અન્વેષણ › વિષયો › શિકાર અને ફાંદા
રોજિંદું જીવન
બાઇબલમાં શિકાર અને ફાંદા
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી ના 14 ફકરા, પંક્તિએ પંક્તિએ.
- નિમ્રોદ, “યહોવાહની આગળ બળવાન શિકારી”ઉત્પ 10:9
કલમો
ઉત્પ 10:9તે યહોવાહની આગળ બળવાન શિકારી હતો. એ માટે કહેવાય છે કે, “નિમ્રોદ યહોવાહની આગળ બળવાન શિકારી જેવો હતો.”
- ઇશ્માએલ અરણ્યમાં મોટો થાય છે અને કુશળ તીરંદાજ બને છેઉત્પ 21:20
કલમો
ઉત્પ 21:20ઈશ્વર તે છોકરા સાથે હતા અને તે મોટો થયો. અરણ્યમાં રહીને તે ધનુર્ધારી થયો.
- એસાવ કુશળ શિકારી, ખેતરનો માણસ બને છેઉત્પ 25:27
કલમો
ઉત્પ 25:27તે છોકરાઓ મોટા થયા. એસાવ કુશળ શિકારી તથા જંગલમાં ફરનાર માણસ હતો; પણ યાકૂબ શાંત પ્રકૃતિનો હતો. તે પોતાનો સમય તંબુમાં વિતાવતો હતો.
- ઇસહાકને શિકારનું માંસ ભાવે છે અને તે એસાવને ચાહે છેઉત્પ 25:28
કલમો
ઉત્પ 25:28હવે ઇસહાક એસાવ પર પ્રેમ રાખતો હતો કેમ કે જે પશુઓનો તે શિકાર કરતો તે ઇસહાક ખાતો હતો. પણ રિબકા યાકૂબ પર પ્રેમ રાખતી હતી.
- ઇસહાક એસાવને ભાથો અને ધનુષ્ય લઈને શિકાર કરવા મોકલે છેઉત્પ 27:3–5
કલમો
ઉત્પ 27:3–5તે માટે તારાં હથિયાર, એટલે તારા બાણનો ભાથો અને તારું ધનુષ્ય લઈને જંગલમાં જા. મારા માટે શિકાર કર. મને પસંદ છે તેવું સ્વાદિષ્ટ ભોજન મારે માટે તૈયાર કર અને મારી પાસે લાવ કે, તે હું ખાઉં અને હું મરણ પામું તે પહેલાં તને આશીર્વાદ આપું.” હવે જયારે ઇસહાક તેના દીકરા એસાવની સાથે વાત કરતો હતો ત્યારે રિબકાએ તે સાંભળ્યું હતું. એસાવ શિકાર કરી લાવવા માટે જંગલમાં ગયો.
- એસાવ શિકારમાંથી પાછો આવે છે, પણ આશીર્વાદ માટે મોડું થઈ ગયું છેઉત્પ 27:30–33
કલમો
ઉત્પ 27:30–33ઇસહાક યાકૂબને આશીર્વાદ આપી રહ્યો પછી યાકૂબ પોતાના પિતા ઇસહાકની આગળથી છાનોમાનો બહાર ગયો અને એ જ સમયે તેનો ભાઈ એસાવ શિકાર કરીને પાછો આવ્યો. પણ સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરીને તેના પિતાની પાસે લાવ્યો અને તેના પિતાને કહ્યું, “મારા પિતા ઊઠીને તારા દીકરાનો શિકાર ખાઓ, કે જેથી તમે મને આશીર્વાદ આપો.” તેના પિતા ઇસહાકે તેને કહ્યું, “તું કોણ છે?” તેણે કહ્યું, “હું તારો જ્યેષ્ઠ દીકરો એસાવ છું.” ઇસહાક બહુ ધ્રૂજી ઊઠ્યો અને બોલ્યો, “ત્યારે જે શિકાર મારીને મારી પાસે લાવ્યો હતો તે કોણ હતો? તારા આવ્યા અગાઉ તે સર્વમાંથી મેં ખાધું અને મેં તેને આશીર્વાદ આપ્યો. તે આશીર્વાદિત થશે પણ ખરો.”
નિયમશાસ્ત્રમાં
- શિકાર કરેલા પશુનું લોહી વહેવડાવીને ધૂળથી ઢાંકી દેવાય છેલેવી 17:13
કલમો
લેવી 17:13અને કોઈપણ ઇઝરાયલી કે તેઓની વચ્ચે વસતો પરદેશી ખાદ્ય પક્ષીનો કે પશુનો શિકાર કરે ત્યારે તેણે તેનું બધું રક્ત વહી જવા દેવું અને તેના પર માટી ઢાંકી દેવી.
ફાંદા અને જાળ
- જાળ, ગૂંથણી, ફાંદો, પાશ અને જમીનમાં સંતાડેલો ગાળિયોઅયૂ 18:8–10
કલમો
અયૂ 18:8–10તેના પોતાના પગોએ તેને જાળમાં નાખ્યો છે; તે જાળમાં ગૂંચવાયા કરે છે. ફાંદો તેના પગની પાની પકડી લેશે, અને ફાંદો તેને ફસાવશે. જમીનમાં તેને સારુ જાળ; અને માર્ગમાં તેને ફસાવવાને સારુ ખાડો ખોદાયેલો છે.
- જાળમાં ફસાયેલું હરણયશા 51:20
કલમો
યશા 51:20તારા દીકરાઓ બેહોશ થઈ ગયા છે; તેઓ જાળમાં ફસાયેલા હરણની જેમ, ગલીના દરેક ખૂણામાં પડી રહે છે. તેઓ યહોવાહના કોપથી અને તારા ઈશ્વરના ઠપકાથી ભરપૂર.
- પક્ષી પકડનારાઓ સંતાઈને રાહ જુએ છે અને ફાંદા ગોઠવે છેયર્મિ 5:26
કલમો
યર્મિ 5:26મારા લોકોમાં દુષ્ટ માણસો છે અને શિકારીઓ જેમ ગુપ્ત રહીને શિકાર કરવાનો લાગ શોધે છે, તેમ તેઓ મનુષ્યને પકડવા માટે ફાંદો તૈયાર કરે છે.
- રસ્તાની બાજુએ પાથરેલી જાળની દોરીઓ, અને ગોઠવેલા ફાંસલાગી.શા 140:5
કલમો
ગી.શા 140:5ગર્વિષ્ઠોએ મારે માટે પાશ તથા દોરીઓ ગુપ્ત રીતે પાથર્યાં છે; તેઓએ રસ્તાની બાજુ પર જાળ બિછાવી છે; મારે માટે ફાંસા ગોઠવ્યા છે. સેલાહ
સરખામણીઓ
- દાઉદ: પહાડોમાં તેતરનો શિકાર કરનાર જેવો1 શમુ 26:20
કલમો
1 શમુ 26:20તેથી હવે, મારું લોહી ઈશ્વરની સમક્ષતાથી દૂરની ભૂમિ પર ના પડો; કેમ કે જેમ કોઈ પર્વત પર તીતરનો શિકાર કરતો હોય, તેમ ઇઝરાયલના રાજા એક ચાંચડને શોધવા નીકળી આવ્યા છે.”
- “પક્ષીની જેમ મારો શિકાર કર્યો છે”વિલા 3:52
કલમો
વિલા 3:52તેઓ કારણ વગર મારા શત્રુ થયા છે અને પક્ષીની જેમ મારો શિકાર કર્યો છે.
- “શિકારીના સર્વ ફાંદાઓથી” છુટકારોગી.શા 91:3
કલમો
ગી.શા 91:3કારણ કે તે તને શિકારીના સર્વ ફાંદાઓથી અને નાશકારક મરકીથી બચાવશે.
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો