અન્વેષણ › વિષયો › હરણ અને કાળિયાર
કુદરત
બાઇબલમાં હરણ અને કાળિયાર
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી ના 19 ફકરા, પંક્તિએ પંક્તિએ.
- શુદ્ધ અને અશુદ્ધ બંને હરણ અને કાળિયાર ખાઈ શકેપુન 12:15, પુન 14:5
- સુલેમાનના મેજ માટે હરણ, સાબર અને કલિયાર પૂરાં પાડવામાં આવતાં1 રાજા 4:22–23
કલમો
1 રાજા 4:22–23સુલેમાનના મહેલમાં રહેનારાનો એક દિવસનો ખોરાક ત્રીસ માપ મેંદો, સાઠ માપ લોટ, દસ પુષ્ટ બળદો, બીડમાં ચરતા વીસ બળદ, સો ઘેટાં, સાબર, હરણ, કલિયાર તથા ચરબીદાર પક્ષીઓ એટલો હતો.
- અયૂબ: હરણી બચ્ચાંને જન્મ આપવા લપાય છે; બચ્ચાં ખુલ્લા મેદાનમાં મોટાં થાય છેઅયૂ 39:1–4
કલમો
અયૂ 39:1–4ડુંગર પરની જંગલી બકરીઓ કેવી રીતે બચ્ચાંને જન્મ આપે છે તે શું તું જાણે છે? શું તું જાણી શકે છે કે જંગલી હરણીઓ બચ્ચાંને જન્મ કેવી રીતે આપે છે? તેઓના ગર્ભના પૂરા મહિનાની સંખ્યા તું જાણે છે? શું તું જાણે છે કે તેઓ ક્યારે પોતાનાં બચ્ચાંને જન્મ આપે છે? તેઓ નમીને તેઓનાં બચ્ચાંને જન્મ આપે છે, અને પછી તેઓને પ્રસૂતિ પીડાનો અનુભવ થાય છે તેઓનાં બચ્ચાં મજબૂત અને ખુલ્લાં મેદાનોમાં ઊછરેલાં હોય છે; તેઓ બહાર નીકળે છે અને પાછાં ફરતાં નથી.
- દુકાળમાં ઘાસ ન હોવાથી હરણી પોતાના નવજાત બચ્ચાને છોડી દે છેયર્મિ 14:5
કલમો
યર્મિ 14:5ઘાસની અછતને કારણે હરણી પણ પોતાના નવજાત બચ્ચાંનો ત્યાગ કરે છે.
- “હરણ જેમ પાણીના ઝરણાં માટે તલપે છે”ગી.શા 42:1
કલમો
ગી.શા 42:1મુખ્ય ગવૈયાને માટે; કોરાના દીકરાઓનું માસ્કીલ. હરણ જેમ પાણીના ઝરણાં માટે તલપે છે, તેમ હે ઈશ્વર, તમારે માટે મારો આત્મા તલપે છે.
- ચારો ન મળતાં હરણો શિકારીથી નાસી જવાનું બળ ગુમાવે છેવિલા 1:6
કલમો
વિલા 1:6અને સિયોનની દીકરીની સુંદરતા જતી રહી છે. ત્યાંના સરદારો ચારા વગરનાં હરણો જેવા થયા છે; અને તેની પાછળ પડનારાની આગળ તેઓ બળહીન થઈને ચાલ્યા ગયા છે.
- કાળિયાર શિકારીના હાથમાંથી પોતાને છોડાવે છેનીતિ 6:5
કલમો
નીતિ 6:5જેમ હરણ શિકારીના હાથમાંથી છટકી જાય; પંખી જેમ પારધી પાસેથી છૂટી જાય, તેમ તું તારી જાતને છોડાવી લેજે.
કહેવતો
- અસાહેલ જંગલી હરણ જેવો ઝડપી દોડનાર હતો2 શમુ 2:18
કલમો
2 શમુ 2:18સરુયાના ત્રણ દીકરાઓ: યોઆબ, અબિશાય તથા અસાહેલ ત્યાં હતા. અસાહેલ વન્ય હરણની માફક ઝડપથી દોડી શકતો હતો.
- ગાદી યોદ્ધાઓ પર્વતો પરનાં હરણ જેવા ઝડપી હતા1 કાળ 12:8
કલમો
1 કાળ 12:8ગાદીઓમાંથી કેટલાક શૂરવીર તથા યુદ્ધમાં કુશળ, ઢાલ તથા ભાલા વાપરી શકે એવા, સિંહના જેવા વિકરાળ મુખવાળા, પર્વત પરનાં હરણો જેવા ચપળ પુરુષો જુદા પડીને અરણ્યના ગઢમાં દાઉદ પાસે ગયા.
- ઊંચાં સ્થાનો પર: “તેઓ મારા પગને હરણીના પગ જેવા કરે છે”2 શમુ 22:34, ગી.શા 18:33, હબ 3:19
કલમો
2 શમુ 22:34તેઓ મારા પગને હરણીના પગ જેવા કરે છે અને મને ઉચ્ચસ્થાનો પર બિરાજમાન છે.
ગી.શા 18:33તે મારા પગોને હરણીના જેવા કરે છે અને મારાં ઉચ્ચસ્થાનો પર મને સ્થાપે છે.
હબ 3:19યહોવાહ મારા પ્રભુ તથા મારું બળ છે; તે મારા પગ હરણના પગ જેવા ચપળ કરે છે અને તે જ મને મારાં ઉચ્ચસ્થાનો પર ચલાવશે. મુખ્ય ગાયક માટે તારવાળાં વાજિંત્ર સાથે ગાવાનું ગીત.
- “પ્રેમાળ હરણી જેવી સુંદર અને મનોહર મૃગલી જેવી”નીતિ 5:19
કલમો
નીતિ 5:19જે પ્રેમાળ હરણી જેવી સુંદર અને મનોહર મૃગલી જેવી જાજરમાન નારી છે. તેનાં સ્તનોથી તું સદા સંતોષી રહેજે; હંમેશા તું તેના પ્રેમમાં જ ગરકાવ રહેજે.
- પ્રીતમ, પર્વતો પરના હરણ કે જુવાન સાબર જેવોગીત 2:9, ગીત 2:17, ગીત 8:14
કલમો
ગીત 2:9મારો પ્રીતમ હરણ અને મૃગના બચ્ચા જેવો છે. જુઓ, તે આપણી દીવાલ પાછળ ઊભો છે, તે બારીમાંથી જોયા કરે છે, તે જાળીમાંથી દેખાય છે.
ગીત 2:17હે મારા પ્રીતમ ચાલ્યો જા, પરોઢિયાનો શીતળ પવન વહે તે પહેલાં અને તારો પડછાયો પડે તે પહેલાં, ચાલ્યો જા; પર્વતો પરનાં ચપળ હરણાં અને મૃગનાં બચ્ચા જેવો થા.
ગીત 8:14હે મારા પ્રીતમ, તું વહેલો આવ, સુગંધી દ્રવ્યોના પર્વત પર તું હરણ કે સાબરીના બચ્ચા જેવો થા.
- “હરણીઓના તથા જંગલી સાબરીઓના સમ દઈને કહું છું”ગીત 2:7
કલમો
ગીત 2:7હે યરુશાલેમની દીકરીઓ, હરણીઓના તથા જંગલી સાબરીઓના સમ દઈને કહું છું કે, મારા પ્રીતમની મરજી થાય ત્યાં સુધી તમે તેને ઢંઢોળીને ઉઠાડશો નહિ કે જગાડશો નહિ.
- “નફતાલી છૂટી મૂકેલી હરણી છે”ઉત્પ 49:21
કલમો
ઉત્પ 49:21નફતાલી છૂટી મૂકેલી હરણી છે, તે ઉત્તમ વચનો ઉચ્ચારે છે.
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો