Bible Explorer એપ મેળવો

અન્વેષણ › વિષયો › મેજ અને ભોજન

રોજિંદું જીવન

બાઇબલમાં મેજ અને ભોજન

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી ના 36 ફકરા, પંક્તિએ પંક્તિએ.

મેજ

  • એલિશાની નાની ઓરડીમાં પલંગ, મેજ, ખુરશી અને દીવો2 રાજા 4:10
    કલમો
    2 રાજા 4:10તો કૃપા કરી, આપણે તેને માટે એક નાની ઓરડી બનાવીએ અને તેમાં એક પલંગ, મેજ, ખુરશી તથા દીવો મૂકીએ. તેથી જયારે તે અહીં આપણી પાસે આવે ત્યારે તેમાં રહે.”
  • સિત્તેર રાજાઓ અદોની-બેઝેકના મેજ નીચેથી ખોરાક વીણતાન્યાય 1:7
    કલમો
    ન્યાય 1:7અદોની-બેઝેકે કહ્યું, “સિત્તેર રાજાઓ, જેઓનાં હાથ તથા પગના અંગૂઠા કાપી નાખવામાં આવ્યા હતા, તેઓ ભોજનના મારા ટેબલ નીચેનો ખોરાક વીણીને ખાતા હતા. જેવું મેં કર્યું તેવું જ ઈશ્વરે મને કર્યું છે.” તેઓ તેને યરુશાલેમમાં લાવ્યા અને ત્યાં તે મૃત્યુ પામ્યો.
  • મંડપનું મેજ: સોનાથી મઢેલું બાવળનું લાકડું, ઊંચકવાના દાંડા સાથેનિર્ગ 25:23–28
    કલમો
    નિર્ગ 25:23–28વળી તું બાવળના લાકડાંનું બે હાથ લાંબું, એક હાથ પહોળું અને દોઢ હાથ ઊંચું એવું એક મેજ બનાવજે. તું તેને શુદ્ધ સોનાથી મઢજે અને તેને ફરતી સોનાની કિનારી લગાડજે. તું તેને ફરતી ચાર આંગળની કોર બનાવજે અને કોરની આસપાસ સોનાની કિનારી બનાવજે. તેને માટે સોનાનાં ચાર કડાં બનાવીને તું તેમને તેના ચાર પાયાના ચાર ખૂણામાં જડી દેજે. મેજ ઊંચકવાના દાંડાની જગ્યા થાય માટે કડાં કિનારની પાસે મૂકવાં. મેજ ઊંચકવા માટે બાવળના દાંડા બનાવજે અને તેને સોનાથી મઢજે.
  • દર વિશ્રામવારે સોનાના મેજ પર બે હારમાં ગોઠવેલી બાર રોટલીઓલેવી 24:5–8
    કલમો
    લેવી 24:5–8તમારે મેંદો લેવો અને તેની બાર રોટલી કરવી. દરેક રોટલી બે દશાંશ એફાહની હોય. તમારે તે બાર રોટલી શુદ્ધ સોનાના બાજઠ ઉપર યહોવાહની સમક્ષ છ છની બે થપ્પીમાં ગોઠવવી. તે બન્ને થપ્પી પર તમારે શુદ્ધ લોબાન મૂકવો, એ સારુ કે રોટલીને સારુ તે યાદગીરીરૂપ થાય. અને યહોવાહને સારુ હોમયજ્ઞ થાય. પ્રતિ વિશ્રામવારે તે યહોવાહ સમક્ષ નિયમિત રાખે. અને ઇઝરાયલીઓ તરફથી એ સદાનો કરાર છે.
  • ભક્તિસ્થાન માટે સોનાનાં મેજ અને ચાંદીનાં મેજ1 કાળ 28:16
    કલમો
    1 કાળ 28:16અર્પિત રોટલીની મેજોને સારુ જોઈતું સોનું અને રૂપાની મેજોને સારુ જોઈતું ચાંદી તોળીને આપ્યું.
  • ઈસુ નાણાવટીઓની મેજો ઊંધી વાળી નાખે છેયોહ 2:15
    કલમો
    યોહ 2:15ત્યારે ઈસુએ દોરીઓનો કોરડો બનાવીને તે સર્વને, ઘેટાં, બળદ સહિત, ભક્તિસ્થાનમાંથી કાઢી મૂક્યાં; નાણાવટીઓનાં નાણાં વેરી નાખ્યાં અને આસનો ઊંધા વાળ્યાં;
  • મેજ નીચેના કૂતરા બાળકોના કકડા ખાય છેમાથ 15:27, માર્ક 7:28
    કલમો
    માથ 15:27તે સ્ત્રીએ કહ્યું કે, “ખરું, પ્રભુ, પરંતુ કૂતરાં પણ પોતાના માલિકોની મેજ પરથી જે કકડા પડે છે તે ખાય છે.”
    માર્ક 7:28પણ સ્ત્રીએ તેમને ઉત્તર આપ્યો કે, ‘હા, પ્રભુ, કૂતરાં પણ મેજ નીચેથી છોકરાંનાં પડેલા ખોરાકના કકડામાંથી ખાય છે’.
  • લાજરસ ધનવાનના મેજ પરથી પડતા કકડા માટે તલસે છે (દ્રષ્ટાંત)લૂક 16:21
    કલમો
    લૂક 16:21શ્રીમંતની મેજ પરથી પડેલા ભોંયમાંના કકડા વડે તે પેટ ભરવા ચાહતો હતો; વળી કૂતરા પણ આવીને તેના ફોલ્લા ચાટતા હતા.
  • તારા દીકરાઓ તારા મેજની આસપાસ જૈતૂનના રોપા જેવાગી.શા 128:3
    કલમો
    ગી.શા 128:3તારી પત્ની તારા ઘરમાં ફળવંત દ્રાક્ષવેલાના જેવી થશે; તારાં સંતાનો તારી મેજની આસપાસ જૈતૂનવૃક્ષના રોપા જેવાં થશે.

બેસવું અને અઢેલવું

  • મહેમાનો ખાય છે ત્યારે ઇબ્રાહિમ વૃક્ષ નીચે તેઓની પાસે ઊભો રહે છેઉત્પ 18:8
    કલમો
    ઉત્પ 18:8તેણે માખણ, દૂધ તથા ભોજન માટે જે રોટલી તથા વાછરડું તૈયાર કર્યું હતું તે લઈને તેઓની આગળ પીરસ્યાં. તેઓ જમતા હતા તે દરમિયાન તે તેઓની પાસે વૃક્ષ નીચે ઊભો રહ્યો.
  • ભોજન વખતે રૂથ કાપનારાઓની બાજુમાં બેસે છેરૂથ 2:14
    કલમો
    રૂથ 2:14ભોજન સમયે બોઆઝે રૂથને કહ્યું, “અહીં આવીને રોટલી ખા અને તારો કોળિયો દ્રાક્ષારસના સરકામાં બોળ. “ત્યારે લણનારાઓની પાસે તે બેઠી; અને તેમણે તેને પોંક આપ્યો. તે ખાઈને તે તૃપ્ત થઈ અને તેમાંથી થોડો વધ્યો.
  • રાણી એસ્તેર જે પલંગ પર અઢેલીને બેઠી છે તેના પર હામાન પડે છેએસ્ત 7:8
    કલમો
    એસ્ત 7:8જ્યારે રાજા મહેલના બગીચામાં મદ્યપાન કરવાની જગ્યાએ પાછો આવ્યો, ત્યારે જે પલંગ પર એસ્તેર સૂતી હતી તે પર હામાન પડી રહ્યો હતો. રાજાએ કહ્યું “શું મારા મહેલમાં મારા દેખતાં જ હામાન રાણી પર બળાત્કાર કરશે?” રાજાના મુખમાંથી આ શબ્દો નીકળતાં જ રાજાના સેવકોએ હામાનનો ચહેરો ઢાંકી દીધો.
  • ઈસુ બાર શિષ્યો સાથે જમવા બેસે છેમાથ 26:20
    કલમો
    માથ 26:20સાંજ પડી ત્યારે બાર શિષ્યોની સાથે ઈસુ જમવા બેઠા હતા.
  • ઈસુની પડખે બેઠેલો એક શિષ્ય પાછો નમીને તેમને પૂછે છેયોહ 13:23–25
    કલમો
    યોહ 13:23–25હવે જમણ સમયે તેમના શિષ્યોમાંનો એક, જેનાં પર ઈસુ પ્રેમ રાખતા હતા, તે ઈસુની છાતીએ અઢેલીને બેઠો હતો. સિમોન પિતર તેને ઇશારો કરીને કહે છે કે, ‘તેઓ કોનાં વિષે બોલે છે, તે અમને કહે.’” ત્યારે તે જેમ ઈસુની છાતીએ અઢેલીને બેઠો હતો, તેમ ને તેમ જ તેમને પૂછે છે કે, ‘પ્રભુ, તે કોણ છે?’”
  • એક ફરોશી ઈસુને જમવા બોલાવે છે, અને તે જમવા બેસે છેલૂક 7:36
    કલમો
    લૂક 7:36કોઈ એક ફરોશીએ ઈસુને પોતાની સાથે જમવા સારુ વિનંતી કરી. ઈસુ ફરોશીના ઘરમાં જઈને જમવા બેઠા.
  • માર્થા પીરસે છે, અને લાજરસ ઈસુ સાથે જમવા બેઠો છેયોહ 12:2
    કલમો
    યોહ 12:2માટે તેઓએ તેને માટે ખોરાક તૈયાર કર્યો હતો અને માર્થા ભોજન પીરસતી હતી, લાજરસ ઈસુની સાથે જમવા બેઠેલાઓમાંનો એક હતો.
  • પાંચ હજાર લોકો સો સો અને પચાસ પચાસની હારમાં ઘાસ પર બેસે છેમાર્ક 6:39–40, લૂક 9:14
    કલમો
    માર્ક 6:39–40તેમણે તેઓને આજ્ઞા કરી કે, ‘સઘળાં લીલા ઘાસ પર પંગતમાં બેસી જાય.’” તેઓ હારબંધ સો સો તથા પચાસ પચાસની પંગતમાં બેઠા.
    લૂક 9:14કેમ કે તેઓ આશરે પાંચ હજાર પુરુષ હતા. ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, આશરે પચાસ પચાસની પંગતમાં તેઓને બેસાડો.

કોણ કોની સાથે જમ્યું

  • દાઉદ શાઉલના મેજ પર ગેરહાજર છે; યોનાથાન ક્રોધે ભરાઈને મેજ પરથી ઊઠી જાય છે1 શમુ 20:29, 1 શમુ 20:34
    કલમો
    1 શમુ 20:29તેણે કહ્યું કે, ‘કૃપા કરીને મને જવા દે. કેમ કે અમારા કુટુંબે નગરમાં યજ્ઞ કરવાનો છે અને મારા ભાઈએ મને ત્યાં જવાનો હુકમ કર્યો છે. હવે, જો તારી દ્રષ્ટિમાં હું કૃપા પામ્યો હોઉં, તો કૃપા કરી મને અહીંથી જઈને મારા ભાઈઓને મળવા દે.’ એ માટે તે રાજાના ભોજનમાં આવ્યો નથી.”
    1 શમુ 20:34યોનાથાન ઘણો ક્રોધાયમાન થઈને ભોજન ઉપરથી ઊઠી ગયો અને માસને બીજા દિવસે તે કંઈ પણ જમ્યો નહિ, દાઉદ વિષે તેને દુઃખ લાગ્યું હતું, કેમ કે તેના પિતાએ તેનું અપમાન કર્યું હતું.
  • સુલેમાનના મેજ પર આવનાર સૌ માટે સૂબાઓ ખોરાક પૂરો પાડે છે1 રાજા 4:27
    કલમો
    1 રાજા 4:27દરેક અધિકારીઓ પોતપોતાને ભાગે આવેલા મહિનામાં સુલેમાન રાજાને તથા સુલેમાનને ત્યાં જમવા આવનાર બધાંને ખોરાક પૂરો પાડતા હતા. તેઓ કોઈપણ બાબતની અછત પડવા દેતા નહિ.
  • સુલેમાનનું મેજ અને તેના ચાકરોની બેઠક જોઈને શેબાની રાણી દંગ થઈ જાય છે1 રાજા 10:4–5
    કલમો
    1 રાજા 10:4–5જયારે શેબાની રાણીએ સુલેમાનનું સર્વ જ્ઞાન, તેનો બાંધેલો મહેલ, તેની મેજ પરનું ભોજન, તેના સેવકોનું બેસવું, તેના સેવકોનું કામ, તેઓનાં વસ્ત્રો, તેના પાત્રવાહકો તથા યહોવાહના ભક્તિસ્થાનમાં જે દહનીયાર્પણ તે ચઢાવતો હતો તે જોયાં, ત્યારે આભી બની ગઈ.
  • મહેમાનો ઉપરાંત ઘણા યહૂદીઓ અને અધિકારીઓ નહેમ્યાના મેજ પર જમે છેનહે 5:17
    કલમો
    નહે 5:17અમારી આસપાસના વિદેશીઓમાંથી જેઓ અમારી પાસે આવતા તેઓ ઉપરાંત યહૂદીઓ તથા અધિકારીઓમાંના દોઢસો માણસો મારી સાથે જમતા.
  • યહોયાખીન જીવનભર બાબિલના રાજાના મેજ પર જમે છે2 રાજા 25:29
    કલમો
    2 રાજા 25:29એવીલ મરોદાખે યહોયાખીનના બંદીખાનાનાં વસ્ત્રો બદલાવ્યાં, યહોયાખીને તેના જીવનના સર્વ દિવસોમાં હંમેશા રાજાની મેજ પર ભોજન કર્યું.
  • ઈસુ માથ્થીના ઘરે દાણીઓ અને પાપીઓ સાથે જમે છેમાથ 9:10–11, માર્ક 2:15–16, લૂક 15:2
    કલમો
    માથ 9:10–11ત્યાર પછી એમ થયું કે, ઈસુ માથ્થીના ઘરે જમવા બેઠા ત્યારે જુઓ, ઘણાં જકાત લેનારાઓ તથા પાપીઓ આવીને ઈસુની તથા તેમના શિષ્યોની સાથે બેઠા. ફરોશીઓએ એ જોઈને તેમના શિષ્યોને કહ્યું કે, “તમારો ઉપદેશક દાણીઓની તથા પાપીઓની સાથે કેમ ખાય છે?”
    માર્ક 2:15–16એમ થયું કે ઈસુ લેવીના ઘરમાં જમવા બેઠા અને ઘણાં દાણીઓ તથા પાપીઓ ઈસુની અને તેમના શિષ્યોની સાથે બેઠા હતા, કેમ કે તેઓ ઘણાં હતા જે તેમની પાછળ ચાલ્યા હતા. શાસ્ત્રીઓએ તથા ફરોશીઓએ ઈસુને દાણીઓ તથા પાપીઓની સાથે જમતા જોઈને તેમના શિષ્યોને પૂછ્યું કે, ‘તે શા માટે દાણીઓની તથા પાપીઓની સાથે ખાય છે?’”
    લૂક 15:2ફરોશીઓએ તથા શાસ્ત્રીઓએ કચકચ કરીને કહ્યું કે, ‘આ માણસ પાપીઓનો સ્વીકાર કરે છે, અને તેઓની સાથે ભોજન પણ કરે છે.’”
  • “જે મને પરાધીન કરે છે તેનો હાથ મારી સાથે મેજ પર છે”લૂક 22:21
    કલમો
    લૂક 22:21પણ જુઓ, જે મને પરાધીન કરે છે તેનો હાથ મારી સાથે મેજ પર છે.
  • સજીવન થયેલા ઈસુ: “આવો, નાસ્તો કરો”યોહ 21:12
    કલમો
    યોહ 21:12ઈસુ તેઓને કહે છે કે, ‘આવો, નાસ્તો કરો.’ તેઓ પ્રભુ છે તે જાણીને શિષ્યોમાંના કોઈની ‘તમે કોણ છે? એમ પૂછવાની હિંમત ચાલી નહિ.
  • પ્રથમ વિશ્વાસીઓ ઘેરઘેર રોટલી ભાંગે છેપ્રે.કૃ 2:46
    કલમો
    પ્રે.કૃ 2:46તેઓ નિત્ય ભક્તિસ્થાનમાં એક ચિત્તે હાજર રહેતા તથા ઘરેઘરે રોટલી ભાંગીને ઉમંગથી તથા નિખાલસ મનથી ભોજન કરતા હતા.
  • બાર પ્રેરિતો મેજની સેવા કરવા માટે ઉપદેશ પડતો મૂકવા માગતા નથીપ્રે.કૃ 6:2
    કલમો
    પ્રે.કૃ 6:2ત્યારે બાર પ્રેરિતોએ બધા શિષ્યોને પોતાની પાસે બોલાવીને કહ્યું કે, અમે ઈશ્વરનું વચન પડતું મૂકીને ભોજન પીરસવાની સેવા કરીએ, એ ઉચિત નથી.
  • બેસુન્નત માણસો સાથે જમવા બદલ પિતરની ટીકા થાય છેપ્રે.કૃ 11:3
    કલમો
    પ્રે.કૃ 11:3‘તેં બેસુન્નતીઓના ઘરમાં જઈને તેઓની સાથે ભોજન કર્યું.’
  • અંત્યોખમાં પિતર બિનયહૂદીઓ સાથે જમવાનું છોડી દે છેગલ 2:12
    કલમો
    ગલ 2:12કારણ કે યાકૂબની પાસેથી કેટલાક લોકોના આવ્યા પહેલાં, તે બિનયહૂદીઓની સાથે ખાતો હતો, પણ તેઓ આવ્યા પછી, સુન્નતીઓથી ડરીને તે ખસી ગયો અને અલગ રહ્યો.
  • જેલર પાઉલ અને સિલાસ આગળ ભોજન પીરસે છેપ્રે.કૃ 16:34
    કલમો
    પ્રે.કૃ 16:34જેલરે તેઓને પોતાને ઘરે લાવીને તેઓની આગળ ભોજન પીરસ્યું, અને તેના ઘરનાં સર્વએ ઈશ્વર પર વિશ્વાસ કરીને ઘણો આનંદ કર્યો.
  • અવિશ્વાસીએ નિમંત્રણ આપ્યું છે? જે કંઈ પીરસવામાં આવે તે ખાઓ1 કરિં 10:27
    કલમો
    1 કરિં 10:27જો કોઈ અવિશ્વાસી તમને નિમંત્રણ આપે અને તમે જવા ઇચ્છતા હો, તો તમારી આગળ જે કંઈ પીરસવામાં આવે તે પ્રેરકબુદ્ધિની ખાતર કશી પૂછપરછ કર્યાં વિના ખાઓ.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો