કુદરત
બાઇબલમાં સાપ
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી ના 28 ફકરા, પંક્તિએ પંક્તિએ.
- ઉત્પત્તિ: સાપ ખેતરનાં સર્વ પશુઓ કરતાં વધારે ધૂર્ત હતોઉત્પ 3:1
કલમો
ઉત્પ 3:1હવે યહોવાહ ઈશ્વરે ઉત્પન્ન કરેલાં સર્વ પ્રાણીઓમાં સાપ સૌથી વધારે ધૂર્ત હતો. તેણે સ્ત્રીને કહ્યું કે, “શું ઈશ્વરે ખરેખર તમને એવું કહ્યું છે કે, ‘વાડીના કોઈપણ વૃક્ષનું ફળ તમારે ન ખાવું?’
- ઉત્પત્તિ: સાપે પેટે ચાલવાનું અને ધૂળ ખાવાની છેઉત્પ 3:14
કલમો
ઉત્પ 3:14યહોવાહ ઈશ્વરે સાપને કહ્યું કે, “તેં આ કૃત્ય કર્યું છે, તેથી તું સર્વ ગ્રામ્યપશુઓ તથા વનપશુઓની વચ્ચે હવે શાપિત છે. તું પેટે ચાલશે અને પોતાના જીવનના સર્વ દિવસો સુધી તારે ધૂળ ખાવી પડશે.
- “ખડક ઉપર સરકતા સાપની ચાલ” — અતિ આશ્ચર્યજનક ચાર બાબતોમાંની એકનીતિ 30:18–19
કલમો
નીતિ 30:18–19ત્રણ બાબતો મને એવી આશ્ચર્યજનક લાગે છે કે તેઓ મારી સમજમાં આવતી નથી, અરે, ચાર બાબતો હું જાણતો નથી. આકાશમાં ઊડતા ગરુડનું ઉડ્ડયન; ખડક ઉપર સરકતા સાપની ચાલ; ભરસમુદ્રમાં વહાણનો માર્ગ; અને કુમારી તથા યુવાન વચ્ચે ઉદ્દભવતો પ્રેમ.
- દીવાલમાં સાપ: જે તેમાં બાકોરું પાડે કે તેના પર ટેકો દે તેને તે કરડેસભા 10:8, આમ 5:19
- મદારીઓ: મંત્ર ચલાવ્યા પહેલાં સાપ કરડે તો કોઈ લાભ નથીસભા 10:11
કલમો
સભા 10:11જો મંત્ર્યા અગાઉ જ સાપ કોઈને કરડી જાય, તો મદારીની વિદ્યા નકામી છે.
- મદારીના સૂર સામે પોતાના કાન બંધ કરનાર નાગગી.શા 58:4–5
કલમો
ગી.શા 58:4–5તેઓનું વિષ સાપના વિષ જેવું છે; તેઓ કાન બંધ કરી રાખનાર બહેરા સાપ જેવા છે. કે જે ઘણી જ ચાલાકીથી મોરલી વગાડનાર મદારીનો પણ અવાજ સાંભળતો નથી.
- જેમના પર મંત્ર ચાલતો નથી એવા નાગયર્મિ 8:17
કલમો
યર્મિ 8:17માટે જુઓ, હું તમારા પર સર્પોને એટલે મંત્રથી વશ ન થઈ શકે તેવા નાગને તમારામાં મોકલીશ. અને તેઓ તમને કરડશે. એમ યહોવાહ કહે છે.
- રસ્તા પાસેનો નાગ ઘોડાની એડીએ કરડે છે, અને સવાર પાછો પડે છેઉત્પ 49:17
કલમો
ઉત્પ 49:17દાન માર્ગની બાજુમાંના સાપ જેવો, અને સીમમાં ઊડતા ઝેરી સાપ જેવો થશે, તે ઘોડાની એડીને એવો ડંખ મારશે, કે તેનો સવાર લથડી પડશે.
- અરણ્યમાં ઝેરી સાપ અને વીંછી હતાપુન 8:15
કલમો
પુન 8:15જેણે તમને આગિયા સાપ તથા વીંછીઓવાળા તથા પાણી વગરની સૂકી જમીનવાળા વિશાળ અને ભયંકર અરણ્યમાં સંભાળીને ચલાવ્યાં. જેમણે તમારે માટે ચકમકના ખડકમાંથી પાણી વહેતું કર્યું અને જે
- નેગેબ: સિંહ, નાગ અને ઊડતા સર્પનો દેશયશા 30:6
કલમો
યશા 30:6નેગેબનાં પશુઓ વિષે ઈશ્વરવાણી: દુઃખ તથા સંકટનો દેશ કે જેમાંથી સિંહ તથા સિંહણ, ઝેરી સાપ તથા ઊડતા નાગ આવે છે, તેમાં થઈને તેઓ, જે લોકોથી તેમને મદદ થઈ શકે નહિ, તેઓની પાસે ગધેડાની પીઠ પર પોતાનું દ્રવ્ય, તથા ઊંટોની પીઠ પર પોતાના ખજાના લાદીને લઈ જાય છે.
- નાગનું ઈંડું ફોડો, અને નાગ નીકળે છેયશા 59:5
કલમો
યશા 59:5તેઓ ઝેરી સર્પનાં ઈંડાં સેવે છે અને કરોળિયાની જાળો વણે છે. તેમનાં ઈંડાં જે ખાય તે મરી જાય છે અને જે ઈંડું ફૂટે છે તેમાંથી ઝેરી સાપ નીકળે છે.
વૃત્તાંતોમાં
- મૂસાની લાકડી સાપ બની ગઈ; તે તેનાથી નાઠો, પછી તેણે તેને પૂંછડીથી પકડ્યોનિર્ગ 4:3–4
કલમો
નિર્ગ 4:3–4ત્યારે યહોવાહે કહ્યું, “તારી લાકડીને જમીન પર નાખ.” એટલે મૂસાએ લાકડી જમીન પર નાખી, ત્યારે તે બદલાઈને સાપ બની ગઈ. તે જોઈને મૂસા બી ગયો અને ત્યાંથી ખસી ગયો.” પરંતુ યહોવાહે મૂસાને કહ્યું, “તું સાપની આગળ જા અને તારા હાથથી તેને પૂંછડીથી પકડી લે.” એટલે મૂસાએ સાપને પકડ્યો ત્યારે તેના હાથમાં સાપની લાકડી બની ગઈ.
- હારુનની લાકડી સર્પ બની અને જાદુગરોની લાકડીઓને ગળી ગઈનિર્ગ 7:10–12
કલમો
નિર્ગ 7:10–12પછી મૂસા અને હારુન મિસરના રાજા ફારુન પાસે ગયા. અને યહોવાહની આજ્ઞા પ્રમાણે તેમણે કર્યુ. હારુને ફારુન અને તેના અમલદારો સમક્ષ પોતાની લાકડી જમીન પર નાખી અને તે સાપ બની ગઈ. ત્યારે ફારુને જ્ઞાની પંડિતોને અને જાદુગરોને બોલાવ્યા. મિસરના જાદુગરોએ પણ મંત્રતંત્ર દ્વારા હારુનના જેવો જ ચમત્કાર કરી બતાવ્યો. તેઓએ પોતાની લાકડીઓ જમીન પર નાખી. એ લાકડીઓના સાપ બની ગઈ. પણ હારુનની લાકડી તેઓની લાકડીઓને ગળી ગઈ.
- અરણ્યમાં ઝેરી સાપ ઇઝરાયલીઓને કરડ્યા, અને ઘણા મરણ પામ્યાગણ 21:6
કલમો
ગણ 21:6ત્યારે યહોવાહે લોકોની વચ્ચે ઝેરી સાપો મોકલ્યા. એ સાપો લોકોને કરડ્યા; ઘણાં લોકો મરી ગયા.
- મૂસાએ સ્તંભ પર પિત્તળનો સાપ બનાવ્યો; જે કરડાયેલા તેના તરફ જોતા તેઓ જીવતાગણ 21:8–9
કલમો
ગણ 21:8–9યહોવાહે મૂસાને કહ્યું, “એક સાપ બનાવ અને તેને સ્તંભ પર મૂક. એટલે એમ થશે કે જે કોઈ ડંખાયેલું હોય તે, તેને જોઈને બચી જાય.” તેથી મૂસાએ પિત્તળનો સાપ બનાવીને સ્તંભ પર મૂક્યો. જ્યારે કોઈ વ્યક્તિને સાપ કરડ્યો હોય અને જો તે પિત્તળના સાપ તરફ જુએ, તો તે બચી જશે.
- તેની આગળ ધૂપ બળતો હોવાથી હિઝકિયાએ તે પિત્તળનો સાપ, નહુશ્તાન, તોડી નાખ્યો2 રાજા 18:4
કલમો
2 રાજા 18:4તેણે ઉચ્ચસ્થાનો કાઢી નાખ્યાં, સ્તંભો તોડી નાખ્યા અને અશેરાની મૂર્તિ કાપી નાખી. તેણે મૂસાએ બનાવેલા પિત્તળના સાપને તોડી ટુકડાં કરી નાખ્યા, કેમ કે, તે દિવસોમાં ઇઝરાયલ લોકો ધૂપ બાળતા હતા, તેથી તેનું નામ “નહુશ્તાન” પાડ્યું હતું.
- માલ્ટામાં અગ્નિની ગરમીથી બહાર નીકળેલો નાગ પાઉલના હાથે વળગી પડ્યોપ્રે.કૃ 28:3–4
કલમો
પ્રે.કૃ 28:3–4પાઉલે થોડાંક લાકડાં એકઠાં કરીને અગ્નિમાં નાખ્યાં, ત્યારે ગરમીને લીધે એક સર્પ તેમાંથી નીકળીને તેને હાથે વીંટળાઈ ગયો. ત્યાંના વતનીઓએ તે પ્રાણીને તેના હાથ પર લટકતો જોઈને એક બીજાને કહ્યું કે, નિશ્ચે આ માણસ ખૂની છે, જો કે સમુદ્રમાંથી એ બચી ગયો છે ખરો, તોપણ ન્યાય એને જીવવા દેતો નથી.
- પાઉલે તેને ખંખેરી નાખ્યો; ટાપુના લોકો તેનું શરીર સૂજી જવાની રાહ જોતા રહ્યાપ્રે.કૃ 28:5–6
કલમો
પ્રે.કૃ 28:5–6પણ તેણે તે પ્રાણીને અગ્નિમાં ઝાટકી નાખ્યો, અને તેને કંઈ ઈજા થઈ નહિ. પણ તેઓ ધારતા હતા કે, તેનો હાથ હમણાં સૂજી જશે, અથવા તે એકાએક પડીને મરી જશે, પણ ઘણી વાર રાહ જોયા પછી તેઓએ જોયું કે તેને કશું નુકસાન થયું નથી, ત્યારે તેઓએ વિચાર ફેરવીને કહ્યું કે, તે કોઈ દેવ છે.
- ઈસુ પોતાના શિષ્યોને સાપ અને વીંછી પર ચાલવાનો અધિકાર આપે છેલૂક 10:17, લૂક 10:19
કહેવતો
- “તમે સાપના જેવા હોશિયાર, તથા કબૂતરનાં જેવા સાલસ થાઓ”માથ 10:16
કલમો
માથ 10:16જુઓ, વરુઓમાં ઘેટાંના જેવા હું તમને મોકલું છું; માટે તમે સાપના જેવા હોશિયાર, તથા કબૂતરનાં જેવા સાલસ થાઓ.
- દીકરો માછલી માગે ત્યારે કયો પિતા તેને સાપ આપશે?માથ 7:10, લૂક 11:11
- દ્રાક્ષારસ: “તે સર્પની જેમ કરડે છે અને નાગની જેમ ડસે છે”નીતિ 23:31–32
કલમો
નીતિ 23:31–32જ્યારે દ્રાક્ષારસ લાલ હોય, જ્યારે તે પ્યાલામાં પોતાનો રંગ પ્રકાશતો હોય અને જ્યારે તે સરળતાથી પેટમાં ઊતરતો હોય, ત્યારે તે પર દૃષ્ટિ ન કર. આખરે તે સર્પની જેમ કરડે છે અને નાગની જેમ ડસે છે.
- “તેઓએ પોતાની જીભ સાપના જેવી તીક્ષ્ણ બનાવી છે”ગી.શા 140:3
કલમો
ગી.શા 140:3તેઓએ પોતાની જીભ સાપના જેવી તીક્ષ્ણ બનાવી છે; તેઓની જીભની નીચે નાગનું વિષ છે. સેલાહ
- “તેઓ સાપની જેમ ધૂળ ચાટશે”મીખ 7:17
કલમો
મીખ 7:17તેઓ સાપની જેમ ધૂળ ચાટશે, તેઓ પૃથ્વી ઉપર પેટે ચાલતાં સજીવોની માફક, પોતાના ગુપ્ત સ્થાનોમાંથી ધ્રૂજતાં ધ્રૂજતાં બહાર આવશે. તે પ્રજાઓ યહોવાહ આપણા ઈશ્વરની પાસે બીતી બીતી આવશે, તેઓ તારાથી ડરશે.
- મિસર: “નાસી જતા સર્પ જેવો તેઓનો અવાજ સંભળાશે”યર્મિ 46:22
કલમો
યર્મિ 46:22નાસી જતા સર્પ જેવો તેઓનો અવાજ સંભળાશે. કેમ કે તેઓ સૈન્ય લઈને કૂચ કરશે. તેઓ લાકડાં ફાડનારા લોકોની જેમ કુહાડી લઈ તેના પર આવી પડશે.
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો