Bible Explorer એપ મેળવો

અન્વેષણ › વિષયો › બકરાં

કુદરત

બાઇબલમાં બકરાં

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી ના 34 ફકરા, પંક્તિએ પંક્તિએ.

  • ઇઝરાયલ ખાઈ શકે એવાં પશુઓમાં બકરાં છેપુન 14:4
    કલમો
    પુન 14:4તમારે આ પ્રાણીઓને ખાવાં એટલે બળદ, ઘેટાં, બકરાં,
  • રિબકાએ બે લવારાંમાંથી ઇસહાકનું મનભાવતું ભોજન બનાવ્યુંઉત્પ 27:9
    કલમો
    ઉત્પ 27:9તું આપણાં ટોળાંમાંથી ઘેટાંબકરાંનાં બે સારાં લવારાં મારી પાસે લઈ આવ. તેનું હું તારા પિતાને ભાવતું સ્વાદિષ્ટ ભોજન તેમને માટે બનાવી આપીશ.
  • એસાવ જેવો લાગે માટે યાકૂબના હાથ અને ગળા પર બકરાંનાં ચામડાંઉત્પ 27:16
    કલમો
    ઉત્પ 27:16તેણે તેના બન્ને હાથ પર તથા તેના ગળાના સુંવાળા ભાગ પર લવારાનાં ચર્મ વીંટાળી દીધાં.
  • યૂસફના ભાઈઓએ તેનો ઝભ્ભો લવારાના લોહીમાં બોળ્યોઉત્પ 37:31
    કલમો
    ઉત્પ 37:31પછી તેઓએ એક બકરું કાપ્યું અને યૂસફના ઝભ્ભાને લઈને તેના લોહીમાં પલાળ્યો.
  • યહૂદાએ ચુકવણી તરીકે પોતાના ટોળામાંથી એક લવારું આપવાનું વચન આપ્યુંઉત્પ 38:17, ઉત્પ 38:20
    કલમો
    ઉત્પ 38:17તેણે કહ્યું, “ટોળાંમાંથી એક લવારું હું તને મોકલી આપું છું.” તેણીએ કહ્યું, જ્યાં સુધી તું તે ના મોકલે ત્યાં સુધી તું મને કશું ગીરવે આપું?
    ઉત્પ 38:20તે સ્ત્રીના હાથમાંથી ગીરવે મૂકેલી વસ્તુ લેવા માટે યહૂદાએ તેના મિત્ર અદુલ્લામીની સાથે લવારું મોકલ્યું, પણ તે તેને મળી નહિ.
  • એસાવ માટે યાકૂબની ભેટમાં 200 બકરીઓ અને 20 બકરા હતાઉત્પ 32:14
    કલમો
    ઉત્પ 32:14એટલે બસો બકરીઓ, વીસ બકરાં, બસો ઘેટીઓ તથા વીસ ઘેટાં,
  • ગિદિયોને લવારું તૈયાર કર્યું: માંસ ટોપલીમાં, રસો તપેલામાંન્યાય 6:19
    કલમો
    ન્યાય 6:19ગિદિયોને ઘરમાં જઈને લવારું તથા એફાહ લોટમાંની બેખમીરી રોટલી તૈયાર કરી. તેણે ટોપલીમાં માંસ ભર્યું તથા એક ઘડામાં માંસનો રસો લઈને, એલોન વૃક્ષની નીચે લાવ્યો અને અર્પણ કર્યા.
  • માનોઆએ ખડક પર લવારાનું અર્પણ કર્યુંન્યાય 13:19
    કલમો
    ન્યાય 13:19ત્યારે માનોઆએ બકરીનું બચ્ચું ખાદ્યાર્પણ સાથે લઈને ખડક પર ઈશ્વરને ચઢાવ્યું. માનોઆ અને તેની પત્નીના દેખતાં જ સ્વર્ગદૂતે આશ્ચર્યજનક કામ કર્યું.
  • યિશાઈએ દાઉદ સાથે શાઉલ માટે રોટલી, દ્રાક્ષારસની મશક અને લવારું મોકલ્યાં1 શમુ 16:20
    કલમો
    1 શમુ 16:20તેથી યિશાઈએ રોટલી, દ્રાક્ષારસનું પાત્ર, અને લવારું એક ગધેડા પર લાદીને પોતાના દીકરા દાઉદની મારફતે શાઉલને સારુ મોકલાવ્યાં.
  • કાર્મેલના નાબાલ પાસે એક હજાર બકરાં હતાં1 શમુ 25:2
    કલમો
    1 શમુ 25:2માઓનમાં એક માણસ હતો, તેની મિલકત કાર્મેલમાં હતી. તે માણસ ઘણો શ્રીમંત હતો. તેની પાસે ત્રણ હજાર ઘેટાં તથા એક હજાર બકરાં હતાં. તે પોતાનાં ઘેટાં કાર્મેલમાં કાતરતો હતો.
  • મોટો ભાઈ: “તમે મને લવારુંય કદી આપ્યું નથી”લૂક 15:29
    કલમો
    લૂક 15:29પણ તેણે તેના પિતાને ઉત્તર આપતા કહ્યું કે, જો, આટલાં બધાં વર્ષથી હું તમારી ચાકરી કરું છું, અને તમારી આજ્ઞા મેં કદી ઉથાપી નથી, તોપણ મારા મિત્રોની સાથે ખુશાલી કરવા સારુ તમે મને લવારુંય કદી આપ્યું નથી.
  • ઘરનાં માણસોના પોષણ માટે પુષ્કળ બકરીનું દૂધનીતિ 27:27
    કલમો
    નીતિ 27:27વળી બકરીઓનું દૂધ તારે માટે, તારા કુટુંબને માટે અને તારી દાસીઓના ગુજરાન માટે પૂરતું થશે.
  • બકરાં ખેતરની કિંમત લાવે છેનીતિ 27:26
    કલમો
    નીતિ 27:26ઘેટાં તારા વસ્ત્રોને અર્થે હોય છે અને બકરાં તારા ખેતરનું મૂલ્ય છે.

બકરાંના વાળ

  • બકરાંના વાળના અગિયાર પડદાથી મંડપ ઉપરનો તંબુ બન્યોનિર્ગ 26:7, નિર્ગ 36:14
    કલમો
    નિર્ગ 26:7આ પવિત્ર મંડપ ઉપર તંબુ બનાવવા માટે તું બકરાંના વાળના વસ્ત્રના અગિયાર પડદા તૈયાર કરજે.
    નિર્ગ 36:14એ પવિત્રમંડપ ઉપર તંબુ બનાવવા માટે બસાલેલે બકરાંના વાળના વસ્ત્રના અગિયાર પડદાઓ બનાવ્યાં.
  • કુશળ સ્ત્રીઓએ બકરાંના વાળ કાંત્યાનિર્ગ 35:26
    કલમો
    નિર્ગ 35:26જે સર્વ સ્ત્રીઓના હૃદયમાં પ્રેરણા થઈ, તેઓએ બકરાંના વાળ કાંત્યા.
  • મિખાલે દાઉદના પલંગમાં સુવાડેલી મૂર્તિ પર બકરાંના વાળ મૂક્યા1 શમુ 19:13
    કલમો
    1 શમુ 19:13મિખાલે ઘરની મૂર્તિઓ લઈને પલંગ પર સુવાડી. પછી તેણે બકરાના વાળનો તકિયો તેના માથા પર મૂક્યો અને તેના પર વસ્ત્રો ઓઢાડ્યાં.
  • મિદ્યાન સાથેના યુદ્ધ પછી બકરાંના વાળની બનેલી દરેક વસ્તુ શુદ્ધ કરવામાં આવીગણ 31:20
    કલમો
    ગણ 31:20તમારાં બધાં વસ્ત્ર, ચામડાની તથા બકરાના વાળથી બનેલી દરેક વસ્તુ તથા લાકડાની બનાવેલી દરેક વસ્તુથી પોતાને શુદ્ધ કરો.”

નિયમશાસ્ત્રમાં

  • પાસ્ખાનું હલવાન ઘેટાંમાંથી કે બકરાંમાંથી લઈ શકાતુંનિર્ગ 12:5
    કલમો
    નિર્ગ 12:5પસંદ કરેલ હલવાન ખોડખાંપણ વગરનો પ્રથમ વર્ષનો ઘેટો અથવા બકરો જ હોવો જોઈએ.
  • યોશિયાએ પાસ્ખા માટે 30,000 હલવાન અને લવારાં આપ્યાં2 કાળ 35:7
    કલમો
    2 કાળ 35:7પાસ્ખાનાં અર્પણો માટે યોશિયાએ લોકોને ત્રીસ હજાર ઘેટાંબકરાંના હલવાનો અને લવારાં આપ્યાં. વળી તેણે ત્રણ હજાર બળદો પણ આપ્યાં. તે સર્વ રાજાની સંપત્તિમાંથી પાસ્ખાના અર્પણોને માટે આપવામાં આવ્યા હતાં.
  • નવું જન્મેલું બચ્ચું સાત દિવસ પોતાની મા સાથે રહે છેલેવી 22:27
    કલમો
    લેવી 22:27“જ્યારે કોઈ વાછરડું, લવારું કે ઘેટું જન્મે ત્યારે સાત દિવસ સુધી તેને તેની મા પાસેથી કોઈએ લઈ લેવું નહિ. આઠમા દિવસે અને તે પછી તે યહોવાહને સારુ હોમયજ્ઞના અર્પણ તરીકે માન્ય થશે.
  • “લવારાને તેની માતાના દૂધમાં રાંધવું નહિ”નિર્ગ 23:19
    કલમો
    નિર્ગ 23:19તમારી જમીનની પ્રથમ ઊપજનો ઉત્તમોત્તમ ભાગ તમારે તમારા યહોવાહના ભક્તિસ્થાનમાં લાવવો. વળી લવારાને તેની માતાના દૂધમાં રાંધવું નહિ.
  • પ્રાયશ્ચિતનો દિવસ: બે બકરા માટે ચિઠ્ઠીઓ; એકને અરણ્યમાં છોડી દેવાય છેલેવી 16:8–10, લેવી 16:21–22
    કલમો
    લેવી 16:8–10પછી હારુન તે બે બકરા માટે ચિઠ્ઠીઓ નાખે, એટલે એક ચિઠ્ઠી યહોવાહને માટે અને બીજી અઝાઝેલને માટે નક્કી કરે. જે બકરા પર યહોવાહના નામની ચિઠ્ઠી પડે, તેને હારુન પાપાર્થાર્પણને માટે અર્પણ કરે. પરંતુ જે બકરા પર અઝાઝેલના નામની ચિઠ્ઠી પડે તેને અઝાઝેલને માટે અરણ્યમાં મોકલી દેવા માટે તેને માટે પ્રાયશ્ચિત કરવાને યહોવાહ સમક્ષ તેને જીવતો રજૂ કરે.
    લેવી 16:21–22અને પછી હારુન તે જીવતા બકરાના માથા પર બન્ને હાથ મૂકીને ઇઝરાયલીઓની સર્વ દુષ્ટતા, સર્વ પાપો અને તેઓનો વિદ્રોહ કબૂલ કરીને તે સર્વ એ બકરાના શિર પર મૂકે. તે પછી તેણે આ કામ માટે નક્કી કરેલા માણસ સાથે તે બકરાંને રણમાં મોકલી આપવો. પછી તે બકરો લોકોની સર્વ દુષ્ટતા જે જગ્યાએ કોઈ રહેતું ના હોય તેવી નિર્જન જગ્યાએ લઈ જશે. અને આ માણસ તેને નિર્જન અરણ્યમાં છોડી દેશે.

જંગલી બકરાં

  • “ઊંચા પર્વતો પર રાની બકરાઓને” આશ્રય મળે છેગી.શા 104:18
    કલમો
    ગી.શા 104:18ઊંચા પર્વતો પર રાની બકરાઓને અને ખડકોમાં સસલાને રક્ષણ અને આશ્રય મળે છે.
  • શાઉલે વનચર બકરાંઓના ખડકો પાસે દાઉદની શોધ કરી1 શમુ 24:2
    કલમો
    1 શમુ 24:2પછી શાઉલ સર્વ ઇઝરાયલમાંથી ચૂંટી કાઢેલા ત્રણ હજાર માણસોને લઈને દાઉદ તથા તેના માણસોની શોધમાં વનચર બકરાંઓના ખડકો પર ગયો.
  • “ડુંગર પરની જંગલી બકરીઓ કેવી રીતે બચ્ચાંને જન્મ આપે છે તે શું તું જાણે છે?”અયૂ 39:1
    કલમો
    અયૂ 39:1ડુંગર પરની જંગલી બકરીઓ કેવી રીતે બચ્ચાંને જન્મ આપે છે તે શું તું જાણે છે? શું તું જાણી શકે છે કે જંગલી હરણીઓ બચ્ચાંને જન્મ કેવી રીતે આપે છે?
  • જંગલી બકરાં અને પર્વતીય ઘેટાં ખાઈ શકાયપુન 14:5
    કલમો
    પુન 14:5હરણ, સાબર, કાળિયાર, જંગલી બકરાં, પર્વતીય ઘેટાં.

કહેવતો

  • “તારા કેશ ગિલ્યાદ પર્વતના ઢાળ પરથી નીચે આવતાં, બકરાનાં ટોળાં જેવા લાગે છે”ગીત 4:1, ગીત 6:5
    કલમો
    ગીત 4:1મારી પ્રિયતમા તું કેવી સુંદર છે તું મનોહર છે; મારી પ્રિયતમા! તારા બુરખા પાછળ તારી આંખો કબૂતર જેવી છે; તારા કેશ ગિલ્યાદ પર્વતના ઢાળ પરથી નીચે આવતાં, બકરાનાં ટોળાં જેવા લાગે છે.
    ગીત 6:5તારાં નેત્ર મારી તરફથી ફેરવી લે, કેમ કે તેઓએ મારો પરાજય કર્યો છે. ગિલ્યાદની બાજુએ બેઠેલા, બકરાંના ટોળાં જેવા તારા કેશ છે.
  • બકરો, દમામદાર ચાલનારાઓમાંનો એકનીતિ 30:29–31
    કલમો
    નીતિ 30:29–31ત્રણ પ્રાણીઓનાં પગલાં રુઆબદાર હોય છે, અરે, ચારની ચાલ દમામદાર હોય છે: એટલે સિંહ, જે પશુઓમાં સૌથી બળવાન છે અને કોઈને લીધે પોતાનો માર્ગ બદલતો નથી; વળી શિકારી કૂકડો; તથા બકરો; તેમ જ પોતાની પ્રજાને દોરતો રાજા કે જેની સામે થઈ શકાય નહિ.
  • “જેમ ઘેટાંપાળક ઘેટાંને બકરાંથી જુદાં પાડે છે”માથ 25:32
    કલમો
    માથ 25:32સર્વ દેશજાતિઓ તેમની આગળ એકઠી કરાશે; અને જેમ ઘેટાંપાળક ઘેટાંને બકરાંથી જુદાં પાડે છે, તેમ તે તેઓને એકબીજાથી જુદા પાડશે.
  • સામસૂને લવારાને ચીરે તેમ સિંહને ચીરી નાખ્યોન્યાય 14:6
    કલમો
    ન્યાય 14:6ઈશ્વરનો આત્મા અચાનક તેના પર આવ્યો, જેમ તે નાની બકરીને ચીરી નાખતો હોય તેમ તેણે સિંહને ખૂબ સરળતાથી ચીરી નાખ્યો અને તેના હાથમાં કંઈ પણ નહોતું. તેણે જે કર્યું હતું તે તેણે તેના માતાપિતાને કહ્યું નહિ.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો