કુદરત
બાઇબલમાં ગરુડ
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી ના 20 ફકરા, પંક્તિએ પંક્તિએ.
- ઇઝરાયલે ન ખાવાનાં પક્ષીઓમાં ગરુડ છેલેવી 11:13, પુન 14:12
કલમો
લેવી 11:13પક્ષીઓમાંથી તમારે આને નિષેધાત્મક ગણવા અને તમારે જે ન ખાવા જોઈએ તે આ છે: ગરુડ, ગીધ,
પુન 14:12પણ આ પક્ષીઓમાંથી તમારે ખાવાં નહિ એટલે કે, ગરુડ, ગીધ, કુરર,
- ગરુડ ઊંચી કરાડ પર, ખડકની ટોચ પર પોતાનો માળો બાંધે છેઅયૂ 39:27–28
કલમો
અયૂ 39:27–28શું તારી આજ્ઞાથી ગરુડ પક્ષી પર્વતો પર ઊડે છે શું તેં તેને ઊંચે માળો બાંધવાનું કહ્યું હતું? ગરુડ પર્વતના શિખર પર પોતાનું ઘર બનાવે છે ખડકનાં શિખર એ ગરુડોના કિલ્લા છે.
- ત્યાંથી તે ખોરાક શોધે છે; તેની આંખો દૂરથી તેને જુએ છેઅયૂ 39:29
કલમો
અયૂ 39:29“ત્યાંથી તે પોતાનો શિકાર શોધી કાઢે છે; તેની આંખો તેને દૂરથી શોધી કાઢે છે.
- તેનાં બચ્ચાં લોહી ચૂસે છે; જ્યાં મારી નખાયેલા હોય, ત્યાં તે હોય છેઅયૂ 39:30
કલમો
અયૂ 39:30તેનાં બચ્ચાં પણ લોહી પીવે છે; અને જ્યાં મૃતદેહો પડ્યા હોય ત્યાં ગીધ એકઠાં થાય છે.”
- ગરુડ પોતાનો માળો હલાવે છે અને પોતાનાં બચ્ચાં પર ફફડે છેપુન 32:11
કલમો
પુન 32:11જેમ કોઈ ગરુડ પોતાના માળાની ચોકી કરે અને પોતાના બચ્ચાં ઉપર પાંખો ફફડાવે છે. તેમ યહોવાહે પોતાની પાંખો ફેલાવીને તેમને પોતાની પાંખો પર ઊંચકી લીધા.
- ગરુડ પોતાના શિકાર પર ઝડપ મારે છેઅયૂ 9:26, યર્મિ 49:22
કલમો
અયૂ 9:26તેઓ ઝડપથી પસાર થતા કાગળના વહાણની જેમ, તથા પોતાના શિકાર પર તૂટી પડતા ગરુડની જેમ ચાલ્યા જાય છે.
યર્મિ 49:22જુઓ, તે ગરુડની જેમ ઊડીને આવશે અને બોસરા સામે પોતાની પાંખો ફેલાવશે. અને તે દિવસે અદોમના યોદ્ધાઓ પ્રસૂતિની વેદનાથી પીડાતી સ્ત્રીની જેમ ગભરાઈ જશે.
- “આકાશમાં ઊડતા ગરુડનું ઉડ્ડયન” — અતિ આશ્ચર્યજનક ચાર બાબતોમાંની એકનીતિ 30:18–19
કલમો
નીતિ 30:18–19ત્રણ બાબતો મને એવી આશ્ચર્યજનક લાગે છે કે તેઓ મારી સમજમાં આવતી નથી, અરે, ચાર બાબતો હું જાણતો નથી. આકાશમાં ઊડતા ગરુડનું ઉડ્ડયન; ખડક ઉપર સરકતા સાપની ચાલ; ભરસમુદ્રમાં વહાણનો માર્ગ; અને કુમારી તથા યુવાન વચ્ચે ઉદ્દભવતો પ્રેમ.
કહેવતો
- ગરુડ કરતાં વેગવાન: શાઉલ અને યોનાથાન, પીછો કરનારા, ઘોડા2 શમુ 1:23, વિલા 4:19, યર્મિ 4:13
કલમો
2 શમુ 1:23શાઉલ અને યોનાથાન જીવન દરમ્યાન એકબીજા પ્રત્યે પ્રેમ કરતા હતા અને કૃપાળુ હતા, તેઓના મૃત્યુકાળે તેઓ જુદા ન પડ્યા. તેઓ ગરુડ કરતાં વધારે વેગવાન હતા, તેઓ સિંહોથી વધારે બળવાન હતા.
વિલા 4:19અમારી પાછળ પડનારાઓ આકાશના ગરુડો કરતાં વેગવાન હતા. પર્વતો પર તેમણે અમારો પીછો કર્યો અને અરણ્યમાં પણ અમારી પર તરાપ મારવા સંતાઈ ગયા.
યર્મિ 4:13જુઓ, તે વાદળાંની જેમ અમારા પર ચઢી આવશે. તેના રથો વંટોળીયા જેવા થશે. તેના ઘોડા ગરુડ કરતાં પણ વેગીલા છે. અમને અફસોસ! કેમ કે અમે લૂંટાઈ ગયા છીએ.
- સિનાઈ પાસે: “ગરુડની જેમ પાંખો પર ઊંચકીને” હું તમને લાવ્યોનિર્ગ 19:4
કલમો
નિર્ગ 19:4‘તમે તમારી નજરે જોયું કે મેં મિસરવાસીઓને શું શું કર્યું છે. અને તમને મિસરમાંથી ગરુડની જેમ પાંખો પર ઊંચકીને હું મારી પાસે કેવી રીતે લાવ્યો.’
- દૂરથી આવતી પ્રજા જે ગરુડની જેમ ઝડપ મારે છેપુન 28:49
કલમો
પુન 28:49યહોવાહ પૃથ્વીના છેડાથી એટલે દૂર દેશથી એક દેશજાતિ જેની ભાષા તમે સમજશો નહિ તેને જેમ ગરુડ ઊડતો હોય છે તેમ તમારી વિરુદ્ધ લાવશે;
- શોકમાં: “ગરુડની જેમ તારી ટાલ વધાર”મીખ 1:16
કલમો
મીખ 1:16તારાં પ્રિય સંતાનોને લીધે, તારા માથાના વાળ કપાવ, અને તારું માથું મૂંડાવ. અને ગરુડની જેમ તારી ટાલ વધાર, કારણ કે તેઓ તારી પાસેથી ગુલામગીરીમાં ગયા છે.
- ધન “આકાશમાં ઊડી જશે અને ગરુડ પક્ષીના જેવી પાંખો નિશ્ચે ધારણ કરે છે”નીતિ 23:5
કલમો
નીતિ 23:5જે કંઈ વિસાતનું નથી તે પર તું તારી દૃષ્ટિ ચોંટાડશે અને અચાનક દ્રવ્ય આકાશમાં ઊડી જશે અને ગરુડ પક્ષીના જેવી પાંખો નિશ્ચે ધારણ કરે છે.
- “ગરુડની જેમ તારી જુવાની તાજી કરાય છે”ગી.શા 103:5
કલમો
ગી.શા 103:5તે તારા જીવને ઉત્તમ વસ્તુઓથી તૃપ્ત કરે છે જેથી ગરુડની જેમ તારી જુવાની તાજી કરાય છે.
- “તેઓ ગરુડની જેમ પાંખો પ્રસારશે”યશા 40:31
કલમો
યશા 40:31પણ યહોવાહની રાહ જોનાર નવું સામર્થ્ય પામશે; તેઓ ગરુડની જેમ પાંખો પ્રસારશે; તેઓ દોડશે અને થાકશે નહિ, તેઓ આગળ ચાલશે અને નિર્બળ થશે નહિ.
- “તું તારો માળો ગરુડના જેટલો ઊંચો બાંધે”યર્મિ 49:16, ઓબ 1:4
કલમો
યર્મિ 49:16હે ખડકની ફાટોમાં વસનાર, ઊંચા શિખરોને આશરે રહેનાર, તારા અંતરના અભિમાને તને ખોટે રસ્તે દોરવ્યો છે, તું તારો માળો ગરુડના જેટલો ઊંચો બાંધે, તોપણ હું તને ત્યાંથી નીચો પાડીશ.” એમ યહોવાહ કહે છે.
ઓબ 1:4યહોવાહ એમ કહે છે, જો કે તું ગરુડની જેમ ઊંચે ચઢીશ, અને જો કે તારો માળો તારાઓમાં બાંધેલો હોય, તોપણ ત્યાંથી હું તને નીચે પાડીશ.
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો