરાવા તરીકે તેનું મડદું લાવોનિર્ગ 22:10, નિર્ગ 22:13
કલમો
નિર્ગ 22:10જો કોઈ માણસ પોતાના પડોશીને ગધેડું, બળદ, ઘેટું કે બીજું કોઈ પશુ સાચવવા સોંપે; અને તે મરી જાય, અથવા તેને કોઈ ઈજા થાય, અથવા કોઈ ઉપાડી જાય, અને કોઈ સાક્ષી હોય નહિ,
નિર્ગ 22:13જો કોઈ વનચર પશુએ તેને ફાડી ખાધું હોય, તો તેનો વધેલો ભાગ પુરાવા તરીકે રજૂ કરવો. પછી ફાડી ખાધેલા પશુનું નુકસાન ભરપાઈ કરવાનું રહેતું નથી.
યરુશાલેમમાં
- યાજકોએ ઘેટાંનો દરવાજો ફરી બાંધ્યોનહે 3:1
કલમો
નહે 3:1પછી એલ્યાશીબ મુખ્ય યાજકે તથા તેના યાજક ભાઈઓએ ઊઠીને ઘેટાંનો દરવાજો બાંધ્યો. તેઓએ તેને પવિત્ર કર્યા પછી તેનાં સ્થાને બારણાં બેસાડ્યાં. તેઓએ હામ્મેઆહના બુરજ સુધી અને છેક હનાનએલના બુરજ સુધી તેની પ્રતિષ્ઠા કરી.
- બેથઝાથાનો કુંડ ઘેટાંના દરવાજા પાસે હતોયોહ 5:2
કલમો
યોહ 5:2હવે યરુશાલેમમાં ‘ઘેટાંનો દરવાજો’ નામે જગ્યા પાસે એક કૂંડ છે, તે હિબ્રૂ ભાષામાં બેથઝાથા કહેવાય છે. તેને લગતી પાંચ પરસાળ છે.
કહેવતો
- દાંત: “તારા દાંત તરત કતરાયેલ તથા ધોયેલ ઘેટીના જેવા સફેદ છે”ગીત 4:2
કલમો
ગીત 4:2તારા દાંત તરત કતરાયેલ તથા ધોયેલ ઘેટીના જેવા સફેદ છે. પ્રત્યેક ઘેટીને બબ્બે બચ્ચાં છે, તેઓમાંની કોઈ વાંઝણી નથી.
- “તારાં ઘેટાંબકરાંની પરિસ્થિતિ જાણવાની કાળજી રાખ”નીતિ 27:23
કલમો
નીતિ 27:23તારાં ઘેટાંબકરાંની પરિસ્થિતિ જાણવાની કાળજી રાખ અને તારાં જાનવરની યોગ્ય દેખરેખ રાખ.
- “ઘેટાં તારા વસ્ત્રોને અર્થે હોય છે”નીતિ 27:26
કલમો
નીતિ 27:26ઘેટાં તારા વસ્ત્રોને અર્થે હોય છે અને બકરાં તારા ખેતરનું મૂલ્ય છે.
- “જેમ ઘેટું પોતાના કાતરનારની આગળ મૂંગું રહે છે”યશા 53:7
કલમો
યશા 53:7તેના પર જુલમ ગુજારવામાં આવ્યો; તો પણ તેણે નમ્ર થઈને પોતાનું મુખ ઉઘાડ્યું નહિ; જેમ હલવાનને વધ કરવા માટે લઈ જવામાં આવે છે અને જેમ ઘેટું પોતાના કાતરનારની આગળ મૂંગું રહે છે, તેમ તેણે પોતાનું મુખ ખોલ્યું નહિ.
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો