Bible Explorer એપ મેળવો

અન્વેષણ › વિષયો › સવારનું ઝાકળ

કુદરત

બાઇબલમાં સવારનું ઝાકળ

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી ના 22 ફકરા, પંક્તિએ પંક્તિએ.

  • રાત્રે છાવણી પર ઝાકળ પડતું, અને તેની સાથે માન્નાગણ 11:9
    કલમો
    ગણ 11:9અને રાત્રે છાવણીમાં ઝાકળ પડતું ત્યારે તેની સાથે માન્ના પણ પડતું.
  • સવારનું ઝાકળ ઊડી ગયું ત્યારે જમીન પર પાતળા પડ પડેલા હતાનિર્ગ 16:13–14
    કલમો
    નિર્ગ 16:13–14તે રાત્રે એવું બન્યું કે લાવરીઓએ ઊડી આવીને છાવણીને ભરી દીધી; સવારમાં છાવણીની આસપાસ ઝાકળ પડ્યું. સૂરજ ઊગતાં ઝાકળ ઊડી ગયું અને હિમના જેવો બારીક નાનો પદાર્થ અરણ્યની સપાટી પર પડેલો હતો.
  • ડાળીઓ પર રાતભર ઝાકળ રહે છેઅયૂ 29:19
    કલમો
    અયૂ 29:19મારાં મૂળિયાં પાણી સુધી ફેલાયાં છે અને મારી ડાળીઓ ઝાકળથી ભીની થઈ છે.
  • વાદળાંમાંથી ઝાકળ ટપકતુંનીતિ 3:20
    કલમો
    નીતિ 3:20તેમના ડહાપણને પ્રતાપે ઊંડાણમાંથી પાણીનાં ઝરણાં ફૂટી નીકળ્યાં અને વાદળોમાંથી ઝાકળ ટપકે છે.
  • “ઝાકળનાં બિંદુઓ ક્યાંથી આવે છે?”અયૂ 38:28
    કલમો
    અયૂ 38:28શું વરસાદનો કોઈ પિતા છે? ઝાકળનાં બિંદુઓ ક્યાંથી આવે છે?
  • રાત્રે પ્રીતમ: “મારું માથું રાત્રીના ઝાકળથી ભીજાયેલું છે”ગીત 5:2
    કલમો
    ગીત 5:2હું સૂતી હોઉં છું પણ મારું હૃદય સ્વપ્નમાં જાગૃત હોય છે. એ મારા પ્રીતમનો સાદ છે તે દ્વાર ઠોકે છે અને કહે છે કે, “મારી બહેન, મારી પ્રિયતમા, મારી હોલી, મારી ગુણિયલ, મારે માટે દ્વાર ઉઘાડ, મારું માથું રાત્રીના ઝાકળથી ભીજાયેલું છે મારા વાળ રાતનાં ટીપાંથી પલળી ગયા છે.”
  • નબૂખાદનેસ્સાર આકાશના ઝાકળથી ભીંજાયોદાનિ 4:33
    કલમો
    દાનિ 4:33તે જ સમયે આ વચન નબૂખાદનેસ્સારના બાબતમાં ફળીભૂત થયું. તેને લોકોમાંથી હાંકી કાઢવામાં આવ્યો. તેણે બળદની જેમ ઘાસ ખાધું, તેનું શરીર આકાશના ઝાકળથી પલળી ગયું. તેના વાળ ગરુડના પીંછા જેવા લાંબા થઈ ગયા, તેના નખ પક્ષીઓના પંજા જેવા થઈ ગયા.
  • હેર્મોનનું ઝાકળ સિયોનના પર્વતો પર પડે છેગી.શા 133:3
    કલમો
    ગી.શા 133:3વળી તે હેર્મોન પર્વત પરના તથા સિયોનના પર્વતો પરના ઝાકળ જેવું છે. કારણ કે યહોવાહે આશીર્વાદ, એટલે અનંતકાળનું જીવન ફરમાવ્યું છે.

વૃત્તાંતોમાં

  • ગિદિયોને ઊનમાંથી નીચોવીને વાટકો ભરીને પાણી કાઢ્યુંન્યાય 6:37–38
    કલમો
    ન્યાય 6:37–38તો જુઓ, હું ખળીમાં ઊન મૂકીશ. જો એકલા ઊન પર ફક્ત ઝાકળ પડે અને બાકીની ભૂમિ સૂકી રહે, તો હું જાણીશ કે તમે, તમારા કહેવા મુજબ, મારે હાથે ઇઝરાયલને બચાવવાના છો.” બીજે દિવસે વહેલી સવારે ગિદિયોને ઊઠીને ઊન દબાવ્યું, ત્યારે તે જ પ્રમાણે થયું, ઊનને નિચોવતાં એક વાટકો ભરાય તેટલું ઝાકળનું પાણી નીકળ્યું.
  • બીજી રાત્રે ઊન સૂકું રહ્યું અને ભૂમિ પર ઝાકળ પડ્યુંન્યાય 6:39–40
    કલમો
    ન્યાય 6:39–40પછી ફરીથી ગિદિયોને ઈશ્વરને કહ્યું, “તમારો કોપ મારા પર ન સળગાવો, હું માત્ર હજુ એકવાર બોલીશ, હવે કૃપા કરીને એક જ વખત મને ઊનથી ખાતરી કરવા દો, હવે એકલું ઊન કોરું રહે અને બાકીની ભૂમિ પર ફક્ત ઝાકળ પડે.” તે રાત્રે તેણે જેવું માગ્યું તેવું ઈશ્વરે કર્યું. કેમ કે એકલું ઊન કોરું હતું અને બાકીની જમીન પર ફક્ત ઝાકળ હતું.
  • એલિયા આહાબને: આ વર્ષોમાં ઝાકળ કે વરસાદ પડશે નહિ1 રાજા 17:1
    કલમો
    1 રાજા 17:1બહારથી આવી ને ગિલ્યાદ માં વસેલાં તિશ્બી એલિયા આહાબને કહ્યું કે, “ઇઝરાયલના ઈશ્વર યહોવાહ, જેઓ જીવંત છે, જેની સંમુખ હું ઊભો રહું છું, તેના જીવના સમ ખાઈને કહું છું કે હવેનાં વર્ષોમાં હું કહું નહિ ત્યાં સુધી ઝાકળ કે વરસાદ વરસશે નહિ.”
  • દાઉદનો વિલાપ: “ગિલ્બોઆના પર્વતો, તમારા પર ઝાકળ કે વરસાદ ન હોય”2 શમુ 1:21
    કલમો
    2 શમુ 1:21ગિલ્બોઆના પર્વતો, તમારા પર ઝાકળ કે વરસાદ ન હોય, કે અર્પણોનાં ખેતરોમાં અનાજ ન હોય, કેમ કે ત્યાં યોદ્ધાઓની ઢાલ ભ્રષ્ટ થઈ છે, શાઉલની ઢાલ હવે જાણે તેલથી અભિષિક્ત થયેલી હોય નહિ એવું છે.
  • હાગ્ગાય: આકાશે પોતાનું ઝાકળ અને પૃથ્વીએ પોતાની ઊપજ અટકાવી રાખીહાગ 1:10
    કલમો
    હાગ 1:10તમારે કારણે આકાશમાંથી ઝાકળ પડતું બંધ થયું છે અને પૃથ્વીની ઊપજ બંધ થઈ ગઈ છે.

આશીર્વાદો

  • ઇસહાકનો આશીર્વાદ: આકાશનું ઝાકળ અને પૃથ્વીની ફળદ્રુપતાઉત્પ 27:28
    કલમો
    ઉત્પ 27:28માટે ઈશ્વર તને આકાશનું ઝાકળ. પૃથ્વીની રસાળ જગ્યા, પુષ્કળ ધાન્ય તથા નવો દ્રાક્ષારસ આપો.
  • એસાવ આકાશના ઝાકળથી દૂર રહેશેઉત્પ 27:39
    કલમો
    ઉત્પ 27:39તેના પિતા ઇસહાકે તેને ઉત્તર આપતા કહ્યું, “જો, જ્યાં તું રહે છે તે પૃથ્વીના ભરપૂરીપણાથી તથા ઉપરના આકાશના ઝાકળથી તારે દૂર રહેવાનું થશે.
  • મૂસા: યૂસફનો દેશ આકાશના કીમતી ઝાકળથી આશીર્વાદિતપુન 33:13
    કલમો
    પુન 33:13પછી યૂસફ વિષે મૂસાએ કહ્યું; તેનો દેશ યહોવાહથી આશીર્વાદિત થાઓ, આકાશની ઉતમ વસ્તુઓથી અને ઝાકળથી અને પાતાળના પાણીથી,
  • અનાજ અને નવા દ્રાક્ષારસનો દેશ, જ્યાં આકાશમાંથી ઝાકળ ટપકે છેપુન 33:28
    કલમો
    પુન 33:28ઇઝરાયલ સલામતીમાં રહે, યાકૂબનો રહેઠાણ એકલો, ધાન્ય તથા દ્રાક્ષારસના દેશમાં રહે છે, તેના પર આકાશમાંથી ઝાકળ પડે છે.

કહેવતો

  • “ઝડપથી ઊડી જનાર ઝાકળ જેવી”હોશ 6:4, હોશ 13:3
    કલમો
    હોશ 6:4હે એફ્રાઇમ હું તને શું કરું? હે યહૂદિયા હું તને શું કરું? તમારી વિશ્વાસનીયતા સવારના વાદળ જેવી છે, ઝડપથી ઊડી જનાર ઝાકળ જેવી છે.
    હોશ 13:3તેઓ સવારના વાદળના જેવા, જલદી ઊડી જતા ઝાકળના જેવા, પવનથી ખળીમાંથી તણાઈ જતા ભૂસા જેવા, ધુમાડિયામાંથી નીકળતા ધુમાડા જેવા થશે.
  • રાજાની કૃપા: “તેની કૃપા ઘાસ પરના ઝાકળ જેવી છે”નીતિ 19:12
    કલમો
    નીતિ 19:12રાજાનો ક્રોધ સિંહની ગર્જના જેવો છે, પણ તેની કૃપા ઘાસ પરના ઝાકળ જેવી છે.
  • “ઝાકળ જેમ જમીન પર પડે છે તેમ અમે તેના ઉપર તૂટી પડીશું”2 શમુ 17:12
    કલમો
    2 શમુ 17:12પછી જયાં કઈ તે મળશે ત્યાં અમે આવીશું અને ઝાકળ જેમ જમીન પર પડે છે તેમ અમે તેના ઉપર તૂટી પડીશું. અને તેને કે તેની સાથેના પણ માણસને જીવતા જવા દઈશું નહિ.
  • “કાપણીની ગરમીમાં ઝાકળના વાદળ જેવો”યશા 18:4
    કલમો
    યશા 18:4યહોવાહે મને એમ કહ્યું કે, “હું શાંતિથી મારા નિવાસસ્થાનેથી અવલોકન કરીશ, સૂર્યપ્રકાશમાં ઊકળતી ગરમીના જેવો, કાપણીની ગરમીમાં ઝાકળના વાદળ જેવો રહીશ.”

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો