Bible Explorer એપ મેળવો

અન્વેષણ › વિષયો › ઉધાઈ અને કીડા

કુદરત

બાઇબલમાં ઉધાઈ અને કીડા

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી ના 18 ફકરા, પંક્તિએ પંક્તિએ.

ઉધાઈ

  • ઉધાઈ વસ્ત્રો ખાઈ જાય છેયાકૂ 5:2
    કલમો
    યાકૂ 5:2તમારી દોલત સડી ગઈ છે અને તમારાં વસ્ત્રોને ઊધઈ ખાઈ ગઈ છે.
  • પૃથ્વી પરના ખજાનાનો ઉધાઈ અને કાટ નાશ કરે છેમાથ 6:19–20
    કલમો
    માથ 6:19–20પૃથ્વી પર પોતાને સારુ દ્રવ્ય એકત્ર ન કરો, ત્યાં તો કીડા તથા કાટ નાશ કરે છે અને ચોરો દીવાલ તોડીને ચોરી જાય છે. પણ તમે પોતાને સારુ સ્વર્ગમાં દ્રવ્ય એકત્ર કરો, જ્યાં કીડા અથવા કાટ નાશ નથી કરતા અને જ્યાં ચોરો દીવાલ તોડીને ચોરી જતા નથી.
  • સ્વર્ગમાં ખજાનો, જ્યાં ઉધાઈ નાશ કરતી નથીલૂક 12:33
    કલમો
    લૂક 12:33તમારી પાસે જે છે તે વેચીને દાનધર્મ કરો; જીર્ણ નહિ થાય એવી થેલીઓ, એટલે સ્વર્ગમાં દ્રવ્ય, પોતાને સારુ મેળવો જે સદાને માટે રહેશે; કે જ્યાં ચોર આવતો નથી, અને કીડો ખાઈ જતો નથી.
  • “ઉધાઈએ ખાઈ નાખેલા વસ્ત્ર જેવો”અયૂ 13:28
    કલમો
    અયૂ 13:28જો કે હું નાશ પામતી સડી ગયેલ વસ્તુના જેવો છું, તથા ઉધાઈએ ખાઈ નાખેલા વસ્ત્ર જેવો છું.
  • “ઉધાઈ તેઓને ખાઈ જશે”યશા 50:9, યશા 51:8
    કલમો
    યશા 50:9જુઓ, પ્રભુ યહોવાહ મને સહાય કરશે. મને અપરાધી ઠરાવનાર કોણ છે? જુઓ, તેઓ સર્વ વસ્ત્રની જેમ જીર્ણ થઈ જશે; ઉધાઈ તેઓને ખાઈ જશે.
    યશા 51:8કેમ કે ઉધાઈ તેઓને વસ્ત્રની જેમ ખાઈ જશે અને કીડા તેઓને ઊનને જેમ કોતરી ખાશે; પણ મારું ન્યાયીપણું સદાકાળ ટકશે અને મેં કરેલો ઉદ્ધાર પેઢી દરપેઢી રહેશે.”
  • તેણે બાંધેલું ઘર કીડાના કોશેટા જેવું છેઅયૂ 27:18
    કલમો
    અયૂ 27:18કરોળિયાનાં જાળાં જેવા અને ચોકીદારે બાંધેલા છાપરાની જેમ, તે પોતાનું ઘર બાંધે છે.
  • માટીનાં ઘરોમાં રહેનારા, ઉધાઈની જેમ કચડાઈ જનારાઅયૂ 4:19
    કલમો
    અયૂ 4:19તો ધૂળમાં નાખેલા પાયાવાળા માટીનાં ઘરોમાં રહેનાર, જેઓ પતંગિયાની જેમ કચરાઈ જાય છે. તેઓને તે કેટલા અધિક ગણશે?

કીડા

  • રાતભર રાખેલા માન્નામાં ઇયળો પડી અને તે ગંધાવા લાગ્યુંનિર્ગ 16:20
    કલમો
    નિર્ગ 16:20પરંતુ કેટલાકે મૂસાનું કહ્યું માન્યું નહિ. તેઓએ તેમાંથી થોડુંઘણું સવારને માટે રાખ્યું તો સવારે તેમાં કીડા પડેલા હતા. અને તે ગંધાઈ ઊઠયું. તેથી મૂસા તેમના પર ગુસ્સે થયો.
  • વિશ્રામવાર માટે રાખેલા ભાગમાં ઇયળો પડી નહિનિર્ગ 16:24
    કલમો
    નિર્ગ 16:24આથી મૂસાની આજ્ઞા પ્રમાણે તેઓએ તેમાંથી સવારને માટે રાખી મૂકયું, પણ તેમાં કીડા પડયા નહિ અને તે ગંધાઈ ઊઠ્યું પણ નહિ.
  • પરોઢિયે એક કીડાએ યૂનાના છોડ પર હુમલો કર્યો, અને તે સુકાઈ ગયોયૂન 4:7
    કલમો
    યૂન 4:7પણ બીજે દિવસે, સૂર્યોદય સમયે, ઈશ્વરે એક કીડાને ઉત્પન્ન કર્યો. એ કીડાએ પેલા છોડને કરડી ખાધો અને તે સુકાઈ ગયો.
  • હેરોદને કીડા ખાઈ ગયા અને તે મરણ પામ્યોપ્રે.કૃ 12:21–23
    કલમો
    પ્રે.કૃ 12:21–23પછી ઠરાવેલા દિવસે હેરોદે રાજપોશાક પહેરીને, તથા રાજ્યાસન પર બેસીને, તેઓની આગળ ભાષણ કર્યું. ત્યારે લોકોએ પોકાર કર્યો કે, આ વાણી તો દેવની છે, માણસની નથી. તેણે ઈશ્વરને મહિમા આપ્યો નહિ, માટે પ્રભુના સ્વર્ગદૂતે તરત તેને માર્યો; અને તેના શરીરમાં કીડા પડ્યા અને તે મરણ પામ્યો.
  • કીડા દ્રાક્ષ ખાઈ જાય છે, તેથી કોઈ તે ભેગી કરતું નથીપુન 28:39
    કલમો
    પુન 28:39તમે દ્રાક્ષવાડીઓ રોપશો અને તેને ઉછેરશો, પણ તમે તેમાંથી દ્રાક્ષારસ પીવા પામશો નહિ, કે તેમાંની દ્રાક્ષ પણ ભેગી કરવા પામશો નહિ, કેમ કે કીડા તેઓને ખાઈ જશે.
  • અયૂબ: “મારું શરીર કીડાઓથી તથા ધૂળના ઢેફાંથી ઢંકાયેલું છે”અયૂ 7:5
    કલમો
    અયૂ 7:5મારું શરીર કીડાઓથી તથા ધૂળના ઢેફાંથી ઢંકાયેલું છે. મારી ચામડી સૂકાઈને ફાટી ગઈ છે.
  • કબરમાં સમૃદ્ધ અને દુઃખી બંનેને કીડા ઢાંકે છેઅયૂ 21:23–26
    કલમો
    અયૂ 21:23–26માણસ પૂરજોરમાં, તથા પૂરા સુખચેનમાં હોય ત્યારે મૃત્યુ પામે છે. તેનું શરીર દૂધથી ભરપૂર હોય છે. અને તેનાં હાડકાં મજબૂત હોય ત્યારે તે મૃત્યુ પામે છે. પરંતુ બીજો તો પોતાના જીવનમાં કષ્ટ ભોગવતો મૃત્યુ પામે છે, અને કદી સુખનો અનુભવ કરતો નથી. તેઓ સરખી રીતે ધૂળમાં સૂઈ જાય છે. અને કીડાઓ તેઓને ઢાંકી દે છે.
  • “કીડા તેઓને ઊનને જેમ કોતરી ખાશે”યશા 51:8
    કલમો
    યશા 51:8કેમ કે ઉધાઈ તેઓને વસ્ત્રની જેમ ખાઈ જશે અને કીડા તેઓને ઊનને જેમ કોતરી ખાશે; પણ મારું ન્યાયીપણું સદાકાળ ટકશે અને મેં કરેલો ઉદ્ધાર પેઢી દરપેઢી રહેશે.”
  • “તારી નીચે અળસિયાં પાથરેલાં છે અને કૃમિ તને ઢાંકે છે”યશા 14:11
    કલમો
    યશા 14:11તારા વૈભવને તથા તારા ગૌરવ માટે વાગતી વીણાના અવાજને શેઓલ સુધી ઉતારવામાં આવ્યા છે. તારી નીચે અળસિયાં પાથરેલાં છે અને કૃમિ તને ઢાંકે છે.’
  • એક ગીત: “હું તો માત્ર કીડો છું, માણસ નથી”ગી.શા 22:6
    કલમો
    ગી.શા 22:6પણ હું તો માત્ર કીડો છું, માણસ નથી, માણસોથી ધિક્કાર પામેલો અને લોકોથી તુચ્છ ગણાયેલો છું.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો