Bible Explorer એપ મેળવો

અન્વેષણ › વિષયો › ચુંબન

રોજિંદું જીવન

બાઇબલમાં ચુંબન

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી ના 32 ફકરા, પંક્તિએ પંક્તિએ.

સલામ અને વિદાય

  • યાકૂબ કૂવા પાસે રાહેલને ચુંબન કરે છે અને મોટે અવાજે રડે છેઉત્પ 29:11
    કલમો
    ઉત્પ 29:11યાકૂબે રાહેલને ચુંબન કર્યું અને રડી પડ્યો.
  • લાબાન પોતાનાં દીકરાઓનાં બાળકો અને દીકરીઓને ચુંબન કરીને વિદાય આપે છેઉત્પ 31:55
    કલમો
    ઉત્પ 31:55વહેલી સવારે લાબાન ઊઠ્યો અને પોતાના પૌત્રો-પૌત્રીઓને તથા પોતાની દીકરીઓને ચુંબન કરીને તેઓને આશીર્વાદ આપ્યો. પછી લાબાન ત્યાંથી પાછો વળીને પોતાને ઘરે પાછો ગયો.
  • એસાવ યાકૂબને મળવા દોડે છે, તેને ભેટે છે અને ચુંબન કરે છેઉત્પ 33:4
    કલમો
    ઉત્પ 33:4એસાવ તેને મળવાને ઉતાવળે આવ્યો. તે તેને ગળે ભેટીને ચૂમ્યો. પછી તેઓ ભાવુક થઈને રડી પડ્યા.
  • યૂસફ રડતાં રડતાં પોતાના દરેક ભાઈને ચુંબન કરે છેઉત્પ 45:15
    કલમો
    ઉત્પ 45:15તેણે સર્વ ભાઈઓને ચુંબન કર્યું અને તેઓને ભેટીને ગળગળો થયો. તે પછી તેના ભાઈઓએ હૃદય ખોલીને તેની સાથે વાતચીત કરી.
  • હારુન ઈશ્વરના પર્વત પાસે મૂસાને મળે છે અને તેને ચુંબન કરે છેનિર્ગ 4:27
    કલમો
    નિર્ગ 4:27યહોવાહે હારુન સાથે વાત કરી હતી અને તેને કહ્યું હતું, “અરણ્યમાં જા અને તારા ભાઈ મૂસાને મળ.” તેથી હારુન ઈશ્વરના પર્વત પર જઈને તેને મળ્યો અને ભેટ્યો.
  • મૂસા પોતાના સસરાને નમન કરે છે અને તેને ચુંબન કરે છેનિર્ગ 18:7
    કલમો
    નિર્ગ 18:7તેથી મૂસા તેના સસરાને મળવા સામો ગયો. અને પ્રણામ કરીને તેણે તેને ચુંબન કર્યુ. બન્નેએ પરસ્પર ક્ષેમકુશળતાની ખબર પૂછી. પછી તેઓ મૂસાની છાવણીમાં તેના તંબુમાં ગયા.
  • નાઓમી પોતાની પુત્રવધૂઓને ચુંબન કરે છે; ઓરપા તેને ચુંબન કરીને વિદાય લે છેરૂથ 1:9, રૂથ 1:14
    કલમો
    રૂથ 1:9ઈશ્વર એવું કરે કે તમે પુન:લગ્ન કરો અને તમારા પતિના ઘરમાં નિરાંતે રહો.” પછી નાઓમીએ તેઓને ચુંબન કર્યું અને તેઓ પોક મૂકીને રડી પડી.
    રૂથ 1:14અને પુત્રવધૂઓ ફરીથી પોક મૂકીને રડી પડી. પછી ઓરપાએ પોતાની સાસુને વિદાય આપતા ચુંબન કર્યું; પણ રૂથ સાસુમાને વળગી રહી.
  • દાઉદ અને યોનાથાન એકબીજાને ચુંબન કરે છે અને સાથે રડે છે1 શમુ 20:41
    કલમો
    1 શમુ 20:41તે છોકરો ગયો કે તરત, દાઉદ દક્ષિણ બાજુએથી ઊઠીને આવ્યો, જમીન તરફ મુખ નમાવીને, તેણે ત્રણ વાર પ્રણામ કર્યા. તેઓ એકબીજાને ચુંબન કરીને તથા ભેટીને રડ્યા, દાઉદનું રુદન વધારે હતું.
  • દાઉદ યર્દન પાસે બાર્ઝિલ્લાયને ચુંબન કરે છે2 શમુ 19:39
    કલમો
    2 શમુ 19:39પછી રાજા અને તેના સર્વ લોકોએ યર્દન નદી પાર કરી, રાજાએ બાર્ઝિલ્લાયને ચુંબન કર્યું અને તેને આશીર્વાદ આપ્યો. પછી બાર્ઝિલ્લાય પોતાના ઘરે પાછો ગયો.
  • એલિશા પોતાનાં માતાપિતાને ચુંબન કરીને વિદાય લેવા માગે છે1 રાજા 19:20
    કલમો
    1 રાજા 19:20પછી એલિશા બળદોને મૂકીને એલિયાની પાછળ દોડ્યો અને કહેવા લાગ્યો, “કૃપા કરીને મને મારા માતા પિતાને વિદાયનું ચુંબન કરવા જવા દે, પછી હું તારી પાછળ આવીશ.” પછી એલિયાએ તેને કહ્યું, “સારું, પાછો જા, પણ મેં તારા માટે જે કર્યું છે તેનો વિચાર કરજે.”
  • પિતા પાછા ફરતા દીકરા તરફ દોડે છે અને તેને ચુંબન કરે છેલૂક 15:20
    કલમો
    લૂક 15:20પછી તે ઊઠીને પોતાના પિતાની પાસે ગયો, અને તે હજી ઘણો દૂર હતો એટલામાં તેના પિતાએ તેને જોયો, તેમને અનુકંપા આવી, અને તેના પિતા દોડીને તેને ભેટ્યા તથા તેને ચુંબન કર્યું.
  • એફેસસના વડીલો પાઉલને ભેટે છે અને તેને ચુંબન કરે છેપ્રે.કૃ 20:37
    કલમો
    પ્રે.કૃ 20:37તેઓ સર્વ બહુ રડ્યા, અને પાઉલને ભેટીને તેઓએ તેને ચુંબન કર્યું.

કુટુંબ અને સ્નેહ

  • ઇસહાક: “મારા દીકરા, હવે પાસે આવ અને મને ચુંબન કર”ઉત્પ 27:26–27
    કલમો
    ઉત્પ 27:26–27પછી તેના પિતા ઇસહાકે તેને કહ્યું, “મારા દીકરા, હવે પાસે આવ અને મને ચુંબન કર. યાકૂબે તેની પાસે આવીને તેને ચુંબન કર્યું. તેણે તેનાં વસ્ત્રોની સુગંધ લીધી અને તેને આશીર્વાદ આપીને કહ્યું, “જો, ઈશ્વરથી આશીર્વાદ પામેલા ખેતરની સુગંધ જેવી મારા દીકરાની સુગંધ છે.
  • લગભગ અંધ થયેલો વૃદ્ધ યાકૂબ યૂસફના દીકરાઓને ચુંબન કરે છેઉત્પ 48:10
    કલમો
    ઉત્પ 48:10હવે ઇઝરાયલની આંખો તેની વૃદ્ધાવસ્થાને કારણે ઝાંખી પડી હતી, તે બરાબર જોઈ શકતો ન હતો. તેથી યૂસફ તેઓને તેની એકદમ નજીક લાવ્યો અને તેણે તેઓને ચુંબન કરીને તેઓને બાથમાં લીધા.
  • યૂસફ પોતાના મૃત પિતા પર રડે છે અને તેને ચુંબન કરે છેઉત્પ 50:1
    કલમો
    ઉત્પ 50:1પછી યૂસફ તેના પિતાના દેહને ભેટીને રડ્યો અને તેને ચુંબન કર્યું.
  • શમુએલ શાઉલનો અભિષેક કરે છે અને તેને ચુંબન કરે છે1 શમુ 10:1
    કલમો
    1 શમુ 10:1પછી શમુએલે તેલની કુપ્પી લઈને તેમાંનું તેલ, શાઉલના માથા ઉપર રેડયું અને તેને ચુંબન કર્યું. પછી કહ્યું, “શું ઈશ્વરે પોતાના વારસા પર અધિકારી થવા સારુ તને અભિષિક્ત કર્યો નથી?
  • આબ્શાલોમ પાછો આવ્યા પછી રાજા દાઉદ તેને ચુંબન કરે છે2 શમુ 14:33
    કલમો
    2 શમુ 14:33તેથી યોઆબે રાજાને એ બાબત જણાવી. પછી રાજાએ આબ્શાલોમને બોલાવ્યો, ત્યારે તેણે રાજા પાસે આવીને તેમને સાષ્ટાંગ દંડવત કર્યા અને રાજાએ આબ્શાલોમને ચુંબન કર્યું.
  • “તારા મુખના ચુંબનોથી તું મને ચુંબન કર”ગીત 1:2
    કલમો
    ગીત 1:2તારા મુખના ચુંબનોથી તું મને ચુંબન કર, કેમ કે તારો પ્રેમ દ્રાક્ષારસથી ઉત્તમ છે.
  • પ્રામાણિક જવાબ હોઠ પરના ચુંબન જેવો છેનીતિ 24:26
    કલમો
    નીતિ 24:26જે કોઈ સાચો જવાબ આદરપૂર્વક આપે છે, તે હોઠોનું ચુંબન કરે છે.

છેતરનારાં ચુંબન

  • શત્રુનાં ચુંબન કપટી હોય છેનીતિ 27:6
    કલમો
    નીતિ 27:6મિત્રના ઘા પ્રામાણિક હોય છે, પણ દુશ્મનનાં ચુંબન ખુશામતથી ભરેલા હોય છે.
  • આબ્શાલોમ લોકોને ચુંબન કરીને પોતાના પક્ષમાં કરી લે છે2 શમુ 15:5
    કલમો
    2 શમુ 15:5જયારે કોઈ માણસ તેને માન આપવા માટે તેની પાસે આવતો, ત્યારે તે પોતાના હાથ લાંબા કરીને તેને ભેટીને ચુંબન કરતો.
  • યોઆબ ચુંબન કરવા અમાસાની દાઢી પકડે છે અને તેને ભોંકી દે છે2 શમુ 20:9–10
    કલમો
    2 શમુ 20:9–10તેથી યોઆબે અમાસાને કહ્યું, “મારા ભાઈ, શું તું ઠીક તો છે ને?” યોઆબે અમાસાને ચુંબન કરવા માટે તેનો જમણો હાથ લંબાવી તેની દાઢી પકડી. પણ યોઆબના હાથમાં તલવાર હતી તે વિષે અમાસાએ ધ્યાન ન આપ્યું. યોઆબે તેના પેટમાં તલવારથી ઘા કર્યો એટલે તેનાં આંતરડા બહાર આવી જમીન પર પડ્યાં, યોઆબે બીજો ઘા કર્યો નહિ કારણ કે અમાસા મરણ પામ્યો હતો. પછી યોઆબ અને તેના ભાઈ અબિશાય બિખ્રીના દીકરા શેબાની પાછળ પડયા.
  • યહૂદા: “હું જેને ચુંબન કરું તે જ તે છે”માથ 26:48–49, લૂક 22:48
    કલમો
    માથ 26:48–49હવે તેમને પરાધીન કરનારે તેઓને નિશાની આપી હતી કે, “હું જેને ચુંબન કરું તે જ તે છે; તેને પકડી લેજો.” તરત તેણે ઈસુ પાસે આવીને કહ્યું, ‘ગુરુજી સલામ!’ અને તે તેમને ચૂમ્યો.
    લૂક 22:48પણ ઈસુએ તેને કહ્યું, ‘શું તું માણસના દીકરાને ચુંબન કરીને પરાધીન કરે છે?’”

ભક્તિ અને પ્રથમ મંડળી

  • મૂર્તિઓને ચુંબન: બઆલ અને વાછરડાં1 રાજા 19:18, હોશ 13:2
    કલમો
    1 રાજા 19:18પણ હું મારે માટે ઇઝરાયલમાં એવા સાત હજારને બચાવીશ કે જે સર્વનાં ઘૂંટણ બઆલની આગળ નમ્યાં નથી અને જેઓમાંના કોઈનાં મુખે તેને ચુંબન કર્યું નથી.”
    હોશ 13:2હવે તેઓ અધિકાધિક પાપ કરતા જાય છે. તેઓ પોતાની ચાંદીની ઢાળેલી મૂર્તિઓ બનાવે છે, પોતાને માટે પોતાની કુશળતા પ્રમાણેની મૂર્તિઓ બનાવે છે, એ બધી તો કારીગરે બનાવેલી છે, લોકો તેઓના વિષે કહે છે કે, “આ બલિદાન ચઢાવનાર માણસો વાછરડાઓને ચુંબન કરે છે.”
  • એક સ્ત્રી ઈસુના પગને ચુંબન કરે છે; યજમાને તેમને ચુંબન કર્યું નહિલૂક 7:38, લૂક 7:45
    કલમો
    લૂક 7:38તેમના પગ પાસે રડતી રડતી પાછળ ઊભી રહી, તથા પોતાનાં આંસુઓથી તેમના પગ પલાળવા તથા પોતાના માથાના વાળથી લૂછવા લાગી, તેણે તેમના પગને ચૂમ્યાં, તેમને અત્તર લગાવ્યું.
    લૂક 7:45તેં મને ચુંબન કર્યુ નહિ; પણ હું અંદર આવ્યો ત્યારથી તે સ્ત્રી જરા પણ રોકાયા વગર મારા પગને ચુંબન કર્યા કરે છે.
  • પવિત્ર ચુંબનથી એકબીજાને સલામ કહોરોમ 16:16, 1 થેસ 5:26, 1 પિત 5:14
    કલમો
    રોમ 16:16પવિત્ર ચુંબન કરીને તમે એકબીજાને સલામ કરજો. ખ્રિસ્તનાં સર્વ વિશ્વાસી સમુદાયો તમને સલામ કહે છે.
    1 થેસ 5:26પવિત્ર ચુંબનથી સર્વ ભાઈઓને સલામ કહેજો.
    1 પિત 5:14તમે પ્રેમના ચુંબનથી એકબીજાને સલામ કરજો. ઈસુ ખ્રિસ્તમાં તમ સર્વને શાંતિ થાઓ. આમીન.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો