Bible Explorer એપ મેળવો

અન્વેષણ › વિષયો › વીંછી

કુદરત

બાઇબલમાં વીંછી

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી ના 8 ફકરા, પંક્તિએ પંક્તિએ.

  • અરણ્યમાં ઝેરી સાપ અને વીંછી હતાપુન 8:15
    કલમો
    પુન 8:15જેણે તમને આગિયા સાપ તથા વીંછીઓવાળા તથા પાણી વગરની સૂકી જમીનવાળા વિશાળ અને ભયંકર અરણ્યમાં સંભાળીને ચલાવ્યાં. જેમણે તમારે માટે ચકમકના ખડકમાંથી પાણી વહેતું કર્યું અને જે
  • હઝકિયેલ વીંછીઓ વચ્ચે રહે છે, છતાં તેને ન ડરવાનું કહેવામાં આવે છેહઝ 2:6
    કલમો
    હઝ 2:6હે મનુષ્યપુત્ર, તારે તેઓથી કે તેઓનાં વચનોથી બીવું નહિ. ભલે તારે ઝાંખરાં તથા કાંટાઓ વચ્ચે રહેવું પડે, તારે વીંછીઓ સાથે રહેવું પડે, તોપણ તું તેઓનાથી બીશ નહિ. જો કે તેઓ બંડખોર પ્રજા છે તોપણ તેઓના શબ્દોથી તારે ગભરાવું નહિ, કે તેઓના ચહેરાથી ભયભીત થવું નહિ.
  • ઈસુ પોતાના શિષ્યોને સાપ અને વીંછી પર ચાલવાનો અધિકાર આપે છેલૂક 10:17, લૂક 10:19
    કલમો
    લૂક 10:17તે સિત્તેર ખુશ થતાં પાછા આવ્યા, અને તેઓએ કહ્યું કે, ‘પ્રભુ, તમારા નામથી દુષ્ટાત્માઓ પણ અમારે તાબે થયાં છે.’”
    લૂક 10:19જુઓ, સર્પો તથા વીંછીઓ અને દુશ્મનની બધી શક્તિ પર મેં તમને અધિકાર આપ્યો છે; કશાથી પણ તમને ઈજા થશે નહિ.

કહેવતો

  • દીકરો ઈંડું માગે, તો શું પિતા તેને વીંછી આપશે?લૂક 11:12
    કલમો
    લૂક 11:12અથવા જો તે ઈડું માગે તો શું તે તેને વીંછી આપશે?
  • રહાબામ: “મારા પિતાએ તમને ચાબુકથી શિક્ષા કરી, પણ હું તમને વીંછીઓથી શિક્ષા કરીશ”1 રાજા 12:11, 1 રાજા 12:14, 2 કાળ 10:14
    કલમો
    1 રાજા 12:11તો હવે, મારા પિતાએ તમારા પર ભારે ઝૂંસરી મૂકી, તે તમારા પરની ઝૂંસરી હું વધુ ભારે કરીશ. મારા પિતાએ તમને ચાબુકથી શિક્ષા કરી, પણ હું તમને વીંછીઓથી શિક્ષા કરીશ.’”
    1 રાજા 12:14તેણે જુવાન પુરુષોની સલાહ પ્રમાણે તેઓને કહ્યું, “મારા પિતાએ તમારી ઝૂંસરી ભારે કરી, પણ હું તો તમારી ઝૂંસરી વધારે ભારે કરીશ. મારા પિતા તમને ચાબુકથી શિક્ષા કરતા, પણ હું તો તમને વીંછીઓથી શિક્ષા કરીશ.”
    2 કાળ 10:14પણ જુવાનોની સલાહ પ્રમાણે તેણે તેઓ સાથે વાત કરી; તેણે કહ્યું, “હું તમારા પરની ઝૂંસરી ભારે કરીશ; હું એ ઝૂંસરીનો ભાર વધારીશ. મારા પિતા તમને ચાબુકોથી સજા કરતા હતા, પણ હું તમને વીંછીઓથી સજા કરીશ.”

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો