Bible Explorer એપ મેળવો

બાઇબલ › ગીતશાસ્ત્ર › 121

IRV · અધ્યાય 121 / 150

ગીતશાસ્ત્ર 121

1ચઢવાનું ગીત. હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ. મને ક્યાંથી સહાય મળે?

2જે યહોવાહે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં છે, તેમની તરફથી મને સહાય મળે છે.

3તે તારા પગને ડગવા દેશે નહિ; જે તારું રક્ષણ કરે છે તે ઊંઘશે નહિ.

4જુઓ, ઇઝરાયલના જે રક્ષક છે તે કદી ઊંઘતા નથી અને નિદ્રાવશ થતા નથી.

5યહોવાહ તારા રક્ષક છે; યહોવાહ તારા જમણે હાથે તને છાયા કરશે.

6દિવસે સૂર્ય કે રાત્રે ચંદ્ર તને નુકસાન પહોંચાડશે નહિ.

7સર્વ દુઃખથી યહોવાહ તારું રક્ષણ કરશે; તે તારા આત્માની સંભાળ રાખશે.

8હમણાંથી તે સર્વકાળ માટે તારા સર્વ કાર્યોમાં યહોવાહ તારું રક્ષણ કરશે.

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી (IRV, 2019) · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. (લખાણ બદલ્યા વિના; પાદટીપો અને શીર્ષકો છોડી દેવાયાં છે) · eBible.org