Bible Explorer એપ મેળવો

અન્વેષણ › વિષયો › વેપાર અને વેપારીઓ

રોજિંદું જીવન

બાઇબલમાં વેપાર અને વેપારીઓ

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી ના 37 ફકરા, પંક્તિએ પંક્તિએ.

  • ઇબ્રાહિમ વેપારીઓના ચલણ પ્રમાણે ચાંદી તોળી આપે છેઉત્પ 23:16
    કલમો
    ઉત્પ 23:16ઇબ્રાહિમે એફ્રોનનું સાંભળ્યું અને તેણે હેથના દીકરાઓના સંભાળતાં કહ્યું હતું એટલા પ્રમાણમાં ચારસો શેકેલ ચાંદીના સિક્કા અંદાજે સાતસો એંસી રૂપિયા એફ્રોનને ચૂકવ્યા.
  • ઇશ્માએલીઓનો કાફલો તેજાના, મલમ અને બોળ મિસરમાં લઈ જાય છેઉત્પ 37:25
    કલમો
    ઉત્પ 37:25પછી તેઓ ભોજન કરવા માટે નીચે બેઠા. તેઓએ તેમની આંખો ઊંચી કરીને જોયું, તો, ઇશ્માએલીઓનો સંઘ ગિલ્યાદથી આવતો હતો. પોતાની સાથે સુગંધીઓ, ઔષધ તથા બોળથી લાદેલાં ઊંટોને લઈને તેઓ મિસર દેશમાં જતા હતા.
  • યૂસફને વીસ શેકેલ ચાંદીમાં વેપારીઓને વેચી દેવાય છેઉત્પ 37:28, ઉત્પ 37:36
    કલમો
    ઉત્પ 37:28મિદ્યાની વેપારીઓ તેઓની પાસેથી પસાર થઈને જતા હતા ત્યારે યૂસફના ભાઈઓએ તેને ખાડામાંથી બહાર લાવીને વીસ ચાંદીના સિક્કામાં યૂસફને ઇશ્માએલીઓને વેચી દીધો. ઇશ્માએલીઓ મિસરમાં લઈ ગયા.
    ઉત્પ 37:36પેલા મિદ્યાનીઓએ યૂસફને મિસરમાં ફારુનના રક્ષકોના સરદાર પોટીફારને વેચી દીધો.
  • હીરામ દેવદાર અને એરેજ મોકલે છે; સુલેમાન ઘઉં અને જૈતૂન તેલથી ચૂકવે છે1 રાજા 5:8–11, 2 કાળ 2:15
    કલમો
    1 રાજા 5:8–11હીરામે સુલેમાનની પાસે માણસ મોકલીને કહાવ્યું, “જે સંદેશો તમે મારા પર મોકલ્યો છે તે મેં સાંભળ્યો છે. એરેજવૃક્ષનાં લાકડાંની બાબતમાં તથા દેવદારનાં લાકડાંની બાબતમાં હું તમારી ઇચ્છા પ્રમાણે બધું કરીશ. મારા ચાકરો લાકડાંને લબાનોન પરથી સમુદ્રકિનારે ઉતારી લાવશે અને જે સ્થળ તમે મુકરર કરશો ત્યાં તે સમુદ્રમાર્ગે લઈ જવા માટે હું તેમના તરાપા બંધાવીશ અને તમે તે ત્યાંથી લઈ જજો. તમે મારા ઘરનાંને ખોરાકી પૂરી પાડજો, એટલે મારી ઇચ્છા પૂરી થશે.” તેથી હીરામે સુલેમાનને તેની ઇચ્છા પ્રમાણે એરેજવૃક્ષોનાં લાકડાં તથા દેવદારનાં લાકડાં આપ્યાં. સુલેમાને હીરામના ઘરનાંને ખોરાકી બદલ વીસ હજાર માપ ઘઉં અને વીસ હજાર માપ શુદ્ધ તેલ આપ્યું. સુલેમાન હીરામને વર્ષોવર્ષ એ પ્રમાણે આપતો.
    2 કાળ 2:15હવે, મારા માલિકે જણાવ્યાં મુજબ ઘઉં, જવ, તેલ અને દ્રાક્ષારસ તે સર્વ તારા ચાકરોને માટે તું મોકલી આપ.
  • સુલેમાનનો કાફલો ઓફીરથી 420 તાલંત સોનું લાવે છે1 રાજા 9:26–28
    કલમો
    1 રાજા 9:26–28સુલેમાને અદોમના પ્રદેશમાં લાલ સમુદ્રને કિનારે આવેલા એલોથની નજીકના એસ્યોન-ગેબેરમાં વહાણનો કાફલો બનાવ્યો. હીરામે પોતાના ચાકરોને એટલે જેઓ સમયના જાણકાર હતા તેવા વહાણવટીઓને વહાણો પર સુલેમાનના ચાકરોની સાથે મોકલ્યા. તેઓ ઓફીર જઈને ત્યાંથી ચારસો વીસ તાલંત સોનું લઈને સુલેમાન રાજા પાસે આવ્યા.
  • સુલેમાનને વેપારીઓ અને સોદાગરો પાસેથી આવક મળે છે1 રાજા 10:15, 2 કાળ 9:14
    કલમો
    1 રાજા 10:15વળી મુસાફર લોકો લાવતા હતા તે અને વેપારીઓના વેપારથી તથા મિશ્ર લોકોના સર્વ રાજાઓ તરફથી તથા દેશના રાજ્યપાલો તરફથી જે મળતું હતું તે તો જુદું.
    2 કાળ 9:14આ સોના ઉપરાંત વેપારીઓ પાસેથી કરવેરા તરીકે મળતું. અરબસ્તાનના સર્વ રાજાઓ તથા દેશના રાજ્યપાલ તરફથી સુલેમાન રાજાને જે સોનું અને ચાંદી મળતાં હતાં તે તો વધારાના હતાં.
  • નાઓમી અલીમેલેખની જમીન વેચે છેરૂથ 4:3
    કલમો
    રૂથ 4:3ત્યારે તેણે પેલા નજીકના સંબંધીને કહ્યું કે, “નાઓમી, જે મોઆબ દેશમાંથી પાછી આવી છે, તે આપણા ભાઈ અલીમેલેખવાળી જમીનનો ભાગ વેચી રહી છે.
  • સોનીઓ અને વેપારીઓ યરુશાલેમના કોટનો એક ભાગ સમારે છેનહે 3:32
    કલમો
    નહે 3:32ખૂણાની બાજુની ઓરડી તથા ઘેટાં ભાગળની વચ્ચેના ભાગની મરામત સોનીઓ તથા વેપારીઓ કરતા હતા.
  • તૂરના માણસો વિશ્રામવારે યરુશાલેમમાં માછલી વેચે છેનહે 13:16
    કલમો
    નહે 13:16યરુશાલેમમાં તૂરના માણસો પણ રહેતા હતા, જેઓ માછલી તથા બીજી બધી જાતનો માલ લાવતા અને વિશ્રામવારના દિવસે યહૂદિયાના લોકોને તે વેચતા.
  • નહેમ્યા દરવાજા બંધ કરાવે છે; વેપારીઓ નગરની બહાર પડાવ નાખે છેનહે 13:19–20
    કલમો
    નહે 13:19–20વિશ્રામવારને આગલે દિવસે સૂર્ય અસ્ત થાય ત્યારે યરુશાલેમના દરવાજા બંધ કરવાની અને સાબ્બાથ પહેલાં તેઓને નહિ ઉઘાડવાની મેં આજ્ઞા આપી. મેં મારા ચાકરોમાંના કેટલાકને દરવાજા પર ગોઠવ્યા, જેથી શહેરમાં સાબ્બાથને દિવસે કોઈપણ જાતનો માલ અંદર લાવવામાં ન આવે. વેપારીઓ તથા સર્વ પ્રકારનો માલ વેચનારાઓએ એક બે વખત યરુશાલેમની બહાર મુકામ કર્યો.
  • કુશળ પત્ની ખેતર ખરીદે છે અને શણનાં વસ્ત્રો વેચે છેનીતિ 31:16, નીતિ 31:24
    કલમો
    નીતિ 31:16તે કોઈ ખેતરનો વિચાર કરીને તેને ખરીદે છે, પોતાના નફામાંથી તે પોતાને હાથે દ્રાક્ષવાડીઓ રોપે છે.
    નીતિ 31:24તે શણનાં વસ્ત્રો બનાવીને વેપારીઓને વેચે છે અને તેઓને કમરબંધ બનાવી આપે છે.
  • પાઉલનું વહાણ તૂરમાં પોતાનો માલ ઉતારે છેપ્રે.કૃ 21:2–3
    કલમો
    પ્રે.કૃ 21:2–3ફિનીકિયા જનાર એક વહાણ મળ્યું તેથી અમે તેમાં બેસીને રવાના થયા. પછી સાયપ્રસ (ટાપુ) નજરે પડ્યો, એટલે તેને ડાબી તરફ મૂકીને અમે સિરિયા ગયા, અને તૂર ઊતર્યા; કેમ કે ત્યાં વહાણનો માલ ઉતારવાનો હતો.
  • થૂઆતૈરાની જાંબુડિયાં વસ્ત્ર વેચનારી લુદિયાપ્રે.કૃ 16:14
    કલમો
    પ્રે.કૃ 16:14અને થૂઆતૈરા શહેરની, જાંબુડિયાં વસ્ત્ર વેચનારી લુદિયા નામની એક સ્ત્રી હતી જે ઈશ્વરને ભજનારી હતી, તેણે અમારું સાંભળ્યું, તેનું અંતઃકરણ પ્રભુએ એવું ઉઘાડ્યું કે, તેણે પાઉલના કહેલા વચનો મનમાં રાખ્યા.
  • ભક્તિસ્થાનના આંગણામાં નાણાવટીઓ અને કબૂતર વેચનારાયોહ 2:14
    કલમો
    યોહ 2:14ત્યાં ભક્તિસ્થાનમાં તેમણે બળદ, ઘેટાં, કબૂતર વેચનારાઓને તથા નાણાવટીઓને બેઠેલા જોયા.
  • વેપારી એક કીમતી મોતી માટે પોતાનું સર્વસ્વ વેચી દે છે (દ્રષ્ટાંત)માથ 13:45–46
    કલમો
    માથ 13:45–46વળી સ્વર્ગનું રાજ્ય સારાં મોતી શોધનાર કોઈ એક વેપારીના જેવું છે. જયારે તેને અતિ મૂલ્યવાન મોતી મળ્યું, ત્યાર પછી જઈને તેણે પોતાનું સર્વસ્વ વેચી નાખીને તે ખરીદી લીધું.
  • ચાકરોને વેપાર કરવા પૈસા આપવામાં આવે છે (દ્રષ્ટાંત)લૂક 19:13, માથ 25:16
    કલમો
    લૂક 19:13તે અગાઉ તેણે પોતાના દસ ચાકરોને બોલાવીને તેઓને દરેકને એક એમ કુલ દસ મહોર આપીને તેઓને કહ્યું કે, હું આવું ત્યાં લગી તમે તેનો વહીવટ કરો.
    માથ 25:16પછી જેને પાંચ તાલંત મળ્યા હતા, તે તરત જઈને વેપાર કરીને તે વડે બીજા પાંચ તાલંત કમાયો.
  • “આજે કે કાલે અમે આ કે તે શહેરમાં જઈને” વેપાર કરીશુંયાકૂ 4:13
    કલમો
    યાકૂ 4:13હવે ચાલો, તમે કહો છો કે, આજે કે કાલે અમે આ કે તે શહેરમાં જઈને ત્યાં એક વર્ષ સુધી રહીશું; અને વેપાર કરીને લાભ મેળવીશું.

તૂર સાથે વેપાર (હઝકિયેલ 27)

  • તાર્શીશ: ચાંદી, લોખંડ, કલાઈ અને સીસુંહઝ 27:12
    કલમો
    હઝ 27:12તારી પાસે સર્વ પ્રકારની પુષ્કળ સમૃદ્ધિ હોવાથી તારી સાથે તાર્શીશ વેપાર કરતું હતું: તેઓ તારા માલના માટે ચાંદી, લોખંડ, કલાઈ તથા સીસું લાવતા હતા.
  • યાવાન, તુબાલ અને મેશેખ: ગુલામો અને કાંસાનાં વાસણોહઝ 27:13
    કલમો
    હઝ 27:13યાવાન, તુબાલ તથા મેશેખથી તેઓ તારી સાથે વેપાર કરતા હતા, તેઓ ગુલામો તથા પિત્તળનાં વાસણો આપીને બદલામાં તારો માલ લઈ જતા હતા.
  • બેથ તોગાર્મા: ઘોડા, યુદ્ધઘોડા અને ખચ્ચરહઝ 27:14
    કલમો
    હઝ 27:14બેથ તોગાર્માના લોકો તારા માલના બદલામાં ઘોડા, યુદ્ધઘોડાઓ તથા ખચ્ચર આપતા હતા.
  • દેદાન: જીનનાં કપડાં; દરિયાકાંઠાના પ્રદેશો: હાથીદાંત અને અબનૂસહઝ 27:15, હઝ 27:20
    કલમો
    હઝ 27:15દેદાનવાસીઓ તથા ટાપુઓ તારી સાથે વેપાર કરતા હતા. માલ તારા હાથમાં હતો, તેઓ હાથીદાંત તથા અબનૂસ નજરાણાં તારે સારુ લાવતા.
    હઝ 27:20દેદાન તારી સાથે સવારીના ધાબળાનો વેપાર કરતો હતો.
  • અરામ: પીરોજ, જાંબુડિયું કાપડ, ભરતકામ, ઝીણું શણ, પરવાળાં અને માણેકહઝ 27:16
    કલમો
    હઝ 27:16તારી પાસે બનાવેલો માલ ઘણો હોવાને લીધે અરામ તારી સાથે વેપાર કરતું હતું. તેઓ નીલમણિ, મૂલ્યવાન જાંબુડિયાં રંગના વસ્ત્રો, ભરતકામનાં વસ્ત્રો, બારીક શણ, મોતી તથા માણેક આપીને તારો માલ લેતા હતા.
  • યહૂદા અને ઇઝરાયલ: ઘઉં, મધ, તેલ અને મલમહઝ 27:17
    કલમો
    હઝ 27:17યહૂદિયા તથા ઇઝરાયલી લોકો તારી સાથે વેપાર કરતા હતા. તેઓ મિન્નીથનાં ઘઉં, બાજરી, મધ, તેલ, ઔષધ તથા બોળ આપતા હતા.
  • દમસ્કસ: હેલ્બોનનો દ્રાક્ષારસ અને ઊનહઝ 27:18
    કલમો
    હઝ 27:18તારી સર્વ પ્રકારની પુષ્કળ સમૃદ્ધિને લીધે દમસ્કસ તારી સાથે વેપાર કરતું હતું, તારી પાસે કારીગરીનો ઘણો માલ હતો તેને બદલે હેલ્બોનનો દ્રાક્ષારસ તથા સફેદ ઊન આપતા હતા.
  • અરબસ્તાન અને કેદાર: હલવાન, ઘેટા અને બકરાહઝ 27:21
    કલમો
    હઝ 27:21અરબસ્તાનના તથા કેદારના સર્વ આગેવાનો તારી સાથે વેપાર કરતા હતા; તેઓ હલવાનો, ઘેટાં તથા બકરાનો વેપાર કરતા હતા.
  • શેબા અને રામા: તેજાના, કીમતી પથ્થરો અને સોનુંહઝ 27:22
    કલમો
    હઝ 27:22શેબા તથા રામાહના વેપારીઓ સર્વ પ્રકારના ઉત્તમ જાતના તેજાના, રત્નો તથા સોનું આપીને તારો માલ લઈ જતા.

નિયમશાસ્ત્રમાં

  • પ્રામાણિક ત્રાજવાં, કાટલાં અને માપલેવી 19:35–36, પુન 25:13–15
    કલમો
    લેવી 19:35–36તમે ન્યાય કરો ત્યારે લંબાઈના માપમાં અને વજનના માપમાં ખોટા માપનો ઉપયોગ કરવો નહિ. તમારે અદલ ત્રાજવાં, અદલ માપ, અદલ એફાહ અને અદલ હિનનો ઉપયોગ કરવો. હું તમને મિસર દેશમાંથી બહાર લઈ આવનાર તમારો ઈશ્વર યહોવાહ છું.
    પુન 25:13–15તમારે તમારી થેલીમાં જુદા જુદા માપનાં કાટલાં એટલે કે એક હલકું અને બીજું ભારે એમ ન રાખવાં. વળી તમારા ઘરમાં અનેક તરેહના માપ એટલે એક મોટું અને બીજું નાનું એમ ન રાખો. તમારે સાચું અને પ્રમાણિત વજન તથા માપ રાખવું જેથી યહોવાહ તમારા ઈશ્વર જે દેશ તમને આપે છે તેમાં તમે લાંબુ આયુષ્ય ભોગવો.
  • ખરીદનાર અને વેચનાર એકબીજાનો ગેરલાભ ન લેલેવી 25:14
    કલમો
    લેવી 25:14જો તમે તમારા પડોશીને જમીન વેચો કે ખરીદો તો તમારે એકબીજાને છેતરવા નહિ કે ખોટું કરવું નહિ.

કહેવતો

  • ખરીદનાર કહે છે, “આ તો નકામું છે! નકામું છે!” પછી જતાં જતાં બડાઈ મારે છેનીતિ 20:14
    કલમો
    નીતિ 20:14“આ તો નકામું છે! નકામું છે!” એવું ખરીદનાર કહે છે, પણ તે ત્યાંથી ગયા પછી બડાઈ મારે છે.
  • અનાજ વેચવા વિશ્રામવાર પૂરો થવાની રાહ જોતા વેપારીઓઆમ 8:5
    કલમો
    આમ 8:5તેઓ કહે છે કે, ક્યારે ચંદ્રદર્શન પૂરું થાય, અને અમે અનાજ વેચીએ? અને વિશ્રામવાર ક્યારે ઊતરે કે અમે ઘઉં ખુલ્લાં મૂકીએ? અને એફાહ નાનો રાખી, અને શેકેલ મોટો રાખીને, તેને ખોટાં ત્રાજવાં, અને કાટલાંથી છેતરપિંડી કરીએ,

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો