Bible Explorer એપ મેળવો

અન્વેષણ › વિષયો › આળસ

રોજિંદું જીવન

બાઇબલમાં આળસ

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી ના 26 ફકરા, પંક્તિએ પંક્તિએ.

નીતિવચનોમાંની કહેવતો

  • ઓ આળસુ, કીડી પાસે જા: તે ઉનાળામાં ખોરાક એકઠો કરે છેનીતિ 6:6–8
    કલમો
    નીતિ 6:6–8હે આળસુ માણસ, તું કીડી પાસે જા, તેના માર્ગોનો વિચાર કરીને બુદ્ધિવાન થા. તેના પર કોઈ આગેવાન નથી, કોઈ આજ્ઞા કરનાર નથી, કે કોઈ માલિક નથી. છતાંપણ તે ઉનાળાંમાં પોતાનાં અનાજનો, અને કાપણીની ઋતુમાં પોતાના ખોરાકનો સંગ્રહ કરે છે.
  • થોડીક ઊંઘ, અને ગરીબાઈ લૂંટારાની જેમ આવી પડે છેનીતિ 6:9–11
    કલમો
    નીતિ 6:9–11ઓ આળસુ માણસ, તું ક્યાં સુધી સૂઈ રહેશે? તું ક્યારે તારી ઊંઘમાંથી ઊઠશે? તું કહે છે કે “હજી થોડોક આરામ, થોડીક ઊંઘ, અને પગ વાળીને થોડોક વિશ્રામ લેવા દો.” તો તું જાણજે કે ચોરની જેમ અને હથિયારબંધ લૂંટારાની જેમ ગરીબી તારા પર ત્રાટકશે.
  • આળસુનું ખેતર: કાંટા, ઝાંખરાં અને તૂટેલી પથ્થરની વાડનીતિ 24:30–34
    કલમો
    નીતિ 24:30–34હું આળસુ વ્યક્તિના ખેતર પાસે થઈને તથા બેવકૂફ માણસની દ્રાક્ષવાડી પાસે થઈને જતો હતો; ત્યારે મેં જોયું તો તેમાં બધે ઝાંખરાં ઊગી નીકળ્યાં હતાં, જમીન કાંટાથી છવાઈ ગઈ હતી અને તેની પથ્થરનો કોટ તૂટી ગયો હતો. પછી મેં જોયું અને વિચાર કર્યો; હું સમજ્યો અને મને શિખામણ મળી. હજી થોડીક નિદ્રા, થોડીક ઊંઘ લેવા દો, થોડીક વાર હાથ વાળીને સૂવા દો. એમ કરવાથી તારી દરિદ્રતા લૂંટારાની જેમ અને તારી કંગાલાવસ્થા હથિયારબંધ માણસની જેમ આવી પહોંચશે.
  • આળસુ હાથ માણસને ગરીબ કરે છેનીતિ 10:4
    કલમો
    નીતિ 10:4નિરુદ્યમી હાથોથી કામ કરનાર દરિદ્રી થાય છે. પણ ઉદ્યમીઓનો હાથ તેને ધનવાન બનાવે છે.
  • કાપણી વખતે ઊંઘનાર દીકરો શરમજનક છેનીતિ 10:5
    કલમો
    નીતિ 10:5ડાહ્યો દીકરો ઉનાળાંમાં સંગ્રહ કરે છે પણ કાપણીના સમયે સૂઈ રહેનાર દીકરો બદનામી કરાવે છે.
  • દાંતને સરકા જેવો અને આંખોને ધુમાડા જેવોનીતિ 10:26
    કલમો
    નીતિ 10:26જેમ દાંતને કડવું પીણું અને આંખોને ધુમાડો આફત રૂપ છે, તેમ આળસુ પોતાને કામ પર મોકલનારને આફતરૂપ છે.
  • આળસનો અંત વેઠમાં આવે છેનીતિ 12:24
    કલમો
    નીતિ 12:24ઉદ્યમીનો હાથ અધિકાર ભોગવશે, પરંતુ આળસુ માણસ પાસે મજૂરી કરાવવામાં આવશે.
  • આળસુ માણસ પોતાનો શિકાર શેકતો નથીનીતિ 12:27
    કલમો
    નીતિ 12:27આળસુ માણસ પોતે કરેલો શિકાર રાંધતો નથી, પણ ઉદ્યમી માણસ થવું એ મહામૂલી સંપત્તિ મેળવવા જેવું છે.
  • આળસુ ઝંખે છે છતાં તેની પાસે કશું નથીનીતિ 13:4, નીતિ 21:25
    કલમો
    નીતિ 13:4આળસુનો જીવ ઇચ્છા કરે છે, પણ કશું પામતો નથી, પણ ઉદ્યમી વ્યક્તિ પૂર્ણ રીતે સંતુષ્ટ હોય છે.
    નીતિ 21:25આળસુની ભૂખ જ તેને મારી નાખે છે, કારણ કે તેના હાથ કામ કરવાની ના પાડે છે.
  • આળસુનો માર્ગ કાંટાની વાડ જેવો છેનીતિ 15:19
    કલમો
    નીતિ 15:19આળસુનો માર્ગ કાંટાથી ભરાયેલી જાળ જેવો છે, પણ પ્રામાણિકનો માર્ગ વિઘ્નોથી મુક્ત છે.
  • પોતાના કામમાં ઢીલો માણસ: નાશ કરનારનો ભાઈનીતિ 18:9
    કલમો
    નીતિ 18:9વળી જે પોતાનાં કામ કરવામાં ઢીલો છે તે ઉડાઉનો ભાઈ છે.
  • તે પોતાનો હાથ થાળીમાં બોળે છે અને તેને મોં સુધી પાછો લાવતો નથીનીતિ 19:24, નીતિ 26:15
    કલમો
    નીતિ 19:24આળસુ પોતાનો હાથ થાળીમાં મૂકે છે ખરો, પણ તેને પોતાના મોં સુધી ઉઠાવવાનું તેનું મન થતું નથી.
    નીતિ 26:15આળસુ પોતાનો હાથ થાળીમાં નાખે છે ખરો પણ તેને પાછો પોતાના મોં સુધી લાવતાં તેને થાક લાગે છે.
  • તે મોસમમાં ખેડતો નથી અને કાપણી વખતે તેને કશું મળતું નથીનીતિ 20:4
    કલમો
    નીતિ 20:4આળસુ માણસ શિયાળાનું બહાનું કાઢીને ખેડતો નથી, તેથી કાપણી વખતે પાક લેવા જાય છે, ત્યારે તેને કશું મળતું નથી.
  • “બહાર તો સિંહ છે!”નીતિ 22:13, નીતિ 26:13
    કલમો
    નીતિ 22:13આળસુ કહે છે, “બહાર તો સિંહ છે! હું રસ્તામાં માર્યો જઈશ.”
    નીતિ 26:13આળસુ માણસ કહે છે, “રસ્તામાં સિંહ છે! ત્યાં ખુલ્લી જગ્યાઓની વચ્ચે સિંહ છે.”
  • જેમ બારણું પોતાનાં મિજાગરાં પર ફરે છે, તેમ આળસુ પોતાના પલંગ પરનીતિ 26:14
    કલમો
    નીતિ 26:14જેમ બારણું તેનાં મિજાગરાં પર ફરે છે, તેમ આળસુ પોતાના બિછાના પર આળોટે છે.
  • ડહાપણથી જવાબ આપનાર સાત માણસો કરતાં પણ પોતાની નજરમાં વધારે જ્ઞાનીનીતિ 26:16
    કલમો
    નીતિ 26:16હોશિયારીથી ઉત્તર આપી શકે તેવા સાત માણસો કરતાં આળસુ પોતાની નજરે પોતાને વધારે ડાહ્યો ગણે છે.

બીજે સ્થળે

  • આળસને લીધે છાપરું બેસી જાય છે અને ઘર ચૂએ છેસભા 10:18
    કલમો
    સભા 10:18આળસથી છાપરું નમી પડે છે, અને હાથની આળસથી ઘરમાં પાણી ટપકે છે.
  • મૂર્ખ હાથ જોડીને બેસી રહે છેસભા 4:5
    કલમો
    સભા 4:5મૂર્ખ કામ કરતો નથી, અને પોતાની જાત પર બરબાદી લાવે છે.
  • પોતાનો તાલંત દાટી દેનાર ચાકરને આળસુ કહેવામાં આવે છેમાથ 25:26
    કલમો
    માથ 25:26તેના માલિકે ઉત્તર દેતાં તેને કહ્યું કે, અરે દુષ્ટ તથા આળસુ ચાકર જ્યાં મેં નથી વાવ્યું ત્યાંથી હું કાપું છું અને જ્યાં મેં નથી વેર્યું ત્યાંથી હું એકઠું કરું છું, એમ તું જાણતો હતો;
  • તમારો ઉત્સાહ મંદ પડવા ન દોરોમ 12:11
    કલમો
    રોમ 12:11ઉદ્યોગમાં આળસુ ન થાઓ; આત્મામાં ઉત્સાહી થાઓ; પ્રભુની સેવા કરો;
  • “જો કોઈ માણસ કામ કરે નહિ, તો તેને ખવડાવવું પણ નહિ”2 થેસ 3:10–12
    કલમો
    2 થેસ 3:10–12જયારે અમે તમારી પાસે હતા ત્યારે પણ તમને આજ્ઞા આપી હતી કે, જો કોઈ માણસ કામ કરે નહિ, તો તેને ખવડાવવું પણ નહિ. કેમ કે તમારામાંના કેટલાક સ્વચ્છંદતાથી ચાલે છે. તેઓ કંઈ કામ કરતા નથી પણ બીજાનાં કામમાં માથું મારે છે, એવું અમને સાંભળવા મળે છે. હવે એવાઓને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે અમે આદેશ અને ઉપદેશ કરીએ છે કે તેઓ શાંતિસહિત ઉદ્યોગ કરે અને પોતાની કમાણીનું અન્ન ખાય.
  • જુવાન વિધવાઓ ઘેરઘેર ફરીને આળસુ બનવાનું શીખે છે1 તિમ 5:13
    કલમો
    1 તિમ 5:13તદુપરાંત તેઓ આળસુ બનવાનું શીખે છે, ઘરેઘરે ફરે છે. આળસુ થવા ઉપરાંત જે ઉચિત નથી તેવું બોલીને કૂથલી તથા પારકી પંચાત કરે છે.
  • મંદ ન બનોહિબ 6:12
    કલમો
    હિબ 6:12માટે તમે મંદ ન પડો, પણ જેઓ વિશ્વાસ તથા ધીરજથી વચનોના વારસ છે, તેઓનું અનુસરણ કરો.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો