અન્વેષણ › વિષયો › ઉનાળો અને શિયાળો
કુદરત
બાઇબલમાં ઉનાળો અને શિયાળો
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી ના 40 ફકરા, પંક્તિએ પંક્તિએ.
- વાવણી અને કાપણી, ઠંડી અને ગરમી, ઉનાળો અને શિયાળો કદી બંધ થશે નહિઉત્પ 8:22
કલમો
ઉત્પ 8:22પૃથ્વી રહેશે ત્યાં સુધી વાવણી તથા કાપણીની મોસમ, ઠંડી તથા ગરમી, ઉનાળો તથા શિયાળો અને દિવસ તથા રાત થયા વગર રહેશે નહિ.”
- ઋતુઓ, દિવસો અને વર્ષો દર્શાવવા આકાશમાં જ્યોતિઓઉત્પ 1:14, ગી.શા 104:19
કલમો
ઉત્પ 1:14ઈશ્વરે કહ્યું, “રાત અને દિવસ જુદાં પાડવા સારુ આકાશમાં જ્યોતિઓ થાઓ અને તેઓ ચિહ્નો, ઋતુઓ, દિવસો તથા વર્ષોને અર્થે થાઓ.
ગી.શા 104:19ઋતુઓને માટે તેમણે ચંદ્રનું સર્જન કર્યું; સૂર્ય પોતાનો અસ્તકાળ જાણે છે.
- એક ગીત: “તમે ઉનાળો તથા શિયાળો ઠરાવ્યા”ગી.શા 74:17
કલમો
ગી.શા 74:17તમે પૃથ્વીની સીમાઓ સ્થાપન કરી છે; તમે ઉનાળો તથા શિયાળો ઠરાવ્યા.
- મોસમ પ્રમાણે વરસાદ: પાછલો અને આગલો વરસાદપુન 11:14, યોએ 2:23, યર્મિ 5:24
કલમો
પુન 11:14હું તમારા દેશમાં વરસાદ એટલે આગળનો વરસાદ તથા પાછળનો વરસાદ તેની ઋતુ અનુસાર મોકલીશ. જેથી તમે તમારું અનાજ, તમારો નવો દ્રાક્ષારસ તથા તમારા તેલનો સંગ્રહ કરી શકો.
યોએ 2:23હે સિયોનપુત્રો, ખુશ થાઓ, અને યહોવાહ તમારા ઈશ્વરના નામે આનંદ કરો. કેમ કે તે તમને શરૂઆતનો વરસાદ જોઈએ તેટલો મોકલી આપે છે. તે તમારા માટે વરસાદ વરસાવશે, એટલે પ્રારંભનો અને અંતનો વરસાદ અગાઉની જેમ વરસાવશે.
યર્મિ 5:24આપણો ઈશ્વર યહોવાહ યોગ્ય સમયે તમને પ્રથમ તથા છેલ્લો વરસાદ આપે છે. અને જે આપણે માટે કાપણીના નિયત સપ્તાહ રાખી મૂકે છે. તેનાથી આપણે બીહીએ એમ તેઓ પોતાના હ્રદયમાં કહેતા નથી.”
- વસંતમાં, જ્યારે રાજાઓ યુદ્ધ કરવા નીકળે છે2 શમુ 11:1
કલમો
2 શમુ 11:1વસંતઋતુમાં જયારે બધા રાજાઓ સામાન્ય રીતે યુદ્ધ કરવા માટે બહાર જતા હતા, ત્યારે દાઉદે યોઆબને, તેના ચાકરોને તથા ઇઝરાયલના સૈન્યને મોકલ્યું. તેઓએ આમ્મોનીઓનો નાશ કર્યો અને રાબ્બાને ઘેરી લીધું. પણ દાઉદ યરુશાલેમમાં જ રહ્યો.
- દ્રાક્ષની મોસમ સુધી ઝૂડણી, વાવણીના સમય સુધી દ્રાક્ષની મોસમલેવી 26:5
કલમો
લેવી 26:5તમારે ત્યાં પુષ્કળ પાક ઊતરશે, વાવણીનો સમય આવે ત્યાં સુધી દ્રાક્ષ થયા કરશે અને લણવાનું કામ વાવણીના સમય સુધી ચાલશે, તમે ધરાતાં સુધી જમશો અને દેશમાં સુરક્ષિત રહેશો.
- રૂથ જવની કાપણીની શરૂઆતમાં આવી અને ઘઉંની કાપણી પૂરી થાય ત્યાં સુધી કણસલાં વીણ્યાંરૂથ 1:22, રૂથ 2:23
- શમુએલે ઘઉંની કાપણી દરમિયાન ગર્જના અને વરસાદ માટે પ્રાર્થના કરી1 શમુ 12:17–18
કલમો
1 શમુ 12:17–18આજે ઘઉંની કાપણી નથી શું? હું ઈશ્વરને વિનંતી કરીશ, કે તે ગર્જના તથા વરસાદ મોકલે. ત્યારે તમે જાણો તથા જુઓ કે પોતાના માટે રાજા માગીને ઈશ્વરની નજરમાં તમે દુષ્ટતા કરી છે તે મોટી છે.” તેથી શમુએલે ઈશ્વરને વિનંતી કરી; તે દિવસે ઈશ્વરે ગર્જના તથા વરસાદ મોકલ્યા. ત્યારે સર્વ લોકો ઈશ્વરથી તથા શમુએલથી ભયભીત થયા.
- યાકૂબનાં વર્ષો: દિવસે તાપ અને રાત્રે હિમઉત્પ 31:40
કલમો
ઉત્પ 31:40દિવસે તાપથી તથા રાત્રે હિમથી મારો ક્ષય થયો; અને મારી આંખની ઊંઘ જતી રહી; એવી મારી હાલત હતી.
ઉનાળો
- એગ્લોન પોતાની ઉપરની ઓરડીની ઠંડકમાં બેઠો હતોન્યાય 3:20, ન્યાય 3:24
કલમો
ન્યાય 3:20એહૂદ તેની પાસે આવ્યો. રાજા પોતાની રીતે, ઉપરની ઠંડી ઓરડીમાં એકલો બેઠો હતો. એહૂદે તેને કહ્યું, “હું ઈશ્વર તરફથી તારા માટે સંદેશ લાવ્યો છું,” રાજા પોતાના આસન પરથી ઊભો થઈ ગયો.
ન્યાય 3:24એહૂદના ગયા પછી, રાજાના નોકરો અંદર આવ્યા; તેઓએ જોયું કે ઉપરની ઓરડીના બારણાએ તાળું મારેલું હતું, તેઓએ વિચાર્યું કે, “ચોક્કસ તે ઉપરની ઠંડી ઓરડીમાં પોતાની રીતે આરામ કરતો હશે.”
- શિયાળાનાં ઘરો અને ઉનાળાનાં ઘરોઆમ 3:15
કલમો
આમ 3:15હું શિયાળાના મહેલો, તથા ઉનાળાનાં મહેલો બન્નેનો નાશ કરીશ. અને હાથીદાંતના મહેલો નાશ પામશે અને ઘણાં ઘરો પાયમાલ થશે.” એવું યહોવાહ કહે છે.
- સીબા દાઉદ માટે ઉનાળાનાં સો ફળ લાવ્યો2 શમુ 16:1–2
કલમો
2 શમુ 16:1–2દાઉદ પર્વતના શિખર પર થોડા અંતર સુધી ગયો, ત્યાં મફીબોશેથનો ચાકર સીબા તેને બે ગધેડાં સાથે મળ્યો; જેના પર બસો રોટલી, સૂકી દ્રાક્ષોની એકસો અંજીરોનું ઝૂમખું તથા દ્રાક્ષારસની એક કુંડી લાદેલી હતી. રાજાએ સીબાને પૂછ્યું કે, “આ બધી વસ્તુઓ તું શા માટે લાવ્યો છે?” સીબાએ કહ્યું કે, રાજાના કુટુંબનાં લોકોને સવારી કરવા સારુ ગધેડાં, તારા માણસોને ખાવા રોટલી, દ્રાક્ષ અને અંજીર તથા અરણ્યમાં જેઓ થાકી જાય તેઓને માટે દ્રાક્ષારસ લાવ્યો છું.”
- ગદાલ્યા: દ્રાક્ષારસ, ઉનાળાનાં ફળ અને તેલ ભરીને કોઠારોમાં ભેગાં કરોયર્મિ 40:10, યર્મિ 40:12
કલમો
યર્મિ 40:10અને જુઓ, ખાલદીઓ આપણી પાસે આવશે, તેઓની આગળ હાજર થવા હું મિસ્પાહમાં વસીશ. પણ તમે દ્રાક્ષારસ, ફળ અને તેલ ભેગાં કરો અને એક પાત્રમાં ભરી રાખો. અને તમે જે નગરો કબજે કર્યાં છે તેઓમાં વસો.”
યર્મિ 40:12ત્યાર પછી જે સ્થળોમાં તેઓ વિખેરાઈ ગયા હતા તે સર્વ સ્થળોએથી સર્વ યહૂદીઓ પાછા ફરીને યહૂદિયા દેશમાંના મિસ્પાહમાં ગદાલ્યા પાસે આવ્યા. અને તેઓએ પુષ્કળ દ્રાક્ષારસ તથા ઉનાળાંમાં પાકેલાં ફળ ભેગાં કર્યાં.
- કીડી ઉનાળામાં પોતાનો ખોરાક ભેગો કરે છેનીતિ 6:6–8, નીતિ 30:25
કલમો
નીતિ 6:6–8હે આળસુ માણસ, તું કીડી પાસે જા, તેના માર્ગોનો વિચાર કરીને બુદ્ધિવાન થા. તેના પર કોઈ આગેવાન નથી, કોઈ આજ્ઞા કરનાર નથી, કે કોઈ માલિક નથી. છતાંપણ તે ઉનાળાંમાં પોતાનાં અનાજનો, અને કાપણીની ઋતુમાં પોતાના ખોરાકનો સંગ્રહ કરે છે.
નીતિ 30:25કીડી કંઈ બળવાન પ્રજા નથી, પણ તેઓ ઉનાળાંમાં પોતાનો ખોરાક ભેગો કરે છે;
- ઉનાળામાં ખળીનાં ભૂસાં, પવનથી ઊડી જતાંદાનિ 2:35
કલમો
દાનિ 2:35પછી લોખંડ, માટી, કાંસું, ચાંદી અને સોનું બધાના ટુકડેટુકડા થઈ ગયા. અને તે ઉનાળાંમાં ખળામાંના ભૂસાની માફક થઈ ગયાં. પવન તેમને એવી રીતે ઉડાડીને લઈ ગયો કે ક્યાંય તેમનું નામોનિશાન રહ્યું નહિ. પણ જે પથ્થર મૂર્તિ સાથે પછડાયો હતો તે મોટો પર્વત બની ગયો અને તેનાથી આખી પૃથ્વી ભરાઈ ગઈ.
- અંજીરીને પાંદડાં ફૂટે ત્યારે ઉનાળો પાસે છેમાથ 24:32
કલમો
માથ 24:32હવે અંજીરી પરથી તેનું દ્રષ્ટાંત શીખો. જયારે તેની ડાળી કુમળી થઈ હોય છે અને પાંદડાં ફૂટી નીકળે છે, ત્યારે તમે જાણો છો કે ઉનાળો પાસે છે.
- “જેમ ઉનાળાંની ગરમીમાં જળ સુકાઈ જાય છે, તેમ મારી શક્તિ હણાઈ ગઈ હતી”ગી.શા 32:4
કલમો
ગી.શા 32:4કેમ કે રાતદિવસ તમારો હાથ મારા પર ભારે હતો. જેમ ઉનાળાંની ગરમીમાં જળ સુકાઈ જાય છે, તેમ મારી શક્તિ હણાઈ ગઈ હતી. સેલાહ
શિયાળો
- “શિયાળો સમાપ્ત થયો છે; વરસાદ પણ પૂરો થયો છે”ગીત 2:11–13
કલમો
ગીત 2:11–13જો, શિયાળો સમાપ્ત થયો છે; વરસાદ પણ પૂરો થયો છે. ફૂલો જમીન પર ખીલવા લાગ્યાં છે; કાપણીનો તથા પક્ષીઓના કલરવનો સમય આવ્યો છે, આપણા દેશમાં કબૂતરોનો સ્વર સંભળાય છે. અંજીરના ઝાડ પર લીલાં અંજીર પાકે છે, અને દ્રાક્ષાવેલામાં ફૂલો ખીલ્યાં છે, તેઓ પોતાની ખુશ્બો ફેલાવે છે. મારી પ્રિયતમા, મારી સુંદરી, ઊઠીને બહાર નીકળી આવ.
- નવમા મહિનામાં રાજા શિયાળુ મહેલમાં તાપણા પાસે બેઠો હતોયર્મિ 36:22
કલમો
યર્મિ 36:22તે સમયે નવમા મહિનામાં રાજા તેના મહેલના હેમંતગૃહમાં બેઠો હતો. અને તેની આગળ સગડી બળતી હતી.
- વરસાદની ઋતુમાં લોકો ભારે વરસાદમાં ચોકમાં ધ્રૂજતા હતાએઝ 10:9, એઝ 10:13
કલમો
એઝ 10:9આથી ત્રણ દિવસની અંદર યહૂદિયાના અને બિન્યામીનના પ્રદેશના બધા લોકો યરુશાલેમમાં ભેગા થયા. નવમા માસના વીસમા દિવસે તેઓ બધા આ વાતના ભયના લીધે અને મૂશળધાર વરસાદને લીધે તેઓ ધ્રૂજતા ધ્રૂજતા આવીને ઈશ્વરના ભક્તિસ્થાનના આંગણામાં બેઠા.
એઝ 10:13પણ લોકો ઘણા છે અને વરસાદની ઋતુ છે, તેથી આપણને બહાર ઊભા રહેવા માટે સામર્થ્ય નથી, વળી આ કામ એક બે દિવસનું નથી; કારણ કે, આ બાબતમાં તો અમે મોટું પાપ કર્યું છે.
- શિયાળામાં અર્પણ કરવાનું પર્વ; ઈસુ સુલેમાનની પરસાળમાં ફરતા હતાયોહ 10:22–23
કલમો
યોહ 10:22–23હવે યરુશાલેમમાં અર્પણ કરવાનું પર્વ હતું; અને તે શિયાળાનો સમય હતો. ઈસુ ભક્તિસ્થાનમાં સુલેમાનની પરસાળમાં ફરતા હતા.
- પ્રાર્થના કરો કે તમારું નાસવાનું શિયાળામાં ન થાયમાથ 24:20
કલમો
માથ 24:20પણ તમારું નાસવાનું શિયાળામાં કે વિશ્રામવારે ન થાય, તે માટે તમે પ્રાર્થના કરો.
- ઉપવાસ (નો દિવસ) વીતી ગયા પછી સફર જોખમી બની; તેઓએ શિયાળો ગાળવા બંદર શોધ્યુંપ્રે.કૃ 27:9, પ્રે.કૃ 27:12
કલમો
પ્રે.કૃ 27:9સમય ઘણો થઈ ગયો હોવાથી, હવે સફર કરવી એ જોખમી હતું. ઉપવાસ (નો દિવસ) વીતી ગયો હતો, ત્યારે પાઉલે તેઓને સાવધ કરતા કહ્યું કે,
પ્રે.કૃ 27:12વળી શિયાળો પસાર કરવા સારુ તે બંદર સગવડ ભરેલું નહોતું, માટે ઘણાને એ સલાહ આપી કે, આપણે અહીંથી નીકળીએ, કોઈ પણ રીતે ફેનિક્સ પહોંચીને ત્યાં શિયાળો ગાળીએ; ત્યાં ક્રીતનું બંદર છે, ઈશાન તથા અગ્નિકોણની સામે તેનું મુખ છે.
- આલેકસાંદ્રિયાના એક વહાણે ટાપુમાં શિયાળો ગાળ્યો હતોપ્રે.કૃ 28:11
કલમો
પ્રે.કૃ 28:11ત્રણ મહિના પછી આલેકસાંદ્રિયાનું એક વહાણ શિયાળો ગાળવાને તે ટાપુમાં રહ્યું હતું, તેની નિશાની દિયોસ્કુરી હતી, તેમાં બેસીને અમે રવાના થયા.
- પાઉલે નિકોપોલીસમાં શિયાળો ગાળવાનું નક્કી કર્યુંતિત 3:12
કલમો
તિત 3:12જયારે હું તારી પાસે આર્તિમાસ કે તુખિકસને મોકલું ત્યારે મારી પાસે નિકોપોલીસ આવવાને પ્રયત્ન કરજે; કેમ કે શિયાળામાં ત્યાં રહેવાનું મેં નક્કી કર્યું છે.
- પાઉલ તિમોથીને: “શિયાળા પહેલા આવવા માટે પ્રયત્ન કર”2 તિમ 4:21
કલમો
2 તિમ 4:21શિયાળા પહેલા આવવા માટે પ્રયત્ન કર. યુબૂલસ સલામ કહે છે, વળી પુદેન્સ, લિનસ, કલોદિયા અને બધા જ ભાઈઓ તને સલામ કહે છે.
- ઊન જેવો બરફ, રાખ જેવું વેરાયેલું હિમગી.શા 147:16
કલમો
ગી.શા 147:16તે ઊનના જેવો બરફ મોકલે છે; તે હવામાંથી રાખ જેવા કરાની વૃષ્ટિ કરે છે.
નીતિવચનોમાંની કહેવતો
- “ડાહ્યો દીકરો ઉનાળાંમાં સંગ્રહ કરે છે”નીતિ 10:5
કલમો
નીતિ 10:5ડાહ્યો દીકરો ઉનાળાંમાં સંગ્રહ કરે છે પણ કાપણીના સમયે સૂઈ રહેનાર દીકરો બદનામી કરાવે છે.
- “જેમ ઉનાળાંમાં હિમ અને કાપણી કરતી વખતે વરસાદ”નીતિ 26:1
કલમો
નીતિ 26:1જેમ ઉનાળાંમાં હિમ અને કાપણી કરતી વખતે વરસાદ કમોસમનો ગણાય તેમ મૂર્ખને સન્માન શોભતું નથી.
- “ફસલના સમયમાં બરફની શીતળતા જેવી”નીતિ 25:13
કલમો
નીતિ 25:13ફસલના સમયમાં બરફની શીતળતા જેવી લાગે છે તેવી જ વિશ્વાસુ સંદેશાવાહક તેના મોકલનારાઓને લાગે છે; તે પોતાના માલિકના આત્માને તાજો કરે છે.
- આળસુ મોસમમાં ખેડતો નથીનીતિ 20:4
કલમો
નીતિ 20:4આળસુ માણસ શિયાળાનું બહાનું કાઢીને ખેડતો નથી, તેથી કાપણી વખતે પાક લેવા જાય છે, ત્યારે તેને કશું મળતું નથી.
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો