Bible Explorer એપ મેળવો

અન્વેષણ › વિષયો › ગુલછડી અને ઘાસ

કુદરત

બાઇબલમાં ગુલછડી અને ઘાસ

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી ના 35 ફકરા, પંક્તિએ પંક્તિએ.

ગુલછડી

  • ભક્તિસ્થાનની પરસાળના સ્તંભોના કળશ ગુલછડીના આકારના હતા1 રાજા 7:19, 1 રાજા 7:22
    કલમો
    1 રાજા 7:19પરસાળમાંના સ્તંભની ટોચો પરના કળશ તે કમળના જેવા કોતરકામના હતા, તે ચાર હાથ લાંબા હતા.
    1 રાજા 7:22સ્તંભની ટોચ પર કમળનું કોતરકામ હતું. એમ સ્તંભો બાંધવાનું કામ પૂર્ણ થયું.
  • પિત્તળના સમુદ્રની કિનારી ગુલછડીના ફૂલ જેવી હતી1 રાજા 7:26, 2 કાળ 4:5
    કલમો
    1 રાજા 7:26હોજની જાડાઈ ચાર આંગળ જેટલી હતી, તેની ધારની બનાવટ વાટકાની ધારની બનાવટની જેમ કમળના ફૂલ જેવી હતી. હોજ બે હજાર બાથ પાણી સમાઈ શકે એટલી ક્ષમતા ધરાવતો હતો.
    2 કાળ 4:5તેની જાડાઈ ચાર આંગળ હતી, તેના કાનાની બનાવટ વાટકાના કાનાની માફક કમળના ફૂલ જેવી હતી. તેમાં આશરે છ હજાર બેડાં પાણી સમાતાં હતાં.
  • “ખેતરનાં ફૂલઝાડોનો વિચાર કરો કે, તેઓ કેવાં વધે છે; તેઓ મહેનત કરતા નથી અને કાંતતાં પણ નથી”માથ 6:28, લૂક 12:27
    કલમો
    માથ 6:28વળી વસ્ત્રો સંબંધી તમે ચિંતા કેમ કરો છો? ખેતરનાં ફૂલઝાડોનો વિચાર કરો કે, તેઓ કેવાં વધે છે; તેઓ મહેનત કરતા નથી અને કાંતતાં પણ નથી.
    લૂક 12:27ફૂલઝાડોનો વિચાર કરો; તેઓ કેવાં વધે છે; તેઓ મહેનત કરતા નથી, તેઓ કાંતતાં પણ નથી; તોપણ હું તમને કહું છું કે, સુલેમાન પણ પોતાના સઘળા વૈભવમાં તેઓમાંના એકના જેવો પહેરેલો ન હતો.
  • સુલેમાન પણ પોતાના સર્વ વૈભવમાં તેઓમાંના એકના જેવો શોભિત ન હતોમાથ 6:29
    કલમો
    માથ 6:29તોપણ હું તમને કહું છું કે સુલેમાન પણ પોતાના સઘળા વૈભવમાં તેઓમાંના એકના જેવો પહેરેલો ન હતો.
  • ઘેટાંપાળક ગુલછડીઓ વચ્ચે પોતાનું ટોળું ચારે છેગીત 2:16, ગીત 6:3
    કલમો
    ગીત 2:16મારો પ્રીતમ મારો છે, હું તેની છું; તે પોતાનાં ટોળાં ગુલછડીઓમાં ચરાવે છે.
    ગીત 6:3હું મારા પ્રીતમની છું અને મારો પ્રીતમ મારો જ છે; તે ગુલછડીઓમાં પોતાને આનંદિત કરે છે.
  • પ્રીતમ ગુલછડીઓ વીણવા પોતાની વાડીમાં ઊતરે છેગીત 6:2
    કલમો
    ગીત 6:2મારો પ્રીતમ પોતાના બાગમાં ગયો છે, સુગંધીઓના ક્યારામાં, બાગોમાં આનંદ કરવા ગુલછડી વીણવા ગયો છે.
  • “ખીણોની ગુલછડી” … “કાંટાઓ મધ્યે જેમ ગુલછડી હોય છે”ગીત 2:1–2
    કલમો
    ગીત 2:1–2હું શારોનનું ગુલાબ છું, અને ખીણોની ગુલછડી છું. કાંટાઓ મધ્યે જેમ ગુલછડી હોય છે, તે જ પ્રમાણે કુમારિકાઓમાં મારી પ્રિયતમા છે.
  • “જેમાંથી બોળનો અર્ક ટપકતો હોય તેવા ગુલછડીઓ જેવા તેના હોઠ છે”ગીત 5:13
    કલમો
    ગીત 5:13તેના ગાલ સુગંધી દ્રવ્યના પલંગ જેવા, તથા મધુર સુગંધવાળાં ફૂલો જેવા છે. જેમાંથી બોળનો અર્ક ટપકતો હોય તેવા ગુલછડીઓ જેવા તેના હોઠ છે.
  • ગુલછડીઓ વચ્ચે ચરતાં હરણીનાં જોડિયાં બચ્ચાંગીત 4:5
    કલમો
    ગીત 4:5હરણીનાં જોડકાં બચ્ચાં ગુલછડીઓમાં ચરતાં હોય, તેવા તારા બન્ને સ્તન છે.

ઘાસ

  • ઢોર માટે અને ડુંગરો પર ઘાસ ઊગે છેગી.શા 104:14, ગી.શા 147:8, પુન 11:15
    કલમો
    ગી.શા 104:14તે જાનવરને માટે ઘાસ ઉપજાવે છે અને માણસના માટે શાકભાજી ઉપજાવે છે કે જેથી માણસ ભૂમિમાંથી અન્ન ઉપજાવે છે.
    ગી.શા 147:8તે આકાશને વાદળોથી ઢાંકે છે અને પૃથ્વીને માટે તે વરસાદ તૈયાર કરી રાખે છે, તે પહાડો પર ઘાસ ઉગાડે છે.
    પુન 11:15હું તમારાં ઢોરને સારુ ખેતરોમાં ઘાસ ઉગાવીશ. અને તમે ખાઈને તૃપ્ત થશો.
  • તાજા કાપેલા ઘાસ પર વરસાદગી.શા 72:6
    કલમો
    ગી.શા 72:6જેમ કાપેલા ઘાસ પર વરસાદ વરસે છે, અને જેમ પૃથ્વીને સિંચનારા ઝાપટાં થાય છે, તેમ તેની ઉન્નતિ થતી રહેશે.
  • ધાબાં પરનું ઘાસ વધે તે પહેલાં સુકાઈ જાય છેગી.શા 129:6–7, 2 રાજા 19:26
    કલમો
    ગી.શા 129:6–7તેઓ ધાબા પરના ઘાસના જેવા થાઓ કે તે ઊગે તે પહેલાં કરમાઈ જાય, જેથી કાપનાર પોતાનો હાથ અને પૂળા બાંધનાર પોતાની બાથ ભરી શકતો નથી.
    2 રાજા 19:26તેથી ત્યાંના રહેવાસીઓ શક્તિહીન થઈ ગયા, ગભરાઈને શરમિંદા થઈ ગયા: તેઓ ખેતરના છોડ જેવા, લીલા ઘાસ જેવા, ધાબા પર અને ખેતરમાં ઊગી નીકળેલા, વૃદ્ધિ પામ્યા પહેલાં બળી ગયેલા ઘાસ જેવા બની ગયા હતા.
  • ખેતરનું ઘાસ: આજે છે, અને કાલે ભઠ્ઠીમાં નખાય છેમાથ 6:30, લૂક 12:28
    કલમો
    માથ 6:30એ માટે ખેતરનું ઘાસ જે આજે છે અને કાલે ભઠ્ઠીમાં નંખાય છે, તેને જો ઈશ્વર એવું પહેરાવે છે, તો, ઓ અલ્પવિશ્વાસીઓ, તમને શું તેથી વિશેષ નહિ પહેરાવે?
    લૂક 12:28એ માટે ખેતરનું ઘાસ જે આજે છે અને કાલે ભઠ્ઠીમાં ફેંકાય છે, તેને જો ઈશ્વર એવું પહેરાવે છે, તો, ઓ અલ્પવિશ્વાસીઓ, તે તમને પહેરાવશે, એ કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે?
  • સૂકું ઘાસ લઈ જવાય છે ત્યારે નવું ઘાસ ઊગી નીકળે છેનીતિ 27:25
    કલમો
    નીતિ 27:25સૂકું ઘાસ લઈ જવામાં આવે છે કે તરત ત્યાં કુમળું ઘાસ ઊગી નીકળે છે અને પર્વત પરની વનસ્પતિનો સંગ્રહ કરવામાં આવે છે.
  • બાળી નાખનાર સૂર્ય છોડને સૂકવી નાખે છે, અને તેનું ફૂલ ખરી પડે છેયાકૂ 1:11
    કલમો
    યાકૂ 1:11કેમ કે સૂર્ય ઊગે છે અને ગરમ પવન વાય છે ત્યારે ઘાસ ચીમળાય છે; તેનું ફૂલ ખરી પડે છે અને તેના સૌંદર્યની શોભા નાશ પામે છે તેમ શ્રીમંત પણ તેના વ્યવહારમાં વિલીન થઈ જશે.
  • દુકાળમાં આહાબે ઘોડાઓ માટે ઘાસ શોધવા દરેક ઝરણું અને ખીણ ખૂંદી1 રાજા 18:5
    કલમો
    1 રાજા 18:5આહાબે ઓબાદ્યાને કહ્યું, “આખા દેશમાં ફરીને પાણીના સર્વ ઝરા આગળ તથા સર્વ નાળાં આગળ જા. જેથી આપણને ઘાસચારો મળી આવે અને આપણે ઘોડા તથા ખચ્ચરના જીવ બચાવી શકીએ, કે જેથી આપણે બધાં જાનવરોને ખોઈ ન બેસીએ.”
  • નિમ્રીમનાં પાણી સુકાઈ ગયાં અને ઘાસ સુકાઈ ગયુંયશા 15:6
    કલમો
    યશા 15:6નિમ્રીમનાં પાણી સુકાઈ ગયાં છે; ઘાસ સુકાઈ ગયું છે અને નવું ઘાસ નાશ પામ્યું છે; લીલોતરી નથી.
  • બહેમોથ બળદની જેમ ઘાસ ખાય છેઅયૂ 40:15
    કલમો
    અયૂ 40:15બહેમોથની સામે જો. મેં તેને અને તને ઉત્પન્ન કર્યા છે, તે બળદની જેમ ઘાસ ખાય છે.
  • નબૂખાદનેસ્સારે બળદની જેમ ઘાસ ખાધુંદાનિ 4:33
    કલમો
    દાનિ 4:33તે જ સમયે આ વચન નબૂખાદનેસ્સારના બાબતમાં ફળીભૂત થયું. તેને લોકોમાંથી હાંકી કાઢવામાં આવ્યો. તેણે બળદની જેમ ઘાસ ખાધું, તેનું શરીર આકાશના ઝાકળથી પલળી ગયું. તેના વાળ ગરુડના પીંછા જેવા લાંબા થઈ ગયા, તેના નખ પક્ષીઓના પંજા જેવા થઈ ગયા.
  • “શું જંગલી ગધેડાની આગળ ઘાસ હોય તો તે ભૂંકે?”અયૂ 6:5
    કલમો
    અયૂ 6:5શું જંગલી ગધેડાની આગળ ઘાસ હોય તો તે ભૂંકે? અથવા બળદની આગળ ઘાસ હોય છતાં શું તે બરાડા પાડે?
  • પાંચ હજાર લોકો લીલા ઘાસ પર બેઠાયોહ 6:10, માર્ક 6:39
    કલમો
    યોહ 6:10ઈસુએ કહ્યું કે, ‘લોકોને બેસાડો.’ તે જગ્યાએ ઘણું ઘાસ હતું. અને તેઓ બેસી ગયા, પુરુષોની સંખ્યા આશરે પાંચ હજારની હતી.
    માર્ક 6:39તેમણે તેઓને આજ્ઞા કરી કે, ‘સઘળાં લીલા ઘાસ પર પંગતમાં બેસી જાય.’”

કહેવતો

  • “સર્વ મનુષ્ય ઘાસ જ છે” … “ઘાસ સુકાઈ જાય છે, ફૂલ ચીમળાઈ જાય છે”યશા 40:6–8, 1 પિત 1:24
    કલમો
    યશા 40:6–8“પોકાર” એવું એક વાણી કહે છે, મેં પૂછ્યું, “શાને માટે પોકારું?” સર્વ મનુષ્ય ઘાસ જ છે અને તેઓના કરારનું વિશ્વાસુપણું એ ખેતરના ફૂલ જેવું છે. ઘાસ સુકાઈ જાય છે અને ફૂલ ચીમળાઈ જાય છે જ્યારે યહોવાહના શ્વાસનો વાયુ તે પર વાય છે; મનુષ્ય નિશ્ચે ઘાસ જ છે. ઘાસ સુકાઈ જાય છે, ફૂલ ચીમળાઈ જાય છે, પણ આપણા ઈશ્વરનું વચન સર્વકાળ કાયમ રહેશે.”
    1 પિત 1:24કેમ કે, ‘સર્વ લોકો ઘાસનાં જેવા છે અને મનુષ્યનો બધો વૈભવ ઘાસનાં ફૂલ જેવો છે. ઘાસ સુકાઈ જાય છે અને તેનું ફૂલ ખરી પડે છે,
  • નવું ઘાસ સવારે ઊગે છે અને સાંજ સુધીમાં સુકાઈ જાય છેગી.શા 90:5–6
    કલમો
    ગી.શા 90:5–6તમે તેઓને પૂરની જેમ તાણી જાઓ છો અને તેઓ નિંદ્રા જેવાં છે; તેઓ સવારમાં ઊગતાં ઘાસ જેવા છે. તે સવારે ખીલે છે અને વધે છે; સાંજે સુકાઈ જાય છે અને ચીમળાય છે.
  • માણસના દિવસો ઘાસ જેવા છે; પવન તેના પરથી વાય છે અને તે જતું રહે છેગી.શા 103:15–16
    કલમો
    ગી.શા 103:15–16માણસના દિવસો ઘાસ જેવા છે; ખેતરમાંના ફૂલની જેમ તે ખીલે છે. પવન તેના પર થઈને વાય છે અને તે ઊડી જાય છે અને તે ક્યાં હતું એ કોઈને માલૂમ પડતું નથી.
  • ઝાકળની જેમ, કુમળા ઘાસ પર ઝરમર વરસાદની જેમ ઊતરતી વાણીપુન 32:2
    કલમો
    પુન 32:2મારો બોધ વરસાદની જેમ ટપકશે, મારી વાતો ઝાકળની જેમ પડશે, કુમળા ઘાસ પર પડતા ઝરમર ઝરમર વરસાદના ટીપાની જેમ અને વનસ્પતિ પર ઝાપટાની જેમ તે પડશે.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો