Bible Explorer એપ મેળવો

અન્વેષણ › વિષયો › ઊંઘ

રોજિંદું જીવન

બાઇબલમાં ઊંઘ

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી ના 34 ફકરા, પંક્તિએ પંક્તિએ.

કહેવતો

  • તે પોતાના પ્રિયને ઊંઘ આપે છેગી.શા 127:2
    કલમો
    ગી.શા 127:2તમારું વહેલું ઊઠવું, અને મોડું સૂવું, અને કષ્ટ વેઠીને રોટલી ખાવી તે પણ વ્યર્થ છે, કેમ કે યહોવાહ પોતાના વહાલાઓને ઊંઘમાં આપે છે.
  • “હું શાંતિથી સૂઈ જઈશ”ગી.શા 4:8, ગી.શા 3:5
    કલમો
    ગી.શા 4:8હું શાંતિથી સૂઈ જઈશ, તેમ જ ઊંઘી પણ જઈશ, કેમ કે, હે યહોવાહ, હું એકલો હોઉં તોપણ તમે મને સલામત અને સુરક્ષિત રાખો છો.
    ગી.શા 3:5હું સૂઈને ઊંઘી ગયો; હું જાગ્યો, કેમ કે યહોવાહ મારું રક્ષણ કરે છે.
  • તું આરામ કરશે ત્યારે તારી ઊંઘ મીઠી થશેનીતિ 3:24
    કલમો
    નીતિ 3:24જ્યારે તું ઊંઘી જશે, ત્યારે તને કોઈ ડર લાગશે નહિ; જ્યારે તું સૂઈ જશે, ત્યારે તને મીઠી ઊંઘ આવશે.
  • મજૂરની ઊંઘ મીઠી છે; ધનવાનની સમૃદ્ધિ તેને ઊંઘવા દેતી નથીસભા 5:12
    કલમો
    સભા 5:12મજૂર ગમે તો ઓછું ખાય કે વધારે ખાય તોપણ તે શાંતિથી ઊંઘી શકે છે. પણ દ્રવ્યવાનની સમૃદ્ધિ તેને ઊંઘવા દેતી નથી.
  • ઊંઘને પ્રેમ ન કર, નહિ તો તું ગરીબ થઈ જશેનીતિ 20:13
    કલમો
    નીતિ 20:13ઊંઘ સાથે પ્રીત કરીશ નહિ, રખેને તું દરિદ્રાવસ્થામાં આવી પડે; તારી આંખો ઉઘાડ એટલે તું અન્નથી તૃપ્ત થશે.
  • “હજી થોડોક આરામ, થોડીક ઊંઘ, અને પગ વાળીને થોડોક વિશ્રામ”નીતિ 6:9–10, નીતિ 24:33
    કલમો
    નીતિ 6:9–10ઓ આળસુ માણસ, તું ક્યાં સુધી સૂઈ રહેશે? તું ક્યારે તારી ઊંઘમાંથી ઊઠશે? તું કહે છે કે “હજી થોડોક આરામ, થોડીક ઊંઘ, અને પગ વાળીને થોડોક વિશ્રામ લેવા દો.”
    નીતિ 24:33હજી થોડીક નિદ્રા, થોડીક ઊંઘ લેવા દો, થોડીક વાર હાથ વાળીને સૂવા દો.
  • આળસ ગાઢ ઊંઘ લાવે છેનીતિ 19:15
    કલમો
    નીતિ 19:15આળસ ભરનિદ્રામાં નાખે છે અને આળસુ માણસને ભૂખ વેઠવી પડે છે.
  • ઇઝરાયલના રક્ષક કદી ઊંઘતા નથી અને નિદ્રાવશ થતા નથીગી.શા 121:4
    કલમો
    ગી.શા 121:4જુઓ, ઇઝરાયલના જે રક્ષક છે તે કદી ઊંઘતા નથી અને નિદ્રાવશ થતા નથી.
  • એલિયા બઆલના પ્રબોધકોની મશ્કરી કરે છે: કદાચ તે ઊંઘે છે1 રાજા 18:27
    કલમો
    1 રાજા 18:27આમ અને આમ બપોર થઈ ગઈ એટલે એલિયા તેઓની મશ્કરી કરીને બોલ્યો, “હજી મોટા સાદે બૂમો પાડો! તે દેવ છે! કદાચ એ વિચારમાં ઊંડો ડૂબી ગયો હશે! અથવા કંઈ કામમાં ગૂંથાયો હશે કે, મુસાફરીમાં હશે, કદાચ ઊંઘી પણ ગયો હોય તો જગાડવો પણ પડે.”
  • માનતા: યહોવાહ માટે રહેઠાણ ન મળે ત્યાં સુધી ઊંઘ નહિગી.શા 132:3–5
    કલમો
    ગી.શા 132:3–5તેણે કહ્યું, “જ્યાં સુધી હું યહોવાહને માટે ઘર ન મેળવું; અને યાકૂબના સમર્થ ઈશ્વરને માટે નિવાસસ્થાન તૈયાર ન કરું, ત્યાં સુધી હું મારા તંબુમાં નહિ આવું અને મારા પલંગ પર નહિ સૂઉં. વળી મારી આંખોને ઊંઘ અને મારા પોપચાંને નિદ્રા આવવા નહિ દઉં.”

ઉદાહરણો

  • આદમ ગાઢ ઊંઘમાં પડે છેઉત્પ 2:21
    કલમો
    ઉત્પ 2:21યહોવાહ ઈશ્વરે તે માણસને ભર ઊંઘમાં નાખ્યો. તે ઊંઘી ગયો, ત્યારે ઈશ્વરે તેની પાંસળીઓમાંની એક પાંસળી લીધી અને ખાલી પડેલી જગ્યાએ માંસ ભર્યું.
  • સૂર્ય આથમતો હતો ત્યારે ઇબ્રામ ગાઢ ઊંઘમાં પડે છેઉત્પ 15:12
    કલમો
    ઉત્પ 15:12પછી સૂર્ય આથમતો હતો ત્યારે ઇબ્રામ ભરનિદ્રામાં પડ્યો અને તેના પર ભયંકર અંધકાર આવી પડ્યો.
  • યાકૂબ માથા નીચે પથ્થર રાખીને ઊંઘે છેઉત્પ 28:11
    કલમો
    ઉત્પ 28:11તે એક નિશ્ચિત જગ્યાએ આવ્યો અને સૂર્ય આથમી જવાથી ત્યાં મુકામ કર્યો. તેણે તે જગ્યાએથી એક પથ્થર લીધો અને પોતાના માથા નીચે મૂકીને તે ત્યાં સૂઈ ગયો.
  • યાકૂબ: રાત્રે હિમ પડતું, અને મારી આંખોમાંથી ઊંઘ ઊડી જતીઉત્પ 31:40
    કલમો
    ઉત્પ 31:40દિવસે તાપથી તથા રાત્રે હિમથી મારો ક્ષય થયો; અને મારી આંખની ઊંઘ જતી રહી; એવી મારી હાલત હતી.
  • થાકથી ઊંઘી ગયેલા સીસરાને યાએલ મારી નાખે છેન્યાય 4:21
    કલમો
    ન્યાય 4:21પછી યાએલ હેબેરની પત્ની તંબુમાં અણીદાર લાકડું તથા હાથમાં હથોડી લઈને છાનીમાની તેની પાસે ગઈ, કેમ કે તે ભરનિદ્રામાં હતો, તેણે તેના માથામાં તે લાકડું માર્યું અને તે તેને વીંધીને જમીનમાં પેસી ગયું. એથી તે મૂર્છા ખાઈને મરણ પામ્યો.
  • દલિલા સામસૂનને પોતાના ખોળામાં સુવડાવે છેન્યાય 16:19
    કલમો
    ન્યાય 16:19તેણે સામસૂનને પોતાના ખોળામાં સુવાડ્યો. અને સુવડાવી દીધો. એક માણસને બોલાવીને તેના માથાની સાત લટો કાપી નાખી, પછી દલિલા સામસૂનને હેરાન કરવા લાગી, કારણ કે તેનામાંથી તેનું બળ જતું રહ્યું હતું.
  • બોઆઝ અનાજના ઢગલા પાસે ઊંઘે છે; મધરાતે તે રૂથને જુએ છેરૂથ 3:7–8
    કલમો
    રૂથ 3:7–8જયારે બોઆઝે ખાઈ પી લીધું અને તેનું હૃદય મગ્ન થયું ત્યારે અનાજના ઢગલાની કિનારીએ જઈને તે સૂઈ ગયો. રૂથ ધીમેથી ત્યાં આવી. તેના પગ ખુલ્લાં કર્યા અને તે સૂઈ ગઈ. લગભગ મધરાત થવા આવી અને તે માણસ ચમકી ઊઠ્યો, તેણે પડખું ફેરવ્યું અને ત્યાં એક સ્ત્રીને તેના પગ આગળ સૂતેલી જોઈ!
  • દાઉદ ઊંઘતા શાઉલ પાસેથી ભાલો અને પાણીની કુલડી લઈ લે છે1 શમુ 26:7, 1 શમુ 26:12
    કલમો
    1 શમુ 26:7તેથી દાઉદ તથા અબિશાય રાતે સૈન્ય પાસે આવ્યા. અને ત્યાં શાઉલ છાવણીની અંદર સૂતેલો હતો, તેનો ભાલો તેના માથાની બાજુએ ભોંયમાં ખોસેલો હતો. આબ્નેર તથા તેના સૈનિકો તેની આસપાસ સૂતેલા હતા.
    1 શમુ 26:12તેથી દાઉદે ભાલો તથા પાણીનું પાત્ર શાઉલના માથા પાસેથી લઈ લીધાં અને તેઓ ત્યાંથી જતા રહ્યા. કોઈએ તે વિશે જોયું નહિ કે જાણ્યું નહિ, કોઈ જાગ્યો નહિ; કેમ કે ઈશ્વરે તેમને ગાઢ નિદ્રામાં નાખ્યા હતા.
  • બપોરે આરામ કરતા ઈશ-બોશેથને મારી નાખવામાં આવે છે2 શમુ 4:5
    કલમો
    2 શમુ 4:5તેથી રિમ્મોન બેરોથીના દીકરા રેખાબ તથા બાનાહ બપોરના સમયે ઈશ-બોશેથને ઘરે પહોંચ્યા. ત્યારે તે આરામ કરતો હતો.
  • એલિયા રોતેમ વૃક્ષ નીચે ઊંઘી જાય છે1 રાજા 19:5
    કલમો
    1 રાજા 19:5પછી તે રોતેમ વૃક્ષ નીચે આડો પડયો અને ઊંઘી ગયો, તે ઊંઘતો હતો, ત્યારે એક દૂતે તેને સ્પર્શ કરીને કહ્યું, “ઊઠ અને ખાઈ લે.”
  • ઊંઘ ન આવવાથી અહાશ્વેરોશ રાજ્યના ઇતિહાસગ્રંથ વંચાવે છેએસ્ત 6:1
    કલમો
    એસ્ત 6:1તે રાત્રે રાજાને ઊંઘ આવી નહિ; તેથી તેણે કાળવૃત્તાંતોની નોંધનું પુસ્તક લાવવાની આજ્ઞા કરી. અને રાજાની આગળ તે વાંચવામાં આવ્યું.
  • નબૂખાદનેસ્સારનાં સ્વપ્નો: તેની ઊંઘ ઊડી ગઈદાનિ 2:1
    કલમો
    દાનિ 2:1નબૂખાદનેસ્સાર રાજાના શાસનના બીજા વર્ષે તેને સ્વપ્નો આવ્યાં. તેનું મન ગભરાયું, તે ઊંઘી શક્યો નહિ.
  • દાનિયેલ સિંહો સાથે છે ત્યારે દાર્યાવેશ ઊંઘી શકતો નથીદાનિ 6:18
    કલમો
    દાનિ 6:18પછી રાજા પોતાના મહેલમાં ગયો અને આખી રાત તેણે કંઈ ખાધું નહિ. તેમ વાજિંત્રો પણ તેની આગળ લાવવામાં કે વગાડવામાં આવ્યાં નહિ, તેની ઊંઘ ઊડી ગઈ.
  • તોફાન દરમિયાન યૂના વહાણના તળિયે ઊંઘે છેયૂન 1:5
    કલમો
    યૂન 1:5તેથી ખલાસીઓ ખૂબ ભયભીત થયા અને દરેક માણસ પોતાના દેવને પ્રાર્થના કરવા લાગ્યા. વહાણને હળવું કરવા માટે તેઓએ તેમાંનો માલસામાન સમુદ્રમાં ફેંકી દીધો. આવું હોવા છતાં યૂના તો વહાણના સૌથી અંદરના ભાગમાં જઈ, ભરનિદ્રામાં પડ્યો.
  • તોફાન દરમિયાન ઈસુ હોડીના પાછલા ભાગમાં ઓશીકા પર ઊંઘે છેમાથ 8:24, માર્ક 4:38, લૂક 8:23
    કલમો
    માથ 8:24જુઓ, સમુદ્રમાં એવું મોટું તોફાન થયું, જેથી હોડી મોજાંઓથી ઢંકાઈ ગઈ; પણ ઈસુ પોતે ઊંઘતા હતા.
    માર્ક 4:38તે હોડીના પાછલા ભાગમાં ઓશીકા પર માથું ટેકીને ઊંઘતા હતા; અને તેઓ તેમને જગાડીને કહે છે કે, ‘ઉપદેશક, અમે નાશ પામીએ છીએ, તેની તમને શું કંઈ ચિંતા નથી?’”
    લૂક 8:23અને તેઓ હંકારતા હતા એટલામાં ઈસુ ઊંધી ગયા; અને સરોવર પર પવનનું ભારે તોફાન આવ્યું; પાણીથી હોડી ભરાઈ જવા લાગી, ને તેઓ જોખમમાં આવી પડ્યા.
  • ગેથસેમાનેમાં શિષ્યો ઊંઘી જાય છેમાથ 26:40–43, લૂક 22:45
    કલમો
    માથ 26:40–43પછી ઈસુ શિષ્યોની પાસે આવ્યા અને તેઓને ઊંઘતા જોઈને પિતરને કહ્યું કે, “શું તમે એક કલાક પણ મારી સાથે જાગતા રહી નથી શકતા? તમે જાગતા રહો અને પ્રાર્થના કરો કે પરીક્ષણમાં ન પડો; આત્મા તત્પર છે ખરો, પણ શરીર નિર્બળ છે.” બીજી વાર ઈસુએ જઈને પ્રાર્થના કરતા કહ્યું કે, “ઓ મારા પિતા, જો આ પ્યાલો મારા પીધા વગર મારી પાસેથી દૂર થઈ ન શકે તો તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.” ઈસુએ બીજી વાર આવીને તેઓને ઊંઘતા જોયા; કેમ કે તેઓની આંખો ઊંઘથી ભારે થઈ હતી.
    લૂક 22:45પ્રાર્થના કરીને ઊઠયા પછી ઈસુ પોતાના શિષ્યોની પાસે પાછા આવ્યા, ત્યારે તેઓને દુઃખને લીધે નિદ્રાવશ થયેલા જોયા,
  • પિતર કેદખાનામાં બે સૈનિકોની વચ્ચે ઊંઘે છેપ્રે.કૃ 12:6
    કલમો
    પ્રે.કૃ 12:6હેરોદ તેને બહાર લાવવાનો હતો તેની આગલી રાત્રે પિતર બે સિપાઈઓની વચ્ચે બે સાંકળોથી બંધાયેલી સ્થિતિમાં ઊંઘતો હતો; અને ચોકીદારો જેલના દરવાજા આગળ ચોકી કરતા હતા.
  • પાઉલ બોલતો હોય છે ત્યારે યુતુખસ ઝોકે ચડે છે અને બારીમાંથી પડી જાય છેપ્રે.કૃ 20:9
    કલમો
    પ્રે.કૃ 20:9બારીમાં બેઠેલો યુતુખસ નામે એક જુવાન ભરઊંઘમાં ઘેરાઈ ગયો હતો, પાઉલ વધારે વાર સુધી ઉપદેશ કરતો હતો માટે ઊંઘમાં ગરકાવ થયેલો હોવાથી તે (યુતુખસ) ત્રીજા માળેથી નીચે પડ્યો, અને મરણ પામ્યો.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો