અન્વેષણ › વિષયો › બીમારી અને વૈદો
રોજિંદું જીવન
બાઇબલમાં બીમારી અને વૈદો
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી ના 41 ફકરા, પંક્તિએ પંક્તિએ.
વૈદો
- યૂસફના વૈદો યાકૂબના શરીરમાં સુગંધી દ્રવ્યો ભરે છેઉત્પ 50:2
કલમો
ઉત્પ 50:2યૂસફે તેના દાસોમાં જે વૈદો હતા તેઓને તેના પિતાના દેહમાં સુગંધીઓ ભરવાની આજ્ઞા આપી. તેથી વૈદોએ ઇઝરાયલના દેહમાં સુગંધીઓ ભરી.
- પગના રોગથી પીડાતો આસા વૈદોની સલાહ લે છે2 કાળ 16:12, 1 રાજા 15:23
કલમો
2 કાળ 16:12તેના રાજયના ઓગણચાળીસમા વર્ષમાં આસાના પગમાં કોઈ રોગ થયો, તે રોગની પીડા ત્રાસજનક હતી. તોપણ તેણે બીમારીમાં ઈશ્વરની નહિ, પણ વૈદોની સહાય લીધી.
1 રાજા 15:23આસાનાં બાકીનાં સર્વ કાર્યો, તેનાં સર્વ પરાક્રમો અને તેણે જે સર્વ કર્યું તે, તેમ જ તેણે બંધાવેલાં નગરો તે બધી બાબતો વિષે યહૂદિયાના રાજાઓના ઇતિહાસનાં પુસ્તકમાં લખેલું નથી શું? વૃદ્ધાવસ્થામાં તેને પગમાં રોગ લાગુ પડયો.
- બાર વર્ષથી લોહીવા રોગવાળી એક સ્ત્રીએ વૈદો પાછળ પોતાનું સર્વસ્વ ખર્ચી નાખ્યું હતુંમાર્ક 5:25–26, લૂક 8:43
કલમો
માર્ક 5:25–26એક સ્ત્રી જેને બાર વર્ષોથી લોહીવા થયેલો હતો અને તેણે ઘણાં વૈદોથી ઘણું સહ્યું હતું, પોતાનું બધું ખરચી નાખ્યું હતું અને તેને કંઈ ફરક પડ્યો નહોતો, પણ તેથી ઊલટું વધારે બીમાર થઈ હતી,
લૂક 8:43એક સ્ત્રીને બાર વર્ષથી લોહીવાનો રોગ થયો હતો, અને તેણે પોતાનાં બધાં નાણાં વૈદો પાછળ ખરચી નાખ્યાં હતાં પણ કોઈ તેનો રોગ મટાડી શક્યા ન હતા.
- “જેઓ તંદુરસ્ત છે તેઓને વૈદની અગત્ય નથી, પણ જેઓ બિમાર છે તેઓને છે”માથ 9:12
કલમો
માથ 9:12ઈસુએ એ સાંભળીને તેઓને કહ્યું કે, “જેઓ તંદુરસ્ત છે તેઓને વૈદની અગત્ય નથી, પણ જેઓ બિમાર છે તેઓને છે.
- એક કહેવત: “વૈદ, તમે પોતાને સાજાં કરો”લૂક 4:23
કલમો
લૂક 4:23ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમે મને નિશ્રે કહેશો કે, વૈદ, તમે પોતાને સાજાં કરો.’ કપરનાહૂમમાં કરેલા જે જે કામો વિષે અમે સાંભળ્યું તેવા કામો અહીં તમારા પોતાના વતનપ્રદેશમાં પણ કરો.
- લૂક, “વહાલો વૈદ”કલો 4:14
કલમો
કલો 4:14વહાલો વૈદ લૂક તથા દેમાસ તમને સલામ પાઠવે છે.
- “શું હવે ગિલ્યાદમાં કંઈ પણ ઔષધ નથી? ત્યાં કોઈ વૈદ્ય નથી?”યર્મિ 8:22
કલમો
યર્મિ 8:22શું હવે ગિલ્યાદમાં કંઈ પણ ઔષધ નથી? ત્યાં કોઈ વૈદ્ય નથી? મારા લોકોની દીકરીના ઘા કેમ રુઝાતા નથી?
ઉપચાર
- હિઝકિયાના ગૂમડા પર અંજીરનું ચકતું2 રાજા 20:7, યશા 38:21
કલમો
2 રાજા 20:7યશાયાએ કહ્યું, “અંજીરનું ચકતું લો;” તેઓએ તે પ્રમાણે કર્યું અને તેને તેના ગૂમડા પર લગાવ્યું અને તે સાજો થઈ ગયો.
યશા 38:21હવે યશાયાએ કહ્યું હતું, “અંજીરમાંથી થોડો ભાગ લઈને ગૂમડા પર બાંધો, એટલે તે સાજો થશે.”
- સમરૂની ઘા પર તેલ અને દ્રાક્ષારસ રેડીને પાટા બાંધે છેલૂક 10:34
કલમો
લૂક 10:34તે તેની પાસે ગયો, અને તેના ઘા પર તેલ તથા દ્રાક્ષારસ રેડીને પાટા બાંધ્યા, અને તેને પોતાના જાનવર પર બેસાડીને તેને સરાઈમાં લઈ ગયો, અને તેની સારવાર કરી.
- પેટ માટે અને વારંવારની માંદગી માટે થોડો દ્રાક્ષારસ1 તિમ 5:23
કલમો
1 તિમ 5:23હવેથી એકલું પાણી ન પીતો, પણ તારા પેટને લીધે તથા તારી વારંવારની બિમારીઓને લીધે, થોડો દ્રાક્ષાસવ પણ પીજે.
- બીમારોને તેલથી અભિષેક કરવામાં આવતોમાર્ક 6:13, યાકૂ 5:14
કલમો
માર્ક 6:13તેઓએ ઘણાં દુષ્ટાત્માઓ કાઢ્યાં, ઘણાં માદાંઓને તેલ લગાવીને તેઓને સાજાં કર્યાં.
યાકૂ 5:14તમારામાં શું કોઈ બીમાર છે? તો તેણે વિશ્વાસી સમુદાયના વડીલોને બોલાવવા અને તેઓએ પ્રભુના નામથી તેને તેલ લગાવીને તેને માટે પ્રાર્થના કરવી.
- આનંદી હૃદય સારી દવા છેનીતિ 17:22
કલમો
નીતિ 17:22આનંદી હૃદય એ ઉત્તમ ઔષધ છે, પણ ઘાયલ થયેલું મન હાડકાંને સૂકવી નાખે છે.
ઉદાહરણો
- યાકૂબ બીમાર પડે છે; યૂસફ પોતાના બે દીકરાઓને લાવે છેઉત્પ 48:1
કલમો
ઉત્પ 48:1એ બાબતો થયા પછી કોઈએ યૂસફને કહ્યું, “જો, તારો પિતા બીમાર પડ્યો છે.” તેથી તે પોતાના બે દીકરા મનાશ્શાને તથા એફ્રાઇમને સાથે લઈને પિતાની પાસે ગયો.
- એક મિસરી ગુલામ બીમાર પડે છે ત્યારે તેનો માલિક તેને છોડી દે છે1 શમુ 30:13
કલમો
1 શમુ 30:13દાઉદે તેને કહ્યું, “તું કોના તાબાનો છે? તું ક્યાંથી આવ્યો છે?” તેણે કહ્યું, “હું મિસરનો એક જુવાન છું, એક અમાલેકીનો ચાકર છું; મારા માલિકે મને ત્યજી દીધો છે. કેમ કે ત્રણ દિવસ અગાઉ હું બીમાર પડ્યો હતો.
- યરોબામનો દીકરો બીમાર પડે છે; તેની માતા વેશ બદલીને પ્રબોધક પાસે જાય છે1 રાજા 14:1–3
કલમો
1 રાજા 14:1–3તે સમયે યરોબામનો પુત્ર અબિયા બીમાર પડ્યો. યરોબામે પોતાની પત્નીને કહ્યું, “કૃપા કરીને ઊઠ અને તારો વેશ બદલ કે જેથી મારી પત્ની તરીકે તને કોઈ ઓળખે નહિ. તું શીલો જા. કેમ કે અહિયા પ્રબોધક ત્યાં રહે છે, જેણે મારા વિષે કહ્યું હતું કે, હું આ લોકોનો રાજા થવાનો છું. તારી સાથે દસ રોટલી, ખાખરા અને એક કૂંડી ભરીને મધ લઈને અહિયા પાસે જા. આ દીકરાનું શું થશે તે તને કહેશે.”
- સારફતની વિધવાનો દીકરો બીમાર પડે છે1 રાજા 17:17
કલમો
1 રાજા 17:17ત્યાર બાદ તે સ્ત્રીનો દીકરો માંદો પડ્યો. તેની બીમારી એટલી બધી ભારે હતી કે આખરે તેનો શ્વાસ બંધ પડી ગયો.
- ખેતરમાં શૂનેમી સ્ત્રીનો છોકરો: “મારું માથું, મારું માથું”2 રાજા 4:18–20
કલમો
2 રાજા 4:18–20જયારે તે બાળક મોટો થયો, ત્યારે તે એક દિવસ તેના પિતા પાસે જ્યાં પાક લણનારા હતા ત્યાં ગયો. બાળકે તેના પિતાને કહ્યું, મારું માથું, મારું માથું.” તેના પિતાએ પોતાના ચાકરને કહ્યું, “તેને ઊંચકીને તેની માતા પાસે લઈ જા.” તેથી ચાકર તે બાળકને ઊંચકીને તેની માતા પાસે લઈ ગયો. તે બાળક તેની માતાના ખોળામાં બપોર સુધી બેઠો અને પછી મરણ પામ્યો.
- જાળીમાંથી પડી જવાથી અહાઝયાહ ઘાયલ થાય છે2 રાજા 1:2
કલમો
2 રાજા 1:2અહાઝયાહ સમરુનમાં તેના ઉપરના ઓરડાની બારીમાંથી નીચે પડી જવાથી તે બીમાર પડ્યો હતો. તેથી તેણે સંદેશાવાહકોને મોકલીને કહેવડાવ્યું કે, “જઈને એક્રોનના દેવ બઆલ-ઝબૂબ ને પૂછો કે, શું હું આ બીમારીમાંથી સાજો થઈશ?”
- અરામનો બેન-હદાદ એલિશાને પુછાવે છે કે તે સાજો થશે કે નહિ2 રાજા 8:7–8
કલમો
2 રાજા 8:7–8પછી એલિશા દમસ્કસમાં ગયો તે સમયે અરામનો રાજા બેન-હદાદ બીમાર હતો. રાજાને એવી ખબર મળી કે, “ઈશ્વરભક્ત અહીં આવ્યો છે.” રાજાએ હઝાએલને કહ્યું, “તારા હાથમાં ભેટ લઈને ઈશ્વરભક્તને મળવા જા, તેની મારફતે યહોવાહને પુછાવ કે, ‘શું હું આ બીમારીમાંથી સાજો થઈશ?’”
- એલિશા જે બીમારીથી મરણ પામ્યો તે બીમારીમાં પડે છે2 રાજા 13:14
કલમો
2 રાજા 13:14જ્યારે એલિશા મરણપથારીએ પડ્યો હતો. ત્યારે ઇઝરાયલના રાજા યોઆશે તેની પાસે આવીને રડીને કહ્યું, “હે મારા પિતા! મારા પિતા! જો ઇઝરાયલના રથો તથા તેઓના ઘોડેસવારો!”
- હિઝકિયા મરણતોલ માંદો પડે છે, પછી સાજો થાય છેયશા 38:1, 2 રાજા 20:7
કલમો
યશા 38:1તે દિવસોમાં હિઝકિયા મરણતોલ માંદો પડ્યો. તેથી આમોસના દીકરા યશાયા પ્રબોધકે તેની પાસે આવીને કહ્યું: “યહોવાહ એમ કહે છે, ‘તારા ઘરનો બંદોબસ્ત કર; કેમ કે તું મરવાનો છે, તું જીવવાનો નથી.”
2 રાજા 20:7યશાયાએ કહ્યું, “અંજીરનું ચકતું લો;” તેઓએ તે પ્રમાણે કર્યું અને તેને તેના ગૂમડા પર લગાવ્યું અને તે સાજો થઈ ગયો.
- ગૂમડાંથી છવાયેલો અયૂબ ઠીકરાથી પોતાનું શરીર ખંજવાળે છેઅયૂ 2:7–8
કલમો
અયૂ 2:7–8પછી યહોવાહ પાસેથી શેતાન ચાલ્યો ગયો, તેણે અયૂબને તેના પગના તળિયાથી તે તેના માથા સુધી ગૂમડાંનું દુ:ખદાયક દર્દ ઉત્પન્ન કર્યું. તેથી અયૂબ પોતાનું શરીર ઠીકરીથી ખંજવાળવા સારુ રાખમાં બેઠો.
- દર્શન પછી દાનિયેલ દિવસો સુધી બીમાર પડી રહે છેદાનિ 8:27
કલમો
દાનિ 8:27પછી હું દાનિયેલ, આ સાંભળીને મૂર્છિત થયો અને ઘણા દિવસો સુધી બીમાર રહ્યો. ત્યારબાદ હું સાજો થયો અને રાજાનું કામકાજ કરવા લાગ્યો. પણ તે સંદર્શનથી હું વ્યાકુળ હતો પરંતુ કોઈને તેની સમજ પડી નહિ.
- પિતરની સાસુ સખત તાવથી પથારીવશ છેમાથ 8:14, લૂક 4:38
- એક રાજ્યાધિકારીનો દીકરો કપરનાહૂમમાં બીમાર પડેલો છેયોહ 4:46–47
કલમો
યોહ 4:46–47ઈસુ ફરીથી ગાલીલમાંનું જે કાના ગામ છે, જ્યાં તેમણે પાણીનો દ્રાક્ષારસ બનાવ્યો હતો, ત્યાં આવ્યા; ત્યાં એક અધિકારી માણસ હતો, તેનો દીકરો કપરનાહૂમમાં માંદો હતો. તેણે સાંભળ્યું હતું કે ઈસુ યહૂદિયાથી ગાલીલમાં આવ્યા છે, ત્યારે તેણે તેમની પાસે જઈને તેમને વિનંતી કરી કે, ‘આવીને મારા દીકરાને સાજો કરો;’ કેમ કે તે મરવાની અણી પર હતો.
- તાણથી પીડાતો એક છોકરો વારંવાર અગ્નિમાં કે પાણીમાં પડે છેમાથ 17:15
કલમો
માથ 17:15“ઓ પ્રભુ, મારા દીકરા પર દયા કરો; કેમ કે તેને વાઈનુ દર્દ છે, તેથી તે ઘણો પીડાય છે; અને તે ઘણીવાર અગ્નિમાં તથા પાણીમાં પડે છે.
- બેથઝાથાના કુંડ પાસે ઘણા બીમાર પડી રહે છે; એક માણસ આડત્રીસ વર્ષથીયોહ 5:2–3, યોહ 5:5
- જન્મથી લંગડા એક માણસને રોજ ભક્તિસ્થાનના દરવાજે ઊંચકી લાવવામાં આવે છેપ્રે.કૃ 3:2
કલમો
પ્રે.કૃ 3:2જન્મથી પગે અપંગ એક માણસને, ઊંચકીને લવાતો અને ભક્તિસ્થાનના સુંદર નામના દરવાજા આગળ નિત્ય બેસાડાતો કે જેથી ભક્તિસ્થાનમાં જનારાની પાસે તે ભીખ માંગી શકે.
- બેથાનિયાનો લાજરસ બીમાર છે; તેની બહેનો ઈસુને સંદેશો મોકલે છેયોહ 11:1–3
કલમો
યોહ 11:1–3બેથાનિયા ગામનો લાજરસ નામે એક માણસ બીમાર હતો. તેની બહેનો માર્થા અને મરિયમ પણ એ જ ગામના હતા. મરિયમે ઈસુને અત્તર લગાવ્યું હતું અને પોતાના વાળથી તેમના પગ લૂછ્યા હતા. લાજરસ કે જે બીમાર હતો તે આ જ મરિયમનો ભાઈ હતો. તેથી બહેનોએ તેમને ખબર મોકલી કે, પ્રભુ, જેમનાં પર તમે પ્રેમ રાખો છે, તે બીમાર છે.
- દરકાસ બીમાર પડે છે અને મરણ પામે છેપ્રે.કૃ 9:37
કલમો
પ્રે.કૃ 9:37તે દિવસોમાં એમ થયું કે તે બીમાર પડીને મરણ પામી. અને તેઓએ તેને સ્નાન કરાવીને મેડી પર સુવાડી.
- પબ્લિયુસનો પિતા તાવ અને મરડાથી બીમાર છેપ્રે.કૃ 28:8
કલમો
પ્રે.કૃ 28:8તે વેળાએ પબ્લિયુસના પિતાને તાવ આવ્યો હતો. અને મરડો થયો હતો, પાઉલ તેની પાસે અંદર ગયો, પછી પાઉલે પ્રાર્થના કરી, તેના પર પોતાના હાથ મૂકીને તેને સાજો કર્યો.
- એપાફ્રોદિતસ બીમાર છે, લગભગ મરવાની અણી પરફિલિ 2:25–27
કલમો
ફિલિ 2:25–27તોપણ મારો ભાઈ એપાફ્રોદિતસ, મારી સાથે કામ કરનાર તથા સહયોદ્ધો, તેમ જ તમારો સંદેશવાહક તથા મારી જરૂરિયાત પૂરી પાડનાર છે’ તેને તમારી પાસે મોકલવાની અગત્ય મને જણાઈ; કારણ કે તે તમો સર્વ પર બહુ પ્રેમ રાખતો હતો અને તે ઘણો ઉદાસ હતો, કેમ કે તમે સાંભળ્યું હતું કે તે બીમાર છે; તે મરણતોલ બીમાર હતો ખરો; પણ ઈશ્વરે તેના પર દયા કરી, કેવળ તેના પર જ નહિ, પણ મારા પર પણ કે, મને શોક ન થાય અને આઘાત ન લાગે.
- બીમારીને લીધે પાઉલ પહેલી વાર ગલાતિયામાં સુવાર્તા પ્રગટ કરે છેગલ 4:13–14
કલમો
ગલ 4:13–14પણ તમે જાણો છો કે, શરીરની નિર્બળતામાં મેં પહેલાં તમને સુવાર્તા પ્રગટ કરી. અને મારા શરીરમાં જે તમને પરીક્ષણરૂપ હતું, તેનો તિરસ્કાર કે તુચ્છકાર તમે કર્યો નહિ; પણ જાણે કે હું ઈશ્વરનો સ્વર્ગદૂત હોઉં, વળી ઈસુ ખ્રિસ્ત હોઉં, તેવી રીતે તમે મારો સ્વીકાર કર્યો.
- પાઉલ ત્રોફિમસને મિલેતસમાં બીમાર મૂકી જાય છે2 તિમ 4:20
કલમો
2 તિમ 4:20એરાસ્તસ કરિંથ શહેરમાં રહ્યો. વળી ત્રોફિમસને, મેં મિલેતસ શહેરમાં છોડી દીધો કેમ કે તે બીમાર હતો.
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો