Bible Explorer એપ મેળવો

અન્વેષણ › વિષયો › લબાનોનના દેવદાર

કુદરત

બાઇબલમાં લબાનોનના દેવદાર

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી ના 32 ફકરા, પંક્તિએ પંક્તિએ.

  • સુલેમાને લબાનોનના દેવદારથી માંડીને દીવાલના ઝુફા સુધીની વનસ્પતિ વિશે વર્ણન કર્યું1 રાજા 4:33
    કલમો
    1 રાજા 4:33તેણે વનસ્પતિ વિષે વર્ણન કર્યું, એટલે લબાનોન પરના દેવદાર વૃક્ષથી માંડીને દીવાલોમાંથી ઊગી નીકળતા ઝુફા સુધીની વનસ્પતિ વિષે વર્ણન કર્યું. તેણે પશુઓ, પક્ષીઓ, પેટે ચાલનારાં પ્રાણીઓ તથા માછલીઓ વિષે પણ વર્ણન કર્યું.
  • એક ગીત: લબાનોનનાં દેવદારો પાણીથી ભરપૂર છેગી.શા 104:16
    કલમો
    ગી.શા 104:16યહોવાહનાં વૃક્ષો, એટલે લબાનોનનાં દેવદારો; જે તેમણે રોપ્યાં હતાં, તેઓ પાણીથી ભરપૂર છે.
  • સુલેમાનના સમયમાં દેવદાર નીચાણના પ્રદેશના ગુલ્લર જેટલું પુષ્કળ હતું1 રાજા 10:27, 2 કાળ 1:15
    કલમો
    1 રાજા 10:27રાજાએ યરુશાલેમમાં ચાંદી એટલી બધી વધારી દીધી કે તે પથ્થરને તોલે થઈ પડી. તેણે દેવદારના લાકડાં એટલાં બધાં વધાર્યા કે તે નીચાણના પ્રદેશના ગુલ્લર ઝાડના લાકડાને તોલે થઈ પડ્યાં.
    2 કાળ 1:15રાજાએ યરુશાલેમમાં સોનું તથા ચાંદી એટલાં બધાં વધારી દીધાં કે તે પથ્થરની તોલે થઈ ગયાં. અને દેવદારનાં લાકડાં એટલા બધાં વધી ગયા કે તે નીચાણના પ્રદેશમાંનાં ગુલ્લર વૃક્ષોનાં લાકડા જેવા થઈ પડ્યાં.
  • લોકો કાપી નાખેલાં ગુલ્લરને બદલે દેવદાર લાવવા માગતાયશા 9:10
    કલમો
    યશા 9:10“ઈંટો પડી ગઈ છે, પણ હવે આપણે ઘડેલા પથ્થરોથી બાંધીશું; ગુલ્લર ઝાડ કાપી નાખવામાં આવ્યાં છે, પણ આપણે તેને બદલે દેવદાર વૃક્ષ લાવીશું.”
  • લબાનોનના એક દેવદારમાંથી તૂરના વહાણની ડોલ બનીહઝ 27:5
    કલમો
    હઝ 27:5તેઓએ તારાં પાટિયાં સનીર પર્વતના સરુના બનાવ્યાં છે; તારા માટે ડોલ બનાવવા માટે તેઓએ લબાનોનના દેવદાર વૃક્ષો લીધાં હતાં.
  • શુદ્ધિકરણની વિધિઓમાં દેવદારનું લાકડું, ઝુફો અને કિરમજી દોરો વપરાતાંલેવી 14:4, ગણ 19:6
    કલમો
    લેવી 14:4તો યાજકે જેની શુદ્ધિ કરવાની છે તે માણસને શુદ્ધ એવાં બે જીવતાં પક્ષીઓ, દેવદારનું થોડું લાકડું, કિરમજી રંગનું કાપડ તથા ઝુફા લાવવાને આજ્ઞા આપવી.
    ગણ 19:6ત્યારબાદ યાજક દેવદાર વૃક્ષનું લાકડું, ઝુફો અને કિરમજી રંગની દોરી આ બધું લઈને વાછરડીના દહન મધ્યે નાખે.

દેવદારથી બાંધકામ

  • તૂરના હીરામે દાઉદના મહેલ માટે દેવદારનાં લાકડાં, સુથારો અને કડિયાઓ મોકલ્યા2 શમુ 5:11
    કલમો
    2 શમુ 5:11પછી તૂરના રાજા હીરામે દાઉદને માટે મહેલ બાંધવા સંદેશવાહકો, દેવદાર વૃક્ષો, સુથારો અને કડિયાઓ મોકલ્યા.
  • દાઉદ: “હું દેવદારના મહેલમાં રહું છું, પરંતુ ઈશ્વરનો કરારકોશ મંડપમાં રહે છે”1 કાળ 17:1
    કલમો
    1 કાળ 17:1દાઉદ પોતાના મહેલમાં રહેવા ગયો, ત્યાર પછી તેણે નાથાન પ્રબોધકને કહ્યું, “જો, હું દેવદારના મહેલમાં રહું છું, પરંતુ ઈશ્વરનો કરારકોશ મંડપમાં રહે છે.”
  • સુલેમાને હીરામ પાસે દેવદાર માગ્યાં; સિદોનીઓ જેવા લાકડાં કાપનારા બીજા કોઈ ન હતા1 રાજા 5:6
    કલમો
    1 રાજા 5:6તેથી હવે મારા માટે લબાનોન પરથી દેવદાર વૃક્ષો કપાવવાની આજ્ઞા આપો. અને મારા સેવકો તમારા સેવકોની સાથે રહેશે અને તમે જે પ્રમાણે કહેશો તે મુજબ હું તમારા સેવકોને વેતન ચૂકવી આપીશ. કારણ કે તમે જાણો છો કે અમારામાં સિદોનીઓના જેવા લાકડાં કાપનારો કોઈ હોશિયાર માણસો નથી.”
  • લાકડાં સમુદ્ર સુધી ઘસડી જઈને તરાપા તરીકે તરાવવામાં આવ્યાં1 રાજા 5:8–9, 2 કાળ 2:16
    કલમો
    1 રાજા 5:8–9હીરામે સુલેમાનની પાસે માણસ મોકલીને કહાવ્યું, “જે સંદેશો તમે મારા પર મોકલ્યો છે તે મેં સાંભળ્યો છે. એરેજવૃક્ષનાં લાકડાંની બાબતમાં તથા દેવદારનાં લાકડાંની બાબતમાં હું તમારી ઇચ્છા પ્રમાણે બધું કરીશ. મારા ચાકરો લાકડાંને લબાનોન પરથી સમુદ્રકિનારે ઉતારી લાવશે અને જે સ્થળ તમે મુકરર કરશો ત્યાં તે સમુદ્રમાર્ગે લઈ જવા માટે હું તેમના તરાપા બંધાવીશ અને તમે તે ત્યાંથી લઈ જજો. તમે મારા ઘરનાંને ખોરાકી પૂરી પાડજો, એટલે મારી ઇચ્છા પૂરી થશે.”
    2 કાળ 2:16તારે જોઈએ તેટલાં લાકડાં અમે લબાનોનમાંથી કાપીશું. અને તેના તરાપા બાંધીને અમે તે સમુદ્રના માર્ગે યાફામાં તારી પાસે લાવીશું અને ત્યાંથી તું તે યરુશાલેમ લઈ જજે.”
  • હીરામના કઠિયારાઓને ઘઉં, જવ, દ્રાક્ષારસ અને જૈતૂન તેલમાં વેતન ચૂકવાયું2 કાળ 2:10
    કલમો
    2 કાળ 2:10જુઓ, હું તમારા ચાકરોને, એટલે લાકડાં કાપનારાઓને વીસ હજાર માપ ઝૂડેલા ઘઉં, વીસ હજાર ગૂણ જવ, વીસ હજાર બાથ એક લાખ એંશી હજાર ગેલન દ્રાક્ષારસ અને વીસ હજાર બાથ તેલ આપીશ.”
  • 30,000 ઇઝરાયલીઓ મહિને મહિને 10,000ની ટુકડીઓમાં લબાનોનમાં કામ કરતા1 રાજા 5:13–14
    કલમો
    1 રાજા 5:13–14સુલેમાન રાજાએ સર્વ ઇઝરાયલમાંથી સખત પરિશ્રમ કરનારું લશ્કર ઊભું કર્યું; તે લશ્કર ત્રીસ હજાર માણસોનું હતું. તે તેઓમાંથી નિયતક્રમ પ્રમાણે દર મહિને દસ હજાર માણસોને લબાનોન મોકલતો હતો. તેઓ એક મહિનો લબાનોનમાં તથા બે મહિના પોતાના ઘરે રહેતા. અદોનીરામ આ લશ્કરનો ઊપરી હતો.
  • દેવદાર અને એરેજના બદલામાં સુલેમાને હીરામને ગાલીલમાં વીસ નગરો આપ્યાં1 રાજા 9:11
    કલમો
    1 રાજા 9:11તૂરના રાજા હીરામે સુલેમાનને દેવદારનાં લાકડાં, એરેજવૃક્ષનાં લાકડાં, સોનું અને બીજું જે કંઈ જોઈતું હોય તે આપ્યું, તેથી રાજા સુલેમાને હીરામને ગાલીલ પ્રદેશમાંના વીસ ગામો આપ્યાં.
  • ભક્તિસ્થાનની છત દેવદારની વળીઓ અને પાટિયાંથી બનાવવામાં આવી1 રાજા 6:9–10
    કલમો
    1 રાજા 6:9–10સુલેમાને સભાસ્થાનનું બાંધકામ પૂરું કર્યું અને તેણે દેવદારના પાટડા અને પાટિયામાંથી સભાસ્થાનની છત બનાવી. તેણે ભક્તિસ્થાનના અંદરના સભાખંડની સામે માળ બનાવ્યા. તે દરેકની ઊંચાઈ પાંચ હાથ હતી. તે માળનો આધાર દેવદારના લાકડા વડે ભક્તિસ્થાન પર રહેલો હતો.
  • અંદર, તૂંબડાં અને ફૂલોની કોતરણીવાળું દેવદાર; એક પણ પથ્થર દેખાતો ન હતો1 રાજા 6:15, 1 રાજા 6:18
    કલમો
    1 રાજા 6:15પછી તેણે સભાસ્થાનની અંદરની દીવાલોને દેવદારના પાટિયાની બનાવી. ભોંયતળિયાથી છત સુધી તેણે તે દીવાલો ઉપર અંદરની બાજુએ લાકડાંનું અસ્તર કર્યું; તેણે સભાસ્થાનનું ભોંયતળિયુ દેવદારનાં પાટિયાનું બનાવ્યું.
    1 રાજા 6:18ભક્તિસ્થાનના અંદરની બાજુના હિસ્સામાં દેવદારના લાકડા પર કળીઓ તથા ખીલેલાં ફૂલો કોતરેલાં હતાં. ત્યાં અંદરના ભાગમાં ક્યાંય પણ પથ્થરનું કામ દેખાતું ન હતું. ક્યાંય એક પણ પથ્થર દેખાતો નહોતો.
  • અંદરનું આંગણું: ઘડેલા પથ્થરની ત્રણ હાર અને દેવદારની વળીઓની એક હાર1 રાજા 6:36
    કલમો
    1 રાજા 6:36તેણે ઘસીને ચકચકિત કરેલા પથ્થરોની ત્રણ હાર અને દેવદારના મોભની એક હાર વડે અંદરનો ચોક બનાવ્યો.
  • લબાનોન વનગૃહ દેવદારના સ્તંભોની ચાર હાર પર ઊભું હતું1 રાજા 7:2–3
    કલમો
    1 રાજા 7:2–3તેણે જે રાજમહેલ બાંધ્યો તેનું નામ ‘લબાનોન વનગૃહ’ રાખ્યું. તેની લંબાઈ સો હાથ, પહોળાઈ પચાસ હાથ તથા તેની ઊંચાઈ ત્રીસ હાથ હતી. તે દેવદાર વૃક્ષના ચાર સ્તંભોની હારમાળાઓ પર બાંધેલું હતું. દર હારે પંદર પ્રમાણે સ્તંભો પરની પિસ્તાળીસ વળીઓ પર દેવદારનું આવરણ કરવામાં આવ્યું હતું.
  • પાછા ફરેલા બંદીવાનો લબાનોનથી યાફા સુધી સમુદ્રમાર્ગે દેવદારનાં કાષ્ઠ લાવ્યાએઝ 3:7
    કલમો
    એઝ 3:7તેથી તેમણે કડિયાઓને તથા સુથારોને પૈસા આપ્યાં; અને સિદોન તથા તૂરના લોકોને ખોરાક, પીણું તથા તેલ મોકલ્યાં, એ માટે કે તેઓ ઇરાનના રાજા કોરેશના હુકમ પ્રમાણે લબાનોનથી યાફાના સમુદ્ર માર્ગે, દેવદારનાં કાષ્ઠ લઈ આવે.
  • એક રાજા પોતાના મહેલને દેવદારનાં પાટિયાં જડાવે છે અને સિંદૂરી રંગથી રંગાવે છેયર્મિ 22:14
    કલમો
    યર્મિ 22:14તે કહે છે, હું મારા માટે વિશાળ મકાન તથા મોટી મેડીઓ બાંધીશ, પછી તે તેમાં પોતાને સારુ બારીઓ મૂકે છે. અને તેની છત પર દેવદાર વૃક્ષનાં પાટિયાં જડે છે. અને તેને લાલ રંગ લગાડે છે.”
  • “આપણા ઘરના મોભ એરેજ વૃક્ષની ડાળીઓ જેવા”ગીત 1:17
    કલમો
    ગીત 1:17આપણા ઘરના મોભ એરેજ વૃક્ષની ડાળીઓ જેવા અને આપણી છતની વળીઓ દેવદાર વૃક્ષની ડાળીઓની છે.

કહેવતો અને દંતકથાઓ

  • યોઆશની દંતકથા: એક કાંટાળો છોડવો દેવદાર પાસે તેની દીકરી માગે છે2 રાજા 14:9
    કલમો
    2 રાજા 14:9પણ ઇઝરાયલના રાજા યોઆશે યહૂદિયાના રાજા અમાસ્યા પાસે વળતો સંદેશાવાહક મોકલીને કહાવ્યું, “લબાનોનના એક કાંટાળા છોડવાએ લબાનોનના દેવદાર વૃક્ષને પાસે સંદેશો મોકલીને કહાવ્યું કે, “મારા દીકરા સાથે તારી દીકરીને પરણાવ,’ પણ એટલામાં લબાનોનનું એક જંગલી પશુ ત્યાં થઈને પ્રસાર હતું તેણે તે કાંટાળા છોડવાને કચડી નાખ્યો.
  • યોથામની દંતકથા: ઝાંખરામાંથી નીકળેલો અગ્નિ દેવદારોને બાળી નાખે છેન્યાય 9:15
    કલમો
    ન્યાય 9:15ઝાંખરાએ વૃક્ષોને કહ્યું, ‘જો તમારે ખરેખર તમારા પર મને રાજા તરીકે અભિષિક્ત કરવો હોય, તો આવો અને મારી છાયા પર ભરોસો રાખો. જો એમ નહિ, તો ઝાંખરામાંથી અગ્નિ નીકળીને લબાનોનનાં દેવદાર વૃક્ષોને બાળી નાખો.’
  • અમોરીઓ, જેઓની ઊંચાઈ દેવદાર જેટલી અને બળ એલોન જેવું હતુંઆમ 2:9
    કલમો
    આમ 2:9તોપણ અમોરીઓ જેઓની ઊંચાઈ દેવદાર વૃક્ષોની ઊંચાઈ જેટલી હતી; અને જે એલોન વૃક્ષના જેવા મજબૂત હતા, તેઓનો મેં તેઓની આગળથી નાશ કર્યો, મેં ઉપરથી તેઓનાં ફળનો, અને નીચેથી તેઓના મૂળિયાંઓનો નાશ કર્યો.
  • એક ગીત: “તે લબાનોનના દેવદારની જેમ વધશે”ગી.શા 92:12
    કલમો
    ગી.શા 92:12ન્યાયી માણસ ખજૂરના વૃક્ષની જેમ ખીલશે; તે લબાનોનના દેવદારની જેમ વધશે.
  • “યહોવાહનો અવાજ દેવદારોને ભાંગી નાખે છે”ગી.શા 29:5
    કલમો
    ગી.શા 29:5યહોવાહનો અવાજ દેવદારોને ભાંગી નાખે છે; યહોવાહ લબાનોનનાં દેવદારોના ટુકડેટુકડા કરી નાખે છે.
  • “તેનો દેખાવ ભવ્ય લબાનોન અને દેવદાર વૃક્ષો જેવો ઉત્તમ છે”ગીત 5:15
    કલમો
    ગીત 5:15તેના પગ ચોખ્ખા સોનાની કૂંભીઓ પર ઊભા કરેલા સંગેમરમરના સ્તંભો જેવા છે; તેનો દેખાવ ભવ્ય લબાનોન અને દેવદાર વૃક્ષો જેવો ઉત્તમ છે.
  • દેવદારો આનંદ કરે છે: “તું પડ્યો ત્યારથી કોઈ કઠિયારો અમારા ઉપર ચઢી આવ્યો નથી”યશા 14:8
    કલમો
    યશા 14:8હા, લબાનોનનાં દેવદાર અને એરેજવૃક્ષો તારે લીધે આનંદ કરે છે; તેઓ કહે છે, ‘તું પડ્યો ત્યારથી કોઈ કઠિયારો અમારા ઉપર ચઢી આવ્યો નથી.’
  • “હે સરુના વૃક્ષો, વિલાપ કરો, કેમ કે, દેવદાર વૃક્ષ પડી ગયું છે!”ઝખ 11:2
    કલમો
    ઝખ 11:2હે સરુના વૃક્ષો, વિલાપ કરો, કેમ કે, દેવદાર વૃક્ષ પડી ગયું છે! ભવ્ય વૃક્ષો નષ્ટ થઈ ગયાં છે. બાશાનનાં એલોન વૃક્ષો, વિલાપ કરો, કેમ કે, ગાઢ જંગલ જમીનદોસ્ત થઈ ગયું છે.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો