રોજિંદું જીવન
બાઇબલમાં ખોરાક
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી ના 38 ફકરા, પંક્તિએ પંક્તિએ.
લોકો શું ખાતા
- ઘરનાં માણસો માટે બકરીઓનું દૂધનીતિ 27:27
કલમો
નીતિ 27:27વળી બકરીઓનું દૂધ તારે માટે, તારા કુટુંબને માટે અને તારી દાસીઓના ગુજરાન માટે પૂરતું થશે.
- દહીં, દૂધ, ઘેટાંની ચરબી અને ઉત્તમ ઘઉંપુન 32:14
કલમો
પુન 32:14તેમણે તેઓને ગાયોનું માખણ ખવડાવ્યું તથા ઘેટીઓનું દૂધ પીવડાવ્યું, હલવાનની ચરબી, બાશાનના ઘેટાં તથા બકરાં, સારામાં સારા ઘઉં તથા દ્રાક્ષોમાંથી બનાવેલો સારો દ્રાક્ષારસ તમે પીધો.
- સેનાપતિ માટે પનીરનાં દસ ચોસલાં1 શમુ 17:17–18
કલમો
1 શમુ 17:17–18યિશાઈએ પોતાના દીકરા દાઉદને કહ્યું, “તારા ભાઈઓને સારુ આ એક એફાહ પોંક અને આ દસ રોટલી લઈને છાવણીમાં તારા ભાઈઓ પાસે જલ્દી જા. આ ઉપરાંત દસ પનીર તેઓના સહસ્ત્રાધિપતિ માટે લઈ જઈને આપજે. તારા ભાઈઓ કેમ છે તે જોજે અને તેઓ મજામાં છે કે નહિ તેની ખબર લઈને આવજે.”
- દાઉદના માણસો માટે ઘઉં, જવ, વટાણા, મસૂર, મધ અને પનીર2 શમુ 17:28–29
કલમો
2 શમુ 17:28–29તેઓ સાદડીઓ, ધાબળા, વાટકા, ઘડા, ઘઉં, જવનો લોટ, શેકેલું અનાજ, કઠોળ, મસૂર, મધ, માખણ, ઘેટાં અને પનીર લાવ્યા. કે જેથી દાઉદ અને તેના લોકો જે તેની સાથે હતા તેઓ ખાઈ શકે. આ માણસોએ કહ્યું “આ લોકો અરણ્યમાં ભૂખ્યા, તરસ્યાં અને થાકી ગયા છે.”
- ઇબ્રાહિમ રોટલી, કુમળું વાછરડું, દહીં અને દૂધ પીરસે છેઉત્પ 18:5–8
કલમો
ઉત્પ 18:5–8હવે મને થોડું ભોજન લાવવા દો, કે જેથી તમે સ્ફૂર્તિ પામો. ત્યાર પછી તમે આગળ જજો, સારું તો હું તમારે માટે રોટલી લાવું.” અને તેઓએ કહ્યું, “તું કહે છે તે પ્રમાણે કર.” પછી ઇબ્રાહિમ ઉતાવળે સારાની પાસે તંબુમાં ગયો અને કહ્યું, “જલ્દી કર. ત્રણ માપ મેંદો મસળ અને રોટલી તૈયાર કર.” પછી ઇબ્રાહિમ દોડીને જ્યાં તેના જાનવર હતાં ત્યાં ગયો અને એક પુષ્ટ તથા કુમળું વાછરડું લાવીને નોકરને આપ્યું, જે તેને ઉતાવળે તૈયાર કરવા લાગ્યો. તેણે માખણ, દૂધ તથા ભોજન માટે જે રોટલી તથા વાછરડું તૈયાર કર્યું હતું તે લઈને તેઓની આગળ પીરસ્યાં. તેઓ જમતા હતા તે દરમિયાન તે તેઓની પાસે વૃક્ષ નીચે ઊભો રહ્યો.
- રૂથ રોટલી સરકામાં બોળે છે અને શેકેલું અનાજ ખાય છેરૂથ 2:14
કલમો
રૂથ 2:14ભોજન સમયે બોઆઝે રૂથને કહ્યું, “અહીં આવીને રોટલી ખા અને તારો કોળિયો દ્રાક્ષારસના સરકામાં બોળ. “ત્યારે લણનારાઓની પાસે તે બેઠી; અને તેમણે તેને પોંક આપ્યો. તે ખાઈને તે તૃપ્ત થઈ અને તેમાંથી થોડો વધ્યો.
- દરેક જણને રોટલી, ખજૂરની ટીકડી અને સૂકી દ્રાક્ષની ટીકડી2 શમુ 6:19
કલમો
2 શમુ 6:19પછી તેણે સર્વ લોકને, પુરુષો તથા સ્ત્રીઓ સહિત ઇઝરાયલના આખા સમુદાયને, રોટલી, થોડું માંસ તથા સૂકી દ્રાક્ષ વહેંચી આપ્યાં. દરેક જણ પોતપોતાને ઘરે ગયા.
- અબિગાઈલ રોટલીઓ, દ્રાક્ષારસ, ઘેટાં, સૂકી દ્રાક્ષ અને અંજીરની ટીકડીઓ લાવે છે1 શમુ 25:18
કલમો
1 શમુ 25:18પછી અબિગાઈલ ઉતાવળથી બસો રોટલી, દ્રાક્ષારસની બે મશકો, રાંધીને તૈયાર કરેલ પાંચ ઘેટાંનું માંસ, પાંચ માપ પોંક, દ્રાક્ષાની સો લૂમ તથા અંજીરનાં બસો ચકતાં ગધેડાં પર મૂક્યાં.
- સીબા દાઉદ માટે રોટલી, સૂકી દ્રાક્ષ અને ઉનાળાનાં ફળ લાવે છે2 શમુ 16:1–2
કલમો
2 શમુ 16:1–2દાઉદ પર્વતના શિખર પર થોડા અંતર સુધી ગયો, ત્યાં મફીબોશેથનો ચાકર સીબા તેને બે ગધેડાં સાથે મળ્યો; જેના પર બસો રોટલી, સૂકી દ્રાક્ષોની એકસો અંજીરોનું ઝૂમખું તથા દ્રાક્ષારસની એક કુંડી લાદેલી હતી. રાજાએ સીબાને પૂછ્યું કે, “આ બધી વસ્તુઓ તું શા માટે લાવ્યો છે?” સીબાએ કહ્યું કે, રાજાના કુટુંબનાં લોકોને સવારી કરવા સારુ ગધેડાં, તારા માણસોને ખાવા રોટલી, દ્રાક્ષ અને અંજીર તથા અરણ્યમાં જેઓ થાકી જાય તેઓને માટે દ્રાક્ષારસ લાવ્યો છું.”
- ભૂખે મરતો એક મિસરી અંજીરની ટીકડી અને સૂકી દ્રાક્ષથી ફરી સ્વસ્થ થાય છે1 શમુ 30:11–12
કલમો
1 શમુ 30:11–12તેઓને ખેતરમાં એક મિસરી પુરુષ મળ્યો તેઓ તેને દાઉદની પાસે લાવ્યા; તેઓએ તેને રોટલી આપી અને તેણે ખાધી; તેઓએ તેને પાણી પીવાને આપ્યું; અને તેઓએ તેને અંજીરના ચકતામાંથી એક ટુકડો તથા સૂકી દ્રાક્ષાની બે લૂમો આપી. તેણે ખાધું એટલે તેનામાં તાકાત આવી, કેમ કે તેણે ત્રણ દિવસ તથા ત્રણ રાત દરમ્યાન કશું ખાધું ન હતું; કે પાણી પણ પીધું ન હતું.
- મિસરમાં માછલી, કાકડી, તડબૂચ, ડુંગળીનાં પાન, ડુંગળી અને લસણગણ 11:5
કલમો
ગણ 11:5જે માછલી મિસરમાં અમે મફતમાં ખાતા હતા તે હવે અમને યાદ આવે છે; વળી કાકડી, તડબૂચ, પ્યાજ અને લસણ પણ.
- રોટલી અને મસૂરનું શાકઉત્પ 25:34
કલમો
ઉત્પ 25:34યાકૂબે એસાવને રોટલી તથા મસૂરનું બનાવેલું શાક આપ્યાં. તેણે ખાધું, પીધું અને પછી તે ઊઠીને પોતાને રસ્તે ચાલ્યો ગયો. આ રીતે એસાવે પોતાની વરિષ્ઠતાને તુચ્છ ગણી.
- માન્નાનો સ્વાદ મધમાં બનાવેલી પાતળી પૂરી જેવો હતોનિર્ગ 16:31
કલમો
નિર્ગ 16:31ઇઝરાયલી લોકોએ તે વિશિષ્ટ ખોરાકનું નામ “માન્ના” પાડ્યું. માન્ના ધાણાના દાણા જેવું સફેદ હતું. તેનો સ્વાદ મધ ચોપડેલી પાતળી પૂરીના જેવો હતો.
- દેશનું શેકેલું અનાજ; પછી માન્ના બંધ થયુંયહો 5:11–12
કલમો
યહો 5:11–12પાસ્ખાપર્વના બીજે દિવસે તેઓએ તે દેશની પેદાશમાંથી બનાવેલી બેખમીર રોટલી અને શેકેલું અનાજ ખાધું. અને ત્યાર બાદ તે દિવસથી માન્ના પડતું બંધ થયું. અને હવે ઇઝરાયલ લોકોને માન્ના મળવાનું બંધ થયું, તેઓએ કનાન દેશની પેદાશમાંથી ખાવાનું શરુ કર્યું.
- ઘઉં, જવ, વટાણા, મસૂર, બાજરી અને મઠની રોટલીહઝ 4:9
કલમો
હઝ 4:9તારે પોતાને સારુ ઘઉં, જવ, વટાણા, મસૂર, બાજરી તથા મઠ લે. બાજરીનો લોટ લઈને એક જ વાસણમાં નાખી તેના રોટલા બનાવ. જેટલા દિવસ તું તારા પડખા પર સૂઈ રહે એટલે ત્રણસોને નેવું દિવસ સુધી તારે તે રોટલા ખાવા.
- દાનિયેલ માત્ર શાકભાજી અને પાણી માગે છેદાનિ 1:12
કલમો
દાનિ 1:12“કૃપા કરીને, તારા દાસોની દસ દિવસ પરીક્ષા કર. અમને ખાવાને માટે ફક્ત શાકભાજી તથા પીવાને માટે પાણી આપજો.
- કાગડાઓ સવારે અને સાંજે એલિયા માટે રોટલી અને માંસ લાવે છે1 રાજા 17:6
કલમો
1 રાજા 17:6કાગડાઓ સવાર સાંજ તેને રોટલી તથા માંસ લાવી આપતા હતા અને નાળાંમાંથી તે પાણી પીતો હતો.
- બાપ્તિસ્મા કરનાર યોહાન તીડ અને જંગલી મધ ખાતોમાથ 3:4
કલમો
માથ 3:4યોહાનનાં વસ્ત્રો ઊંટના વાળનાં હતાં, તેની કમરે ચામડાનો પટ્ટો હતો અને તીડ તથા રાની મધ તેનો ખોરાક હતા.
- પુષ્ટ બળદ કરતાં પ્રેમ સાથેનું શાકભાજીનું ભોજન સારુંનીતિ 15:17
કલમો
નીતિ 15:17વૈરીને ત્યાં પુષ્ટ બળદના ભોજન કરતાં પ્રેમી માણસને ત્યાં સાદાં શાકભાજી ખાવાં ઉત્તમ છે.
- દીકરો રોટલી કે માછલી માગે છેમાથ 7:9–10
કલમો
માથ 7:9–10તમારામાં એવી કઈ વ્યક્તિ છે કે, જો તેનો દીકરો તેની પાસે રોટલી માગે, તો તે તેને પથ્થર આપશે? અથવા જો માછલી માગે, તો તે તેને સાપ આપશે?
- સરોવરને કિનારે કોલસાના અગ્નિ પર માછલી અને રોટલીયોહ 21:9
કલમો
યોહ 21:9તેઓ કિનારે ઊતર્યા ત્યારે ત્યાં તેઓએ અંગારા પર મૂકેલી માછલી તથા રોટલી જોયાં.
- સજીવન થયેલા ઈસુ શેકેલી માછલીનો ટુકડો ખાય છેલૂક 24:42
કલમો
લૂક 24:42તેઓએ ઈસુને શેકેલી માછલીનો ટુકડો આપ્યો,
મેજ પર
- રિબકા બે લવારાંનું સ્વાદિષ્ટ ભોજન બનાવે છેઉત્પ 27:9
કલમો
ઉત્પ 27:9તું આપણાં ટોળાંમાંથી ઘેટાંબકરાંનાં બે સારાં લવારાં મારી પાસે લઈ આવ. તેનું હું તારા પિતાને ભાવતું સ્વાદિષ્ટ ભોજન તેમને માટે બનાવી આપીશ.
- સ્ત્રીઓ રસોઇયણ અને ભઠિયારણ તરીકે કામ કરતી1 શમુ 8:13, નીતિ 31:15
કલમો
1 શમુ 8:13તે તમારી દીકરીઓને પણ પકડીને મીઠાઈ બનાવનારી, રસોઈ બનાવવાના અને ભઠિયારણો થવા સારુ લઈ જશે.
નીતિ 31:15ઘરનાં સર્વને માટે ખાવાનું તૈયાર કરવા તે પરોઢ થતાં પહેલાં ઊઠી જાય છે અને તેની દાસીઓ માટે દિવસભરના કામનું આયોજન કરે છે.
- મિસરીઓ હિબ્રૂઓ સાથે જમતા નહિઉત્પ 43:32
કલમો
ઉત્પ 43:32દાસોએ યૂસફને માટે, તેના ભાઈઓને માટે તથા જે મિસરીઓ તેની સાથે જમવાના હતા તેઓને માટે અલગ અલગ ટેબલ પર ભોજન પીરસ્યું. કેમ કે મિસરીઓ હિબ્રૂઓ સાથે જમતા ન હતા, કેમ કે મિસરીઓ તેઓ સાથે અમંગળપણું લાગે છે.
- રોટલી ભાંગતાં પહેલાં આભાર માનવામાં આવતોમાર્ક 8:6, લૂક 24:30, પ્રે.કૃ 27:35
કલમો
માર્ક 8:6ઈસુએ લોકોને જમીન પર બેસવાનો આદેશ આપ્યો; અને સાત રોટલીઓ લઈને તેમણે સ્તુતિ કરીને ભાંગી અને વહેંચવા સારુ પોતાના શિષ્યોને આપી; અને તેઓએ તે લોકોને પીરસી.
લૂક 24:30એમ થયું કે, તે તેઓની સાથે જમવા બેઠા, ત્યારે તેમણે રોટલી લઈને આશીર્વાદ કર્યો, અને તેઓને આપી.
પ્રે.કૃ 27:35પાઉલે એવું કહીને રોટલી લીધી, અને તે સર્વની આગળ ઈશ્વરની સ્તુતિ કરી, અને તેને ભાંગીને ખાવા લાગ્યો.
- છેલ્લા ભોજન પછી સ્તોત્ર ગવાયુંમાથ 26:30
કલમો
માથ 26:30તેઓ ગીત ગાયા પછી જૈતૂનનાં પહાડ પર ગયા.
ખાવાની મનાઈ
- જમીન પરનાં પશુઓ: માત્ર ફાટેલી ખરીવાળાં અને વાગોળનારાંલેવી 11:3–4
કલમો
લેવી 11:3–4જે પશુઓની ખરી ફાટવાળી હોય અને જે વાગોળતું હોય તે પશુ તું ખાઈ શકે. તોપણ, કેટલાક પશુઓની માત્ર ખરી ફાટવાળી હોય અથવા જે માત્ર વાગોળતાં હોય તે પશુઓ તમારે ખાવાં જોઈએ નહિ, જેમ કે ઊંટ, કેમ કે તે વાગોળે છે પણ તેની ખરી ફાટેલી નથી. તેથી ઊંટ તમારે માટે અશુદ્ધ છે.
- પાણીનાં જીવો: માત્ર પાંખ અને ભીંગડાંવાળાંલેવી 11:9–10
કલમો
લેવી 11:9–10જળચરોમાંથી તમે આટલાં ખાઈ શકો: પાણીમાં જે બધાંને પંખ તથા ભિંગડાં હોય તેઓને તમારે ખાવા, પછી તે સમુદ્રોમાંનાં હોય કે નદીઓમાંનાં હોય. પણ સમુદ્રોમાંનાં કે નદીઓમાંનાં જે બધાં જળચરો પાણીમાં તરે છે તેમાંના તથા સર્વ જળચરોમાંનાં જે સર્વને પંખ તથા ભિંગડાં હોતા નથી, તેઓ તમને નિષેધાત્મક છે.
- ગરુડ, ગીધ અને યાદીમાંનાં બીજાં પક્ષીઓ ખાવાં નહિલેવી 11:13
કલમો
લેવી 11:13પક્ષીઓમાંથી તમારે આને નિષેધાત્મક ગણવા અને તમારે જે ન ખાવા જોઈએ તે આ છે: ગરુડ, ગીધ,
- તીડ, બોડમથો તીડ, તમરી અને તીતીઘોડો ખાઈ શકાયલેવી 11:21–22
કલમો
લેવી 11:21–22તોપણ પગે ચાલનાર પાંખવાળાં જંતુઓ, જેઓને પગ ઉપરાંત જમીન ઉપર કૂદવાને પગ હોય છે, તેઓમાંથી આ તમે ખાઈ શકો છો. અને તમે કોઈ પણ પ્રકારના તીડ, બોડમથો તીડ, તમરી અથવા તીતીઘોડો ખાઈ શકો.
- લોહી વહેવડાવીને ધૂળથી ઢાંકી દેવામાં આવે છેલેવી 17:13–14
કલમો
લેવી 17:13–14અને કોઈપણ ઇઝરાયલી કે તેઓની વચ્ચે વસતો પરદેશી ખાદ્ય પક્ષીનો કે પશુનો શિકાર કરે ત્યારે તેણે તેનું બધું રક્ત વહી જવા દેવું અને તેના પર માટી ઢાંકી દેવી. કેમ કે સર્વ દેહધારીઓના જીવ વિષે એવું જાણવું કે રક્તમાં તેઓનો જીવ છે, તેથી જ મેં ઇઝરાયલના લોકોને કહ્યું છે કે, “તમારે કોઈપણ દેહધારીનું રક્ત પીવું નહિ, કેમ કે સર્વ દેહધારીઓનો જીવ તેઓના રક્તમાં છે. જે કોઈ તે ખાય તે અલગ કરાય.”
- ખેતરમાં ફાડી ખાધેલા પશુનું માંસ નહિનિર્ગ 22:31
કલમો
નિર્ગ 22:31અને તમે લોકો મારા પવિત્ર લોક થાઓ; તમારે જંગલી પશુએ મારેલા કોઈ પશુનું માંસ ન ખાવું, તે કૂતરાંને સારુ નાખી દેવું.
- લવારાને તેની માના દૂધમાં ન રાંધોનિર્ગ 23:19, પુન 14:21
કલમો
નિર્ગ 23:19તમારી જમીનની પ્રથમ ઊપજનો ઉત્તમોત્તમ ભાગ તમારે તમારા યહોવાહના ભક્તિસ્થાનમાં લાવવો. વળી લવારાને તેની માતાના દૂધમાં રાંધવું નહિ.
પુન 14:21પોતાની રીતે મૃત્યુ પામેલા કોઈ પણ પશુનું માંસ તમારે ખાવું નહિ. તમારા નગરમાં રહેતા પરદેશીને ખાવા માટે આપવું હોય તો આપો. ભલે તે લોકો ખાય; અથવા કોઈ પરદેશીને તે વેચે તો ભલે વેચે. કેમ કે તમે તો યહોવાહ તમારા ઈશ્વરના પવિત્ર લોક છો. વળી બકરીના બચ્ચાંને માતાના દૂધમાં બાફવું નહિ.
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો